________________
प्राचीनजैनलेखसंग्रह।
અવલોકન.
(સૂચન.).
- આ
સંગ્રહમાં આવેલા સમગ્ર લેબનું, આ શિરે
લેખ નીચે, અવલોકન કરવામાં આવેલું છે, જ આમાં, દરેક લેખ કયાં આવેલો છે, અને
છે તેમાં શી હકીકત સમાયેલી છે તેનું સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. જે લેખે એતિહાસિક દષ્ટિએ વિશેષ ઉપગી છે અને જેમની સાથે સંબંધ ધરાવનારા ઉલે બે અન્યત્ર મળી આવે છે તેમના વિષયમાં વિશેષ ઉહાપેહપણ તત્તસ્થળે કરેલ છે. જે લેખોમાં ફકત નામ વિગેરે સાધારણ બ બોજ આપવામાં આવેલી છે તેમનાં સંબધમાં, તેમનું સ્થાન આદિ જણાવીનેજ આગળ ચલાવવામાં આવ્યું છે. આ સંગ્રહમાંના બધા લેખે કે એકજ સ્થાનથી પ્રાપ્ત થયેલા નથી પરંતુ જુદા જુદા પુસ્તકમાંથી અને જુદા જુદા સજજને તરફથી પ્રાપ્ત થયા છે તેથી તસંબધી ઉલેખ પણ, તેં તે લેખના અવલોકનમાં યાટિપણમાં, કરી દીધેલ છે. આ અવલોકનને કુમ, લેબેનાં સંખ્યા-અંક (નંબર) પ્રમાખેજ રાખવામાં આવેલો છે. જેથી મૂળ લેખ ઉપર જે સંખ્યામાં આવેલ હોય, તેના વર્ણન માટે આ અવલોકનમાં પણ, તેજ સખ્યાંક સાથેનું વૃત્તાંત જોવું જોઈએ.