________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
(પ૦ )
શત્રુંજ્ય પર્વત
• ૩૪ મે લેખ સશ્ચિકદેવી, કે જે એસવાની કુલદેવી ગણાય છે તેની સ્મૃતિ ઉપર છે. મિતિ સં. ૧૩૭૧, માઘ સુદી ૧૪ સમવાર. ઉકેશવંશના વેસટ શેત્રના સારા સલખણને પુત્ર સાવ આજડ અને તેને પુત્ર સારા ગેસલ છે. તેની ગુણમતી સ્ત્રીની કુખે ત્રણ પુત્રો થયા,-સંઘપતિ આસાધર, સારા લસિંહ અને સંઘપતિ દેસલ. તેમાં છેલ્લા દેસલે, પિતાના પુત્ર સાવ સહજપાલ, સાવ સાહણપાલ, સાવ સામત, સાઈ સમા અને સારા સાંગણ આદિ પરિવાર સમેત, પિતાની કુલદેવી શ્રી સચિકા ની મૂર્તિ કરાવી. - ૩૫ મે લેખ, એક પુરૂષ સ્ત્રીના મૂર્તિ-યુગ્મ ઉપર કેલે છે. બીજી બધી હકીકત ઉપર પ્રમાણે જ છે, પરંતુ છેવટે લખવામાં
આવ્યું છે કે, સંદેસલે પિતાના વૃદ્ધભ્રાતા સંઘપતિ આસાર અને - તેમની સ્ત્રી, શેઠ માલની પુત્રી રતનશ્રીનું, આ મૂતિ–ગુગલ બનાવ્યું છે.
૩૬ મે લેખ, વચમાંથી ટુટી ગયેલ છે. ઉપલબ્ધ ભાગમાં લખેલું છે કે, સં. ૧૩૭૧ માં, સં. દેસલે રાણા શ્રીમહીપાલની, આદિનાથ ભગવાનના મંદિરમાં, આ મૃતિ બનાવી છે.
. ૩૭ મા લેખની મિતિ સં. ૧૪૧૪ ના વિશાખ સુદી ૧૦ અને ગુરૂવારની છે.સદેસલના પુત્ર સાવ સમરા અને તેની સ્ત્રી સમરશ્રીનું આ મૃતિ–ગુગલ, તેમના પુત્ર સારા ચલિગ અને સાસને બનાવ્યું છે અને કસૂરિના શિષ્ય દેવગુપ્તસૂરિએ એની પ્રતિષ્ઠા કરી છે.
*. ઉપર લખવામાં આવ્યું છે કે, ડૅ. બુહરે, તેમને મળેલા ૧૧૮ લેખમાંથી ૩૩ લેખે તે મૂળ સંસ્કૃતમાંજ આપ્યા છે અને
પછી બાકીનાને માત્ર અંગ્રેજીમાં સારજ આપી દીધું છે. એ સારમાં, : અર્વાચીન કાળના ઘણુ ખરા શ્રાવકે અને કુટુંબનાં નામે આવેલાં
- મૂળ લેખમાં, વા (?) આવો બ્રિમિત પાઠ મૂકાણો છે ' પરંતુ પાછળથી તપાસ કરતા જણાવ્યું કે તે “ર” નહિં પણ “ ”િ પાઠ છે અને તે જગ્યા છે,