________________
અવલોકન
ઉપરના લેખો. નં. પj
(૨૪)
આ લેખ તથા ન. ૧૦૬, ૧૦૭, ૧૧, ૧૨૨, ૧૨૩, ૧૨૬, અને ૧૨૭ વાળા લે છે એક જ કુટુંબના છે. નં. ૧૦૬–૭ વાળી લેખેમાં જણાવ્યું છે કે-પૂર્વ નાગપુરમાં (મારવાંડમાં-જોધપુર રાજ્યના તાબે આવેલું હાલનું નાગોર શહેર) વરદેવ નામે શ્રેણી હતું જેનાથી “વરડીયા આવું નામ એ વંશનું પડ્યું. તે વરદેવને બે પુત્ર હતા એક આસદેવ અને બીજો લકમીધર. આસદેવને સા. નેમડ, આભટ, માણિક અને સલખણ તથા લક્ષ્મીધરને થિરદેવ, ગુણધીર, જગધર અને ભુવન નામે પુત્રો થયા. તેમાં ફક્ત એકલા નેસડના જ વંશજેનું આ બધા લેખોમાં વર્ણન છે. ડો. પીટર્સનના ૩ જ રીપોર્ટમાં (પૃષ્ટ ૬૦ અને ૭૩) એ વંશ સંબંધી બે પ્રશસ્તિઓ આપેલી છે. જેમાં એકમાં નેસડના વંશનું વિસ્તૃત વર્ણન આપ્યું છે. તેમડ જતિએ પલ્લીવાલ વૈશ્ય હતે. તે કેઈ કારણથી પિતાના મૂળ વતન નાગપુરને છોડી પલ્લણપુરમાં આવીને રહ્યો હોય એમ બીજી પ્રશસ્તિના ઉલ્લેખ ઉપરથી જણાય છે. એના સંતાનો તપાગચ્છને બિરૂદ પ્રાપ્ત કરનાર જગચંદ્રસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિ, વિચંદ્રસૂરિ અને દેવભદ્રગ–એ ત્રિપુટીના અનુરાગી હતા. એમના ઉપદેશથી નેમડના સંતાનમાંથી દરેકે જુદા જુદા અનેક ધર્મકાર્યો કર્યા હતાં. એ પ્રશસ્તિ તથા પ્રસ્તુત લેઓમાંથી તેમની વંશાવલી આ પ્રમાણે બને છે –