________________
ઉપરના લેખ. નં. ૧૩–૧૪]
( ૩૧ )
, ' . “અવલોકન, ~~~~~~~~~~~~~~ ~~~~~
૧૧
-
-
- જે ચરણયુગલ ઉપર. આ લેખ છે તે હીરવિજયસરિની ચરણ સ્થાપના છે. સંવત ૧૬૫ર માં, ભાદ્રવા સુદી ૧૧ ના દિવસે કાઠિયાવાડના ઉન્નતદુર્ગ (ઉના ગાંવ) માં હીરવિજ્યસૂરિએ સ્વર્ગવાસ કર્યો. તેજ સાલના માર્ગશિર વદિ ૨ સેમવાર અને પુષ્યનક્ષત્રના • દિવસે સ્તંભતીર્થ ( ખંભાત) નિવાસી સંઘવી ઉદયકણે આ પાદુકા ની સ્થાપના કરી અને આચાર્ય શ્રી વિજયસેનસૂરિના નામથી મહાપા થાય કલ્યાણવિજય ગણિ અને પંડિત ધનવિજય ગણિએ એની પ્રતિષ્ઠા કરી છે. લેખના બાકીના ભાગમાં હીરવિજયસૂરિએ અકબર બાદશાહને
પ્રતિબધ કરી જીવદયા, જીજીયમુકિત વિગેરે જે જે પુણ્યકાર્યો કર્યા, - તેમનું સંક્ષિપ્ત રીતે સૂચન કરેલું છે.
સં. ઉદયકર્ણ, હીરવિજયસૂરિના પ્રમુખ શ્રાવકેમાંને એક હતે. ખંભાતને તે આગેવાન અને પ્રસિદ્ધ શેઠ હતે. સં. 2ષભદાસે હીરસૂરિરાસમાં અને અનેક સ્થળે ઉલ્લેખ કર્યો છે.
(૧૪) આ લેખ ખરતરવસહિ ટુંકમાં, ચામુખના મંદિરની સામે આવેલા પુંડરીકગણધરના મંદિરના દ્વાર ઉપર, ૧૭ પતિએમાં બેદી કાઢે છે. મિતિ સં. ૧૬૭૫ વૈશાખ સુદી ૧૩ શુકવાર છે, સંઘવાલગેત્રીય સા. કચરની સંતતિમાં સા. કેલ્લા થયે તેને પુત્ર સા. થન્ના, તેને સા. નરસિંઘ, તેને કુંઅ, તેને નચ્છા (થા) (સ્ત્રી નવરંગદે) અને તેને પુત્ર સુરતાણ (સ્ત્રી દરદ) થ. સુરતાણનો પુત્ર સા. ખેતસી થયા કે જેણે, શત્રુંજયની યાત્રા કરી સંઘપતિનું તિલક પ્રાપ્ત કર્યું હતું અને સાત ખેત્રમાં પુષ્કળ ધન પામ્યું હતું. તેણે, પિતાના પુત્રપૌત્રાદિ પરિવાર સહિત ચતુર્મુખ મહાન પ્રાસાદની પૂર્વ બાજુએ કુટુંબના કલ્યાણ માટે, આ દેવગૃહિકા (દેહરી) બનાવી. હમ્બરતરગચ્છના આચાર્ય જિનસિંહરિના પટ્ટધર અને શત્રજયના અશદ્વારની પ્રતિષ્ઠા કરનાર શ્રીજિનરાજરિએ એની પ્રતિષ્ઠા કરી.