________________ આપવીતી એ જેવા તેવા દિલાસાની વાત નહોતી. આ મિત્રોમાંના શ્રી. વિષ્ણુ રંગાઈ શેલડેકર અને શ્રી. શ્રીધર પ્રભુ મહાં હજી હયાત છે. વિષ્ણુપંતને સહવાસ મને બહુ પ્રિય હતો. શ્રીધરપંતની સાથે ભારે બહુ દિવસને પરિચય નહોતો. તોપણ તેમને સમાગમથી વામન, મોરપંત ઈ. મરાઠી કવિઓને મને ખૂબ પ્રેમ લાગ્યો. સામાજિક અને ધાર્મિક બાબતમાં મારા ' અને મારા મિત્રોના વિચાર મળતા આવતા એમ નહિ, પણ એવા મતભેદમાંથી અમારી વચ્ચે અણબનાવ થવો અસંભવિત હતા. આ બધી સ્થિતિમાં આત્મોન્નતિ કરવાનો માર્ગ માત્ર ખુલ્લો હતો. પણ તે સુધ્ધાં ઘરને લગતી અડચણને લીધે વિકટ થઈ પડ્યો. કેરટદરબારનો મને ભારે કંટાળો છતાં તે કામ મારે કરવું પડતું. સંસ્કૃત શીખવાનો ભારે શોખ હતો. પણ તે શીખવાની સગવડ ન હોવાથી અને ઘર છોડીને લાંબો વખત દૂર દેશ રહેવું એ પણ અશક્ય હોવાથી તે બને એમ નહોતું. - ભાંડારકરના સંસ્કૃત પુસ્તકનું મરાઠી ભાષાંતર લાવીને તે ભણે ગયે અને રઘુવંશના બીજા સર્ગમાંથી પચીસ ત્રીસ એક પણ મેઢે કર્યા. પણ એટલાથી સંસ્કૃતિનું જ્ઞાન કેટલુંક મળે ? બાકી મરાઠી વાચન સતત ચાલુ હતું. નિબંધમાળા, આગરકરના નિબંધ, મેરેપંતનું ભારત, જ્ઞાનેશ્વરી, વર્તમાનપત્ર, માસિકે, વાર્તાઓ, મરે અને લાનમનની ખાંડ ચડાવેલ ગાળીઓની જાહેરખબરે, ટૂંકમાં, જે કંઈ મળી આવે તે વાંચવું એ મારે ક્રમ હતો. એ કાળે આ ન્નતિ માટે આ જ | સાધને સર્વ કંઈ હતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust