________________
nnnnnnnnnnnnnn
ઉપરના લેખો. નં. ૨૧] ( ૧૭ )
અવલોકન.
----- ભાઈઓને ઉપદેશ આપી શ્રાવક બનાવ્યા. સૂરિની કૃપાથી પછી તેઓએ પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત કર્યું અને મહાન ધનવાન થયા. +”
જિનસિંહસૂરિએ, એ મંદિરની પ્રતિષ્ઠા સમયે બધા મળી ૫૦૧ જિનબિઓની પ્રતિષ્ઠા કરી હતી એમ ખરતર-પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. *
( ૨૧ ) વિમલવસહિ ટૂંકમાં, હાથીપલ નજીક આવેલા મંદિરની ઉત્તર તરફની ભીતમાં, ૩૧ પંકિતમાં, આ લેખ કોતરેલે છે. લેખનો ઘણે ખરે ભાગ પદ્યમાં છે અને થોડેક ગદ્યમાં છે.
પહેલા ૫ પદ્યમાં, મંગલ, હાલાર પ્રાંતના નવીનપુર ( કે જેને હાલમાં જામનગર કહે છે ) નું નામ મને ત્યાંના જશવંત અને શત્રુશલ્ય નામના બે રાજાઓને ઉલ્લેખ છે. ૬ થી ૧૩ સુધીનાં પામાં, અંચલગચ્છના પ્રવર્તક આચાર્ય આર્યરક્ષિતસૂરિથી તે લેખકાલીન આચાર્ય કલ્યાણસાગરસૂરિ સુધીના આચાર્યોનાં નામે આપ્યાં છે. ( આ નામે ઉપર પૃષ્ઠ ૧૧ માં આવેલાં છે.) ૧૪ મા પદ્યથી પ્રતિષ્ઠા કરાવનાર કુટુંબનું વર્ણન છે.
ઓસવાલ જ્ઞાતિમાં, લાલગેત્રમાં પહેલાં હરપાલ નામે હોટે શેઠ થયે. તેને હરીઆ નામને પુત્ર થયે. હરીઆને સિંહ, તેને ઉદેસી, તેને પર્વત અને તેને વચ્છ થયે. વચ્છની સ્ત્રી વાચ્છલદેની કુક્ષિથી અમર નામને પુત્ર જન્મે. અમરની સ્ત્રી લિંગદેવી નામની હતી જેને વર્ધમાન, ચાંપસી અને પદ્ધસિંહ; એમ ત્રણ પુત્ર થયા. તેમાં વર્ધમાન અને પદ્ધસિંહ વિશેષ પ્રસિદ્ધ થયા. આ અને ભાઈઓ જામ રાજાના મંત્રિઓ હતા. જોકેમાં તેમને સત્કાર પણ બહ હતા. વદ્ધમાનની સ્ત્રી વન્નાદેવી હતી, જેને વીર અને
+ " अहम्मदाबादनगरे चिर्भटीव्यापारेणाजीविकां कुर्वाणो. मिथ्याषिकुलोत्पन्नी प्राप्वाटज्ञातीयो सिवा-सोमजीनामानी द्वी भ्रातारौ प्रतियोध्य सकुटुम्बी श्रावकों શdવન્તઃ” . * " संवत् १:७५ वैशाखशुदित्रयोदश्यां शुक्ले श्रीराजनगरवास्तव्यप्राग्वाटज्ञातीयसंघपतिसोमजीकारितशत्रुजयोपरि चतुद्वारविहारहारायमाणधीपभादिजिनकाधिकपंचशत( ५०१ )प्रतिमानां प्रतिष्ठा विहिता ।"