________________
પ્રાચીન જેનલેખસંગ્રહ,
(૧૪૫)
[ આબુ પર્વત
એ દેવાલયના બીજા લેખમાં વિમળનું નામ આવે છે, આ લેખની મિતિ વિ. સં ૧૨૦૧ છે. એ લેખ ૧ ( કાઉસેન્સ લીસ્ટ નં. ૧૭૬૭) માં ૧૦ લીટીઓ છે અને તે ૨૬ ” લાંબે તથા પશુ ઉંચો છે. તેમાં ૧૭ કડીઓ છે. શાહીથી પડેલી અનુકૃતિમાં પહેલી બે લીટો ચોક્કસપણે વાંચી શકાય તેમ નથી. પણ હું જોઈ શકું છું તેમ તેમાં એક માણસ વિષે કહ્યું છે જે શ્રીમાલ કુલને અને પ્રાગ્વાટ વંશનો હતો. તેનો પુત્ર લહર હતો જેનો મૂલ રાજા (ચાલુકય મૂળરાજ પહેલા) સાથે કઈ પણ પ્રકારનો સંબંધ હતો અને જે “વીરમહત્તમ ” ના નામથી પણ ઓળખાતા હતા. લહધરને બે પુત્રો હતા. પહેલે પુત્ર પ્રધાન નેઢ હતો તથા બીજો વિમલ હતો જેના વિષે ૭ મી કડીમાં આ પ્રમાણે છે:- . દ્વિતિયફ્રીમતીવા ( )(2) બ્લાઃ શ્રી વિમળે (૨)મવા येनेदमुर्भवसिन्धुसेतुकल्पं विनिर्मापितमत्र वेश्म ॥
નેને પુત્ર લાલિગ હતો. તેને પુત્ર મહિક પ્રધાન હતો. ૨ વળી તેને બે પુત્રો હતા, હેમ અને દશરથ. આ લેખનો હેતુ આ પ્રમાણે છે-ઋષભના મંદિરમાં દશરથે નેમિજિનેશ ( નેમિતીર્થકર એટલે કે નેમિનાથ ) ની પ્રતિમા બેસાડી, જેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૦૧ ને મેષ્ઠના પડવાને શુક્રવારે.
. પ્રો. કલહેનનું આ કથન અસંબદ્ધ જેવું છે. કારણ કે શ્રીમાલ અને પ્રાગ્વાટ બંને જુદી જુદી શ્વતંત્ર જાતો છે. એકજ મનુષ્ય શ્રીમાલકુલ અને પ્રાગ્વાટ વંશનો હાઈ ન શકે. પ્ર કીલોનના વાંચનમાં ગડબડ થઈ છે. જે લેખના વિષયમાં આ કથન છે તે મારા જેવામાં આવ્યા નથી તેથી તેના વિષયમાં હું કાંઇ કહી શકે તેમ નથી. નીચે જે લેખને હવાલે પ્રા. કલહન આપે છે તેમાં તે વીર મહામંત્રીને સ્પષ્ટ શ્રીમાલકુલભવ લખ્યો છે ( એ લેખ આ સંગ્રહમાં પણ નં. ૧૫ર નીચે આપેલ છેતેથી વીર મહામંત્રી અને નેઢ આદિ તેના પુત્ર-પ પ્રાગ્વાટ નહિ પણ શ્રીમાલજ્ઞાતિના હતાસંગ્રાહક. * *
- ૧ મી. કાઉન્સના કહેવા પ્રમાણે આ લેખ વિમળના દેવાલયના અગ્રભાગમાં : ૧૦ ના ભોંયરાના દ્વાર ઉપર છે તેના વિષે એશીયાટીક રીસર્ચીસ પુ. ૧૬ પા ૩૧૧ માં ઉલ્લેખ છે–એક લેખની મિતિ સં ૧૨૦૧ છે પણ તેમાંનું કાંઈ પણ વાંચી શકાય તેવું નહી હોવાને લીધે તે બહુ જરૂર નથી. - ૨ છંદ ઉપરથી જણાય છે કે નામ ખરૂ છે ૪ અગ્રભાગમાં ન ૧ ના ભોંયરાની એક પ્રતિમાની બેઠક ઉપર આ લેખે કેતલા છે. ..
૧૯