________________
શ્રી
ધન્યકુમાર ચિરત્ર
ભાગ ૧
પ્રથમ
પલ્લવ
Jain Educat Internation
બીચારો પેટ ભરતા હશે ! પૈસાદારના મેાઢાનુ તેજ તે કાંઈ ઢંકાતું હશે ? દુકાનદાર (હસીને) અરે ભાઇ ! એની પાસે કેટલાક લાખ રૂપિયા છે પરંતુ સારા પ્રસંગમાં પણ તેનુ કોઇ નામ લેતુ નથી એવા લેાભીઆના રાજા છે.’ આ પ્રમાણે તેની વાત સાંભળી માથુ' ધુણાવતે તે અજાણ્યા માણસ વિચાર કરવા લાગ્યા કેઅહા ! અઢળક ધનના સ્વામી આ વિપ્રનુ' સ્વરૂપ તે જુએ ! ધનને તે શું કરશે ? ધિક્કાર છે તેના અવતારને ! બિચારા પામેલ મનુષ્યભવ હારી જાય છે. આયુષ્ય પૂર્ણ થતા ભાઈ–સાહેબ વિદાય થઇ જશે. ધન તે અહિં જ પડયું રહેશે, ધન કેઇની સાથે ગયું નથી, જતુ નથી અને જશે પણ નહિ', આ પ્રમાણે દુકાને દુકાને તે બ્રાહ્મણને જોઇ લેાક વાતા કરતા હતા. નગર બહુ મોટું હોવાથી મનમાં વિચાર કરતા કરતા તે બ્રાહ્મણ દેવભદ્ર શેઠને ઘરે પહોંચ્યા. ઘરને દરવાજે ઉભેલ ચાકીદારોએ તેને રોકયા. તેમણે કહ્યુ કે—અરે બ્રાહ્મણુ અહિં ઉભા રહે, હું મારા શેઠને પહેલા જણાવું, આ પ્રમાણે કડી શેઠ પાસે જઇને તેણે કહ્યુ કે-હે સ્વામી ! એક ગરીબ બ્રાહ્મણ આપને મળવા માગે છે. શેઠે કહ્યુ’-કોઈ દાન માગવા માટે આશા રાખીને આવેલ હશે, તેને આવવા દે. શક્તિ છતાં માગનારને પાછા વાળવા તે મોટું પાપ છે, તેથી શક્તિ અનુસાર તેને આપીશુ. તે બિચારાને પાછા વાળીશ નહિ. જા ખેલાવ’ સ્વામીના હુકમ મળતાં ચાકીદારે બ્રાહ્મણને કહ્યુ કેઅંદર જાએ. તે બ્રાહ્મણા મનમાં વિચાર કરવા લાગ્યા કે આ માટે શાહુકાર તે જુએ કે રાજદ્વારની માફક મને દરવાજે જ શકે છે. વળી આ સેવકે બારણે ઉભા શુ કામના છે ? શેડ તેા નકામેા પૈસા ઉડાવે છે. અહિં તે શું કેાઈ ચારના ભય છે અથવા તે શું ધાડબાડ પડવાની છે, તે આ બધાને અહિં ઉભા રાખ્યા છે ? આ પ્રમાણે અયેાગ્ય રીતે પૈસા ઉડાડવાથી આ શેડ થૈડા દિવસમાં ચોક્કસ ગરીબ થઇ જશે એમ લાગે છે.’ આ પ્રમાણે તે વિચારતા અંદર દાખલ થયા. તે ઘરના દરેક ચાકમાં ભાતભાતની વિચિત્ર વેલવાળી, કાંઇ કાંઇ અદ્ભૂત કારીગરીવાળી અને ઘણાંજ મોંઘાં રેશમી કપડાંઓથી ગુંથેલી
For Personal & Private Use Only
88888888888888888RE
૧૫ jainelibrary.org