________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
(૧૬)
[ શત્રુંજ્ય પર્વત
(૨૩) ભાવનગર, કાઠીઆવા. (૨૪) મકસુદાવાદ–બાલુચર અગર મન્નુદાવાદ, (૨૫) મુમ્બઈ ( Bombay). (૨૬) ભેસાણ, ગુજરાતમાં. (૨૭) રાધનપુર, ઉત્તર ગુજરાત. (૨૮) વીકાનેર, અગર બીકાનેર, ઉતર રાજપુતાનામાં. (૨૯) વિસનગર, ઉત્તર ગુજરાત. (૩૦) સિરાહિ, દક્ષિણ રાજપુતાના. (૩૧) સુરત બંદિર, ગુજરાતમાં. અમદાવાદ અગર રાજનગરનું નામ ઘણીવાર આવે છે.
અંગ્રેજી તારીખેને હિંદુ તિથિઓ સાથે સરખાવવા માટે શત્રુંજ્યના આ લેખો એક સંપૂર્ણ ખાન સમાન છે, કારણ કે એ દરેક લેખમાં દિવસે ની સાથે વાર પણ આપેલા છે.”
આ પ્રમાણે શત્રુંજ્યના સમગ્ર લેખનું સંક્ષેપમાં વિવેચન
* કરી, ડૉ. બુહરે તેની નીચે ૩૩ લેખો તે મૂળ સંસ્કૃતમાંજ આપ્યા છે પછી બાકીનાને ઈગ્રેજીમાં માત્ર સારજ આપી દીધા છે. એજ ૩૩ મળી લે હે આ સંગ્રહમાં સર્વથી પ્રથમ આપ્યા છે. ડે. બુરે એ લેખેને વિષયમાં બહુજ સંક્ષિપ્ત નોંધ લખી છે તેમજ ભૂલે પણ અનેક કરી છે, તેથી મારે તેમના વિષયમાં કાંઈક વિશેષ અને લેબવાર પ્રથ પ્રથક, કુમપૂર્વક, લખવાની આવશ્યકતા હેવાથી આ પતિઓની નીચે તેજ પ્રારંભુ છું.
(૧) નબર ૧ નો શિલાલેખ, શત્રુંજય પર્વત ઉપરના સૈાથી હેટા અને મુખ્ય મંદીરના પૂર્વ બાજુના દ્વારા એક સ્થંભ ઉપર, હેટા શિલાપટ્ટમાં કરેલ છે. આની કુલ ૫૪ પતિઓ છે. અને દરેક પંક્તિમાં ૪૦ થી ૫૦ અક્ષરે ખેદેલા છે. આ લેખમાં, વિક્રમ સં.
વત્ ૧૫૮૭માં, ચિત્રક્ટ (ચિતોડ ) વાસી એસવાલજ્ઞાતિકુલમણિ - કમસાહે, શત્રુજ્યને પુનરુદ્ધાર કરી, ફરીથી નવી પ્રતિષ્ઠા કરી તેનું