________________
પ્રાચીન જેનલેખસંગ્રહ,
(૧૪)
( આબુ પર્વત
આ કોઠામાં બતાવેલા માણસે ચુસ્ત રીતે જૈન ધર્મને વળગેલા હતા. જેલ્લા મૂળ પુરૂષ છે. તે એક વ્યાપારી હતો અને તેના ગુરૂ ધર્મસૂરી હતા. દેસલ વિષે એમ કહેવામાં આવ્યું છે કે તેણે સાત પવિત્ર સ્થળે ૧૪ વાર સંધ કાઢયા હતા. આ સ્થળો તે શત્રુંજય વિગેરે છે. આ વંશનાં બીજાં માણસોનાં સાધારણ રીતે વખાણ કર્યા છે.
વિમલના મંદિરમાં તેના વંશના લોકોના બીજા લેખો છે; આ લેખોની મિતિ | વિક્રમ ] સંવત ૧૩૭૮ છે. વળી આ વંશનો એક લાંબે લેખ છે. ( નં. ૧૭૯૧ નો કાઉસેન્સ લીસ્ટ ) જેની મિતિ શબ્દોમાં અને આંકડામાં લખેલી છે–વિ. સં. ૧૩૦૯. આ લેખમાં ૨૫ લીટીઓ છે અને તે ૧૫ કડી
માં છે. તેમાં આનંદસરીએ કરેલી, વિમલની વસહિકા” માં નેમિજિન (નેમિનાથ) ની પ્રતિમાની સ્થાપના વિષે આપવામાં આવ્યું છે. તેમાંથી એમ જણાય છે કે આ વંશ ઉકે [ 8 ] વંશને કે છે અને તેને મૂળ સ્થાપક જેહાક માંડવ્યપુર (મંડેર ) ને રહેવાસી હતો. કુલધર પછી તેના પાંચ પુત્રોનું વર્ણન છે, પણ લેખનો મોટો ભાગ જતો રહયો છે તેથી હું તેમનાં નામ અત્ર આપી શકું તેમ નથી.
આ લેખની બાકીની (૩૯-૪૨) કડીઓમાં [ વિ. ] સંવત ૧૩૭૮ ના એક દિવસે “ગુરૂ” અગર “સૂરી” જ્ઞાનચંદ્ર અબુંદ પર્વત ઉપર ઋષભની પ્રતિમાની સ્થાપના ( પુનઃ સ્થાપના ) કરી. જ્ઞાનચંદ્રના ધાર્મિકવંશ વિષે જાણવું જોઈએ કે તેના પહેલાં અમરપ્રભસૂરી થયા હતા અને આ વંશને સ્થાપનાર ધર્મસૂરી હતા જેમને ધર્મવાળાર્યન એટલે કે “ગણુ” ના સૂર્ય કહ્યા છે અને જેમણે વાદિચંદ્રને અને ગુણચંદ્રને હરાવ્યા હતા તથા ત્રણ રાજાઓને બેધ આપ્યો હતે. ( વિક્રમ ) સંવત ૧૩૭૮ ના, બીજા
૧ જુઓ પાન ૧૫૪, આગળ.
૨ આ સાત સ્થળે અગર ક્ષેત્રે વિષે વારંવાર કહેવામાં આવ્યું છે પણ એ સાત સ્થળોના નામો મળી શક્તા નથી,
૩ આવી રીતે બીજો [ લેખ] સં. ૧૩૦૯ જણાવે છે પણ બીજું કાંઈ નહિ' આવા શબ્દમાં, એશિયાટીક રીસર્ચીસ પુ. ૧૬, પા. ૩૧૧ ઉપર કહેલો લેખ તે આ છે.
૪ એટલે કે ઓશવાળ જાત; જુઓ એપીગ્રાફીકા ઈડિકા, ૫. ૨, પાન ૪૦. ૫ મી, કાઉસેન્સના લીસ્ટના નં. ૧૭૫૯, ૧૮૨૨ ને ૧૮૫ર.
- -