________________
તીર્થના લેખ. નં. ર૭૭ ]
( ૧૬૮)
- અવલોકન
સ્ત જોઈએ તેટલા ઉંચા નહિ હોવાને લીધે તથા છત જોઈએ તે કરતાં નીચી હેવાથી હેટા પાટડાઓની વચમાં આવેલી છત ઉપરનું ઘણું કેતરકામ એક દમ જોઈ શકાય તેમ નથી, તે બધું એક પછી
એક જેવું પડે છે અને તે પણ છતની બરાબર તળેજ ઉભા રહીને ડેને તિસ્દી આપીને જ જોઈ શકાય છે.”
, નેમિનાથ મંદિર. '.. “ જૈન દેવાલના સમૂહમાં સાથી હેટામાં મોટું અને વધારે જરૂરનું દેવાલય નેમિનાથનું છે. બહારના દ્વારથી રંગમંડપ સુધી એક દાદર જાય છે. દેવગૃહમાં એક દેવકુલિકા, એક ગૂઢમંડપ અને પરસાળ આવેલાં છે. દેવકુલિકાની ભીતે જુની છે પણ તેનું શિખર તથા ગૂઢમંડપની બહારને ભાગ હાલમાં બનાવેલાં છે. તે ઈટથી ચણેલા હેઈ, તથા પ્લાસ્ટર દઈ આરસ જેવાં સાફ કરવામાં આવ્યાં છે. આનું શિખર તારંગામાં આવેલા જૈન મંદિરના ઘાટનું છે અને તેના તથા ઘુમ્મટના આમલસારની નીચે ચારે બાજુએ મહેઠાં મુકેલાં છે. મંદિરના. અંગે આવેલી દેવકુલિકાઓના અગ્ર ભાગના છેડા ઉપર આવેલા તથા દેવગહની પરસાળમાં આવેલા તે સિવાય મંડ૫ના સંભે આબુ ઉપરના દેલવાડાના વિમલસાહવાળા મંદિરના સ્તંભે જેવો જ છે. પરસાળના એક સ્તંભ ઉપર લેખ છે જેમાં લખેલું છે કે તે એક આસપાલે ઈ. સ. ૧૨૫૩ માં બંધાવ્યું હતું. * અહીં જુના કામને બદલે નવું કામ એવી જ સફાઈથી કરેલાને દાખલે આપણને મળી આવે છે. રંગમંડપની બીજી બાજુએ ઉપરના દરવાજામાં તથા છેડેના બે સ્વાના સ્તંભેની વચ્ચેની કમાન ઉપર મકરનાં મુખ મુકેલાં છે. આ મુખેથી શરૂ કરીને એક સુંદર તોરણ છેતરવામાં આવ્યું છે જે ઉપરના પત્થરની નીચેની બાજુને અડકે છે અને જે દેલવાડાના વિમલસાહના મંદિરમાંની કમાન ઉપર આવેલા તેરણના જેવું જ છે. મંડપના સ્તની ખાલી કમાન તથા 'પરસાળના સ્તની ખાલી કમાને જે ગૂઢમંડપના દ્વારની બરાબર