________________
ઉપરના લેખે. નં. ૬૪]
(૧૧)
અવલોકન,
,,
(૩) એમ. (૪)અશ્વરાજ; અને (૫) લણિગ. (૬) દેવ. (૭) વસ્તુપાલ. (૮) તેજપાલ; એ તેના ચાર પુત્રો તથા (૯) વસ્તુપાલ સુત જેત્રસિંહ અને (૧૦) તેજપાલ પુત્ર લાવણ્યસિહ, એમ ૧૦ પુરૂની હાથિ ઉપર આરૂઢ એવી ૧૦ કૃતિઓ બનાવી છે. આ મૃતિઓ એવી દેખાય છે, કે જાણે દશ દિકપાલ જિનેશ્વરના દર્શન માટે ન આવતા હોય ? (પ. દર-૩) વળી, આ દશે હસ્તિનીરૂઢ મૃતિઓની પાછળ અત્તક બનાવ્યા છે અને તેમાં આ દશે પુરૂની, તેમની સ્ત્રિઓ સાથે મૃતિઓ બનાવી સ્થાપન કરવામાં આવી છે. (૫. ૬૪) આના પછીના કમાં જણાવેલું છે કેસકલ પ્રજ ઉપર ઉપકાર કરનાર મંત્રી વસ્તુપાલની પાસે તેજપાલ તેવી જ રીતે શેભે છે જેમ સરોવરના કિનારે આમ્રવૃક્ષ શેભે છે. (પ. ૬પ) આ બંને ભાઈઓએ દરેક શહેર, ગામ, માર્ગ, અને પર્વત આદિ સ્થળે, જે વાવ, કુવા, પરબ, બગીચા, સાવર, મંદિર અને સત્રાગાર આદિ ધર્મસ્થાનની નવી પરંપરા બનાવી છે તથા જીર્ણોદ્ધાર કર્યા છે તેમની સંખ્યા પણ કઈ જાણતું નથી. (પ. ૬૬-૮).
આ પછી, ચંડપના વંશના ધર્માચાર્યોની નામાવલી આપવામાં આવી છે. ચંડપના ધર્માચાર્યો નાગેન્દ્રના હતા અને તેમાં " શ્રીમહેસૂરિ થયા. તેમના શિષ્ય શ્રી શાંતિસૂરિ થયા. તેમના પટ્ટધર શ્રીઆનંદસૂરિ અને તેમના શ્રીઅમરસૂરિ થયા. અમરક્યુરિની પાટે શ્રીહરિભદ્રસૂરિ થયા અને તેમના શિષ્ય શ્રી વિજયસેનસૂરિ થયા કે જેમણે એ મંદિરની પ્રતિષ્ઠા કરી. વિજયસેનસૂરિના શિષ્ય શ્રીઉદયપ્રભસૂરિ છે કે જેમના પ્રતિભારૂપ સમુદ્રની સુંદર સૂકિતઓ સ્વરૂપ મુકતાવલિઓ વિશ્વમાં શોભી રહી છે. (૫. ૬–૭૧) છર માં કલેકમાં કવિએ મંગલ ઈછી આ પ્રમાણે સમાપ્તિ કરી છે-જ્યાં સુધી આ અબુંદ પર્વત વિદ્યમાન છે ત્યાં સુધી આ ધર્મસ્થાન અને એના બનાવનાર જગમાં ઉદિત રહે. (૫. ૭૨) ઐલુકા રાજા વડે જેના ચરણ કમલ પૂજાયેલા છે એવા શ્રીસેમેશ્વરદેવે, એ ધર્મસ્થાનની, આ રમણીય પ્રશસ્તિ બનાવી છે. (પ. ૭૩) શ્રી નેમિનાથ તીર્થકર
1