________________
તીર્થના લેખ. નં. ૨૮ર થી ૨૮૮] (૧૭૪)
-
અવલોકન,
MINNIvurunan
પૂજા માટે, '. સિધરના પુત્ર છે. ગાંગદેવે વીસલપ્રિય ૧૨૦ દ્રમ (તે વખતે ચાલતા વિસલપુરીયા ચાંદિને શિકકાઓ) નેમિનાથ દેવના ભંડારમાં ખ્યા છે. તેના વ્યાજમાંથી પ્રતિમાસ ૩ ક્રમ પૂજા માટે ચઢાવાય છે.
- ૨૮૨) આ લેખ એક થાંભલા ઉપર કેટલો છે. સં. ૧૫૨૬ ના આષાઢ વદિ ૯મીને સોમવારના દિવસે પાટણ નિવાસી ગુજરજ્ઞાતીય મહં. પૂજાના પુત્ર સીધરે અહિંની યાત્રા કરી હશે તેથી તેનું સ્મરણ માટે આ લેખ કોતરાવ્યું હોય એમ જણાય છે.
( ૨૮૩) - આ લેખ પણ એક ભીંત ઉપર કતરેલે છે. ગાંગદેવ નામના
કેઈ શ્રાવકે પિતાના પરિવાર સહિત નેમિનાથનાં બિબે કરાવ્યાં જેમની પ્રતિષ્ઠા નવાગવૃત્તિકારક શ્રી અભયદેવસૂરિની શિષ્યસંતતિમાં થએલા આચાર્ય શ્રી ચંદ્રસૂરિએ કરી છે. : - , . . (૨૮૪) .
આ લેખ, ગૂઢમંડપમાં આવેલા એક શિલાપટ્ટ ઉપર કતરેલ છે. જેમાં મુનિસુવતતીર્થંકરની પ્રતિમા તથા તેમણે કરેલે અશ્વને બોધ અને સંમલિકાવિહારતીર્થ વિગેરેના આકારે કેતરેલા છે. લેખને. અર્થ આ પ્રમાણે છે –
સં. ૧૩૩૮ ના જ્યેષ્ઠ સુદિ ૧૪ શુકવાર. શ્રીનેમિનાથ ચિત્યમાં - સવિશ્વવિહારી શ્રી ચકેશ્વરસૂરિના સંતાનીય શ્રી જયસિંહસૂરિ શિષ્ય - શ્રીસેમપ્રભસૂરિ શિષ્ય શ્રીવર્ધમાનસૂરિએ પ્રતિષ્ઠિત કરેલું, આરાસણ
આકર નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના છે. ગેનાના વશમાં થએલા છે. આસપાલે પિતાના કુટુંબ સાથે અશ્વાવબેધ અને સમલિકા વિહાર તીર્થોદ્વાર સહિત શ્રી મુનિસુવ્રતબિંબ કરાવ્યું.
૧ (૨૮૫-૮૮) આ ગ્રંટિત લેખે જુદી જુદી જાતના બનેલા શિલાપટ્ટો તથા પ્રતિમાઓ ઉપર કતરેલા છે. સાલ અને તિથિ સિવાય વધારે જાણવાનું એમાં કશું નથી.. .'