________________ જ્ઞાનમંજરી સંગથી થયેલી શરીર, ધન, સ્વજન, યશ, પ્રખ્યાતિ આદિરૂપ જે પર ઉપાધિની પૂર્ણતા છે તે માગી આણેલાં આભરણની શોભાથી ધનવાનપણું માની લેવા જેવી છે, જગતના જીએ અનંતવાર ભોગવીને એઠરૂપ છોડી દીધેલા પદાર્થો આત્માની અશુદ્ધતાના હેતુ છે. તેના ગે સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ થતા જીવેને તે રોભારૂપ નથી; તત્વજ્ઞાનના રસિક જીને તે દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ રૂપ, સર્વ આત્મસ્વભાવના પ્રગટપણા રૂપ શેભા છે તે જ જાતિવંત ઉત્તમ રત્નની કાંતિ સમાન છે. પુદ્ગલ આદિ પર ઉપાધિથી થતી શેભા, તે સ્ફટિક પથ્થર પાસે રાખેલા રંગિત પદાર્થથી જેમ લાલ લીલા રત્ન જે સફટિક પથ્થર જણાય તેવી કૃત્રિમ છે, જે સ્વભાવે ઉત્પન્ન થયેલી શોભા છે તે તે જાત્ય માણિક્યની કાંતિ જેવી છે તેથી નિજ શુદ્ધ, સહજ પૂર્ણતાની રુચિ, ઓળખાણ અને રમણતા કરવા એગ્ય છે. अवास्तवी विकल्पैः स्यात्, पूर्णताऽब्धेरिवोमिभिः / पूर्णानंदस्तु भगवान्, स्तिमितोदधिस निमः // 3 // ભાષાર્થ:–હું ધનવાન છું', “હું રૂપવાન છું, હું પુત્ર-પત્નીવાળો છું, ઇત્યાદિ સંકલ્પ-વિકલ્પ કરીને આત્મા પિતાને સંપૂર્ણ સંપત્તિવાળે માને તે સમુદ્રના ઊછળતાં મજાથી જેમ સમુદ્રને (પૂર્ણિમાને દિવસે પૂર્ણ ( છલકાતે ) માને તેના જેવું અયથાર્થ છે; સાચી પૂર્ણતા તે નથી. પરંતુ ભગવાન શુદ્ધ સ્વભાવી આત્મા સુખથી પૂર્ણ છે તે પૂર્ણતા નિશ્ચલ સમુદ્ર સમાન યથાર્થ છે, સાચી છે. આત્મારૂપ સમુદ્રની જ્ઞાનાદિ રત્નોથી સદાય પૂર્ણતા છે એમ ભાવવું; બાહ્યદ્રષ્ટિ છ વિકલપકલેલે પૂર્ણને પૂર્ણ માની લે છે.