________________
ઉપરના લેખો. નં. ૨૧] ( ૪૧ ) • અવલોકન ~~~ ~ ~~~~
~~~~~ ~~~~~~~~ તે મંદિર વિક્રમ સંવત ૧૬૭૬ માં સંપૂર્ણ થયાં. અનુક્રમે શ્રીવર્ધમાન શત્રુંજય ગિરનાર વગેરેની યાત્રા કરી અને ત્યાં પણ જિનમંદિર બંધાવ્યાં. એવી રીતે પિતાના લાખો પૈસા ખર્ચીને તેમણે આ ચપલ લક્ષ્મીને લાવો લીધો. વદ્ધમાનસાહનું રાજ્યદરબારમાં ઘણું સન્માન થવા લાગ્યું, તથા જામથી પણ ઘણું ખરું કાર્ય તેમની સલાહ પ્રમાણે કરવા લાગ્યા. આથી કરીને જામસાહેબના એક લુહાણુ કારભારીને ઇર્ષા થઈ તેથી તે વિદ્ધમાન સહપરની જામ સાહેબની પ્રીતિ ઓછી કરાવવાની તજવીજ કરવા લાગ્યો. એક દહાડે તે કારભારીએ જામ સાહેબને કહ્યું કે, હાલમાં રાજ્યમાં નાણાને ખપ છે, તેથી આપણે શહેરના ધનાઢય સાહુકાર વદ્ધમાન સાહ ઉપર નેવું હજાર કેરીની ચીઠ્ઠી લખી આપો. જામ સાહેબે પણ તેને કહેવા પ્રમાણે ચીઠ્ઠી લખી આપી. પછી તે કારભારીએ તે ચીઠ્ઠી ઉપર ૧ મીંડુ પિતાના તરફથી ચઢાવી નેવું હજારના બદલે નવ લાખની ચીઠી બનાવી. પછી તે જ દિવસે સાંજના વાળ વખતે તે કારભારી વદ્ધમાન સાહ પાસે ગયો અને તેમને કહેવા લાગ્યો કે, જામસાહેબે હુકમ કર્યો છે કે, આ ચીઠ્ઠી રાખીને નવ લાખ કેરી આજ વખતે આપ. વર્ધમાન સાહે કહ્યું કે, આ વખત અમારે વ્યાળુ કરવાનું છે માટે આવતી કાલે સવારે તમે આવજે, એટલે આપીશું. પણ તે કારભારીએ તે, તેજ વખતે, તે કેરી લેવાની હઠ લીધી. તેથી વિદ્ધમાન સાહે તેને તેજ વખતે કાંટો ચઢાવી પિતાની વખારમાંથી નવલાખ કરી તોળી આપી. કારભારીના આ કર્તવ્યથી વદ્ધમાનસાહને ગુસ્સો ચઢ, તેથી પ્રભાતમાં રાયસીસાહ સાથે મળીને તેમણે ઠરાવ કર્યો કે, જે રાજ્યમાં પ્રજાપર આવો જુલમ હોય ત્યાં આપણે રહેવું લાયક નથી, માટે આપણે આજે જ અહિંથી ચાલીને કચ્છમાં જવું. તે સમયે રાયસી સાહે પણ તે વાત કબુલ કરી. પરંતુ જ્યારે વિદ્ધમાન સાહે ત્યાંથી નિકળી કચ્છ તરફ પ્રયાણ કર્યું ત્યારે રાયસી સાહે ખુટામણ લઈ કહ્યું કે, મહારે તે આ દેહરાઓનું કામ અધુરૂં હવાથી, મહારાથી આવી શકાશે નહીં. પછી વદ્ધમાન સાહ એકલાએ ત્યાંથી પ્રયાણ કર્યું. તેમની સાથે બીજા સાડા સાત હજાર એસવાળો પણ કચ્છ તરફ રવાના થયા. તે બધા માણસોનું ખાધા ખોરાકી વિગેરેનું ખર્ચ વદ્ધમાન સાહે પિતાના માથે લીધું. પ્રયાણ કરી વિદ્ધમાન સાહા ધ્રોળ મુકામે પહોંચ્યા ત્યારે જામ સાહે. બને તે બાબતની ખબર પડી. જામ સાહેબે તેમને પાછા બોલાવવા માટે પિતાનાં માણસે મોકલ્યાં, પરંતુ વર્ધમાન સાહ આવ્યા નહિ. ત્યારે જામ