________________ 1 પૂર્ણતાષ્ટક એટલે જ્ઞાન, તેને જે આનંદ તેથી ભરપૂર એટલે જ્ઞાનાનંદપૂર્ણ મુનિ જગતને મિથ્યાત્વ અને અસંયમમાં મગ્ન, મેહથી ઘેરાયેલું જુએ છે, પૂર્ણ પુરુષે અપૂર્ણ જગતને ભ્રાંતિમાં પડેલું જાણે છે તેથી પૂર્ણાનંદરૂપ આત્મસ્મરણ વડે પિતાને પૂર્ણ આનંદ સાધવા ગ્ય છે. ' વિવેચન––જ્ઞાની પુરુષે જગતને કેવી દ્રષ્ટિથી જુએ છે તે આ પ્રથમ લેકમાં જણાવ્યું છે. મૂળ ગ્રંથકર્તા લખે છે કે પૂરે સર્વને પૂરા જાણે. જ્ઞાનમંજરી ટીકા કર્તા ઉપદેશે છે કે પૂર્ણ પુરુષે અપૂર્ણ જગતને ભ્રાંતિમાં પડેલું જાણે છે, ઉન્મત્ત ચેષ્ટા કરતું જુએ છે. હવે વસ્તુનું પૂર્ણપણું દર્શાવે છે - पूर्णता या परोपाधेः, सा याचितकमंडनम् / या तु स्वाभाविकी सैत्र, जात्यरत्नविभानिभा // 2 // ભાષાર્થ –આત્મદ્રવ્યથી ભિન્ન ધન ધાન્ય પરિગ્રહાદિરૂપ જે પર ઉપાધિ, તેથી માની લીધી જે પૂર્ણતા, તે વિવાહ આદિક અવસરે અન્ય પાસેથી માગી આણેલાં આભરણ સરખી છે, પણ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ સ્વભાવથી સિદ્ધ પૂર્ણતા છે તે જ મહારનની કાંતિ સરખી છે. ઉપાધિની પૂર્ણતા તે નાશ પામી જાય, પણ સ્વભાવની પૂર્ણતાને નાશ ન થાય. અનુવાદ - પર ઉપાધિની પૂર્ણતા, તે ઉછના શણગાર; સ્વાભાવિક સંપૂર્ણતા, રત્નતેજ સમ સાર. 2 જ્ઞાનમંજરી :-ચક્રવર્તી, ઈન્દ્ર આદિના જેવી પુદ્ગલ