________________
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
^^^^
“ કુલિકામાં છે
નાથના
મધ્ય ભાગ
પ્રાચીનલેખસંગ્રહ, (૧૬) [ આરાસણ સામે આવેલી છે તે, તથા ઉપરના પાટડાની નીચે આવેલા આગળ ઉપરથી એમ જણાય છે કે પહેલાં આવાં બીજા તેરણે હતાં જે હાલમાં નાશ પામ્યાં છે. મંદિરની બંને બાજુએ મળીને આઠ દેવ કુલિકાઓ છે. પાંચમા નંબરની દેવકુલિકા છે તે બધી કરતાં મ્હોટી છે. મંદિરની જમણી બાજુ વાળી દેવકુલિકામાં આદિનાથની અને ડાબી બાજુવાળીમાં પાર્શ્વનાથની ભવ્ય મૂતિઓ વિરાજમાન છે. મંડપના મધ્ય ભાગ ઉપર હાલના જેવું એક છાપરૂં આવેલું છે જે ઘુમ્મટના આકારનું છે અને જેને રંગ દઈ સુશોભિત કરવામાં આવ્યું છે. તેની આજુબાજુએ ચામચીડીયા તથા ચકલીઓને અટકાવે એવું વાંસનું પાંજરું બાંધેલું છે. મંડપના બીજા ભાગની છત તથા ઓસરીની છત સાદી અને હાલના જેવી છે. મંડપ અને ઓસરીના વચ્ચેના ભાગમાં એટલે કે મૂળ ગર્ભાગારની જમણી બાજુએ ઉપરના ભાગેલા પાટડાને મદદગાર થવા માટે બેડેળ ત્રણ કમાનો ચણી છે અને તે સાથેના સ્તભ સુધી લંબાવેલી છે જેથી કરીને ઘણુ કેતરકામ ઢંકાઈ જાય છે.” .
( ર૭૭). ' ઉપર વર્ણવેલા એ નેમીનાથના મંદિરમાં મૂલનાયક તરીકે જે પ્રતિમા પ્રતિષ્ઠિત છે તેના આસન નીચે આ નં. ર૭૭ ને લેખ કેત છે. લેખકત ઉલ્લેખને તાત્પર્ય આ પ્રમાણે છે – - સં. ૧૮૭૫ ના માઘસુદી ૪ ને શનિવારના દિવસે એકેશ. (ઓસવાલ) જાતિના વૃદ્ધ શાખાવાળા બુહા (બેહરા ) રાજપાલે શ્રીનેમિનાથના મંદિરમાં નેમિનાથનું બિંબ કરાવ્યું. તેની પ્રતિષ્ઠા હીરવિજયસૂરિના પટ્ટધર આચાર્ય શ્રીવિજયસેનસૂરિના શિષ્ય આચાર્ય શ્રીવિજયદેવસૂરિએ, પંડિત કુશલસાગરગણિ આદિ સાધુ પરિવાર સાથે કરી છે. . . . . . - ધર્મ સાગરગણિવાળી તપા-છઠ્ઠાવી માં જણાવેલું છે કે વાદી દેવસૂરિએ સમય વિ.સં. ૧૧૭૪–૧રર૬) આરાસણમાં નેમિ
૨૨