________________
તીર્થને લેખે. નં. ર૭૭ ]
( ૧૬ ) ,
';
અવલોકન
ઉપર જે અનુપમ કારીગરીવાલા આરસના મંદિર બનાવ્યાં છે તે આરસ આ જગ્યાએથી જ લઈ જવામાં આવ્યો હતો. ધણું ખરી જિનપ્રતિમાઓ પણ અહીંના જ પાષાણુની બનેલી હોય છે. તારંગા પર્વત ઉપરના મહાન મંદિરમાં જે અજિતનાથ દેવની વિશાલકાય પ્રતિમા વિરાજિત છે તે પણ અહીંના જ પાષાણની બનેલી છે એમ સોમસમાય વીજ જોતાં સ્પષ્ટ જણાય છે. એ કાવ્યમાં એ મૂર્તિના નિર્માણ બાબત આશ્ચર્યકારક રીતે લખવામાં આવ્યું છે કે- જ્યારે ઈડરના સંઘપતી ગોવિદ શેઠને તારંગા ઉપર અજિતનાથ ની નવીન પ્રતિમા પ્રતિષ્ઠિત કરવાનો વિચાર થયે ત્યારે તે આરાસણમાં જઈને ત્યાંની પર્વતવાસીની અંબિકા દેવી (અંબામાતા) ની આરધના કરી. દેવી કેટલાક કાલ પછી સંતુષ્ટ થઈ સેઠને પ્રત્યક્ષ થઈ અને ઇસિત વર માંગવા કહ્યું. સેઠે જણાવ્યું કે મહારે બીજી કેઈ વસ્તુની અપેક્ષા નથી ફકત એક જિનપ્રતિમા બનાવવી છે માટે એક વિશાલ શિલા આપે. એ સાંભળી દેવીએ જણાવ્યું કે પ્રથમ હારા પિતા વચ્છરાજ શેઠે પણ હારી પાસે આવી રીતે એક શિલાની યાચના કરી હતી પરંતુ તે વખતે શિલા ન્હાની હતી, હવે તે હેોટી થઈ છે તેથી તું સુખેથી તે લે અને પ્રતિમા બનાવ. દેવીની અનુમતિ પામી શેઠે ખાણમાંથી શિલા કઢાવી અને તેને એક રથમાં મૂકી. પછી નૈિવેદ્ય આદિ ઉત્તમ પદાર્થો દ્વારા દેવીની પૂજા કરીને ત્યાંથી તે શિલા લઈ રથ તારંગા તરફ ચાલ્યું. તેને ખેંચવા માટે સેંકડે બલવાન બળદો જોડવા પડ્યા હતા તથા સંખ્યાબંધ માણસો હાથમાં કદાળા, કુહાડા અને પાવડા વિગેરે લઈ આગળ ચાલતા હતા અને રસ્તામાં રહેલા પત્થર ફેડતા, ઝાડે કાપતા અને ખાડાઓ પૂરતા થકા રથને ચાલવા માટે માર્ગ સાફ બનાવતા હતા. આવી રીતે ધીમે ધીમે ચાલતે તે રથ કેટલાએ મહિના પછી તારગે પહોંચ્યું હતું. વિગેરે.(જુએ સોમસૌથ વ્ય, સ , ઘ ૪૨–૧૭.)