________________
AAAAAAAAAAAAAAA
પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૩૩)
:આબુ પર્વત
^^^^^^^^^^ ^ તે લેખમાં જે પાછળથી કોઈ ફેરફાર કરવાનું હોય છે તે આવી રીતે મૂળ લખેલા ઉપર બીજું લખાણ કરાય છે.
(૧૦૮–૦૯) નંબર ૩૭ અને ૩૮ ની દેવકુલિકાઓ ઉપર આ બને તે * લાંબી લાંબી બમ્બે પંક્તિઓમાં કતરેલા છે.
આ બંને લેખે એક જ પ્રકારના છે. પ્રારંભમાં સંવત પર ભાગ ગઘમાં છે અને બાકીનાં ૪–૪ પદ્યો છે. જેમાનાં ત્રણ પદ્ય તે એકના એકજ છે અને અંતિમ પદ્ય બંનેમાં જુદા જુદા પ્રકારનું છે. ભાવાર્થ આ પ્રમાણે છે ––
શ્રીષ ડેરકગચ્છીય શ્રીયશોભદ્રસૂરીની શિષ્યસંતતિમાં, શ્રીશાંતિઃ સૂરી થયા. તેમના ચરણ કમલમાં ભ્રમર સમાન મંત્રી શ્રીઉદયસિંહ થ, જે વિપુલ ધનનું દાન કરવાથી તે દાનવીર, ગિરનાર વિગેરે તીથની મહાન આડબર સાથે યાત્રા વિગેરે ધર્મ ને કરવાથી ધર્મવીર અને રાજા-મહારાજાઓનું પણ માન મર્દન કરવાથી યુદ્ધ વીર-એમ ત્રિવિધવીર ચૂડામણી કહેવાતો હતો. તેને પુત્ર યશવીર જે “કવિન્દ્રબધુ” ને બિરૂદ ધરાવે છે અને જેને સરસ્વતી અને લક્ષમીએ એકીસાથે અંગીકાર કર્યો છે અર્થાત જે ઉત્તમ વિદ્વાન હોઈ મહાન ઐશ્વર્યવાન છે, તેણે પિતાના પિતાના પુણ્યાર્થે સુમતિનાથ તીર્થકરની પ્રતિમાયુકત અને માતાના શ્રેયાર્થે પદ્મપ્રભબિબયુક્ત આ બે દેવકુલિકાઓ કરાવી છે.
આ મંત્રી યશવીર, જાવાલીપુરના ચાહમાન રાજા ઉદયસિંહને પ્રધાન હતું. એ બહુશ્રુત વિદ્વાનું અને રાજનીતિનિપુણ મહામાત્ય - હતા. મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલની સાથે આની ગાઢમૈત્રી હતી. તેજપાલના બનાવેલા આ નેમિનાથ ચૈત્યને શિલ્પકામમાં એણે કેટલાક દે બતાવ્યા હતા. જિનહર્ષગણિરચિત વતુ રિન્ન માં આના સંબંધમાં કેટલુંક વર્ણન કરેલું છે.
( ૧૧૦–૧૧૧) આ મંદિરના મૂળ ગભારાના બારણાની બંને બાજુએ-રંગ