________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
(૧૧ )
[ આબુ પર્વત
' જ થી ૯ સુધીનાં કાવ્યમાં, વસ્તુપાલ અને તેના પુત્ર જૈત્રસિંહ (અથવા યંતસિંહ) જે લલિતાદેવીનો પુત્ર હતું, તેની પ્રશંસા કરવામાં આવી છે. તથા તેજપાલ મંત્રીની બુદ્ધિ અને ઉદારતાનું વર્ણન કરવામાં આવ્યું છે. - આ પછી તેજપાલની પત્ની અનુપમાદેવીનું વશવર્ણન શરૂ થાય છે. ચંદ્રાવતી નગરીમાં પ્રાગ્વાટવંશમાં શ્રીગાગા નામે. શેઠ થયે. (પ. ૫૦) તેને પુત્ર ધરણિગ થે. (૫. પ૧) તેની સ્ત્રી ત્રિભુવનદેવી હતી જેનાથી અનુપમા નામે કન્યા થઈ અને તે તેજપાલને પરણાવવામાં આવી. (પ. પર–૩) એ અનુપમાં, નીતિ, વિનય, વિવેક, ઔચિત્ય, દાક્ષિણ્ય અને ઉદારતા આદિ ગુણે કરી અનુપમ હતી. તેણે પિતાના ગુણોથી પિતા અને શુરના બંને કુલ ઉજજવલ કર્યા હતાં. (પ. ૫૪) એ અનુપમા દેવીથી તેજપાલને લાવણ્યસિંહ (અથવા લુણસિંહ) નામે પુત્ર છે. (પ. ૫૫-૬) તેજપાલના મહેતા ભાઈ મત્રિ મઢુદેવને પણ તેની લીલુકા નામે પત્નિથી પૂર્ણસિંહ નામે પુત્ર છે અને તેને પણ તેની સ્ત્રી અહણાદેવીથી પેથડ નામને સુપુત્ર જન્મે. (પ. ૫૮) મંત્રી તેજપાલે પોતાની પત્ની અનુપમાદેવી અને પુત્ર લાવણ્યસિંહના કલ્યાણાર્થે, આ નેમિનાથનું મંદિર બનાવ્યું. (૫. ૬૦) તેજપાલ મંત્રિએ, શંખ જેવી ઉજલી–આરસ પહાણની શિલાઓ વડે આ ઉચ્ચ અને ભવ્ય નેમિનાથનું મંદિર બનાવ્યું છે. તેની આગળ એક વિશાલ મંડપ અને આજુબાજુ બલાન સહિત પર બીજા ન્હાના જિનમંદિર બનાવ્યાં છે. (પ. ૬૧) તથા, એમાં (૧) ચંડપ. (૨) ચંડપ્રસાદ તથા તેની સ્ત્રી અનુપમાદેવીનું નામ ઉલ્લિખિત છે. એના સમયના ૪ લેખો મળ્યા છે જેમાં સૌથી પ્રથમ તો સ. ૧૨૮૭ ને આ પ્રસ્તુત લેખ છે અને સાથી પાછળનો ઉકત સં. ૧૨૮ટ નો કમાણીનો વક્ષેત્ર સંબંધી છે. સેમસિંહ, પિતાની હયાતીમાં જ પોતાના પુત્ર કૃણરાજદેવ (અથવા કાન્હડદેવ) ને યુવરાજ બનાવી દીધો હતો અને તેના હાથખર્ચ માટે નાણા નામનું ગામ (જે જોધપુર રાજ્યના ગેડવાડ ઈલાકામાં આવેલું છે ) આપ્યું હતુંસિરો તાસ , ૧ -૪] . .