________________ પરિસ્થિતિ ગાવા પ્રાંતની બહારના વાચને જાંબાવલીની હોળીનો ઘટતો ખ્યાલ આવે તેટલા સારુ એ વિષે અહીં થોડીક માહિતી આપવી અસ્થાને નહિ થાય: મડગાંવના ગ્રામદેવતા દામોદર. પહેલાં તો આ દેવતાનું મંદિર મડગાંવમાં જ હતું. પણ પોર્ટુગીઝ લોકોએ ગોવા કબજે કરીને લોકોને વટલાવવાને સપાટો ચલાવ્યો ત્યાર પછી ગામલોકેએ દેવને ત્યાંથી ઉપાડી તે વખતના સંવદેકર સંસ્થાનની હદમાં આવેલા જાંબાવલી ગામમાં તેની સ્થાપના કરી. આ દેવના ઓચ્છવમાં હોળી મુખ્ય છે. મડગાંવના સારસ્વત બ્રાહ્મણ અને વાણિયાઓ આપસમાં ઉઘરાણું કરી આ ઓચ્છવ કરે છે. આને સારુ મડગાંવને વેપારીઓએ આયાત માલ ઉપર સૌની સંમતિથી એક મરજિયાત ધર્માદા પટ્ટો (કર) બેસાડેલ છે. આ પટ્ટીની ઉપજ સને ૧૮૯૭ના અરસામાં લગભગ 700-800 રૂપિયા થતી. (હાલ કેટલી છે તેની મને ખબર નથી.) આ ઉપરાંત ઉઘરાણું કરવામાં આવતું. ખર્ચમાં મુખ્ય બાબત જાબાવલીમાં સાત દિવસ સુધી નાના મોટા સૌને મફત જમણવાર ચાલે છે. ઉપરાંત રામજણીને નાચ, મંડપમાં દીપમાળ અને બીજે પરચૂરણ ખરચ. આ બધાં કામો ઇજારાથી સંપાતાં. જુવાનિયાઓની ટોળી રાતે નાટક કરતી અને દિવસે બીભત્સ વેષ કાઢી જેનારાઓનું મનોરંજન કરતી. સાંજ પડી કે રામજણીનો નાચ શરૂ થાય તે રાતે આઠ નવ વાગ્યે પૂરે થાય. હોળીનો ઓચ્છવ એ દેવકાર્ય છે એમ માનનારા ભાવિક લોકે હજુ પણ અમારા પ્રાંતમાંથી મળે ખરા. પણ ઘણાખરા જુવાનો ઉપર આ ઉત્સવની બહુ બૂરી અસર થતી અને હજી થાય છે. દાદરના મંદિરની જે અગ્રશાળાઓ છે તેમાં પાંચસો સાતસો માણસની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust