________________
ઉપરના લેખ. નં. ૬૫]
(૧૧૦).
" "
અવલોકન,
નક
nnnnnnnnnnnnnn
વાપરવામાં આવી છે પરંતુ તે ઘણી જ વ્યાકરણ વિરૂદ્ધ છે તથા પ્રાકૃત પ્રગોથી ભરેલી છે. આ લેખમાં, વસ્તુપાલ અને તેજપાલે અનેક
સ્થળે જે મંદિર અને મૂર્તિ આદિ કીર્તને કરાવ્યાં હતાં તેમાંના કેટલાકની નોંધ આપેલી છે. લેખને સાર આ પ્રમાણે છે – . . .
સ્વસ્તિ. સં. ૧૨૯ ના વૈશાખ સુદી ૩. ' શત્રુંજય મહાતીર્થ ઉપર મહામાત્ય તેજપાલે નંદીસર (નંદીશ્વર) ના પશ્ચિમ મંડપ આગળ એક શ્રી આદિનાથભગવાનનું બિંબ, તથા વિજાદંડ અને કલસ સહિત દેવકુલિકા બનાવી. તથા આજ (આબુ) તીર્થમાં મહં. શ્રીવતુપાલે શ્રીસત્યપુરીય શ્રીમહાવીરબિબ અને ખત્તક બનાવ્યાં. તથા વળી અહિયાજ પાષાણમય બિંબ, બીજી દેવકુલિકામાં બે ખત્તક અને રાષભઆદિ તીર્થકરોની વીસી બનાવી. તથા ગૂઢમંડપમાં પૂર્વ બાજુના દ્વાર આગળ ખત્તક, મૂતિયુગ્મ અને તે ઉપર () શ્રી આદિનાથભગવાનનું બિબ બનાવ્યું. ઉજયંત ( ગિરનાર) ઉપર શ્રીનેમિનાથના પાદુકામંડ૫માં શ્રી નેમિનાથનું બિંબ અને ખત્તક બનાવ્યું. આજ તીર્થ ઉપર મહં. શ્રીવાસ્તુપાલના કરાર વેલા આદિનાથની આગળ મંડપમાં શ્રી નેમિનાથનું બિંબ અને ખત્તક બનાવ્યું. શ્રીઅબુદગિરિમાં શ્રીનેમિનાથના મંદિરની જગતીમાં બે દેવ કુલિકા અને ૬ બિંબ બનાવ્યાં.
જવાલીપુર માં શ્રી પાર્શ્વનાથના મંદિરમાં આદિનાથનું બિંબ અને દેવકુલિકા કરાવી. - શ્રીતારણગઢ (તારંગા) ઉપર શ્રી અજિતનાથ દેવચૈત્યના ગૃઢ મંડપમાં શ્રી આદિનાથબિબ અને ખત્તક કરાવ્યાં. એક ': + જાવાલીપુર તે મારવાડમાં જોધપુર રાજ્યમાં આવેલું જાલોર શહેર છે.
• તારંગામાં, મંદિરના પ્રવેશદ્વારની બંને બાજુએ બે મોટા ગોખલાઓ જે બનેલા છે, અને જેમાં હાલમાં યક્ષ-યક્ષિણિઓની મૂતિઓ સ્થાપન કરેલી છે, તેને માટે આ ઉલ્લેખ છે. આ બંને ગોખલાઓ–અત્તક વસ્તુપાલે પિતાના આત્માયમાટે બનાવ્યાં છે, એમાં તે વખતે આદિનાથ