________________ . અને એવી થી અતિ મુનિનું ચરિત્ર. (15) પ્રસંગમાં તે દૂતે પિતાના નગરમાં થયેલી હાથીની મરકીની શાંતિ, મુનિને તે પ્રભાવ અને આ નગરમાં તે જ મુનિનું આગમન વિગેરે વૃત્તાંત રાજા પાસે કહ્યું. તે સાંભળી વિસ્મય અને આનંદથી પુષ્ટ થયેલા રાજાએ તે દૂતને યોગ્ય જવાબ આપી તથા તેને સત્કાર કરી વિદાય કર્યો. પછી રાજાએ તે મુનિનું સર્વ માહાસ્ય પ્રસિદ્ધ કરી તેના પાદસ્પર્શની રજ વડે સર્વ લોકો પાસે પોતપોતાના મસ્તક પર તિલક કરાવ્યાં. સર્વ જનોએ તે પ્રમાણે કર્યું, કે તરત જ સમગ્ર મરકી શાંત થઈ ગઈ. “વિશુદ્ધ તપનો મહિમા કેઈ અચિંત્ય જ છે.” મુનિએ ક્રોધ પામે તે તપના પ્રભાવથી ચકવતીના સૈન્યને પણ ભસ્મસાત્ કરી શકે છે, અને તેની જેટલી સમૃદ્ધિ પણ દેખાડી શકે છે. ત્યારપછી તે રાજા વિગેરે સર્વ લોકેએ ઉદ્યાનમાં જઈ મુનિને નમી તેમની સ્તુતિ કરી અને તેણે કહેલા શ્રાવકધર્મને શક્તિ પ્રમાણે અંગીકાર કર્યો. એકદા જેનો આત્મા પ્રતિબંધ રહિત છે એવા તે મહામુનિ ક્ષેમાપુરી નગરીએ ગયા. ત્યાં માસક્ષપણના પારણું માટે તેમણે નગરીમાં પ્રવેશ કર્યો. ગોચરીને માટે ફરતા ફરતા તે મુનિ પુરેહિતના ઘર પાસેથી નીકળ્યા, તે વખતે ગવાક્ષમાં બેઠેલા પુરોહિતના પુત્રે તે મુનિને જોયા. તે મિથ્યાષ્ટિઓનો અગ્રેસર અને જૈનધર્મને દ્વેષી હતો, તેથી ધન અને યુવાવસ્થાથી મત્ત થયેલા તેણે ક્રોધથી મુનિના મસ્તક પર જેડાને ઘા કર્યો. તોપણ મેરૂપર્વતની જેવી ધીરતાવાળા તે ભગવાન જરા પણ ક્રોધ પામ્યા નહીં, તેના પર પણ કૃપાને જ ધારણ કરતા તે મનપણે જ આગળ ચાલ્યા ગયા. પરંતુ તેના તપ પ્રભાવથી આકર્ષિત થયેલી શાસનદેવીએ ક્રોધથી તત્કાળ જ અદશ્ય રહીને પણ તે પુરહિતપુત્રના બન્ને હાથ કાપી નાંખ્યા. તેથી તેની તીવ્ર વ્યથાથી આકંદ કરતા તેણે દિશાઓને પણ આકંદવાળી કરી દીધી, તે સાંભળી ભયબ્રાંત થયેલા તેના માતાપિતાદિક તત્કાળ તેની પાસે આવ્યા. તેણે પશ્ચાત્તાપ સહિત પિતાને સર્વ વૃત્તાંત જેવો હતો તેને કહ્યો. તે સાંભળીને તેઓ પણ ખેદ પામી ક્રોધથી પોતાના પુત્રને બહુ પ્રકારે ધિક્કારવા લાગ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust