________________
[ 8 ]
શ્રી કપૂરવિજયજી પરોવી દેવું અને વારંવાર પ્રભુના અનંત ગુણેની ભાવના લાવી આપણે પણ એવા સદ્દગુણી થવા ઈચ્છવું. આપણું લક્ષ કેવળ પ્રભુ સામે જ રાખી, બીજા ભાઈબહેનના કામમાં ખલેલ ન પડે તેવી રીતે શાંતિથી પ્રભુગુણગાન ગાવા.
૨, સાધુવંદન–જિનચૈત્યની પેઠે સંયમવંત, મહાવ્રતધારી મુનિજનેને પ્રતિદિન વંદન-નમસ્કાર કરી સુખશાતા પૂછવી, તેમજ તેમની યથાયોગ્ય સેવાભક્તિ સ્વહિત સમજીને કરવી. સદ્દગુણ સાધુ-સાધ્વીઓનાં દર્શનાદિક કરી એમના જેવા ઉત્તમ ગુણ પ્રાપ્ત કરવાની ભાવના ભાવવી.
૩. શાસ્ત્રશ્રવણ આપણને હિતમાર્ગ બતાવનાર સટ્ટગુરુને જેગ હોય તે તેમની પાસે આઠે દિવસ જઈને, વિનય–બહુમાન સહિત અઠ્ઠાઈને મહિમા, તેમાં આપણે કરવા યેગ્ય કરણી, અને તે કરણ કરવાના હેતુ પ્રમુખ જાણી, ગતાનુગતિકતા તજી જરૂર વિવેક આદર અને સર્વ શાસ્ત્રોમાં અગ્રગણ્ય શ્રી ક૯પસૂત્ર અક્ષરે અક્ષર તેના રહસ્ય–અર્થ સાથે સાંભળી તેમાંથી જે ઉત્તમ બોધ લે ઘટે તે પ્રમાદરહિતપણે લેવો તેમજ આદર. સદગુણેનું સેવન કરી નિજ જન્મ સફળ કરો. સદ્દગુરુનો તથાવિધ જોગ ન હોય તો કેઈપણ વ્રતધારી અથવા સુશીલ સુજ્ઞ શ્રાવક સમીપે પણ યથોચિત શાશ્રવણ કરવું.
૪-૫, પ્રભુપૂજા અને ગુરુકિત–આ બંને પ્રકારની ક્રિયા કરતાં નિજ દ્રવ્યની સફળતા થાય તેમ ઉત્તમોત્તમ વસ્તુઓ વાપરવી. હૃદયમાં તેઓશ્રીનાં ઉત્તમોત્તમ ગુણેનું બહુમાન લાવવું, ઉત્તમ ગુણેની સ્તવના કરવી અને કેઈપણ પ્રકારની આશાતનાથી દૂર રહેવા પ્રયત્ન કરવો. અન્ય જિનેને