________________
પ્રાચીનજૈતલેખસ ગ્રહ, ( ૪ )
[ શત્રુંજય પર્વત
ગદ્યભાગમાં લખવામાં આવ્યુ છે કે—પોતાના પરિવાર સમેત, અમાત્ય ( પ્રધાન ) શિરેામણિ વહેંમાનસાહુ અને પસિહંસાહે, હાલાર પ્રદેશમાં, નવાનગર ( જામનગર ) માં, જામ શ્રી શત્રુશલ્ય (છત્રશાલ ) ના પુ શ્રીજસવ'તજીના વિજયવંતા રાજ્યમાં, અચલગચ્છના આચાર્ય શ્રીકલ્યા ણસાગરસૂરિના ઉપદેશથી, શ્રીશાંતિનાથનું મંદિર ધાવવા રૂપ પુણ્ય કૃત્ય કર્યું. તથા ઉકત તીર્થંકર આદિની ૫૦૧ પ્રતિમાની એ પ્રતિષ્ઠાએ કરાવી. તેમાં પ્રથમ સંવત્ ૧૬૭૯ વૈશાખ શુકલ ૩ બુધવારના દિવસે અને ખીજી સવત્ ૧૯૭૮ ના વૈશાખ શુકલ ૫ શુક્રવારના દિવસે. એવી રીતે મત્રીશ્વર વમાન અને પસિહે છ લાખ રૂપિયા પુણ્યક્ષેત્રામાં ખર્ચ કર્યા !
આ મને લેખો ઉપરથી જણાય છે કે વર્તમાન અને પદ્મસિહ અને ભ્રાતા જામનગરના તત્કાલીન પ્રધાના હતા અને તેએ ચુસ્ત જૈનધર્મી હાઈ જૈન ધર્મની ઉન્નતિ માટે પુષ્કળ પ્રયત્ન અને દ્રવ્યવ્યય કર્યાં હતા. શ્રાવક હીરાલાલ હંસરાજે વહૂ માનના વિષયમાં વિલયાનંનામ્બુદ્રવ્યવાસ્થ્ય માં નીચે પ્રમાણે હકીકત લખી છે.
“ વર્ધમાન સાહુને ઇતિહાસ આ પ્રમાણે છે—તે કાફીયાવાડની ઉત્તરે આવેલા કચ્છ નામના દેશમાં આવેલા અલસાણ નામે ગામના રહેવાસી હતા. તે ઘણાજ ધનાઢય તથા વ્યાપારના કાર્યમાં પ્રવીણ હતા. તેજ ગા મમાં રાયસી સાહ નામના પણ એક ધનાઢ્ય સેઠ રહેતા હતા. તેએ બંને વચ્ચે વહેવાઇત સંબંધ હતા. તેઓ અને જૈનધમ પાળતા હતા. એક દિવસે જામનગરના રાજા જામસાહેબે તે અલસાણાના ટાંકારની કન્યા સાથે લગ્ન કર્યાં. તેમાં જામશ્રીના કહેવાથી તે કુંવરીએ દાયામાં પેાતાના પિતા પાસે તે અને સાહુકારા જામનગરમાં આવી વસે એવી માગણી કરી. તે માગણી તેના પિતાએે કન્નુલ રાખવાથી એસવાલ જ્ઞાતિના દસ હજાર માણુસા સહિત તે બને સાહુકારાએ જામનગરમાં આવી નિવાસ કર્યાં.
ત્યાં રહી તેઓ અનેક દેશ સાથે વ્યાપાર કરવા લાગ્યા અને તેથી જામનગરની પ્રજાની પણ ઘણી આબાદી વધી. વળી તે અને સાહુકારાએ પોતાના દ્રવ્યનો સદુપયોગ કરવા માટે ત્યાં ( જામનગરમાં ) લાખા પૈસા ખર્ચીને હેટાં વિસ્તારવાળાં તથા વિમાને સરખાં જિનમંદિશ બંધાવ્યાં.