________________ આપવીતી સગવડ થઈ શકે તેમ હતું નથી. તેમાં વળી એક અગ્રશાળા તો જમણવારને સારુ રાખી મૂકવામાં આવે છે. પરિણામે અનેક લોકોને અડખેપડખે રામજણીઓનાં ઘરોમાં ઉતારે કરવો પડે છે. આ પ્રસંગે સારા માણસની પણ નીતિ બગડવાનો સંભવ રહે ત્યાં પછી મોઢે રંગ ચોપડી પડ ઉપર નાચવામાં જ સાર્થક માનનારા સારાસારવિચાર બુદ્ધિ વગરના જુવાનિયાઓની વાત જ શી કરવી ? મારા પિતાને આ નાટક—ભવાઈને મુદ્દલ શેખ નહોતો. તથાપિ હોળી એ દેવતાને પ્રિય ઉત્સવ છે, માણસોએ તેમાં વિઘ ન નાંખવું જોઈએ એવું તે માનતા. આ કામને માટે તેઓ દર વરસે એક રૂપિયે ઉઘરાણામાં ભરતા અને જાંબાવલી જઈ દેવતાને પૂછ પૂજારીને યથાશક્તિ દક્ષિણ આપતા. - સને 1893 કે ૯૪ની સાલ હશે. પિતાજીની અવસ્થા થયાને કારણે મારે આ હોળીના ઓચ્છવ ઉપર જવાનો વારે આવ્યું. મારા એક સગા એક રામજણુને ત્યાં ઊતર્યા હતા. બીજે ક્યાંયે ઉતારાની સગવડ ન બની શક્યાથી મારે પણ એક રાત ત્યાં જ ઊતરવું પડ્યું. અહીં કેટલાક યુવાનનું વિચિત્ર.. વર્તન જોઈને હું સમસમી રહ્યો. ઘરધણી ડેશી પોતે જ રામજણ હતી, તેણે તે મને હું આ યુવાને ભેગા કેમ નથી સામેલ થતો એ સીધે પ્રશ્ન કર્યો ! તેની જોડેને આ સંવાદ અહીં આપવાથી શિષ્ટાચારભંગ થાય એમ માનું છું. છતાં તેણે તો યુવાનને શિખામણ આપવાને પિતાને અધિકાર છે એ માન્યતાથી જ મને એ બધું કહ્યું હશે. મળસકે ઊઠીને જાંબાવલીને નમસ્કાર કરી જે નીકળે તે આજની ઘડી સુધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust