________________
ઉપરના લેખો, ન. ૬૫ )
( ૧૧૭)
અવલાકન
આદિ આર ગામામાં રહેનારા સ્થાનપતિ, તપોધન, ગંગલી બ્રાહ્મણુ અને રાયિ આદિ સમસ્ત પ્રજાવગે, તથા ભાલિ, ભાડા પ્રમુખ ગામામાં રહેનારા શ્રી પ્રતીહારવશના સ. રાજપુરૂષાએ, પોતપેાતાની ઇચ્છા પ્રમાણે શ્રી નેમિનાથ દેવના મ`ડપમાં બેસી બેસીને મહુ॰ શ્રી તેજપાલની પાસેથી પોતપોતાના આનંદ પૂર્વક, શ્રીભ્રુણસિ’હવસહિકા નામના આ ધર્મસ્થાનનું સકલ રક્ષણ કાર્ય કરવાનું સ્વીકાર્યું. છે તેથી પેાતાનુ એ વચન પ્રામાણિક રીતે પાલવા માટે આ સઘળા જનાએ તથા એમની સતાન પર’પરાએ પણ જ્યાં સુધી આ ધર્મસ્થાન જગમાં વિદ્યમાન રહે ત્યાં સુધી આનું રક્ષણ કરવું.
કારણ કે—ઉદારચિત્ત વાળા પુરૂષોનું એજ વૃત્ત હાય છે કે જે કાય સ્વીકાર્યું હાય તેનુ' અંત સુધી નિર્વાણુ કરવુ. આકી કેવલ કપાલ, કમડલ, વલ્કલ, શ્વેત યા રક્ત વસ્ત્ર અને જટાપટલ ધારણ કરવાથી તા શું થાય છે !
તથા મહારાજ શ્રીસેામિસહદેવે આ લુણસિ’હવસહિકામાં વિરાજમાન શ્રીનેમિનાથ તીર્થંકરની પૂજા આદિના ખર્ચ માટે ડવાણી નામનુ ગામ દેવદાન તરીકે આપ્યુ છે. તેથી સેમિસ’હુંદેવની પ્રાર્થના છે, કે તેમના -પરમાર--શમાં જે કેઈ ભવિષ્યમાં શાસક થાય તેમણે · આચદ્રા ’ સુધી આ દાનનુ` પાલન કરવું.
"
એ પછી એ પદ્યા છે જે કૃષ્ણીય નયચંદ્રસૂરિનાં રચેલાં છે અને તેમાં અર્જુગિરિનું માહાત્મ્ય વર્ણવામાં આવ્યુ છે.
અંતમાં, · સં. સરવણુના પુત્ર સં. સિંહૅરાજ, સાધૂ સાજણુ, સ, સહસા, સાઈદેપુત્રી સુનથવ પ્રણામ કરે છે. ’ આ પ્રમાણે ઉલ્લેખ છે. આ લીટીના અક્ષરો, ઉપરના આખા લેખથી જુદા પડે છે તેથી જણાય છે કે કાઇએ પાછળથી ઉમેર્યું છે. મ્હોટા તીર્થ સ્થળામાં યાત્રિએ આવી રીતે પાતાનુ નામ કતરાવવામાં પુણ્ય સમજતા હતા અને તેના માટે ખાસ દ્રવ્ય આપી આવાં નામેા કાંતરાવતા હતા. કેશરીઆજી વિગેરે ઘણા ઠેકાણે આવા હજારો નામેા યંત્ર તત્ર કોતરેલાં છે.