________________
પ્રાચીનજેનલેખસંગ્રહ
(૧૫૫)
fઆબુ પર્વત
બીજા કાસહદગચ્છના ઉદ્યોતનાચાર્ય સંતનીય સિંહસૂરિનું નામ છે. ૨૧૫ ના લેખમાં રત્નસિંહસૂરિનું નામ પણ આપેલું છે.
નબર ૨,૧૭-૧૮-૨૦-૨૧-ર૪ર૭ અને ૪૩ વાળા (૭) લેખે સંવત્ ૧૨૧૨ ની સાલના છે પ્રતિષ્ઠાકારક આચાર્ય (નં. ૨૧૮-૨ –૨૧ માં ) શીલભદ્રસૂરિના શિષ્ય ભરતેશ્વરસૂરિના શિષ્ય શ્રીરસૂરિ જણાવ્યા છે.
. ૨૪૮ ને લેખ પણ એજ વર્ષને છે. તેમાં લખ્યું છે કે— કરંટગથ્વીય એશિવશીય મત્રિ ધાંધુકે વિમલમંત્રીની હસ્તિશાળામાં આ આદિનાથનું સમવસરણ બનાવ્યું છે અને નન્નસૂરિના શિષ્ય કકકસૂરિએ એની પ્રતિષ્ઠા કરી છે.
૧૫૬ નંબરને લેખ જે ૧૦ નંબરની દેવકુલિકાની જમણી બાજુ ઉપર કેતલે છે તે એક આર્યાછેદનું પદ્ય છે. તેમાં એજ કકસૂરિએ પોતાના ગુરૂ નન્નસૂરિની સ્તુતિ કરેલી છે. ..
૧૩પ-૩૯-૪૩-૪૭ અને ૫૦ નંબરના લેબેની મિતિ સં. ૧૨૦૨ છે. પ્રતિષ્ઠા કરનાર કકુંદાચાર્ય છે જેઓ ૨૦૬ નંબરના લેખમાં જણાવેલા ઉકેકેશગચ્છીય આચાર્ય કકકસૂરિના પૂર્વજ છે.
* ૨૦૯ અને ૧૦ નંબરના લેખ સં. ૧૩૦૨ ના છે. તેમાં પ્રતિઠાતા તરીકે રૂદ્રપલ્લીય અભયદેવસૂરિના શિષ્ય દેવભદ્રાચાર્યનું નામ છે.
+ કાસાહદગચ્છ એ કાસરહદ નામના ગામ ઉપરથી પ્રસિદ્ધિમાં આવ્યા છે. આબુપર્વતની પાસે આર. એમ. રેલ્વેના કીરલી-સ્ટેશનથી ૪ માઈલ - ઉત્તરે “કાયંદ્ર” નામનું જે વર્તમાનમાં ગામ છે તેજ પુરાતન કાસાહેંદ”
છે એમ પં. ગિરીશંકર ઓઝા પિતાના “સિદ્દિ રા તિહાસ' (પૃષ્ઠ ૩૬ ) માં જણાવે છે. એ ગામમાં એક પુરાતન જિનમંદિર પણ છે જેને થોડા વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર થયો છે. તેમાં મૂલમંદિરની ચારે બાજુ બીજી હાની હાની દેવકુલિકાઓ છે જેમાંની એકના દ્વાર ઉપર વિ સં ૧૦૯૧ ને લેખ છે. ત્યાં એક બીજું પણ પ્રાચીન જનમંદિર હતું જેના પત્થરો. વિગેરે ત્યાંથી લઈ જઈ રહેડામાં નવા બનેલા મંદિરમાં લગાડી દેવામાં આવ્યાં છે. -