________________
વિષયમાં કંઈક
માટે શાળા એ આવ્યું હતું. તેવીજ
પ્રાચીન જેનલેખસંગ્રહ. ( ૩૪ )
[ શત્રુંજય પર્વત ----- -----------------------
------ ------- પ્રતિષ્ઠા કરનાર સરિના ગુરૂ અને તેમના ગુરૂના વિષયમાં, આ લેખમાં કેટલીક એતિહાસિક હકીક્ત એવા રૂપમાં આપવામાં આવી છે કે જે નં. ૧૨ ના લેખમાં, તપાગચ્છના આચાર્ય શ્રી હીરવિજયરિ અને વિજયસેનસૂરિની હકીકત સાથે ઘણી ખરી મળતી દેખાય છે. આવા સમાનાર્થ ઉલ્લેખથી કેટલાક વિદ્વાનનાં મનમાં એ લેખકત ઈતિહાસ માટે શક્તિ વિચારે ઉત્પન્ન થાય એમ છે, તેથી એ વિષયમાં કાંઈક ખુલાસા કરે આવશ્યક છે.
જિનચંદ્રસૂરિ માટે આ લેખમાં લખવામાં આવ્યું છે કે, તેમણે અકબર બાદશાહને પ્રતિબંધ આ હતું તેથી તેણે ખુશી થઈ તેમને “સુગપ્રધાન નું મહત્ત્વસૂચક પદ આપ્યું હતું. તેમના કથનથી બાદશાહે બધા દેશોમાં અષ્ટાબ્લિક અમારી પળાવી હતી. તેવીજ રીતે જહાંગીર બાદશાહનું મન પણ તેમણે રજિત કર્યું હતું અને પિતાના રાજ્યમાંથી સાધુઓને વ્હાર કાઢવા માટે તેણે ત્યારે એક વખતે ફરમાન કાઢયું, ત્યારે તેમણે, બાદશાહને સમજાવી પાછું તે ફરમાન ખેંચાવી લીધું હતું અને આ પ્રમાણે સાધુઓની રક્ષા કરી હતી.
જિનસિંહસૂરિ માટે પણ લખાયું છે કે તેમણે પણ અકબરપાસેથી, એક વર્ષ સુધી, કેઈ મનુષ્ય માછલાં વિગેરે જલજંતુઓ ન સારી શકે તેવું ફરમાન મેળવ્યું હતું, અને કાશમીર, ગળકુંડા, ગીજની પ્રમુખ દેશોમાં પણ તેમણે અમારી–જીવદયા પળાવી હતી. તથા જહાંગીર બાદશાહે તેમને “યુગપ્રધાન પદ આપ્યું હતું.
આ બંને આચાર્ય માટે કરેલું એ કથન ક્ષમાકલ્યાણકની ખરતરગચ્છની સંસ્કૃત પટ્ટાવલીમાં પણ મળે છે. ઉપર હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિના ઉપદેશથી અકબરે જે જે કામ કર્યા, તેમને પણ સંક્ષિપ્ત ઉલ્લેખ થઈજ ગો છે. આ ઉપરથી, એવી શંકા સહજે ઉત્પન્ન થાય છે કે અકબરે આવી જાતનું માન તપગચ્છના આચાર્યોને આપ્યું કે ખરતરગચ્છના આચાર્યને? કારણ કે બંને સમુદાયે પિતપોતાના લેખમાં પિતાના આચાર્યોને તેવું માન મળ્યાને ઉલ્લેખ કરે છે. એ શંકાનું નિર્મુલન આ પ્રમાણે થાય છે. - ...