________________ 15 1 પૂર્ણતાષ્ટક અનુવાદ : વિકલ્પ વૉચિથી જીવ ઉદધિ, પૂર્ણ યથાર્થ ન માન; પૂર્ણાનંદ પ્રભુ પૂરા, શાન્ત સમુદ્ર સમાન. 3 જ્ઞાનમંજરી --પરસંગ-રાગદ્વેષમોહાદિથી થયેલા વિકલ્પથી આત્માની પૂર્ણતા માનવી તે સમુદ્રનાં મેજથી સમુદ્રની પૂર્ણતા માનવા સમાન અયથાર્થ-જૂઠી છે. જેમ મેજથી સમુદ્ર સમજાય નહીં, તેનું માપ નીકળે નહીં, ઊંડા ઉતરાય નહીં, રત્ન પ્રાપ્તિ થાય નહીં, તેમ આત્મા પણ રાગ-દ્વેષરૂપ મેજથી સમજાયું નહીં, તેની ગંભીરતા પમાય નહીં, તેમાં ઊંડા ઉતરાય નહીં, જ્ઞાનાદિ રત્નની પ્રાપ્તિ થાય નહીં. આત્માની અને સંપત્તિના સ્વાદ (અનુભવ) રૂપ સંપૂર્ણ પરમાત્મ અવસ્થારૂપ પરમ ધર્યવંત ભગવંત શાંત સમુદ્ર સમાન છે. તેથી ચંચલપણું ત્યજીને અચળપણું પામવું; આત્મા આત્મસ્વભાવમાં હોય ત્યારે નિર્વિકલ્પ હોય છે, તેવી નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા ગ્ય છે. जोगति ज्ञानदृष्टिश्चेत् तृष्णाकृष्णाहिजांगुली / / पूर्णानंदस्य तत्किं स्याद् दैन्यवृश्चिकवेदना ? // 4 // ભાષાર્થ –તૃષ્ણારૂપ કાળા સર્પને વશ કરનારી જાંગુલી વિદ્યા સરખી પૂર્ણ જ્ઞાનવૃષ્ટિ જો જાગે છે, (પ્રગટે છે) તે તૃષ્ણા નાશ પામે અધૂરાને તૃષ્ણ વધે; પૂર્ણ આનંદમય પુરુષને તે દીનપણુરૂપ વીંછીની વેદના શું થાય? ન થાય. જેવી સર્પની પીડા નાશ પામે તેવી વીંછીની પીડા કેમ ન નાશ પામે? એટલે પૂર્ણ હોય તે તૃષ્ણ રહિત હેવાથી અદીન હોય.