________________ આપવીતી અંતે ગાંઠે હતા તે પૈસા ખૂટવ્યા પહેલાં જ હું કોલ્હાપુર છોડી મડગાંવ પાછો આવ્યો.. - - આઠ દસ દિવસ સુધી મારી કશી ભાળ ન લાગવાથી પિતાજી પણ મડગાંવ આવ્યા હતા. તેમના ચરણ પર માથું મૂકી મેં તેમની ક્ષમા માગી. તેમણે કહ્યું, “જે તું ફરી વેળા આમ ઘર છોડી જતો રહીશ તો તારી શોધ માટે મારે પણ આટલી વયે ઘર છોડી ભટકવું પડશે. આ વાતનો વિચાર કરીને તેને ઠીક લાગે તેમ કર.” મને બહુ દુઃખ થયું અને ' - ત્યારથી ઘર છોડી દૂર દેશ જવાનો વિચાર છોડી દીધું. ૧૮૯૬માં હિંદુસ્તાનમાં બરાબર વરસાદ થયો નહિ. ગોવામાં પણ આ વર્ષે વરસાદની બૂમ હતી. બંટી બાવટ કશું અનાજ ન પાક્યાથી ગરીબને ભારે વખો પડયો. અમને આ દુકાળથી ઝાઝું વેઠવું ન પડયું. પણ ૧૮૯૭માં જ્યારે વરસાદ પડ્યો ત્યારે ગોવામાં એક જાતનો મરડાનો રોગ ચાલ્યા. ઓગસ્ટ મહિનામાં બે કે ત્રણ જણ સિવાય અમારા ઘરમાં બધાં માંદાં પડ્યાં. હું માંદે તે ન પડ્યો પણ બીજાઓની સારવાર પાછળ ખૂબ હેરાન થવું પડ્યું. મારાં ભાભી પહેલેથી જ માંદાં હતાં. તેમને આ માંદગી ખૂબ નડી. અને છેવટે સાવ અશક્ત થઈને ૧૮૯૭ના ઑકટોબરની ચોથી તારીખે તેમનો દેહ પડ્યો. સગાંવહાલાંમાં કોઈનું મરણ થાય એટલે લેકેને શોક કરતા જોઈને મને આશ્ચર્ય થતું. મરણ જો સામાન્ય વસ્તુ છે તે તેને માટે શોક કરવો શા કામને એવું હું મારા મનમાં વિચારતો. પણ જયારે મારાં ભાભી ગયાં તે વખતે મારા હાંજા ગગડી ગયા. તેમનાં નાનાં બાળકોને રડતાં જોઈને ભારે શોક હું દબાવી ન શકો. ટૂંકમાં, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust