Book Title: Mul ma Bhul
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
Catalog link: https://jainqq.org/explore/009193/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન શ્રી કુંદકુંદ-કહાન જૈનશાસ્ત્રમાળા પુષ્પ-૩૫ 7િ મૂળમાં ભૂલ ભૈયા ભગવતીદાસજી અને વિદ્વદ્વર્ય પંડિતો શ્રી બનારસીદાસજી કૃત દોહા ઉપર પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીનાં પ્રવચનો તથા પ્રકીર્ણ વ્યાખ્યાનો : પ્રકાશક : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ ( સૌરાષ્ટ્ર) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ આવૃત્તિ : ભાદ્રપદ : ૨૪૭૪ પ્રત : ૧OOO દ્વિતીય આવૃત્તિ : ૨૫૦૪ પ્રત : ૩૧૦૦ તૃતીય આવૃત્તિ : વીર સં. ૨૫૧૬ પ્રત : ૧૩૫૦ ચતુર્થ આવૃત્તિ : વીર સં. ૨૫૨૨ પ્રત : ૨OOO મુદ્રક કહાન મુદ્રણાલય જૈન વિદ્યાર્થીગૃહ સોનગઢ ( સૌરાષ્ટ્ર) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & Our Request This shastra has been kindly donated in memory of Kantilal Gopalji Kotecha by his wife, Manglaben Kotecha, and daughters, Sheela Shah & Smita Rajani, London, UK who have paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Mool Ma Bhool is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Version History Date Changes Version Number 001 6 January 2003 First electronic version. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આ આવૃત્તિ સંબંધમાં આ પુસ્તક આજથી ૩૦ વર્ષ પૂર્વે છપાએલ અને ત્યાર બાદ તેની માંગ ચાલુ હોવાથી આ આવૃત્તિ છાપવામાં આવી છે. દિન-પ્રતિદિન તત્ત્વ સમજવાની રુચિવાળો વર્ગ વધતો જ જાય છે અને તેમાં પણ ખાસ કરીને સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરતો અને દેશ-પરદેશ વસતો યુવા વર્ગ હોય ત્યારે આવા પુસ્તકની જે તેના નામ પ્રમાણે મૂળભૂત ભૂલનું સ્વરૂપ બતાવી તેને ટાળવાનો સચોટ ઉપાય દર્શાવે છે તેની માંગ વધતી રહે તે સ્વાભાવિક છે. આ પુસ્તકની ચતુર્થ આવૃત્તિ પ્રકાશિત કરતાં આનંદ અનુભવીએ છીએ. વિ. સંવત ૨૦પર સાહિત્ય પ્રકાશન સમિતિ શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ્ર સોનગઢ-૩૬૪૨૫૦. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિવેદન જૈન તત્ત્વજ્ઞાનમાં ઉપાદાન-નિમિત્તનું સ્થાન એવું છે કે તેના યથાર્થ જ્ઞાન સાથે ધર્મ-અધર્મનો સંબંધ છે. ઉપાદાન અને નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરવામાં જગતના જીવોની ઘણી મોટી અને સ્પષ્ટ- “વછેરાનાં ઇંડાં” ને દેખવા જેવી* -ભૂલ થઈ રહી છે. એ મહાન ભૂલને જીવ જ્યાં સુધી નથી ટાળતો ત્યાં સુધી તેનું કલ્યાણ થતું નથી. આ પુસ્તક તે મૂળભૂત ભૂલનું સ્વરૂપ અને તેને ટાળવાનો સચોટ ઉપાય દર્શાવે છે. આત્માનો જ્ઞાનસ્વભાવ સ્વ-પર પ્રકાશક હોવાથી તે સ્વને જાણતાં પરને પણ જાણે છે; પોતામાં જે કાર્ય થાય તેને અને તે વખતે બાહ્ય સંબંધરૂપ અન્ય દ્રવ્યોને પણ જાણે છે, એવું જ્ઞાન-સામર્થ્ય છે. કાર્ય થવા માટેની પદાર્થની તે વખતની લાયકાતને “ઉપાદાન” કહેવાય છે ને સંયોગી પર પદાર્થોને નિમિત્ત' કહેવાય છે. ઉપાદાન નિમિત્તનું યથાર્થ જ્ઞાન તે સ્વપરના કારણ છે. જેમને આત્મજ્ઞાન નથી એવા અજ્ઞાની જીવો ઉપાદાન અને નિમિત્તના સાચા સ્વરૂપને ઓળખતા નથી; સાચા * “વછેરાનાં ઇંડાં દેખવા સંબંધી હકીક્ત માટે જુઓ-પૃ. ૧૫૦ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates [u] જ્ઞાનના અભાવને લીધે તેઓ ઉપાદાન અને નિમિત્તની એકતાના ભ્રમથી જ પ્રવર્તે છે. નિમિત્ત ઉપરની દૃષ્ટિને લીધે તેઓ નિમિત્તાધીન થઈને પરિણમે છે, પણ નિમિત્તનું લક્ષ છોડીને સ્વભાવ-આશ્રિત પરિણમતા નથી, આથી તેમને ધર્મ થતો નથી. ઉપાદાન સ્વદ્રવ્ય છે ને નિમિત્ત પદ્રવ્ય છે, બન્ને સ્વતંત્ર છે-એમ જાણીને, પરથી ઉપેક્ષિત થઈને સ્વભાવ-આશ્રિત પરિણમવું તે ધર્મ છે. પરમ પૂજ્ય પરમ ઉપકારી સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી સોનગઢમાં હંમેશાં મુમુક્ષુઓ સમક્ષ જે આધ્યાત્મિક પ્રવચનો કરે છે તેમાંથી, ઉપાદાન–નિમિત્તના રહસ્યને સ્પષ્ટ કરનારાં કેટલાંક પ્રવચનો આમાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે. આ પુસ્તક મુમુક્ષુઓને ઉપાદાન–નિમિત્તના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવે છે. આત્માર્થી જીવો આ પુસ્તકમાં કહેલા ઉપાદાન નિમિત્તના યથાર્થ સ્વરૂપને જાણીને, સ્વ પરનું ભેદજ્ઞાન પ્રગટ કરીને પોતાનું કલ્યાણ કરો ! ભાદરવા સુદ ૫ વીર સં. ૨૪૭૪ વકીલ રામજી માણેકચંદ દોશી પ્રમુખ શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિષયપ્રવેશ એકેક સમયનું સ્વતંત્ર ઉપાદાન વસ્તુનો સ્વભાવ ઉત્પાદ-વ્યય રૂપ હોવાથી તેમાં દરેક સમયે નવું-નવું કાર્ય થયા જ કરે છે. પહેલા સમયના પર્યાયમાં ન હોય એવું કાર્ય બીજા સમયના પર્યાયમાં પ્રગટે છે. કોઈને પહેલા સમયે મિથ્યાત્વદશા હોય ને બીજા સમયે સમ્યકત્વદશા પ્રગટે છે. ત્યાં જેની દષ્ટિ વસ્તુના સ્વભાવ ઉપર નથી પણ સંયોગ ઉપર છે એવો અજ્ઞાની જીવ એમ માને છે કે “અમુક નિમિત્ત આવ્યું માટે આ કાર્ય થયું. સદ્દગુરુ વગેરે નિમિત્તો મળ્યા માટે સમ્યકત્વ થયું. જો પોતાની મેળે જ કાર્ય થતું હોય તો પહેલાં કેમ ન થયું? ” આ અજ્ઞાનીનો મોટો ભ્રમ છે, અને એ ભ્રમ જ ઉપાદાન-નિમિત્ત સંબંધી ભૂલનું મૂળ કારણ છે. એ ભ્રમને લીધે જ ( અર્થાત્ સ્વભાવદષ્ટિથી ચૂત થઈને સંયોગદષ્ટિને લીધે જ) જીવ અનાદિકાળથી સંસારસમુદ્રમાં ગોથાં ખાઈ રહ્યો છે. વસ્તુનું યથાર્થ સ્વરૂપ તેના દરેકે દરેક પર્યાયની સંપૂર્ણ સ્વાધીનતા અને પર પદાર્થોથી તદ્ ઉદાસીનતા બતાવીને આ ગ્રંથ અજ્ઞાનીના તે મહાન ભ્રમનું ખંડન કરે છે. ચેતન કે જડ બધી વસ્તુઓ દરેક સમયે પોતાના પરિણમન સ્વભાવથી જ નવા નવા પરિણામે ઊપજે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૭] પૂર્વ સમયે અમુક દશા નથી હોતી, ને પછીના સમયે થાય છે. ત્યાં તે સમયના પર્યાયની તેવી જ લાયકાત હોવાથી થાય છે. બે જીવોમાંથી એકને સમ્યકત્વ દશા છે ને બીજાને મિથ્યાત્વદશા છે, તેનું કારણ કોણ? બન્ને જીવના દ્રવ્ય-ગુણ તો સરખાં છે, બન્નેને પૂર્વના પર્યાયનો તો વર્તમાનમાં અભાવ છે અને અનાદિથી પરિણમતા પરિણમતા બન્ને વર્તમાનકાળ સુધી આવ્યા છે; છતાં એકને સમ્યકત્વરૂપ પરિણમન અને બીજાને મિથ્યાત્વરૂપ પરિણમન, તેનું કારણ શું? કારણ એ જ કે બન્ને દ્રવ્યના પરિણમનની તે સમયની યોગ્યતા જ તેવી છે. એ ખાસ ધ્યાન રાખવું કે કાર્ય થવાની યોગ્યતા ત્રિકાળરૂપ નથી, પણ, વર્તમાનરૂપ છે. એટલે દ્રવ્યની જે સમયે જે કાર્યરૂપ પરિણમવાની લાયકાત હોય તે જ સમયે તે દ્રવ્ય તે કાર્યરૂપે પરિણમે છે; પણ તેનાથી આગળ કે પાછળ તે કાર્ય થતું નથી. એક જીવને પૂર્વે મિથ્યાત્વદશા હતી તે સમયે તેની તેવા જ પરિણમનની લાયકાત હતી, તેથી જ તે મિથ્યાત્વદશા હતી, -નહિ કે કુવાદિના કારણથી ! અને બીજા સમયે તે જીવને સમ્યકત્વદશા થઈ, ત્યારે તે જીવ પોતાના તે સમયના પરિણમનની લાયકાતથી જ તે-રૂપે પરિણમ્યો છે, –નહિ કે સદ્ગુરુ વગેરેના કારણથી ! આ જ પ્રમાણે દરેક પરમાણુ પણ તેની સ્વતંત્ર લાયકાતથી જ પરિણમી રહ્યો છે. એક સમયે બે પરમાણુઓ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૮] લાલ રંગરૂપ પરિણમ્યા હોય અને બીજા સમયે તેમાંથી એક પરમાણુ કાળા રંગરૂપે અને બીજા ધોળા રંગરૂપે પરિણમે. બન્નેને દ્રવ્ય-ગુણ તો સમાન છે, પૂર્વ પર્યાય પણ બન્નેને સમાન હતો અને અનાદિથી પરિણમતા – પરિણમતા બન્ને વર્તમાનકાળ સુધી જ આવ્યા છે, છતાં પરિણામમાં ફેર પડે છે. કેમ કે તે તે પરમાણુના પરિણમનની તે સમયની લાયકાત સ્વતંત્ર છે. આવી જ વસ્તુની સ્વાધીનતા છે અને આવા જ્ઞાનમાં જ સ્વભાવનો પુરુષાર્થ છે. જેમ ત્રિકાળી દ્રવ્ય સતુ છે, તેનો કોઈ કર્તા નથી ને તેને કોઈની અપેક્ષા નથી તેમ તેના અનાદિ અનંત સમયમાં દરેક સમયના એકક પર્યાયો પણ સત્ છે, બીજાની અપેક્ષા વગરના છે. દરેક સમયનો પર્યાય પોતાની સ્વતંત્ર લાયકાત ધરાવે છે. –આનું જ નામ ઉપાદાન. દ્રવ્ય-ગુણની સ્થિતિ સદા એક સરખી હોય, પરંતુ પર્યાયો સદા એક સરખા હોય નહિ. ત્રિકાળી દ્રવ્યને અને તેના પર્યાયના એકેક સમયના સ્વતંત્ર કાર્યને જાણવું તે ઉપાદાનનું જ્ઞાન છે અને તે વખતે સંયોગરૂપ અન્ય દ્રવ્યોનું જ્ઞાન કરવું તે નિમિત્તનું જ્ઞાન છે. એ બન્નેને સ્વતંત્ર જાણે તો જ બે પદાર્થોમાં એકતાબુદ્ધિ ટળી સમ્યજ્ઞાન થાય છે. પરંતુ આ નિમિત્ત પદાર્થને લીધે ઉપાદાનનું કાર્ય થયું કે નિમિત્ત આવ્યું માટે કાર્ય થયું, નિમિત્તે કાંઈ પણ અસર કરી, મદદ કરી, પ્રેરણા કરી” એવા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૯ ] પ્રકારનો કાંઈ પણ સંબંધ માનવો તે ઉપાદાન-નિમિત્તનું યથાર્થ જ્ઞાન નથી પણ મિથ્યાજ્ઞાન છે. સ્વભાવથી દરેક પદાર્થની સ્વાધીનતા અને એક પછી એક દશારૂપે થવાની તેમની સ્વતંત્ર લાયકાત, તેને જે જીવો સૂક્ષ્મતત્ત્વદષ્ટિના અભાવને લીધે નથી જાણતા તેઓ એક પદાર્થને બીજા પદાર્થ સાથે સંબંધ હોવાની-એટલે કે વસ્તુની પરાધીનતાની મિથ્યાકલ્પના કર્યા વગર રહી શકતા નથી. અને એવી જે વસ્તુના સ્વરૂપથી વિપરીત કલ્પના છે તે જ મોટો અધર્મ છે. આ પુસ્તક યથાર્થ વસ્તુસ્વરૂપ બતાવીને ભવ્ય જીવોને તે અધર્મથી છોડાવે છે. T Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૧ ૨ ૩ ૪ ૫ ૭ ८ સૂચી ઉપાદાન-નિમિત્ત સંવાદઃ ભૈયા ભગવતીદાસજી કૃત ૪૭ દોહાઓ ઉ૫૨ વી૨ સં. ૨૪૭૧ ના શ્રાવણ વદ ૧૩ થી થયેલા વ્યાખ્યાનો. (આત્મધર્મ અંક ૨૫, ૩૯, ૪૦, ૪૨ અને ૪૪) ઉપાદાન-નિમિત્ત દોહાઃ પં. બનારસીદાસજી કૃત સાત દોહા ઉપરનાં વ્યાખ્યાન. ( આત્મધર્મ અંક ૪૫ ) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતાઃ ઉપાદાન એક ખાસ વ્યાખ્યાન (આત્મધર્મ અંક ૪૭-૪૮ ) સામાન્યજ્ઞાન અને વિશેષજ્ઞાનઃ વ્યાખ્યાનમાંથી (આત્મધર્મ અંક ૧૬) નિમિત્ત સંબંધી ઉપદેશમાં નિમિત્તનું જ્ઞાનઃ સમયસાર ગાથા ૨૮૮-૯૦ ઉપ૨ના વ્યાખ્યાનમાંથી (આત્મધર્મ પના ૧ થી ૧૦૪ અજ્ઞાનીને શું ખબર પડે? : શ્રી ધવલાશાસ્ત્ર, પુસ્તક ૬ પૃ. ૧૬૪ ના વાંચનમાંથી તથા શ્રી સમયસાર ગાથા ૯૯ નું વ્યાખ્યાન. (આત્મધર્મ અંક ૧૯ ) કાર્યમાં ઉપાદાન-નિમિત્તના કેટલા ટકા ? (આત્મધર્મ અંક ૨૪) સંસારનું કારણઃ શ્રી સમયસાર ગાથા ૨૬૬ ઉપરનું વ્યાખ્યાન. પાના ૧૦૭ થી ૧૨૦ પાના ૧૨૨ થી ૧૬૭ પાના ૧૬૮ થી ૧૭૦ અંક ૧૩) પાના ૧૭૧ થી ૧૭૨ પાના ૧૭૩ થી ૧૮૫ પાના ૧૮૬ થી ૧૯૩ પાના ૧૯૪ થી ૨૦૭ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ [ પ્રથમ ખંડ ] Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભૈયા ભગવતીદાસજી કૃત ઉપાદાન-નિમિત્ત સંવાદ (દોહા ) લોય । પાદ પ્રણમિ જિનદેવ કે, એક ઉક્તિ ઉપજાય । ઉપાદાન અરુ નિમિત્ત કો, કહું સંવાદ બનાય।।૧।। પૂછત હૈ કોઊ તાં, ઉપાદાન કિહ નામ. કહો નિમિત્ત કહિયે કહા, કબકે હૈ ઈહુઠામ ।। ૨।। ઉપાદાન નિજ શક્તિ હૈ, જિયકો મૂલ સ્વભાવ। હૈ નિમિત્ત પરયોગ તેં, બન્યો અનાદિ બનાવ।। ૩।। નિમિત્ત કહૈ મોકોં સૌ, જાનત હૈ જગ તેરો નાવ ન જાનહીં, ઉપાદાન કો ઉપાદાન કહૈ રે નિમિત્ત, તૂ કહા કરૈ ગુમાન । મોકોં જાનેં જીવ વે, જો હૈં સમ્યાન।। ૫।। કહૈ જીવ સબ જગત કે, જો નિમિત્ત સોઈ હોય । ઉપાદાનકી બાત કો, પૂછૈ નાંહી કોય ।।૬।। ઉપાદાન વિન નિમિત્ત તૂ, કર ન સૌ ઇક કાજ । કહા ભૌ જગ ના લખૈ, જાનત હૈં જિનરાજ ।। ૭।। દેવ જિનેશ્વર ગુરુ યતી, અરુ જિન આગમ સાર। ઇહુ નિમિત્તતેં જીવ સબ, પાવત હૈં ભવપાર।।૮।। હો ।। ૪ ।। Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૩] બહુ યહ નિમિત્ત ઇહુ જીવ કો, મિલ્યો અનંતી ઉપાદાન પલટયો નહીં, તૌ ભટકયો કૈ કૈલિ કૈ સાધુ કૈ, નિકટ ભવ્ય જો સો ક્ષાયક સમ્યક્ લહૈ, યહ નિમિત્ત બલ કેવલિ અરુ મુનિરાજ કે, પાસ રહૈં થૈ જાકો સુલટયો ધની, ક્ષાયક તાકો હિંસાદિક પાપન કિયે, જીવ નર્ક મેં જો નિમિત્ત નહિં કામકો, તો ઈમ કાઢે હિંસા મેં ઉપયોગ જહાં, રહૈં બ્રહ્મ કે તેઈ નર્ક મેં જાત હૈં, મુનિ નહિં જાહિં દયા દાન પૂજા કિયે, જીવ સુખી જગ જો નિમિત્ત જૂઠો કહો, યહુ કર્યો મારૈ લોય।।૧૪।। દયા દાન પૂજા ભલી, જગત માહિં સુખકાર। જહાં અનુભવકો આચરન, તહું યહ બંધ વિચાર।। ૧૫ ।। યહ તો બાત પ્રસિદ્ધ હૈં, સોચ દેખ ઉમાહૈિં। નરદેહી કે નિમિત્ત વિન, જિય કર્યો મુક્તિ ન જાહિં।।૧૬।। દેહ પીંજરા જીવકો, રોકૈં શિવપુર જાત । ઉપાદાન કી શક્તિ સોં, મુક્તિ હોત રે ભ્રાત।। ૧૭।। ઉપાદાન સબ જીવ પૈ, રોકન હારો જાતે કર્યો નહિં મુક્તિ મેં, વિન નિમિત્ત કે કૌન । હોન।। ૧૮।। વાર સંસાર ।। ૯ ।। હોય । જોય।। ૧૦।। લોય । હોય ।। ૧૧।। જાહિં। કહાડિં।। ૧૨ ।। રાચ। કદાચ ।। ૧૩।। હોય । Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૪] ઉપાદાન સુ અનાદિકો, ઉલટ રહ્યો જગમાહિત સુલટત હી સૂધ ચલે, સિદ્ધલોક કો જાહિંા ૧૯IT કહું અનાદિ વિન નિમિત્ત હી, ઉલટ રહ્યો ઉપયોગ ઐસી બાત ન સંભવૈ, ઉપાદાન તુમ જોગ | ૨૦ાા ઉપાદાન કરે રે નિમિત્ત, હમ પે કહી ન જાય ઐસે હી જિન કેવલી, દેખે ત્રિભુવન રાય ના ૨૧ જો દેખ્યો ભગવાન ને, સો હી સાંચો આહિં હમ તુમ સંગ અનાદિ કે, બલી કહોગે કાહિના ૨૨ ઉપાદાન કહે વહુ બલી, જાકો નાશ ન હોય! જ ઉપજત વિનશત રહે, બલી કહાં તે સોયા ૨૩ાા ઉપાદાન તુમ જોર હો, તો કયો લેત આહાર પરનિમિત્ત કે યોગ સૌ, જીવત સબ સંસાર | ૨૪ / જે આહાર કે જોગ સોં, જીવત હૈ જગમાંહિતા તો વાસી સંસાર કે, મરતે કોઊ નાંહિતા ૨૫ / સૂર સોમ મણિ અગ્નિ કે, નિમિત્ત લખું યે નૈના અંધકાર મેં કિત ગયો, ઉપાદાન દંગ રૈના ર૬ IT સૂર સોમ મણિ અગ્નિ જો, કરે અનેક પ્રકાસા નૈન શક્તિ બિન ના લખે, અંધકાર સમ ભાસતા ર૭ા/ કહૈ નિમિત્ત બે જીવ કો? મો બિન જગક માહિં. સબૈ હમારે વશ પરે, હમ બિન મુક્તિ ન જાહિં ૨૮ાા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૫] ઉપાદાન કહે રે નિમિત્ત? ઐસે બોલ ન બોલ. તોકો તજ નિજ ભજત હે, તે હી કરે કિલોલ ! ૨૯ કહે નિમિત્ત હમકો તજે, તે કેસે શિવ જાતા પંચમહાવ્રત પ્રગટ હૈ, ઔર હુ ક્રિયા વિખ્યાત /૩O || પંચમહાવ્રત જોગ ત્રય, ઔર સકલ વ્યવહાર પર કો નિમિત્ત ખપાયકે, તબ પહુંચે ભવપાર. ૩૧ના કહું નિમિત્ત જગ મેં બડો, મોતેં બડો ન કોયા તીનલોક કે નાથ સબ, મો પ્રસાદ તેં હોયા ૩ર // ઉપાદાન કહૈ તૂ કહ, ચડુંગતિ મેં લે જાયા તો પ્રસાદ તેં જીવ સબ, દુખી હોહિં રે ભાય ! ૩૩ કહૈ નિમિત્ત જો દુઃખ સહે, સો તુમ હમહિ લગાયા સુખી કૌન તેં હોય હૈ, તાકો દેહુ બતાય ના ૩જા જા સુખ કો તુ સુખ કહૈ, સો સુખ તો સુખ નાહિં. યે સુખ, દુખ કે મૂલ હૈ, સુખ અવિનાશી માહિંતા ૩પ . અવિનાશી ઘટ ઘટ બર્સ, સુખ કયાં વિલસત નાહિં શુભ નિમિત્ત કે યોગ બિન, પરે પરે વિલલાહિં ૩૬ IT શુભનિમિત્ત બહુ જીવકો, મિલ્યો કઇ ભાવસારા પૈ ઇક સમ્યકદર્શ બિન, ભટકત ફિર્યો ગંવારા૩૭TT સમ્યકદર્શ ભયે કહા, ત્વરિત મુક્તિ મેં જાહિં. આગે ધ્યાન નિમિત્ત હૈ, તે શિવ કો પહુંચાહિા ૩૮ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૫ ] છો. ધ્યાન કી ધારના, મોર યોગ કી રીતિ। તોર કર્મ કે જાલ કો, જોર લઇ શિવ પ્રીતિ।।૩૯।। તબ નિમિત્ત હાર્યો તાં, અબ નહિં જોર બસાય। ઉપાદાન શિવ લોક મેં, પહુંચ્યો કર્મ ખપાય।।૪૦।। ઉપાદાન જીત્યો તાં, નિજબલ કર પરકાસ । સુખ અનંત ધ્રુવ ભોગવૈ, અંત ન બરન્યો તાસ।। ૪૧।। ઉપાદાન અરુ નિમિત્ત યે, સબ જીવન હૈ વીર જો નિજશક્તિ સંભારહીં, સો પહુંચ્ ભવતીર।। ૪૨।। ભૈયા મહિમા બ્રહ્મ કી, કૈસે બની જાય ? । વચન અગોચર વસ્તુ હૈ, કહિબો વચન બનાય।। ૪૩।। ઉપાદાન અરુ નિમિત્ત કો, સરસ બન્યો સંવાદ સમદષ્ટિ કો સુગમ હૈં, મૂરખ કો બકવાદ।। ૪૪।। જો જાનૈ ગુણ બ્રહ્મ કે, સો જાનૈ યહ ભેદ। સાખ જિનાગમ સોં મિલે, તો મત કીજ્યો ખેદ।। ૪૫।। નગર આગરો અગ્ર હૈ, જૈની જન કો વાસ। તિહું થાનક રચના કરી, ‘ભૈયા ’ સ્વમતિ પ્રકાસ।। ૪૬।। સંવત્ વિક્રમ ભૂપકો, સત્તસૈ પંચાસ ફાલ્ગુણ પહલે પક્ષ મેં, દોં દિશા પરકાશ।। ૪૭।। Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ આ ઉપાદાન-નિમિત્તનો સંવાદ છે. ઉપાદાન અને નિમિત્ત એ બન્નેનો ઝઘડો અનાદિથી છે. ઉપાદાન એમ કહે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોની સંભાળ કરવાથી આત્માનું કલ્યાણરૂપ કાર્ય થાય. નિમિત્ત એમ કહે છે કે શરીરાદિની ક્રિયા કરવાથી કે દેવ-ગુરુ-શાસ્ત્રથી અને શુભભાવથી આત્માનું કલ્યાણ થાય. આ પ્રમાણે પોતે પોતાની વાત સિદ્ધ કરવા ઉપાદાન અને નિમિત્ત બન્ને દલીલો રજૂ કરે છે, અને એ ઝઘડાનું અહીં વીતરાગ શાસનમાં સાચા જ્ઞાન વડે સમાધાન થાય છે. અનાદિથી જગતના અજ્ઞાની જીવોની દષ્ટિ પર ઉપર છે. તેથી “મારા આત્માનું કલ્યાણ કરવાની મારામાં તાકાત નથી, હું પાંગળો શક્તિ વગરનો છું” કોઈક દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરે પર મને સમજાવી દે તો મારું કલ્યાણ થાય” એમ પરની ઓથે આત્માનું કલ્યાણ અનાદિથી માને છે. જ્ઞાનીની દષ્ટિ પોતાના આત્મા ઉપર છે તેથી તે એમ માને છે કે આત્મા પોતે પુરુષાર્થ કરે તો મુક્તિ થાય. પોતાના પુરુષાર્થ સિવાય કોઈકના આશીર્વાદ વગેરેથી કલ્યાણ થશે એમ માનવું તે અજ્ઞાન છે. આ રીતે ઉપાદાન કહે આત્માથી કલ્યાણ થાય, અને નિમિત્ત કહે પર ચીજનો સાથે હોય તો કલ્યાણ થાય. એમાં નિમિત્તની વાત તદ્દન અજ્ઞાન ભરેલી ખોટી છે એમ આ સંવાદથી સિદ્ધ કરશે. ઉપાદાન એટલે વસ્તુની સહજ શક્તિ. આત્મા પરથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૨ જુદો છે, દેહાદિ કોઈ ૫૨ વસ્તુથી આત્માનું કલ્યાણ નથી એમ શ્રદ્ધા-જ્ઞાન કરવાં તે ઉપાદાનકારણ છે. નિમિત્ત એટલે અનુકૂળ, સંયોગી, બીજી ચીજ, જ્યારે આત્મા સાચી શ્રદ્ધા-જ્ઞાન કરે ત્યારે જે સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર હાજ૨ હોય તેને નિમિત્ત કહેવાય છે. દેવ-ગુરુ-શાસ્ત્ર તે મારાથી જુદા છે અને પુણ્ય-પાપના ભાવો તે પણ હું નથી, હું જ્ઞાનાદિ અનંત ગુણનો પિંડ છું - એમ જીવ પોતાની શક્તિની સંભાળ કરે તે ઉપાદાનકારણ છે અને પોતાની શક્તિ તે ઉપાદાન અને ઉપાદાનકારણમાં શું ફેર તે સમજાવ્યું. ઉપાદાન તે ત્રિકાળી દ્રવ્ય છે અને ઉપાદાનકારણ તે પર્યાય છે. જે જીવ ઉપાદાનશક્તિને સંભાળીને ઉપાદાનકારણ કરે તેને મુક્તિરૂપી કાર્ય પ્રગટે જ. આ સંબંધમાં આગળ ૪૨ માં શ્લોકમાં એમ આવશે કે · ઉપાદાન અને નિમિત્ત તો બધા જીવોને હોય છે પણ જે વીર છે તે નિજશક્તિને સંભાળી લે છે અને ભવનો પાર પામે છે.' આમાં નિજશક્તિની સંભાળ કરવી તે ઉપાદાનકારણ છે, અને તે જ મુક્તિનું કારણ છે આત્મામાં શક્તિ તો બધી પડી છે પણ તે શક્તિની પોતે જ્યારે સંભાળ કરે ત્યારે શ્રદ્ધા-જ્ઞાન-સ્થિરતારૂપ મુક્તિનો ઉપાય થાય, પણ પોતાની શક્તિની સંભાળ કર્યા વગર મુક્તિનો ઉપાય થાય નહિ; એ બતાવવા માટે આ સંવાદમાં ઉપાદાન નિમિત્તની સામસામી, દલીલો ચાલશે અને શ્રી સર્વજ્ઞ ભગવાન ત૨ફથી ફેંસલો મળશે, તેમાં ઉ૫૨નું કથન સિદ્ધ થશે. આત્માનો ઉપાદાનસ્વભાવ મન, વાણી, દેહ વગરનો છે, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૩ તેને કોઈ પ૨વસ્તુની સહાય નથી. આવી સહજ શક્તિનું જે ભાન કરે તે ઉપાદાન સ્વભાવને જાણે, ઉપાદાન સ્વભાવને જાણ્યો તે ઉપાદાન કારણ થયું અને તે વખતે દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરે જે હાજર હોય તે નિમિત્ત કહેવાય છે. ઉપાદાન-નિમિત્તની આ વાત બહુ સરસ સમજવા જેવી છે. શાસ્ત્રના આધારોથી અપૂર્વ કથન કર્યું છે. તેમાં પ્રથમ મંગળિકરૂપે શ્લોક કહે છે: દોહરા પાદ પ્રણમિ જિનદેવકે, એક ઉક્તિ ઉપજાય, ઉપાદાન અરુ નિમિત્તકો, કહું સંવાદ બનાય. ૧ અર્થ:- જિનદેવના ચરણે પ્રણામ કરીને એક અપૂર્વ તૈયાર કરું છું, ઉપાદાન અને નિમિત્તનો સંવાદ બનાવીને તે કહું છું. ૧. ન આ વાત સમજવા માટે જીવ ઊંડો ઊતરીને વિચાર કરે તો તેનું રહસ્ય સમજાય. જેમ અર્ધો મણ દહીંની છાશમાંથી માખણ કાઢવા માટે ઉપર ટપકે હાથ ફેરવે તો માખણ નીકળે નહિં પણ છાશને હલાવીને અંદર ઊંડો હાથ નાખીને ડોળે ત્યારે માખણ ઉપર આવે, પરંતુ જો શિયાળામાં ટાઢને કારણે આળસ કરીને ઊંડો હાથ ન નાંખે તો છાશમાંથી માખણ નીકળે નહિ; તેમ જૈનશાસનમાં જો જૈન પરમાત્મા સર્વજ્ઞદેવે કહેલા તત્ત્વોમાંથી જો ઊંડી તર્કબુદ્ધિવડે વિચાર કરીને માખણ કાઢે તો મુક્તિ થાય. શ્લોકમાં ‘ ઉક્તિ ’ શબ્દ વાપર્યો છે તેનો એ રીતે અર્થ કર્યો. જિનદેવ સર્વજ્ઞ વીતરાગ ભગવાનના ચરણકમળમાં પ્રણમીને એટલે વિશેષ પ્રકારે નમસ્કાર કરીને હું એક યુક્તિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૪ બનાવું છું. એટલે તર્કનું દોહન કરું છું. આ સંવાદમાં યુક્તિવડે વાત કરી છે, માટે સમજનારે પણ તર્ક અને યુક્તિવડે સમજવાની મહેનત કરવી પડશે. એમને એમ ઉપર ટપકે સાંભળવાથી નહિ સમજાય. જેમ છાશને વલોવે તો માખણ નીકળે તેમ પોતે જ્ઞાનમાં વિચાર કરીને સમજે તો સાચું તત્ત્વ મળે. જેમ ઘ૨નું માણસ ગમે તેવો પોચો ગરભલા જેવો રોટલો કરી દે પરંતુ તે કાંઈ ખાઈ ન દે, પોતાને જાતે ખાવો પડે, તેમ શ્રી સદ્દગુરુ ગમે તેટલી સહેલી ભાષા કરે પરંતુ ભાવ તો પોતાને સમજવા પડશે. તત્ત્વ સમજવા માટે પોતામાં વિચાર કરવો જોઈએ. જેમને કેવળજ્ઞાન અને કેવળ-દર્શનરૂપી આત્મલક્ષી પ્રગટી છે એવા શ્રી સર્વણ વીતરાગ પરમાત્માને નમસ્કાર કરીને તેમની કહેલી વાતને ન્યાયની સંધિથી યુક્તિપૂર્વક હું [ભૈયા ભગવતીદાસજી ] ઉપાદાન-નિમિત્તના સંવાદરૂપે કહીશ. પ્રશ્ન પૂછત હૈં કોઉં તહાં, ઉપાદાન કિહ નામ, કહો નિમિત્ત કહિયે કહા, કબકે હૈ ઇહ ઠામ. ૨. અર્થ:- ત્યાં કોઈ પૂછે છે કે ઉપાદાન કોનું નામ ? નિમિત્ત કોને કહીએ ? અને તેમનો સંબંધ કયારથી છે તે કહો. ૨. ઉપાદાન એટલે શું તે ઘણા લોકો જાણતા નથી; ચોપડામાં ઉપાદાનનું નામ પણ કયાંય આવે નહિ. દયા વગેરે કરીએ તો ધર્મ થાય એમ તો ઘણા લોકો સાંભળે છે અને માને છે, પરંતુ આ ઉપાદાન શું અને નિમિત્ત શું તેનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ સ્વરૂપ જાણતા નથી. તેથી તે ઉપાદાન અને નિમિત્તનું સ્વરૂપ આ સંવાદમાં બતાવ્યું છે. દહીં થવામાં દૂધ તે ઉપાદાન છે અને છાશ તે નિમિત્ત છે. દહીં થાય છે તે દૂધમાંથી થાય છે, છાશમાંથી થતું નથી. જો છાશમાંથી થતું હોય તો પાણીમાં છાશ નાખવાથી પણ દહીં થવું જોઈએ પરંતુ એમ થતું નથી; તેમ શિષ્યના આત્માની પર્યાય પલટીને મોક્ષ થાય છે કાંઈ ગુનો આત્મા પલટીને શિષ્યની મોક્ષદશારૂપે થતો નથી. શિષ્યનો આત્મા પોતાનું ઉપાદાન છે, તે પોતે સમજીને મુક્ત થાય છે. પરંતુ ગુરુના આત્મામાં શિષ્યની કોઈ અવસ્થા થતી નથી. ઉપાદાન - [ ઉપ+આદાન] ઉપ એટલે સમીપ અને આદાન એટલે ગ્રહણ થવું તે; જે પદાર્થના સમીપમાંથી કાર્યનું ગ્રહણ થાય તે ઉપાદાન છે; અને તે વખતે જે પરપદાર્થની અનુકૂળ હાજરી હોય તે નિમિત્ત છે. હવે શિષ્ય પ્રશ્ન પૂછે છેઃ- [કોઈક જ જીવ તત્ત્વના પ્રશ્નો પૂછવા ઊભા રહે છે. જેને તરસ લાગી હોય તે પાણીના ધોરીએ ઊભા રહે તેમ જેને આત્માનું સ્વરૂપ સમજવાની તૃષા લાગી છે અને ધગશ થઈ છે તેવા કોઈક જીવ સત્સમાગમ પૂછે છે] કે હે પ્રભુ! તમે કોને ઉપાદાન કહો છો અને કોને નિમિત્ત કહો છો, તથા તે ઉપાદાન નિમિત્ત એક ઠેકાણે કયારના ભેગાં થયા છે, બન્નેનો સંયોગ કયારનો છે ? આવા જિજ્ઞાસુ શિષ્યના પ્રશ્નોનો ઉતર હવે કહે છે:ઉપાદાન નિજશક્તિ હૈ, જિયકો મૂલ સ્વભાવ, હૈ નિમિત્ત પરયોગતે, બન્યો અનાદિ બનાવ. ૩. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ અર્થ:- ઉપાદાન પોતાની શક્તિ છે. તે જીવનો મૂળસ્વભાવ છેઃ અને પરસયોગ તે નિમિત્ત છે. તેમનો સંબંધ અનાદિથી બની રહ્યો છે. ૩. અહીં જીવનો મૂળસ્વભાવ તે ઉપાદાન છે એમ કહ્યું છે, કેમકે અહીં જીવની મુક્તિની જ વાત લેવી છે તેથી જીવની મુક્તિમાં ઉપાદાન શું અને નિમિત્ત શું તે બતાવ્યું છે. પરમાણુની વાત લીધી નથી. જીવનો મૂળસ્વભાવ તે ઉપાદાન તરીકે લીધો છે. અહીં બધા દ્રવ્યોની સામાન્ય વાત નથી પણ ખાસ જીવ દ્રવ્યની મુક્તિની જ વાત છે. જીવની પૂર્ણ શક્તિ તે ઉપાદાન છે. તેની ઓળખાણ કરે તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ઉપાદાનકારણ પ્રગટે અને મુક્તિ થાય. જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રગટ કરવા તે આત્માનો મૂળસ્વભાવ છે. સ્વભાવ કહો, શક્તિ કહો, ઉપાદાન કહો તે બધાનો અર્થ એક જ છે. જીવનો મૂળસ્વભાવ જ મુક્તિ કરવાનો છે, તે અંતરમાં છે અંતરની શક્તિમાંથી મુક્તિ પ્રગટે છે પરંતુ કોઈ દેવ-ગુરુ-શાસ્ત્ર-વાણી કે મનુષ્ય શરીર વગેરે પરની સહાયથી જીવની મુક્તિ થતી નથી. પ્રશ્ન- સાચા ગુરુ હોય તો ભૂલેલાને રસ્તો તો બતાવે ને! એટલી તો મદદ સદ્ગુરુએ કરીને? ઉત્તર:- જે ભૂલ્યો છે તે પૂછીને નક્કી કરે છે, તે કોના જ્ઞાને નક્કી કરે છે? ભૂલેલાના જ્ઞાન કે ગુરુના જ્ઞાને? ગુરુ કાંઈ સામાના જ્ઞાનમાં નક્કી કરાવી દેતા નથી પણ સામો જીવ પોતે પોતાના જ્ઞાનમાં નક્કી કરે છે, માટે જે સમજે છે તે પોતાની જા ઉપાદાનશક્તિથી સમજે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ જેમ કોઈને “સિદ્ધપુર જવું છે તેણે કોઈ જાણકારને પૂછયું કે સિદ્ધપુર કયાં આવ્યું? ત્યારે સામાએ જવાબ આપ્યો કે (૧) અહીંથી આઠ ગાઉ દૂર સિદ્ધપુર છે, (૨) રસ્તામાં જતાં વચ્ચે બે મોટા શીતળ છાયાવાળા વડ આવશે પછી (૩) આગળ જતાં એક મીઠા પાણીનું અમૃત સરોવર આવશે ત્યાર પછી તરત જ સિદ્ધપુર આવશે. આ પ્રમાણે જાણકારે કહ્યું પણ તેનો વિશ્વાસ લાવી નક્કી કોણ કરે? બતાવનાર કે ભૂલેલો? જે ભૂલ્યો છે તે પોતાના જ્ઞાનમાં નક્કી કરે છે તેમ મુક્તિની ઝંખનાવાળો શિષ્ય મુક્તિનું અંતરંગ કારણ અને બહારનું કારણ શું છે તે પૂછે છે:પ્રભુ! મારી સિદ્ધદશા કેમ પ્રગટે, તેનો ઉપાય-રસ્તો શું છે? તેનો શ્રીગુરુ ઉત્તર આપે છે. (૧) આત્માની ઓળખાણથી આઠ કર્મોનો નાશ કરતા સિદ્ધદશા પ્રગટે છે. (૨) આત્માની સાચી ઓળખાણ અને શ્રદ્ધા કરતાં સ્વભાવની પરમ શાંતિનો અનુભવ થાય છે, આત્માની શ્રદ્ધા અને જ્ઞાનરૂપી બે વડની શીતળતા સિદ્ધદશાના માર્ગમાં આવે છે. (૩) ત્યારપછી આગળ વધતાં ચારિત્રદશા પ્રગટે છે એટલે કે સ્વરૂપ રમણતારૂપ અમૃત સરોવર આવે છે. આ રીતે સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષ માર્ગ પૂરો થતાં કેવળજ્ઞાન અને સિદ્ધદશા પ્રગટે છેઆમાં ઉપાદાન-નિમિત્ત સિદ્ધ કરવાં છે. જ્યારે શિષ્ય તૈયાર થઈને શ્રી ગુરુ પ્રત્યે પૂછે છે કે પ્રભુ! મુક્તિ કેમ થાય? ત્યારે શ્રી ગુરુ તેને મુક્તિનો ઉપાય બતાવે છે, પરંતુ જે રીતે ઉપાય બતાવ્યો તે રીતે વિશ્વાસ લાવીને નક્કી કોણ કરે? બતાવનાર કે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ભૂલેલો? જે પોતાના જ્ઞાનમાં ભૂલ્યો છે તે જ સાચી સમજણથી ભૂલ ટાળીને પોતાના જ્ઞાનમાં નક્કી કરે છે. આ તો મુક્તિનો ઉપાય છે, તેનો મહિમા આવવો જોઈએ. જેમ હીરા-માણેકની કિંમત જાણે અને હીરાની દુકાને બેસે તો ઝટ લાખો રૂપિયાની પેદાશ થાય અને લૂગડાંને મેલ ન ચોટે પણ કંદોઈની દુકાને બેસે તો ઝટ પેદાશ ન થાય અને લૂગડાંને મેલ ચોંટે, તેમ જ આત્માના ચૈતન્યસ્વભાવને ઓળખીને તેની કિંમત કરે તો મોક્ષરૂપી આત્મલક્ષ્મી ઝટ મળે, સ્વરૂપની શક્તિનું ભાન તે હીરાનો વેપાર છે તેમાં મુક્તિલક્ષ્મી ઝટ મળે છે અને આત્માને કર્મમળ ચોંટતો નથી. આત્માના ભાન વગર કદી મુક્તિ થતી નથી અને કર્મમળ ચોંટે છે. આત્માના અંતરમાંથી આત્માના ગુણને ગ્રહી શકાય છે માટે આત્મા ઉપાદાન છે. જેમાંથી ગુણનું ગ્રહણ થાય તે ઉપાદાન છે. ચિદાનંદ ભગવાન આત્મા પોતાની અનંતશક્તિથી દેહમાં બિરાજે છે. તેને ઓળખીને તેમાંથી મુક્તિનો માલ કાઢવાનો છે. આમાં ઉપાદાનનું સ્વરૂપ બતાવ્યું હવે નિમિત્તનું સ્વરૂપ બતાવે છે. હું નિમિત્ત પરયોગતે” એટલે જ્યારે આત્મા પોતાના સ્વરૂપની ઓળખાણ કરે ત્યારે જે સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર સંયોગ રૂપે હાજર હોય તેને નિમિત્ત કહેવાય છે. ઉપાદાન નિમિત્તનો આ બનાવ અનાદિનો છે. સિદ્ધદશામાં પણ આત્માની શક્તિ તે ઉપાદાન છે અને સ્થિતિમાં અધર્મદ્રવ્ય, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯ ઉપાદાન-નિમિત્ત સંવાદ પરિણમનમાં કાળ એ વગેરે નિમિત્ત છે. ઉપાદાન અને નિમિત્ત એ બન્ને ચીજો અનાદિની છે. કોઈ એમ કહે કે “ બધા થઈને એક આત્મા જ છે એમ કોઈ માને તથા અનંત આત્મા જુદા જુદા છે એમ કોઈ માને, પરંતુ બધાનું સાધ્ય તો એક જ છે ને? ” તો આ વાત તદ્દન ખોટી છે. જેણે એક જ આત્મા માન્યો તેણે ઉપાદાન-નિમિત્ત એ બે વસ્તુને ન માની, તેથી તે આજ્ઞાની છે. અને જેણે “અનંત આત્મા દરેક જુદા જુદા છે, હું સ્વાધીન આત્મા છું” એમ માન્યું તેણે વસ્તુનું સાચું સ્વરૂપ જાણ્યું છે. બધાનું સાધ્ય એક છે એ વાત ખોટી છે, અજ્ઞાની બન્નેના સાધ્ય જુદા જ છે. જ્યારે આત્મા પોતાની ઉપાદાનશક્તિથી ઊંધો પડે ત્યારે કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર વગેરે નિમિત્તરૂપ હોય છે અને જ્યારે પોતાની ઉપાદાનશક્તિથી સવળો પડે ત્યારે સાચાં દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્તરૂપ હોય છે, નિમિત્ત તો ૫૨ ચીજની હાજરી છે તે કાંઈ કરાવતું નથી. પોતાની શક્તિથી ઉપાદાન પોતે કાર્ય કરે છે. ઉપાદાન અને નિમિત્ત આ ચીજ અનાદિ છે પણ નિમિત્ત ઉપાદાનને કાંઈ આપતું કે લેતું નથી. નિમિત્તની દલીલ નિમિત્ત કહૈ મોકો સબૈ, જાનત હૈ જગ લોય; તેરો નાવ ન જાનહી, ઉપાદાન કો હોય. ૪ અર્થ:- નિમિત્ત કહે છે કે જગતના સર્વ લોકો મને જાણે છે; ઉપાદાન કોણ છે તેનું નામ પણ જાણતા નથી. ૪. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ આખા જગતના લોકો નિમિત્તનું નામ જાણે છે. વાડ હોય તો વેલો ચઢે. રોટલા વગેરેની સગવડતા હોય તો ધર્મ થાય, મનુષ્યદેહ હોય તો મુક્તિ થાય-આ રીતે નિમિત્તથી કાર્ય થાય એમ આખા સંસારના જીવો માને છે અને તેથી તેઓ નિમિત્તને ઓળખે છે. પરંતુ ઉપાદાનને કોઈ જાણતા નથી. બહારના નિમિત્તો સારાં હોય તો આત્મા સુખી થાય એમ આખી દુનિયા માને છે, પણ ઉપાદાનનું તો નામ પણ કોઈ જાણતું નથી માટે હું ઉપાદાન! તું મફ્તનો બડાઈ કરે છે! શું લંગડો લાકડી વગર ચાલી શકે? લાકડીનું નિમિત્ત જોઈએ જ-માટે નિમિત્તનું જ જોર છે-એમ નિમિત્ત દલીલ કરે છે, પરંતુ નિમિત્તની તે દલીલો ખોટી છે. લંગડો ચાલે છે તે પોતાની યોગ્યતાથી ચાલે છે. જો લાકડીને લીધે ચાલતો હોય તો મડદાં પણ લાકડીથી ચાલવા જોઈએ! પરંતુ મડદામાં ચાલવાની યોગ્યતા નથી તેથી તે ચાલતા નથી; માટે ઉપાદાનની શક્તિથી જ કાર્ય થાય છે. ૧૦ વળી નિમિત્ત કહે છે કે-જો તમે નિમિત્તનું જોર ન માનતા હો તો ભગવાનની પ્રતિમાને તમે શા માટે પગે લાગો છો? તે પણ નિમિત્ત છે કે નહિ? તથા મુક્તિ પામવા માટે મનુષ્ય શરીર તો જોઈએ ને? અને કાન સારા હોય તો સાંભળીને ધર્મ પામે ને? માટે બધે નિમિત્તનું જોર છે-આખી દુનિયાને પૂછો તો તે આમ જ કહેશે નિમિત્ત તરફની આ સર્વ દલીલો ખોટી છે એમ આ સંવાદથી સિદ્ધ થશે. નિમિત્તે જે કહ્યું તે બધું સંસારમાં રખડનારા જગતના અજ્ઞાનીઓ માની રહ્યા છે, તેમને ઉપાદાનની ઓળખાણ નથી. આ સંવાદમાં ઉપાદાન-નિમિત્તના સિદ્ધાંતની વાત છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧ ઉપાદાન-નિમિત્ત સંવાદ ઉપાદાન-નિમિત્ત બને અનાદિ અનંત છે, તે બન્નેનું યથાર્થ જ્ઞાન કરવા માટેનો આ ઉપદેશ છે. અનાદિથી જગતના અજ્ઞાની જીવો ઉપાદાન કોણ છે તે જાણતા નથી, તેઓ નિમિત્તને જ જાણે છે. નાનો છોકરો પણ કહે કે- માસ્તર હોય તો એકડો આવડે, પરંતુ માસ્તર ન હોય તો કોણ શીખવાડે? પણ જે એકડો શીખે છે તે એકડો શીખવાની પોતાની શક્તિથી શીખે છે, કાંઈ પાડાને એકડો આવડે નહિ. આખું જગત નિમિત્તને ઓળખે છે એટલે કે બાળકથી માંડીને માંધાતા અજ્ઞાની મુનિને પૂછે કે મુક્તિ કેમ થાય ? તો કોઈ કહેશે બહારની ક્રિયાથી અને કોઈ કહેશે પુણ્યથી મુક્તિ થાય પરંતુ તે કોઈ આત્માની મૂળ ઉપાદા નશક્તિને જાણતા નથી. અજ્ઞાનીઓને પોતાને પક્ષમાં રાખીને નિમિત્તે આ દલીલ મૂકી છે: હવે જ્ઞાનીઓને પોતાના પક્ષમાં રાખીને ઉપાદાન તેનો જવાબ આપે છે: ઉપાદાન કર્યું રે નિમિત્ત, તું કહા કરે ગુમાન; મોક જાનૈ જીવ વે જો હૈ સમ્યફવાન. ૫ અર્થ - ઉપાદાન કહે છે કે અરે નિમિત્ત! તું અભિમાન શા માટે કરે છે? જે જીવ સમ્યજ્ઞાની હોય તે મને જાણે છે. આત્માનો સ્વભાવ સમજનારા જ્ઞાનીઓને પોતાના પક્ષમાં રાખીને ઉપાદાન કહે છે કે હું નિમિત્ત! તું ગૂમાન કેમ કરે છે? તારું ગૂમાન મિથ્યા છે. જગતના અજ્ઞાનીનાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨ મૂળમાં ભૂલ ટોળાં તને જાણે તેમાં તારી શું કિંમત? પણ મને બધા જ્ઞાનીઓ જાણે છે. રાખ તો ઘેર ઘેર ચૂલામાં હોય તેથી કંઈ રાખ કિંમતી ગણાય નહિ અને હીરાના વેપારી થોડા હોય તેથી કાંઈ હીરાની કિંમત ઘટી જાય નહિ. તેમ જગતના ઘણા જીવો પરથી કામ થાય એમ માને તેથી કાંઈ પરથી કાર્ય થઈ જાય નહિ. ઉપાદાન સ્વભાવની વાત તો જ્ઞાનીઓ જ જાણે, અજ્ઞાનીઓને તેના પત્તા ન ખાય. નિમિત્તથી કાર્ય થાય નહિ છતાં જ્યારે પોતે સમજે ત્યારે સાચા જ ગુરુનું નિમિત્ત હોય.. ગુરુથી જ્ઞાન નહિ અને ગુરુ વિના પણ જ્ઞાન નહિ. સાચા ગુરુ વિના ત્રણકાળમાં જ્ઞાન થાય જ નહિ અને ત્રણકાળમાં ગુરુ કોઈને જ્ઞાન આપે પણ નહિ. જ્યારે જીવ પોતાની શક્તિથી સાચી ઓળખાણ કરે ત્યારે સપુરુષની જ વાણીની હાજરી હોય. પરંતુ પુરુષની વાણીથી જીવ સમજતો નથી, જીવ પોતાથી ન સમજે તો વાણીને નિમિત્ત કહેવાય નહિ. પ્રશ્ન- નિમિત્ત વગર થાય નહિ અને નિમિત્તથી થાય નહિ-એમ બે વાત આપ કહો છો તે બેમાંથી કઈ વાત રાખવી? ઉત્તર- બન્ને રાખવી, એટલે કે નિમિત્ત હાજર હોય છે ખરું, અને નિમિત્તથી કાંઈ કાર્ય થતું નથી એમ બન્ને પડખાં સમજવો. જેમ બે આંખવાળો હોય તે બધું બરાબર જાણે, એક આંખ અંધ હોય તો બાડો, તે બરાબર જોઈ શકે નહિ, અને બન્ને આંખ અંધ હોય તો આંધળો, તે કાંઈ વસ્તુ જ ન જોઈ શકે. તેમ ઉપાદાન-નિમિત્ત બન્નેને જેમ છે તેમ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ જાણે તો બરાબર જાણનાર [ સમ્યજ્ઞાની ] છે નિમિત્ત નથી એમ માને અથવા તો નિમિત્તથી કાર્ય થાય એમ માને તો (દષ્ટાંતના બાડાની જેમ) તેના જ્ઞાનમાં ભૂલ છે. અને નિમિત્ત-ઉપાદાન કાંઈ છે જ નહિ એમ બન્નેને ન જાણે તે અંધની જેમ જ્ઞાન વગરનો છે. પ્રથમ બે આંખ વડે બધું બરાબર જાણીને પછી ખાસ પદાર્થ તરફની એકાગ્રતા ખાતર બીજા પદાર્થ તરફ આંખ મીંચેતે બરાબર છે, તેમ પહેલાં ઉપાદાન નિમિત્તને બરાબર જાણીને પછી ઉપાદાનસ્વરૂપમાં એકાગ્રતા કરવા માટે નિમિત્તનું લક્ષ છોડી દેવું તે બરાબર છે. પણ પ્રથમ ઉપાદાન-નિમિત્ત બધું જેમ છે તેમ જાણવું જોઈએ. - જ્યારે આત્માના સ્વભાવનું ભાન કરે ત્યારે નિમિત્ત હોય છે એમ જ્ઞાન કરવા માટે બને છે, પણ આદરવા માટે બન્ને નથી, આદરવા માટે ઉપાદાન છે નિમિત્ત હેય છે ઉપાદાનની શક્તિથી કાર્ય થાય છે. જેઓ સમ્યજ્ઞાની છે એટલે કે આત્માના ઓળખનારા છે તેઓ જ ઉપાદાનની શક્તિ જાણે છે. નિમિત્ત કહે છે કેકહૈ જીવ સબ જગતકે, જો નિમિત્ત સોઈ હોય; ઉપાદાનકી બાતકો, પૂછે નાહીં કોય. ૬ અર્થ- જગતના સર્વ જીવ કહે છે કે જેવું નિમિત્ત હોય તેવું કાર્ય થાય, ઉપાદાનની વાતનું તો કોઈ કાંઈ પૂછતું નથી. ૬. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ નિમિત્ત પોતાનું બળવાનપણું બતાવવા દલીલ કરે છે કેજો અનુકૂળ સારું નિમિત્ત હોય તો કામ થાય, રોટલા વગેરે મળે તો જીવન ૨હે, મનુષ્યદેહ મળે તો મુક્તિ થાય, કાળ સારો હોય તો ધર્મ થાય-આમ આખી દુનિયા કહે છે, પરંતુ મનુષ્ય શરીર વગર મુક્તિ થાય એમ કોણ કહે છે? માટે જુઓ! શ૨ી૨ના નિમિત્તથી જ કામ થાય છે ને? વળી જો નિમિત્તથી તમે કાંઈ ન માનતા હો, તો ભગવાનની પ્રતિમાને કેમ માનો છો? માટે નિમિત્તનું જ જોર છે! ૧૪ નિમિત્તની દલીલ બરાબર નથી. જૈનો ભગવાનની પ્રતિમાના કારણે કે તે તરફના રાગના કારણે ધર્મ માનતા નથી. પ્રતિમાજી તરફનો શુભરાગ તે અશુભ રાગથી બચવા માટે છે. જૈન એટલે સમ્યગ્દષ્ટિ જીવ કદી પણ રાગથી કે પરથી ધર્મ માનતા નથી, જૈન તો આત્માના સ્વભાવથી ધર્મ માને છે. સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વભાવના ભાન પછી જ્યારે તદ્દન શુદ્ધ સ્વભાવના અનુભવમાં ઠરી ન શકે ત્યારે અશુભરાગ છોડીને શુભરાગ તેમને આવે છે અને તે રાગમાં સામે વીતરાગ પ્રતિમા નિમિત્તરૂપ હોય છે; પોતે અશુભ ભાવથી બચે છે તેટલો પોતાને લાભ છે; પરંતુ પ્રતિમાથી કે જે રાગ રહ્યો તેનાથી આત્માને લાભ માને તો મિથ્યાદષ્ટિ છે. સમ્યગ્દષ્ટિને શુભરાગ આવે ત્યાં વચ્ચે પ્રતિમા નિમિત્તરૂપ આવે, આમ ન જાણે તોય મિથ્યાદષ્ટિ છે. આમા નિમિત્તનું જ્ઞાન કરવાનું આવ્યું પણ નિમિત્તથી કાંઈ કાર્ય થાય-એમ આવ્યું નહિં. આત્મસ્વરૂપની ઓળખાણ પછી જ્યાં સુધી સ્વરૂપની પૂરી ભક્તિ ન થાય અર્થાત્ વીતરાગતા ન થાય ત્યાં સુધી વચ્ચે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૧૫ શુભરાગ આવ્યા વગર રહે નહિ, અને શુભરાગના નિમિત્તો પણ આવે જ, પરંતુ રાગથી કે નિમિત્તથી જૈન સમકિતી ધર્મ માનતા નથી, રાગથી કે નિમિત્તથી જે ધર્મ માને તે મિથ્યાદષ્ટિ છે. નિમિત્ત કહે છે કે ભલે રાગથી કે નિમિત્તથી સમકિતી ધર્મ નથી માનતા, પરંતુ સામે જો સોય પડી હશે તો સોયનું જ્ઞાન થશે કે કાતરનું? સામે માણસનું ચિત્ર જોઈને માણસનું જ્ઞાન થશે કે બીજું? માટે સામે જેવું નિમિત્ત હોય તેવું જ જ્ઞાન થાય એટલે કે નિમિત્તથી જ જ્ઞાન થાય છે-માટે નિમિત્તનું જોર છે. આવી નિમિત્તની દલીલ છે. નિમિત્તની પડ લાંબી છે. અજ્ઞાનીઓ નિમિત્તથી જ થાય એમ માનનારા છે. ઉપાદાનને જાણનારા જ્ઞાનીઓ કહે છે કે-નિમિત્તથી જ્ઞાન થતું જ નથી, પણ ઉપાદાનની શક્તિથી જ થાય છે. જ્ઞાન તો પોતાની સ્મૃતિથી થાય છે, સોય દેખવાથી જ્ઞાનની સ્મૃતિ થઈ નથી. સોય જોવાનું કામ જ્ઞાને કર્યું કે સોયે ? જ્ઞાનથી જ જાણવાનું કાર્ય થયું છે. જો સોયથી જ્ઞાન થતું હોય તો આંધળા પાસે સોય મૂકતાં તેને તે સંબંધી જ્ઞાન થવું જોઈએ, પરંતુ તેમ થતું નથી, કેમ કે આંધળામાં જ શક્તિ નથી. સોય તો જડ છે, જડમાંથી જ્ઞાન આવે નહિ. અજ્ઞાનીની દૃષ્ટિ ૫૨-નિમિત્ત ઉપર પડી હોવાથી તે સ્વાધીન જ્ઞાનને જાણતો નથી, તેથી તે પરના કારણે જ્ઞાન થયું–એમ માને છે. ઉપાદાન સ્વરૂપની વાત પણ જગતના અજ્ઞાનીઓ પૂછતા નથી; “ચોખા અગ્નિ વગર પાર્ક? ન જ પાકે. માટે ચોખા અગ્નિથી પાકયા કે ચોખાથી ?” અગ્નિથી ચોખા પાકયા એમ આંધળી દષ્ટિએ દેખાય 66 Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ મૂળમાં ભૂલ તેવું છે પરંતુ દેખતી દષ્ટિએ તો ચોખા ચોખાથી જ પાકયા છે, પાકરૂપ અવસ્થા ચોખામાં જ થઈ છે અગ્નિમાં નથી થઈ. ચોખામાં જ સ્વતઃ પાકવાની શક્તિ છે તેથી તે પાકયા છે. અગ્નિ કે પાણીથી તે પાકયા નથી. તેવી જ રીતે રોટલી પોતાથી પાકી છે અગ્નિ કે તાવડીથી પાકી નથી. નિમિત્ત દલીલ મૂકે છે કે - હે ઉપાદાન! રોટલી પોતાથી પાકી છે, અથિી રોટલી પાકી નથી-એમ જગતમાં કોણ કહે છે? તું આખા સંસારને પૂછી જો “ઘઉંના પરમાણુઓની પાકી અવસ્થા થવાની હતી ત્યારે તાવડી અને અગ્નિની હાજરી હતી પણ તેનાથી રોટલી થઈ નથી” આવી તારી લાંબી લાંબી વાત જગતમાં કોણ કરે છે? સીધી અને ટૂંકી વાત છે કે અગ્નિથી રોટલી પાકી, એમાં પૂછવું છે શું? માટે ઉપાદાનની શક્તિથી જ કાર્ય થાય છે એ વાત ખોટી છે. હવે ઉપાદાન જવાબ આપે છે:ઉપાદાન બિન નિમિત્ત તું કર ન સકે ઈક કાજ; કહું ભયો જગ ના લખે, જાનત હૈ જિનરાજ. ૭ અર્થ- ઉપાદાન કહે છે, અરે નિમિત્ત! એક પણ કાર્ય ઉપાદાન વિના થઈ શકતું નથી, જગત ન જાણે તેથી શું થયું? જિનરાજ તે જાણે છે. ૭. ઉપાદાન શ્રીજિનરાજને પોતાના પક્ષમાં રાખીને વાત કરે છે. અરે નિમિત્ત! તું રહેવા દે. જગતના દરેક પદાર્થનાં કાર્ય પોતાની શક્તિથી જ થઈ રહ્યાં છે. કોઈ પર તેને શક્તિ આપતું નથી. જો જીવ આવું સ્વરૂપ સમજે તો પોતાના ભાવ તરફ જોવાનો તેને અવકાશ રહે, અને પોતાના ભાવમાં દોષ ટાળીને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૧૭ ગુણ કરે. પરંતુ કર્મો મને હેરાન કરે અને સદ્ગુરુ મને તારે – એમ જો નિમિત્તથી કાર્ય થતું માને તો તેમાં ક્યાંય પોતે તો આવ્યો જ નહિ, પોતાના સામે જોવાનો અવકાશ જ તેમાં ન રહ્યો. અને પરાધીન દષ્ટિ જ રહી. રોટલી અગ્નિથી પાકી નથી પણ પોતામાં જ ત્રેવડ છે તેથી તે પાકી છે, અગ્નિ અને તાવડી હોય છતાં કાંઈ રેતી પાકે નહિ, કેમકે તેનામાં તેવી શક્તિ થી પાકી પર્યાય થઈ તે રોટલીની થઈ છે કે તાવડીની ? રોટલી પોતે તે પર્યાયરૂપે થઈ છે. માટે રોટલી સ્વયં પાકી છે. જો શિષ્યના જ ઉપાદાનમાં સમજવાની ત્રેવડ ન હોય તો ગુરુ શું કરે? શ્રીગુરુ લાખ પ્રકારે વાત કરે પરંતુ શિષ્યને પોતાની ત્રેવડ વગર સમજાય નહિ, એટલે ઉપાદાન વગર એક પણ કાર્ય થાય નહિ. નિમિત્તે કહ્યું હતું કે જગતના પ્રાણીઓ ઉપાદાનની વાત પણ જાણતા નથી; ઉપાદાન કહે છે કે – જગતના અંધ પ્રાણીઓ ઉપાદાનનું સ્વરૂપ ન જાણે તેથી શું? પરંતુ ત્રિલોકનાથ તીર્થકર મને જાણે છે. જગતના ઘણા આંધળાઓ તને માને તેમાં તારું શું વળ્યું? મારે તો એક ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ બસ છે. હજારો ગાડરડાં હોય પણ એક સિંહ તેની સામે બસ છે જ્યાં સિંહ આવે ત્યાં બધાયા ગાડરડાં પૂછડાં લઈને ભાગી જાય તેમ “નિમિત્તથી કામ થાય” એવો અભિપ્રાય જગતના અનંત જીવોને છે પરંતુ તે બધા અજ્ઞાની છે તેથી તેમનો અભિપ્રાય સાચો નથી, અને “ઉપાદાનની શક્તિથી જ સર્વ કાર્ય થાય” એમ માનનાર થોડા જ જીવો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ મૂળમાં ભૂલ છે તોપણ તેઓ જ્ઞાની છે, તેમનો અભિપ્રાય સાચો છે સત્યને સંખ્યા સાથે સંબંધ નથી. છપ્પનિયાના દુષ્કાળ વખતે ઢોરમાં ઊભા રહેવાની પણ શક્તિ રહી ન હતી, તેને સાંગડાં નાખીને ઊભા કરે તોપણ પાછા પડી જાય. જ્યાં ભૂખ્યા ઢોરમાં પોતામાં જ ઉભા રહેવાની શક્તિ ન હોય સીંગડાં વડે તેને કેમ ઊભા રાખી શકાય? જો ઉપાદાનમાં જ શક્તિ હોય તો કાર્ય થાય છે પરંતુ જો ઉપાદાનમાં જ શક્તિ ના હોય, તો કોઈ નિમિત્ત વડે કાર્ય થઈ શકતાં નથી. આત્માના સ્વભાવથી જ આત્માનાં બધાં કામ થાય છે. પુણ્ય-પાપના પરિણામ પોતાના કરવાથી થાય છે. પોતે જેવા પરિણામ કરે તેવા થાય છે. બીજા જીવોના આશીર્વાદ મળી જાય તો પુણ્ય થાય અને પુણ્યનો સમુદ્ર ફાટીને આત્માની મુક્તિ થાયએ વાત ખોટી છે. આત્માનું કાર્ય પરાધીન નથી. ભગવાનની સાક્ષાત હાજરી પણ તેને તારવા સમર્થ નથી, અને માથું કાપનાર દુશ્મન પણ તને ડુબાડવા સમર્થ નથી. “દરેક પદાર્થ ભિન્ન છે, હું જુદો આત્મા અને તું જુદો આત્મા, હું તને કાંઈ કરી શકું નહિ, તારા ભાવે તું સમજતો તારું કલ્યાણ થાય એમ ભગવાન તો સ્વતંત્રતા જાહેર કરીને ઉપાદાન ઉપર જવાબદારી નાખે છે. ઉપાદાનની જાગૃતિ વગર કદી પણ કલ્યાણ થતું નથી. નિમિત્ત કહે છે:દેવ જિનેશ્વર ગુરુ યતી, અરુ જિન આગમ સાર; ઈહું નિમિત્તત્તે જીવ સબ, પાવત હૈ ભવપાર. ૮ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૧૯ અર્થ:- નિમિત્ત કહે છે કે જિનેશ્વરદેવ, નિગ્રંથગુરુ અને વીતરાગનાં આગમ ઉત્કૃષ્ટ છે; એ નિમિત્તો વડે સર્વે જીવ ભવનો પાર પામે છે. ૮. જિનેશ્વરદેવ શ્રી સર્વજ્ઞ ભગવાનને માન્યા વગર કદી આત્માની મુક્તિ ન થાય; કાંઈ કુદેવાદિને માનવાથી મુક્તિ થાય નહિ, માટે પહેલાં જિનેશ્વરદેવને ઓળખવા જોઈએ. આ રીતે પહેલાં નિમિત્તની જરૂર તો આવી ને? નિમિત્તની જરૂર આવે છે માટે પચાસ ટકા મા૨ી મદદથી કાર્ય થાય છે-આમ નિમિત્તની દલીલ છે. અહીં, જીવ જ્યારે પોતાનું કલ્યાણ કરે ત્યારે નિમિત્ત તરીકે શ્રી જિનેશ્વરદેવ જ હોય, તે સિવાય કુદેવાદિ તો નિમિત્ત તરીકે ન જ હોય-એટલું ખરું છે, પરંતુ શ્રી જિનેશ્વરદેવ આત્માનું કલ્યાણ કરી દે અગર તો પચાસ ટકા મદદ કરે એ વાત ખરી નથી. , સાચા દેવ, નિગ્રંથગુરુ અને ત્રિલોકનાથ પરમાત્માના મુખથી નીકળેલ ધ્વનિ તે આગમસાર-એ ત્રણ નિમિત્તો વગર મુક્તિ ન થાય. અહીં ‘ આગમસાર ' કહ્યું છે, એટલે આગમના નામે બીજા અનેક પુસ્તકો હોય તેની વાત નથી પણ સર્વજ્ઞની વાણીથી પરંપરા આવેલ સત્શાસ્ત્રોની વાત છે; બીજા કોઈ કુદેવકુગુરુ કે કુશાસ્ત્ર તો સતનું નિમિત્ત પણ થઈ શકે નહિ, સત્ દેવાદિ જ સતનું નિમિત્ત હોય. આટલી વાત તો સાચી છે; તેને જ વળગીને નિમિત્ત કહે છે કે ભાઈ, ઉપાદાન! બહુ ન ફાટીએ, એકાંત પોતાનું જ ન તાણીએ, કાંઈક નિમિત્તનું પણ રાખીએ ! એટલે કે નિમિત્તની પણ મદદ છે એમ કહેવા માગે છે. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ નિમિત્તની દલીલનો એક અંશ એટલો સાચો છે કેઆત્મકલ્યાણમાં સાચા જ દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્તરૂપે હાજર હોય, એની હાજરી વગર ત્રણ કાળમાં કોઈ મુક્તિ પામે નહિ. બધા માર્ગો સરખા જ છે-એમ માનનાર તો ત્રણ કાળ ત્રણ લોકમાં સમ્યગ્દર્શન પામે નહિ, ઉલટો મિથ્યાત્વના મહાપાપની પુષ્ટિ કરે; એટલે સર્વજ્ઞ વીતરાગ દેવ; સાધક સંતમુનિ, અને સર્વજ્ઞની વાણી જ નિમિત્ત હોય એટલું તો સાચું, પરંતુ તેનાથી આત્માનું કલ્યાણ થાય નહિ, તે કોઈ આત્મતિમાં મદદ કરે નહિ. કલ્યાણ તો આત્મા પોતે પોતાથી સમજે તો જ થાય. ૨૦ સમજવાની શક્તિ તો બધા આત્મામાં ત્રિકાળ છે જ્યારે તે શક્તિની સંભાળ કરીને આત્મા સમજે ત્યારે નિમિત્તરૂપે ૫૨વસ્તુ સાચા દેવ વગેરે જ હોય. કુદેવાદિને માનતો હોય અને સાચું સમજે એમ ન જ બને. આ વાતને આગળ કરીને નિમિત્ત એમ કહે છે કે પહેલાં મારી જ જરૂર છે, મારાથી જ કલ્યાણ થાય છે. ઉપાદાન તેની એ દલીલ તોડી નાંખે છેઃ યહ નિમિત્ત ઈહ જીવકો, મિલ્યો અનંતી બા૨; ઉપાદાન પલટયો નહિ, તો ભટકયો સંસાર. ૯ અર્થ:- ઉપાદાન કહે છે કે એ નિમિત્તો આ જીવને અનંતી વાર મળ્યાં, પણ ઉપાદાન-જીવ પોતે પલટયો નહિં તેથી તે સંસારમાં ભટકયો. ૯. જો દેવ-ગુરુ-શાસ્ત્રનું નિમિત્ત આત્માનું કલ્યાણ કરી દેતા હોય તો, આ જીવ સાક્ષાત્ ત્રણલોકના નાથ પાસે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧ ઉપાદાન-નિમિત્ત સંવાદ અનંતવાર ગયો, છતાં સમજ્યા વગર ધોયેલ મૂળા જેવો પાછો આવ્યો. ઉપાદાન પોતાની શક્તિથી સમજ્યો નહિ. ભગવાન કંઈક અપૂર્વ સ્વરૂપ કહે છે–એમ પરમાર્થ સમજવાની દરકાર ન કરી અને વ્યવહારની પોતે માની રાખેલી વાત આવતાં એમ માની લે છે કે-હું આમ જ કહેતો હતો, તે જ ભગવાને કહ્યું છે–એમ પોતાના ગજથી ભગવાનનું માપ કરી ઊલટું પક્કડને દઢ કરે છે. નિમિત્ત તો સર્વોત્કૃષ્ટ છે, છતાં ઉપાદાન ન પલટે તો સમજાય નહિ. અનંતવાર સાચા મણિરત્નોની સામગ્રી વડે સાક્ષાત તીર્થકરની પૂજા કરી પણ નિમિત્તના અવલંબન રહિત પોતાનું સ્વાધીન સ્વરૂપ ન સમજ્યો તેથી ધર્મ ન થયો, ત્યાં તીર્થકર શું કરે ? વળી સાચા જ્ઞાની ગુરુ અને સશાસ્ત્રો પણ અનંતવાર મળ્યાં, પણ પોતે અંતરથી સ્વભાવને સમજીને પોતાની દશા પલટાવી નહિ તેથી જીવ સંસારમાં જ ભટકયો. નિમિત્તે કહ્યું હતું કે–દેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્તને પામીને જીવ ભવપાર પામે છે. તેની વિરુદ્ધમાં ઉપાદાને કહ્યું કે ઉપાદાન જીવ પોતે ધર્મ ન સમજ્યો તો સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર મળવા છતાં તે સંસારમાં રખડે છે. જો જીવ પોતે સત સમજે તો દેવગુરુ-શાસ્ત્રને સમજવાનું નિમિત્ત કહેવાય, પણ જો જીવ સમજે જ નહિ તો નિમિત્ત પણ કેમ કહેવાય? ઉપાદાન જો પોતે કાર્યરૂપે થાય તો સામી ચીજને નિમિત્ત કહેવાય, પણ ઉપાદાન પોતે કાર્યરૂપ થાય જ નહિ તો નિમિત્ત પણ કહેવાય નહિ. પૈથીએપંથીએ તેલ નાંખીને સુંદર માથું કર્યું એમ કયારે કહેવાય? કે જો માથામાં વાળની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨ મૂળમાં ભૂલ પંથીઓ હોય તોપણ જો માથે વાળ ન જ હોય તો ઉપમા કોને ? તેમ સામી ચીજને “નિમિત્ત” એવી ઉપમા કયારે અપાય કે જો ઉપાદાન પોતે જાગૃત થઈને સમજે તો સામાને નિમિત્તની ઉપમા અપાય, પરંતુ ઉપાદાન જ ન હોય તો નિમિત્તે શેનું કહેવાય? માટે કાર્ય તો ઉપાદાનને જ આધીન થાય છે. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્ત વગર તો કદી પણ સત્ય ન જ સમજાય, પરંતુ તેથી પોતાની સમજવાની તૈયારી થાય ત્યારે કોઈ દેવ-ગુરુ-શાસ્ત્રને શોધવા જવું પડે એવું ઉપાદાન પરાધીન નથી. પોતાની તૈયારી હોય ત્યાં નિમિત્તનો જોગ જરૂર હોય જ એવો નિયમ છે. ધર્મક્ષેત્ર મહાવિદેહમાં વીસ મહા ધર્મધૂરંધર તીર્થકરો અનાદિ હોય જ છે. મહાવિદેહમાં તીર્થકરો ન હોય તેમ કદી ન બને, જો પોતાની તૈયારી હોય તો ગમે ત્યાં સત્ નિમિત્તનો જોગ બને જ. અને જો પોતાની તૈયારી ન હોય તો સત નિમિત્તનો જોગ બને છતાં પણ પોતાને સતનો લાભ ન થાય. અહીં આ સંવાદમાં નિમિત્તે તરફની દલીલ કરનાર જીવ એવો લીધો છે કે તે ડાહ્યો છે, સમજવા ખાતર દલીલ કરે છે. તે છેવટે ઉપાદાનની બધી સાચી વાત કબૂલ કરશે. તે એવો હઠાગ્રહી નથી કે પોતાનું જ ખેંચ્યા કરે. સત્ય-અસત્યનો નિર્ણય કરીને સત્યને તુરત જ સ્વીકાર કરે એવા જ જીવની અહીં વાત છે. દેહાદિની ક્રિયાથી મુક્તિ થાય કે પુણ્યથી ધર્મ થાય એવા પોતાની ઊંધી માન્યતાના ખીચડા જીવે રાખ્યા, તો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૨૩ તો ભગવાન પાસે જઈને તેમનો ઉપદેશ સાંભળવા છતાં પણ ધર્મનો કિંચિત લાભ જીવને ન થયો. ભગવાન તો કહે છે–દેહની ક્રિયા આત્મા કરી જ શકતો નથી અને પુણ્ય તે વિકાર છે તેનાથી આત્મધર્મ નથી-આવી વાત તેને બેઠી નહિ. જો પોતે સમજે તો લાભ થાય અને ત્યારે ભગવાન વગેરેને નિમિત્ત કહેવાય; સાચા નિમિત્ત વગર જ્ઞાન ન થાય. પરંતુ સાચા નિમિત્ત હોવા છતાં પોતે ન સમજે તો પણ જ્ઞાન થાય નહિ એટલે નિમિત્તથી જ્ઞાન થાય નહિ. તો પછી નિમિત્તે શું કર્યું? એ તો માત્ર હાજરીરૂપે જુદું લટકી રહ્યું. સામાન્ય રીતે માણસો પણ ઘણી વાર કહે છે કે “મેં તો એને ઘણું કહ્યું પણ એને મીંઢ થઈ ગયો ” એટલે કે મારા કહેવાની તેના ઉ૫૨ જરાય અસ૨ ન થઈ. પરંતુ ભાઈ રે! તે માને તોપણ તેના ભાવે માને છે અને ન માને તોપણ તેના ભાવે તેમ કરે છે, કોઈની અસર બીજા ઉ૫૨ થતી જ નથી. નિમિત્ત અને ઉપાદાન બન્ને સ્વતંત્ર પદાર્થો છે. જીવને સમજવાનાં નિમિત્તો અનંતવાર મળ્યા છતાં પોતાની ઉપાદાન શક્તિથી પોતે સમજ્યો નહિ. તેથી તે સંસારમાં રખડયો, માટે નિમિત્તની કાંઈ અસર ઉપાદાન ઉપર નથી. X ઉપાદાનઃ- નિમિત્તનો સંવાદ વંચાય છે, નવ દોહાનું વ્યાખ્યાન થઈ ગયું છે. ઉપાદાન એટલે શું ? જે પોતાના સ્વભાવથી કામ કરે તે ઉપાદાન છે અને તે કામ વખતે સાથે બીજી ચીજ હાજર હોય તે નિમિત્ત છે. ઉપાદાન અને નિમિત્ત એ બન્નેનો જેમ છે તેમ નિર્ણય કરવો તે પણ એક ધર્મ X × Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૨૪ છે. ધર્મ બીજા પણ છે, એટલે કે સાચા નિર્ણય પૂર્વક રાગ-દ્વેષ ટાળીને સ્થિરતા કરવી તે બીજો ચારિત્રધર્મ છે. આત્મવસ્તુનાં અનંત ધર્મો છે. ધર્મ એટલે સ્વભાવ આત્માનો જે ભાવ સંસારના વિકાર ભાવથી બચાવીને અવિકારી સ્વભાવમાં ધારી રાખે તે આત્માનો ધર્મ છે તેથી સ્વભાવને સમજવો તે જ પહેલો ધર્મ છે. જે જીવ સ્વભાવને ન સમજે તેને જન્મ-મરણના નાશનો અને મુક્તિદશા પ્રગટવાનો લાભ ન મળે. જે સ્વાધીન સ્વભાવને નથી સમજ્યા એવા અજ્ઞાનીઓ બીજી ચીજ હોય તો આત્માનું કલ્યાણ થાય એમ માને છે, તેઓનો નિર્ણય જ ઊંધો છે, તેમને આત્મકલ્યાણના સાચા ઉપાયની ખબર નથી. જ્યારે આત્મકલ્યાણની ભાવનાવાળો જીવ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન દ્વારા આત્માનો નિર્ણય કરે ત્યારે સત્ દેવ-ગુરુશાસ્ત્રની નિમિત્તરૂપ હાજરી હોય છે, પણ તે કોઈ દેવ-ગુરુ-શાસ્ત્ર આત્માની સમજણ કરાવી દેતા નથી. પોતે પોતાના જ્ઞાનથી સાચું સમજે તો સમજાય. જ્ઞાન વગર છ છ માસના ઉપવાસ કર્યા છતાં સાચી સમજણ ન કરી તેથી આત્મકલ્યાણ થયું નહિ. પ્રશ્ન:- આ બધી ઝીણી વાત અમારે શું કામની ? ઉત્તર:- આ આત્માની વાત છે. આત્માનું કલ્યાણ કરવું હોય તો કલ્યાણ ક્યાં થાય છે અને કઈ રીતે થાય છે તે ઓળખવું જોઈએ. પોતાનું કલ્યાણ પોતાના જ સ્વભાવની શક્તિથી થાય છે, પરથી થતું નથી. જો પોતાનો સ્વભાવ સમજે તો સાચી શ્રદ્ધાનો લાભ થાય અને ખોટી શ્રદ્ધાનું મહા નુકશાન ટળે-આ જ પ્રથમ કલ્યાણ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫ ઉપાદાન-નિમિત્ત સંવાદ આત્માનો નિર્ણય સાચા દેવ-ગુરુ-શાસ્ત્રથી પ્રગટે. એમ જ્યારે નિમિત્તે કહ્યું ત્યારે ઉપાદાને તેનો ઉત્તર આપ્યો કે ભાઈ ! એ નિમિત્તો તો અનંતવાર જીવને મળ્યાં, પણ જાતે સ્વભાવનો મહિમા લાવી અસંગ આત્મતત્ત્વનો નિર્ણય ન કર્યો તેથી સંસારમાં રખડ્યો, માટે કોઈ નિમિત્ત આત્માને લાભ કરે નહિ. હે ભાઈ ! જો પર નિમિત્તથી આત્માનો ધર્મ થાય-એવી પરદ્રવ્યાશ્રિત દષ્ટિ કરીશ તો પરદ્રવ્યો તો અનંત-અપાર છે, તેની દષ્ટિમાં ક્યાંય અંત નહિ આવે અર્થાત અનંત પર પદાર્થની દષ્ટિથી છૂટીને સ્વ સ્વભાવને જોવાના ટાણાં કદી નહિ આવે પણ હું પરદ્રવ્યોથી ભિન્ન છું, મારામાં પરનો પ્રવેશ નથી, મારું કલ્યાણ મારામાં જ છે–એવી સ્વાધીન દ્રવ્યની દષ્ટિ કરતાં અનંત પરદ્રવ્યો ઉપરની દષ્ટિ છૂટી જાય છે અને સ્વભાવ દૃષ્ટિની દઢતા થાય છે અને સ્વભાવ તરફથી દઢતા એ જ કલ્યાણનું મૂળ છે. પરચીજ ત્રણકાળ-ત્રણલોકમાં આત્માને લાભ-નુકશાન કરવા સમર્થ નથી. પોતાના ભાવમાં પોતે ઊંધો પડે તો રખડે અને સવળો પડે તો મુક્ત થાય. પ્રશ્ન:- પૈસા, શરીર વગેરે જે અમારાં છે તે તો અમને લાભ કરે કે નહિ? ઉત્તર- મૂળ સિદ્ધાંતમાં જ ફેર છે, પૈસા વગેરે તમારાં છે જ નહિ. પૈસા અને શરીર તો જડ છે–અચેતન છે–પર છે. આત્મા તો ચેતન-જ્ઞાનસ્વરૂપ છે. જડ અને ચેતન એ બન્ને વસ્તુઓ ત્રિકાળ જુદી જ છે, કોઈ એક બીજાની છે જ નહિ. પૈસા વગેરે આત્માથી જુદા છે તે આત્માને મદદ કરે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬ મૂળમાં ભૂલ નહિ. પણ સાચું જ્ઞાન આત્માનું પોતાનું હોવાથી તે આત્માને મદદ કરે છે. પૈસા-શરીર વગેરે કોઈ ચીજ આત્માના ધર્મનું સાધન તો છે જ નહિ, પરંતુ તેનાથી આત્માને પુણ્ય-પાપ પણ થતાં નથી. પૈસા મારા” એવો જે મમત્વ ભાવ છે તે ભાવ અજ્ઞાન છેપાપ છે, અને તે મમતા ઘટાડે તો તે ભાવથી પુણ્ય છે; પૈસાને લીધે પાપ કે પુણ્ય નથી. પૈસા મારા અને હું તે રાખું એવો જે મમત્વરૂપ ભાવ તે મહાપાપ છે, જે ખરેખર મમતા ઘટાડે તો દાનાદિ શુભકાર્યમાં લક્ષ્મી ખરચવાનો ભાવ આવ્યા વગર રહે જ નહિ. અહીં તો નિમિત્ત-ઉપાદાનનું સ્વરૂપ સમજવાનો અધિકાર ચાલે છે. નિમિત્ત તરફથી દલીલ કરનાર જીવ શાસ્ત્રોનો જાણનાર છે, શાસ્ત્રોની કેટલીક વાતો તેણે જાણી છે તેથી તે વાતોને રજૂ કરીને તો તર્ક કરે છે. જેણે દાખલો લખ્યો હોય તેને વચ્ચે કાંઈક પૂછવાનું હોય અને તે પ્રશ્ન કરી શકે, પરંતુ જેણે સ્લેટ કોરી રાખી હોય અને કંઈ જ લખ્યું ન હોય તે શું પ્રશ્ન કરે? તેમ જેણે કાંઈક શાસ્ત્રાભ્યાસ કર્યો હોય અગર શ્રવણ કરીને કેટલીક વાત પકડી હોય તે દલીલ કરીને પ્રશ્ન પૂછે, પરંતુ જેણે કદી શાસ્ત્ર ઉઘાડ્યું ન હોય અને શું વાત ચાલે છે તેની પણ ખબર ન હોય તે શેના પ્રશ્નો પૂછે? અહીં શિષ્ય શાસ્ત્ર વાંચીને પ્રશ્ન કરે છે કે-હું ઉપાદાન ! આત્માનો ધર્મ પોતાના ઉપાદાનથી જ થાય છે, નિમિત્ત કંઈ કરતું નથી એમ તમે કહો છો, પરંતુ ભવ્ય જીવોને ક્ષાયિક સમ્યકત્વ થાય છે તે તો કેવળી-શ્રુત કેવળીની પાસે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૨૭ હોય તો જ થાય છે, એમ શાસ્ત્રોમાં કહ્યું છે, તો ત્યાં નિમિત્તનું જોર આવ્યું કે નહિ? આવી દલીલ નિમિત્ત કરે છેઃ કૈ કેવલી કૈ સાધુ કૈ, નિકટ ભવ્ય જો હોય; સો ક્ષાયક સમ્યક લહૈ, યહુ નિમિત્ત બલ જોય. ૧૦ અર્થ:- નિમિત્ત કહે છે કે-જો કેવળી ભગવાન અગર શ્રુતકેવળી મુનિ પાસે ભવ્ય જીવ હોય તો જ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટે છે, એ નિમિત્તનું બળ જુઓ ! ૧૦. [અહીં દલીલ કરતાં જ નિમિત્તની ભાષા લૂલી આવી છે. แ ભવ્ય જીવ હોય તો ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટે છે” એમાં ભવ્ય જીવ કહેતાં જ લાયકાત તે જીવની પોતાની જ છે તેથી જ ક્ષાયિક સમ્યક્ત્વ પામે છે–એમ દલીલના જ શબ્દમાં આવી જાય છે.] ક્ષાયિક સમ્યક્ત્વ એટલે આત્માની એવી સમ્યક્ પ્રતીતિ કે જે કેવળજ્ઞાન લીધે જ છૂટકો કરે. અર્થાત્ એવું આત્મભાન કે જે પાછું ન જ પડે, શ્રેણીક રાજા પહેલી નથી નીકળીને આવતી ચોવીસીના પહેલાં તીર્થંકર થવાના છે તેમને આવું ક્ષાયિક સમકિત છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિને આત્માની ખૂબ દૃઢ શ્રદ્ધા હોય છે. તે એવી દૃઢ હોય કે ત્રણલોક ફરી જાય કે ઇન્દ્ર તેને ડગાવવા ઊતરે તોપણ તેની શ્રદ્ધા ફરે નહિ; તેને અપ્રતિહત શ્રદ્ધા હોય છે. ચૌદ બ્રહ્માંડથી હલાવ્યો ન હાલે અને ત્રણલોક ખળભળી જાય તોપણ ભય સંદેહ ન પામે એવું નિશ્ચળ સમ્યક્ત્વ તે ક્ષાયિક સમકિત છે. નિમિત્તનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮ મૂળમાં ભૂલ વકીલ દલીલ કરે છે કે શ્રેણીક રાજા, ભરત ચક્રવર્તી એ વગેરેને કેવળી શ્રુતકેવળી પાસે જ ક્ષાયિક સમકિત થયું જુઓ નિમિત્તનું જોર ! શાસ્ત્રમાં લેખ છે કે તીર્થકર ભગવાન, કેવળી ભગવાન કે શ્રુતકેવળી (એટલે વીતરાગ જિનશાસનના અંતરના શ્રુતજ્ઞાનમાં પૂરા એવા મુનિરાજ) બિરાજતા હોય તેના ચરણકમળમાં જ ક્ષાયિક સમ્યકત્વ થાય છે, તેમના અભાવમાં થતું નથી. માટે નિમિત્તનું જ જોર છે. બીજા નિમિત્ત હોય તો ક્ષાયિક સમકિત ન થાય. હું ઉપાદાન! જો તારી જ શક્તિથી કામ થતું હોય તો તીર્થકર આદિ ન હોય ત્યાં ક્ષાયિક સમ્યકત્વ કેમ થતું નથી ? નિમિત્ત નથી માટે થતું નથી, એટલે નિમિત્તનું જ જોર-એવી નિમિત્ત તરફની દલીલ છે. તે દલીલ કઈ રીતે ખોટી છે તે હવે પછીના દોહામાં આવશે. તીર્થંકર-કેવળી કે શ્રુતકેવળીની હાજરીમાં જ જીવને ક્ષાયિક સમકિત થાય છે એટલી નિમિત્તની વાત બરાબર છે, તે તો શાસ્ત્ર આધારથી વાત મૂકી છે, અદ્ધરથી ગોટો વાળ્યો નથી. પરંતુ ક્ષાયિક સમકિત નિમિત્તના જોરથી થયું છે કે ઉપાદાનના જોરથી, તે સમજવામાં નિમિત્ત-પક્ષની શું ભૂલ છે તે હુવે કહેવાશે. ' ઉપશમ સમકિત કે ક્ષયોપશમ સમકિત તો ગુરુ વગેરે નિમિત્તની સાક્ષાત્ હાજરી ન હોય તો પણ થઈ શકે છે. પ્રથમ એકવાર સત્ નિમિત્ત પાસેથી પોતે લાયક થઈને શ્રવણ કર્યું હોય. પરંતુ તે ટાણે સમકિત ન પામ્યો હોય તોપણ પાછળથી સત્ નિમિત્ત સમીપ ન હોવા છતાં જીવ પોતે અંતરથી જાગૃત થઈ ઉપશમ-ક્ષયોપશમ સમકિત પામી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૨૯ શકે છે. પરંતુ ક્ષાયિક સમકિત તો નિમિત્તની હાજરીમાં જ થાય છે. સાક્ષાત્ તીર્થંકરની સભા હોય, અને તત્ત્વોના ગંભીર ન્યાયની એકધારી ધોધવાણી છૂટતી હોય, તે સાંભળતાં જીવને સ્વભાવનો પરમ મહિમા થાય કે અહાહા! આવો પરિપૂર્ણ જ્ઞાયકસ્વરૂપી ભગવાન હું! એક વિકલ્પનો અંશ પણ મારું સ્વરૂપ નહિ. હું સ્વતંત્ર સ્વાધીન પરિપૂર્ણ છું–આમ અંતરથી નિજ આત્મસ્વભાવની અપ્રતિત પ્રતીતિ જાગૃત થતાં જીવને ક્ષાયિક સમ્યકત્વ થાય છે, ત્યાં તીર્થકર કેવળી કે શ્રુતકેવળી નિમિત્ત છે. તેથી નિમિત્ત એમ કહે છે કે આત્માને શાયિક સમ્યકત્વમાં નિમિત્ત મદદગાર જોઈએ જ, એ મારું બળ છે. તેનો ઉત્તર ઉપાદાન કહે છે: કેવલિ અરુ મુનિરાજ કે, પાસ રહેં બહુ લોય; પૈ જાકો સુલટયો ધની, લાયક તાકો હોય. ૧૧ અર્થ:- ઉપાદાન કહે છે-કેવળી અને શ્રુતકેવળી મુનિરાજ પાસે ઘણા લોકો રહે છે, પણ જેનો ઘણી (આત્મા) સવળો થાય તેને જ ક્ષાયિક સમ્યકત્વ થાય છે. ઉપાદાન નિમિત્તને કહે છે કે અરે! સાંભળ, સાંભળ, કેવળી ભગવાન અને તે ભવે મોક્ષ જનારા શ્રુતકેવળી મુનિરાજ પાસે તો ઘણા લોકો રહે છે, ઘણા જીવો સાક્ષાત્ તીર્થંકર પાસે જઈ આવ્યા, પરંતુ તે બધાને ક્ષાયિક સમકિત થયું નહિ. જેનો આત્મા પોતે સવળો પડ્યો તે પોતાની શક્તિથી ક્ષાયિક સમકિત પામ્યો, અને જેનો આત્મા પોતે સવળો ન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૩૦ પડયો તે ક્ષાયિક સમકિત પામ્યા નહિ, માટે ઉપાદાનથી જ ક્ષાયિક સમકિત થાય છે, નિમિત્તથી થતું નથી. જે જીવ ધર્મ સમજે છે તે પોતાના પુરુષાર્થથી સમજે છે. ત્રણલોકના નાથ તીર્થંકર ભગવાન જેમની કૂખે આવ્યા તે માતા અને પિતા મોક્ષ પામે જ એવો નિયમ છે, પરંતુ તેઓ તેમના સ્વતંત્ર પુરુષાર્થથી મોક્ષ પામે છે, કુળના કારણે કે તીર્થંકર ભગવાનના કારણે તેઓ મોક્ષ પામતાં નથી. તીર્થંકરની સભામાં તો ઘણા જીવો ઘણીવાર જઈ આવ્યા પરંતુ પોતે ન સમજ્યા તે ધોયેલા મૂળા જેવા પાછા ફરે છે, એક પણ યથાર્થ વાત અંતરમાં બેસાડી નહિ અને જેવો ગયો હતો તેવો કોરો ને કોરો અજ્ઞાનપણે પાછો ફર્યો. કોઈ જીવો તો ઊલટા ઊંધા પડી કહે કે-શું આ કહે છે તે એક જ માર્ગ હશે ? જગતના બધાય માર્ગો ખોટા ? ભગવાનની સભામાં ઉપશમ-ક્ષયોપશમ સમકિતી જીવો હોય છે તેઓ પણ જો દઢ પુરુષાર્થ વડે ક્ષાયિક સમકિત પોતે કરે તો જ થાય છે; અને ઘણાને પોતે નથી કરતા તેથી, નથી પણ થતું માટે નિમિત્તનું બળ છે જ નહિ. જો નિમિત્તનું કાંઈ પણ જોર હોય તો ભગવાન પાસે જે ગયા તે બધાય જીવોને ક્ષાયિક સમકિત કેમ ન થયું? સમવસરણમાં ભગવાન પાસે જે જીવ જાય તે બધા સમજી જ જાય એમ નથી, પણ જેનો ધણી (આત્મા) સમજીને સવળો થાય તેને આત્માની એવી પ્રતીતિ પ્રગટે કે જે પાછી ન જ ફરે. અહો! ૫૨મ મહિમાવંત પરિપૂર્ણ આત્મસ્વભાવ! આ સ્વભાવનું અવલોકન કરતાં કરતાં જ કેવળજ્ઞાન થાય છેઆવી દૃઢ પ્રતીતિ જે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૩૧ જીવ સવળો થઈને સમજે તેને જ થાય છે, પણ ભગવાનની વાણી સાંભળવા છતાં જે સવળો પડતો નથી તે જીવને સમકિત થતું નથી, માટે નિમિત્તનું જોર નથી. જેના પોતાના પગમાં જોર નથી એવા ઢોર સાંગડાથી ઊભા રહી શકે નહિ, તેમ પોતાના આત્માના બળ વગર–સાચી સમજણ વગર સાક્ષાત ભગવાન પાસે જઈને પણ અંતરમાં ઘરનો સ્વચ્છેદ ઘાલ્યો તેથી સાચું જ્ઞાન ન થયું. માટે ભગવાનની સમીપે જવાથી ક્ષાયિક સમકિત થતું નથી, પરંતુ ઉપાદાનની જાગૃતિથી જ થાય છે. હવે નિમિત્ત બીજી રીતે દલીલ મૂકે છે - હિંસાદિક પાપન કિયે, જીવ નર્કમેં જાહિ; જો નિમિત્ત નહિ કામકો, તો ઈમ કાહે કહાહિં. ૧૨ અર્થ:- નિમિત્ત કહે છે-જે હિંસાદિક પાપ કરે તે નરકમાં જાય છે, જો નિમિત્ત કામનું ન હોય તો એમ શા માટે કહ્યું? ૧૨. પરજીવની હિંસા, જૂઠ, પરિગ્રહ, ચોરી અને અબ્રહ્મચર્ય વગેરે પાપથી જીવ નરકમાં જાય છે. એ બધામાં નિમિત્તનું જ જોર છે. હિંસામાં પરજીવનું નિમિત્ત, જૂઠામાં ભાષાનું નિમિત્ત, પરિગ્રહમાં પરવસ્તુનું નિમિત્ત, ચોરીમાં પણ પૈસા વગેરેનું નિમિત્ત અને અબ્રહ્મચર્યમાં શરીરનું નિમિત્ત-એ બધાં નિમિત્તની જરૂર પડે છે કે નહિ? માટે નિમિત્ત જ નરકમાં લઈ જાય છે. પર વસ્તુના નિમિત્તથી જ હિંસાદિ પાપો થાય છે, કાંઈ એકલા આત્માથી હિંસા, ચોરી વગેરે થતાં નથી; માટે જો નિમિત્તનું જોર ન હોય તો આ હિંસાદિ કરનાર નરકમાં જાય છે એ કેમ બને? પરવસ્તુ જ તેમને નરકનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર મૂળમાં ભૂલ કારણ થાય છે, માટે નિમિત્તનું બળ આવ્યું કે નહિ? આવી દલીલ નિમિત્તે કરી. હવે ઉપાદાન તેનું સમાધાન કરે છે - હિંસામેં ઉપયોગ જહું રહું બ્રહ્મકે રાચ; તેઈ નર્કમેં જાત હૈ, મુનિ નહિ જાહિં કદાચ. ૧૩ અર્થ- હિંસાદિમાં જેનો ઉપયોગ (ચૈતન્યના પરિણામ) હોય અને જે આત્મા તેમાં રાચી રહે તે જ નરકમાં જાય છે, ભાવ-મુનિ કદાપિ નરકમાં જતા નથી. ૧૩. પરજીવની હિંસા અને જડનો પરિગ્રહ એ વગેરેમાં જીવને જો મમત્વરૂપ અશુભભાવ થાય છે તો જ તે નરકમાં જાય છે. કોઈ પરવસ્તુના કારણે કે પર જીવ મર્યા તે કારણે કોઈ જીવ નરકમાં જતાં નથી, પરંતુ જે જીવોનો ઉપયોગ અશુભ પરિણામોમાં લીન થઈ રહ્યો છે તે નરકમાં જાય છે. પર જીવ મરે કે રાજપાટના અનેક સંયોગ હોય તેથી જીવ નરકમાં જતો નથી, પણ મેં રાજ કર્યું. પર જીવને માર્યો, પૈસા મારાં એ વગેરે મમત્વપરિણામથી જ જીવ નરકમાં જાય છે. ભાવમુનિ કદી પણ નરકમાં જતા નથી. કોઈવાર મુનિના પગ નીચે જીવ આવી જવાથી કદાચ કોઈ જીવ મરી જાય તોપણ સાચા મુનિ કદી નરકમાં જતાં નથી, કેમ કે તેમને ઊંધા ભાવ-હિંસક પરિણામ નથી. ઊંધા ભાવવાળો નરકમાં જાય છે, પણ કાંઈ નિમિત્તવાળા નરકમાં જાય-એમ નથી. પ્રશ્ન:- આપે કહ્યું કે નિમિત્તવાળા નરકમાં જતાં નથી, તો અમારે ઘણા પૈસા વગેરે પરિગ્રહ રાખવામાં વાંધો નથી ને? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩ ઉપાદાન-નિમિત્ત સંવાદ ઉત્તર- નિમિત્ત દોષનું કારણ નથી પરંતુ પોતાનો મમત્વભાવ તો જરૂર દોષનું કારણ છે. પૈસા રાખવાનો ભાવ થયો તે કાંઈ મમતા વગર થતો હશે? મમતા તે જ પાપભાવ છે. ઘણા પૈસાથી કે પરજીવના મરવાથી આત્મા નરકમાં જતો નથી, પરંતુ પરજીવને મારવાનો હિંસકભાવ અને ઘણા પૈસા રાખવાનો તીવ્ર મમત્વભાવ છે તેથી જ જીવ નરકમાં જાય છે. કોઈને એક રૂપિયાની જ મૂડી હોય પણ મમત્વભાવ ઘણો હોય તો તે નરકે જાય અને બીજા પાસે કરોડો રૂપિયાની મૂડી હોય છતાં મમત્વભાવ થોડો હોય તો તે નરકે જાય નહિ, એટલે નિમિત્તના સંયોગ ઉપર આધાર ન રહ્યો, પણ ઉપાદાનના ભાવ ઉપર આધાર રહ્યો. ગૃહસ્થ જો હિંસાદિ તીવ્ર પાપ કષાય ન કરે તો નરકમાં ન જાય અને અજ્ઞાની ત્યાગી પણ જો તીવ્ર કલુષિત પરિણામ કરે તો તે નરકમાં જાય. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ધર્મામા ચક્રવર્તીરાજમાં હોય અને લડાઈમાં હજારો મનુષ્યોના સંહાર વચ્ચે ઊભા હોય, પોતે પણ બાણ છોડતા હોય-છતાં અંતરમાં ભાન છે કે આ મારું સ્વરૂપ નથી. હું પર જીવનું કાંઈ કરવા સમર્થ નથી, મારી અસ્થિરતાના કારણે મને રાગની વૃત્તિ આવી જાય છે તે પણ મારું સ્વરૂપ નથી, આવું ભાન છે તો તે નરક જતા નથી, માટે પરજીવની હિંસા તે નરકનું કારણ નથી પણ અંતરના અશુભભાવ તે જ નરકનું કારણ છે. નિમિત્તે બારમા દોહામાં નિમિત્તથી પાપ થાય છે” Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ મૂળમાં ભૂલ એવી દલીલ કરી હતી, હવે “નિમિત્તથી પુણ્ય થાય અને જીવ સુખી થાય છે' એમ દલીલ કરે છે - દયા દાન પૂજા કિયે, જીવ સુખી જગ હોય; જો નિમિત્ત જૂઠો કહો, યહ કયોં માને લોય. ૧૪ અર્થ:- નિમિત્ત કહે છે કે-દયા, દાન, પૂજા કરે તો જીવ જગતમાં સુખી થાય છે. જો તમે કહો છો તેમ નિમિત્ત જાડું હોય તો લોકો તેને કેમ માને? ૧૪. પરજીવની દયા, લક્ષ્મી વગેરેનું દાન અને ભગવાનની પૂજાદિથી જીવને પુણ્ય બંધાય છે. એ રીતે દયામાં પરજીવનું નિમિત્ત, દાનમાં લક્ષ્મીનું નિમિત્ત અને પૂજામાં ભગવાનનું નિમિત્ત છે અને એ પરનિમિત્તથી જીવ પુણ્ય બાંધીને જગતમાં સુખી થાય છે, તમે કહો છો કે ઉપાદાન સ્વતંત્ર છે અને પુણ્યથી કે પરવસ્તુથી સુખ નથી, પરંતુ આ તો પ્રત્યક્ષ છે કે દયા વગેરેથી પુણ્ય કરે તો સારી સામગ્રી મળે અને જગતમાં જીવ સુખી થાય; જો નિમિત્તથી સુખ ન મળતું હોય તો આમ કેમ બને? આવી નિમિત્તના પક્ષની દલીલ છે. આમાં ત્રણ પ્રકારે નિમિત્તનો પક્ષ આવ્યો. (૧) પર નિમિત્તથી પુણ્ય થાય. (૨) પુણ્ય કરવાથી બાહ્ય વસ્તુ મળી અને (૩) બાહ્ય વસ્તુ મળવાથી જીવને સુખ મળે છે. આમ આખું જગત પુણ્યના સંયોગોમાં પોતાને સુખી માને છે, માટે નિમિત્તનું જ બળ છે! * “આખું જગત” કહેતાંજગતના બધા અજ્ઞાની જીવો એમ સાજવું જ્ઞાનીઓ જગતથી પાર છે. તેઓ પોતાના સ્વભાવમાં છે. “આખું જગત’ કહેતાં અહીં તેમનો સમાવેશ થતો નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩પ ઉપાદાન-નિમિત્ત સંવાદ ઉપાદાન પક્ષ નિમિત્તપક્ષની અત્યાર સુધીની બધી દલીલો તોડી પાડે છે, તેમ આ દલીલને પણ તોડી નાખે છે દયા દાન પૂજા ભલી, જગત માંહિ સુખકાર; જહું અનુભવકો આચરન, તહું યહ બંધ વિચાર. ૧૫ અર્થ- ઉપાદાન કહે છે-દયા, દાન, પૂજાના શુભભાવ જગતમાં બાહ્ય સગવડ આપે, પણ અનુભવના આચરણનો વિચાર કરતાં એ બધા (શુભભાવ) બંધ છે, [ ધર્મ નથી.] પરજીવની દયામાં રાગ ઘટાડે, દાનમાં તૃષ્ણા ઘટાડે અને પૂજા ભક્તિમાં શુભરાગ કરીને જે પુણ્ય બંધાય છે તે જગતમાં સંસારના વિકારી સુખનું કારણ છે–ખરેખર તો તે દુઃખ જ છે. સાચા સુખનું સ્વરૂપ જાણનારા સમ્યજ્ઞાનીઓ તે પુણ્ય અને તેના ફળને સુખ માનતા નથી. તે પુણ્યભાવ રહિત પોતાના શુદ્ધ પવિત્ર આત્માનો અનુભવ તે જ સાચું સુખ છે, પુણ્યભાવથી તો આત્માને બંધન થાય છે, માટે તે દુઃખ જ છે, અને તેનું ફળ દુઃખનું જ નિમિત્ત છે. પુણ્ય તો આત્માના ગુણને રોકે છે અને જડનો સંયોગ આપે છે, તેમાં આત્માના ગુણનો લાભ થતો નથી. જો સાચી સમજણ વડે આત્માને ઓળખીને તેનો અનુભવ કરે તો પરમ સુખ અને સાચો લાભ થાય. આમાં પુણ્ય અને નિમિત્ત [ પુણ્યનું ફળ] એ બન્નેથી સુખ થાય એ વાત ઉડાડી દીધી. પુણ્ય પણ દુ:ખદાયક જ છે અને પુણ્યના ફળ તરીકે બાહ્યમાં ધૂળધમાહાનો સંયોગ-જેને અજ્ઞાની જીવો સુખ કહે છે તે-મળે, પરંતુ તે જડમાં આત્માનો લાભ કે સુખ કિંચિત્ નથી જ. નિમિત્તે કહ્યું હતું કે પુણ્યથી જીવ સુખી થાય છે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ મૂળમાં ભૂલ અહીં ઉપાદાન કહે છે કે-કોઈ પણ જાતના પુણ્ય પરિણામ થાય તે આત્માને બાંધે છે, આત્મા અવિકારી ધર્મને રોકે છે આથી અશુભથી બચવા શુભભાવ ન કરવા-એમ ન સમજવું. પરંતુ તે પુણ્ય પરિણામ આત્માના ધર્મને-સુખને મદદગાર નથી–એમ સમજવું. આત્માની ઓળખાણ કરે તો જ ધર્મ થાય, પરંતુ ઘણા પુણ્ય કરે તો તે આત્મના ધર્મને નિમિત્તરૂપે નીવડે-એમ કદી છે જ નહિ. ઉપાદાન સ્વરૂપ આત્માનું જ બળ છે, નિમિત્તનું બળ નથી. જુઓ તો ખરા! આ બાયડી-છોકારાવાળા ગૃહસ્થ સં. ૧૭૫૦ માં બનાવ્યું છે. ઉપાદાન-નિમિત્તના સ્વરૂપને કેટલું સ્પષ્ટ કર્યું છે! બધાય પડખાથી દલીલો કરી છે. જેમ કોઈને કોઈ સાથે વાંધો પડયો હોય તો તેની વિરુદ્ધ દલીલો કરી દાવો કરે, ત્યાં ન ફાવે એટલે મોટી કોર્ટમાં જાય અને ત્યાં પણ ન ફાવે એટલે કાઉન્સીલમાં અપીલ કરે એ રીતે જેટલા બને તેટલા પ્રયત્નો કરે, તેમ અહીં નિમિત્ત પણ નવી નવી અનેક દલીલો કરે છે. ફેરવી ફેરવીને જેટલી બને તેટલી બધી દલીલ કરે-પરંતુ તેની એક દલીલ ઉપાદાન સામે ટકી શકતી નથી, ઉપાદાનની તો એક જ વાત છે કે-આત્મા પોતાના ઉપાદાનથી સ્વતંત્ર છે, આત્માની સાચી શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા તે જ કલ્યાણનો ઉપાય છે, બીજો કોઈ પણ ઉપાય નથી, છેવટ નિમિત્ત અને ઉપાદાન બન્નેની દલીલોને બરાબર જાણીને, યથાર્થ નિર્ણય દ્વારા સમ્યજ્ઞાનરૂપી ન્યાયાધીશ ચૂકાદો આપશે, તેમાં ઉપાદાનની જીત અને નિમિત્તની હાર થશે. અત્યાર સુધીમાં ઉપાદાન સામે પોતાનું બળવાનપણું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ સિદ્ધ કરવા નિમિત્તે અનેક પ્રકારની દલીલો કરી અને ઉપાદાને ન્યાયના બળથી તેની બધી દલીલો તોડી નાખી; હવે નિમિત્ત નવા પ્રકારની દલીલ રજૂ કરે છે. યહ તો બાત પ્રસિદ્ધ હૈ, શોચ દેખ ઉરમાંહિ; નરદેહી કે નિમિત્ત વિન, જિય કયો મુક્તિ ન જાહિં. ૧૬ અર્થ:- નિમિત્ત કહે છે – એ વાત તો પ્રસિદ્ધ છે કે નર દેહના નિમિત્ત વગર જીવ મુક્તિ પામતો નથી, માટે હે ઉપાદાન ! તું આ બાબત અંતરમાં વિચાર કરી જો. ૧૬. નિમિત્ત બીજી બધી વાત તો ઠીક પણ મુક્તિમાં નરદેહનું નિમિત્ત છે કે નહિ? મનુષ્ય શરીર વળાવિયો તો છે ને? એ વળાવિયો તો જોઈએ જ. ઉપાદાન - એકલાને વળાવિયો કોણ? નાગાબાવાને વળાવિયાનું શું કામ છે? નાગાને કોણ લૂંટનાર છે? એ નાગાબાવાને વળાવિયા ન હોય તેમ આત્મા સમસ્ત પરદ્રવ્યના પરિગ્રહથી રહિત એકલો સ્વાધીન છે. મોક્ષમાર્ગમાં તેને કોઈ લૂંટનાર નથી. આત્મા પોતાની શક્તિથી પરિપૂર્ણ છે, તેને કોઈ અન્ય વળાવિયાની જરૂર નથી. મનુષ્ય શરીર જડ છે તે મુક્તિનું વળાવિયું નથી. મનુષ્યપણામાં જ મુક્તિ થાય છે, અન્ય ત્રણ ગતિ [દેવ, નરક ને તિર્યંચ ] માં મુક્તિ થતી નથી, તેથી મનુષ્યદેહુ જ આત્માની મુક્તિ કરાવી દે છે-એવા પ્રકારે-નિમિત્ત દલીલ કરે છેઆખી દુનિયાના મત લ્યો તો પ્રસિદ્ધપણે એવા વધારે મત મળશે કે-મનુષ્યદેહ વિના મુક્તિ ન થાય માટે મનુષ્યદેહથી જ મુક્તિ થાય છે; આ વાત તો જગપ્રસિદ્ધ છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 3८ મૂળમાં ભૂલ હે ઉપાદાન! તેને તું તારા અંતરમાં વિચારી જો. શું કાંઈ દેવ કે નરકાદિ ભવમાં મુક્તિ થાય ? ન જ થાય, માટે મનુષ્ય શરીર જ મુક્તિમાં કંઈક મદદ કરનારું છે. ભાઈ ! આત્માને મુક્ત થવામાં કોઈક ચીજની મદદની તો જરૂર પડે જ પડે. સો હળવાળાને પણ એક હળવાળાની કોઈક વાર જરૂર પડે; માટે આત્માને મુક્તિ માટે તો ચોક્કસ આ માનવદેહની મદદ જોઈએ. નિમિત્ત બિચારો પોતાનું બધું જોર ભેગું કરીને દલીલ કરે છે પરંતુ ઉપાદાનનો એક નનૈયો તે બધાને હણી નાખે છે. ઉપાદાન કહે છે કે: દેહ પીંજરા જીવકો, રોકે શિવપુર જાત; ઉપાદાનકી શક્તિસો, મુક્તિ પ્રેત રે ભ્રાત. ૧૭ અર્થ:- ઉપાદાન નિમિત્તને કહે છે કે અરે ભાઈ! દેહનું પિંજરું તો જીવને શિવપુર (મોક્ષ) જતાં રોકે છે; પણ ઉપાદાનની શક્તિથી મોક્ષ થાય છે. ૧૭. નોંધઃ- દેહનું પિંજરું જીવને મોક્ષ જતાં રોકે છે એમ અહીં કહ્યું છે તે વ્યવહારકથન છે, જીવ શરીર ઉપર લક્ષ કરી રાપણાની પક્કડ કરી પોતે વિકારમાં રોકાય છે ત્યારે શરીરનું પિંજરું જીવને રોકે છે એમ ઉપચારથી કહેવાય છે. હે નિમિત્ત! મનુષ્યદેહ જીવને મોક્ષ માટે મદદ કરે એમ તું કહે છે, પણ ભાઈ ! દેહ, ઉપરનું લક્ષ તો ઊલટું જીવને મોક્ષ જતાં અટકાવે છે; કેમકે શરીરના લક્ષે તો રાગ જ થાય છે અને રાગ જીવની મુક્તિ અટકાવે છે, એટલે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૩૯ દેહરૂપી પિંજરું તો જીવને શિવપુર જતા રોકનારું નિમિત્ત છે. જ્ઞાની સાતમા-છઠ્ઠી ગુણસ્થાને આત્માનુભવમાં ઝૂલતા હોય ત્યાં છઠ્ઠા ગુણસ્થાને સંયમના હેતુથી શરીરના નિભાવ ખાતર આહારની શુભ-લાગણી ઊઠે તે પણ મુનિના કેવળજ્ઞાન અને મોક્ષને રોકે છે, માટે હું નિમિત્ત! શરીર આત્માને મુક્તિ કરવામાં મદદ કરે એ તારી વાત તદ્દન ખોટી છે. વળી મનુષ્ય શરીર આ કાંઈ પહેલવહેલું નથી મળ્યું આવાં શરીરો તો અનંતવાર મળ્યાં છે-છતાં જીવ મુક્તિ કેમ ન પામ્યો? પોતે પોતાના સ્વાધીન આનંદ સ્વરૂપને જાણ્યું નહિ તથા સર્વજ્ઞ ભગવંત જેમ કહે છે તેમ સમજ્યો નહિ અને પરાશ્રયમાં જ અટકી ગયો તેથી જ મુક્તિ થઈ નથી. કેવળજ્ઞાન અને મુક્તિ તે આત્માના સ્વાશ્રય ભાવથી ઉપજેલી અવસ્થા છે, શરીરના કોઈ હાડકામાંથી કે ઇન્દ્રિયોમાં તે ઉપજતા નથી. - જ્ઞાની અને અજ્ઞાનીને મૂળ દષ્ટિમાં જ ફેર છે. અજ્ઞાનીની દષ્ટિ પોતાના આત્મસ્વભાવ ઉપર નથી એટલે તે સ્વાધીનશક્તિને (ઉપાદાનને ) જાણતો નથી એટલે તે પરાશ્રિત દષ્ટિને લીધે સંયોગમાં બધે નિમિત્તને જ ભાળે છે અને તેની જ શક્તિ તે માને છે. જ્ઞાનીની દૃષ્ટિ પોતાના આત્મસ્વભાવ ઉપર છે, તેને ઉપાદાનની સ્વાધીનશક્તિની ખબર છે, તેથી તે જાણે છે કે જ્યાં પોતાનું સ્વભાવ સાધન હોય ત્યાં નિમિત્ત અનુકૂળ હોય જ; પરંતુ નિમિત્ત ઉપર જ્ઞાનીની દષ્ટિ નથી, જોર નથી. જો મનુષ્યદેહ ધર્મનું કારણ હોત તો મનુષ્યદેહ તો અનંતવાર મળ્યો ત્યારે જીવ ધર્મ પામી ગયો હોત! પરંતુ ધર્મ તો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦ મૂળમાં ભૂલ જીવ પૂર્વે પામ્યો નથી. કેમકે જો પૂર્વે ધર્મ પામ્યો હોત તો અત્યારે આવો સંસાર ન હોય માટે મનુષ્ય શરીર જીવને ધર્મ પામવામાં કિંચિત્ પણ મદદગાર નથી. પ્રશ્ન- આપણે તો ધર્મ કરવો છે તેમાં આટલું બધું સમજવાનું શું કામ છે? આ સમજીને શું કરવું? ઉત્તર- ભાઈ ! સ્વ કોણ ને પર કોણ તેના નિર્ણય વગર ધર્મ ક્યાં કરીશ! ઉપાદાન અને નિમિત્ત બન્ને સ્વતંત્ર ભિન્ન ભિન્ન વસ્તુઓ છે એમ સમજીને, પરવસ્તુ આત્માને લાભનુકશાનનું કારણ છે એવી મિથ્યા માન્યતા કાઢી નાખવી જોઈએ. આત્મા જ પોતે પોતાને લાભ-નુકશાન કરે છે એવી સ્વાધીન દષ્ટિ થતાં અસંયોગી આત્મસ્વભાવની સાચી ઓળખાણ થાય છે તે જ ધર્મ છે અને તે જ આત્મકલ્યાણ છે. આ વાત સમજ્યા વગર જીવ ગમે તેમ કરે તો પણ તેનું કલ્યાણ થાય નહિ. હવે, “નિમિત્તના અભાવે જીવનો મોક્ષ અટકયો છે” એવી દલીલ નિમિત્ત કરે છે: ઉપાદાન સબ જીવ પૈ, રોકન હારો કૌન; જાતે કયોં નહિ મુક્તિ મેં, બિન નિમિત્ત કે હોન. ૧૮ અર્થ- નિમિત્ત કહે છે-ઉપાદાન તો બધા જીવોને છે તો પછી તેને રોકનારો કોણ છે? મુક્તિમાં કેમ જતા નથી? નિમિત્ત નથી મળતું તેથી તેમ થાય છે. ૧૮. નિમિત્ત કહે છે-“હે ઉપાદાન! જો ઉપાદાનની શક્તિથી જ બધા કામ થાય છે તો ઉપાદાન તો બધા જ જીવોમાં છે. બધા જીવોમાં સિદ્ધશક્તિ પડી છે તો તે બધા જીવો કેમ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૪૧ મુક્તિમાં નથી જતા? મુક્તિમાં જતાં કોણ તેને રોકે છે? જીવોને સારું નિમિત્ત નથી મળતું તેથી તેઓ મુક્તિમાં જતા નથી. મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમકુળ પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા, સારું ક્ષેત્ર, નીરોગી શરીર અને સાક્ષાત ભગવાનની હાજરી એ બધાય નિમિત્તો સારાં મળે તો જીવને ધર્મ થાય. આંખોથી ભગવાનના દર્શન અને શાસ્ત્રનું વાંચન થઈ શકે છે માટે આંખ ધર્મમાં મદદગાર થઈને? અને કાન છે તો ઉપદેશ સંભળાય છે ને! જો કાન ન હોય તો શું ઉપદેશ સંભળાય? માટે કાન પણ મદદગાર થયા આ રીતે ઇન્દ્રિય વગેરેની સામગ્રી સારી હોય તો જીવની મુક્તિ થાય. એકેન્દ્રિય જીવને પણ ઉપાદાન તો છે તો પછી તે કેમ મુક્તિ પામતા નથી? તેને ઇન્દ્રિય વગેરે સામગ્રી સારી નથી માટે તે મુક્તિ પામી શકતા નથી, તેથી નિમિત્તનું જ જોર છે.” જુઓ! નિમિત્તની દલીલ! ! ! એકલી સંયોગ તરફની જ વાત લીધી છે, ક્યાંય પણ આત્માનું તો કાર્ય લીધું જ નથી. પરંતુ હવે ઉપાદાન તેનો જવાબ વાળતાં એકલા આત્મા તરફથી વાત લેશે. બધુંય ભલે હો પણ જો આત્મા પોતે ન જાગે તો તેની મુક્તિ થતી નથી-એ મતલબે ઉપાદાન હવે ઉત્તર આપે છે: ઉપાદાન સુ અનાદિકો, ઉલટ રહ્યો જગમાંહિ; સુલટત હી સૂધે ચર્લે, સિદ્ધલોક કો જાહિં. ૧૯ અર્થ:- ઉપાદાન કહે છે-જગતમાં ઉપાદાન અનાદિથી ઊલટું થઈ રહ્યું છે, સુલટું થતાં સાચું જ્ઞાન અને ચારિત્ર થાય છે અને તેથી તે સિદ્ધલોકમાં જાય છે-મોક્ષ પામે છે. ૧૯. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨ મૂળમાં ભૂલ ' અરે નિમિત્ત! ઉપાદાન તો બધા આત્મામાં અનાદિથી છે એ ખરું, પરંતુ તે ઉપાદાન પોતાના ઊંધા ભાવે સંસારમાં અટકયું છે, કોઈ નિમિત્તે તેને રોકયું નથી. નિગોદદશામાં જીવ ધર્મ પામી શકતો નથી ત્યાં પણ તે પોતાના જ ઊંધા ભાવને કારણે જ્ઞાનશક્તિ હારી ગયો છે; “ઇન્દ્રિયો નથી માટે જ્ઞાન નથી' –એમ નથી પરંતુ “પોતામાં જ જ્ઞાનશક્તિ હણાઈ ગઈ છે માટે નિમિત્ત પણ નથી” આમ ઉપાદાન તરફથી લેવાનું છે. સારા કાન અને સારી આંખ મળે તેથી શું? કાને ઉપદેશ પડવા છતાં જો ઉપાદાન ન જાગે તો તે ધર્મ સમજે નહિ; તેમ જ સારી આંખ હોય અને શાસ્ત્રોના શબ્દો વંચાય પરંતુ જો ઉપાદાન પોતાની જ્ઞાનશક્તિથી ન સમજે તો તેને ધર્મ થાય નહિ. આંખથી અને શાસ્ત્રથી જો ધર્મ થતો હોય તો મોટી આંખોવાળા પાડા પાસે પોથાં મૂકી ને? સારાં નિમિત્ત હોવા છતાં તે કેમ નથી સમજતો ? ઉપાદાનમાં જ શક્તિ નથી તેથી તે સમજતો નથી; કર્મ વગેરે કોઈનું જોર આત્મા ઉપર છે જ નહિ. ઉપાદાન અનાદિથી હોવા છતાં આત્મા પોતે અભાન દશામાં પોતાના ઊંધા પુરુષાર્થથી અટકયો છે, જ્યારે આત્મભાના કરી સવળો થાય ત્યારે તે મુક્તિ પામે છે. નિમિત્તના અભાવે મુક્તિનો અભાવ નથી, પરંતુ ઉપાદાનની જાગૃતિના અભાવે મુક્તિનો અભાવ છે. નિમિત્ત કહે છે કે એક કામમાં ઘણાની જરૂર પડે છે, ઉપાદાન કહે છે કે ભલે બધું હોય પણ જો એક ઉપાદાન ન હોય તો કોઈ પણ કાર્ય થાય નહિ. નિમિત્ત- એકલા લોટથી શું રોટલી થઈ જાય? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૪૩ ચકલો, વેલણ, તાવડી, અગ્નિ, વણનાર એ બધાય હોય તો રોટલી થાય, પરંતુ તેમની મદદ ન હોય તો એકલો લોટ પડયો પડયો તેની રોટલી થઈ જાય ખરી? ન જ થાય માટે નિમિત્તની મદદ છે. ઉપાદાનઃ- ચકલો, વેલણ, તાવડી, અગ્નિ અને વણનાર એ બધાય હાજર હોય પરંતુ જો લોટને બદલે રેતી હોય તો રોટલી થાય ખરી કે? ન જ થાય. કેમકે તે ઉપાદાનમાં તે જાતની શક્તિ નથી. એક માત્ર લોટ ન હોય તો રોટલી બનતી નથી અને લોટમાં રોટલીપણે થવાની જે સમયે લાયકાતરૂપે ઉપાદાન શક્તિ હોય છે તે સમયે તેને અનુકૂળ નિમિત્તો હાજર હોય જ-પરંતુ રોટલી તો સ્વયં લોટમાંથી જ થાય છે. કાર્ય તો એકલા ઉપાદાનથી જ થાય છે. આત્મામાં એકલા પુરુષાર્થથી જ કાર્ય થાય છે. મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા, નીરોગી શરીર અને સાક્ષાત્ ભગવાનની હાજરી-એ કોઈથી લાભ થતો નથી, એ બધાં નિમિત્તો તો જીવને અનંતીવાર મળ્યાં છતાં ઉપાદાન પોતે સૂલટયું નહિ, તેથી જરાય લાભ થયો નહિ. પોતે જો સવળો પુરુષાર્થ કરે તો આત્માની ૫૨માત્મદશા પોતે જ પોતામાંથી પ્રગટ કરે છે-તેમાં તેને કોઈ નિમિત્તો મદદરૂપ થઈ શકતાં નથી, આમાં કેટલો પુરુષાર્થ આવ્યો? એક આત્મસ્વભાવ સિવાય જગતની સમસ્ત પરવસ્તુની દૃષ્ટિને પાંગળી બનાવી દીધી. મને મારા આત્મા સિવાય જગતની કોઈ ચીજથી લાભ કે નુકશાન નથી. કોઈ ચીજ મને રાગ કરાવતી નથી અને મારા સ્વભાવમાં રાગ છે નહિ–આવી શ્રદ્ધા થતાં જ, દૃષ્ટિમાં રાગ ન રહ્યો, તેમજ પરનો કે રાગનો આધાર ન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४ મૂળમાં ભૂલ રહ્યો, આધાર સ્વભાવનો રહ્યો; એટલે રાગ નિરાધાર લૂલો થઈ ગયો તે અલ્પકાળમાં ક્ષય થઈ વીતરાગતા થઈ જશે. આવો અપૂર્વ પુરુષાર્થ આ સાચી સમજણમાં આવે છે. કોઈ જીવને આંખ-કાન સારાં હોય છતાં અજ્ઞાનભાવે તીવ્ર રાગ-દ્વેષ કરી સાતમી નરકે જાય, ત્યાં આંખ-કાન શું કરે? અને શ્રી ગજસુકુમાર મુનિને આંખ-કાન બળી જાય છે છતાં અંતરથી ઉપાદાન ઊછળ્યું છે તેથી કેવળજ્ઞાન પામે છે. આમાં નિમિત્તે શું કર્યું? એક દ્રવ્ય બીજા દ્રવ્યની અવસ્થાને રોકે કે મદદ કરે એ વાત સત્યના જગતમાં (અનંત જ્ઞાનીઓના જ્ઞાનમાં અને વહુના સ્વભાવમાં) નથી; અસત્ય જગત (અનંત અજ્ઞાનીઓ) તેમ માને છે તેથી તે સંસારમાં દુઃખી થઈને રખડે છે. જીવ એકેન્દ્રિયપણામાંથી સીધો મનુષ્ય થઈ શકે છે, તે કઈ રીતે? એકેન્દ્રિયપણામાં તો સ્પર્શ ઇન્દ્રિય સિવાય કોઈ ઇન્દ્રિયો કે મનની સામગ્રી નથી છતાં આત્મામાં વીર્ય ગુણ છે તે વીર્ય ગુણના જોરે અંદર શુભભાવ કરે છે તેને લીધે તે મનુષ્ય થાય છે. કર્મનું જોર ઓછું થતાં શુભભાવ થયા એ વાત પણ ખોટી છે. પર વસ્તુથી કાંઈ પુણ્ય-પાપ થતાં જ નથી. જીવ પોતે જ મંદ ઊંધા વીર્ય વડે શુભભાવ કરે છે. ઉપાદાન પોતે સવળો પડીને સમજે તો પોતે મુક્તિ પામે છે. ઊંધો પડે ત્યારે પોતે જ રોકાય છે, કોઈ બીજું તેને રોકતું નથી. જ્યારે સ્વતંત્ર ઉપાદાન જાગૃત થાય ત્યારે નિમિત્ત અનુકૂળ જ હોય. સ્વભાવના ભાનપૂર્વક પૂર્ણતાનો પુરુષાર્થ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૪૫ કરતાં સાધક દશામાં રાગના કારણે ઊંચા પુણ્ય બંધાઈ જાય અને એ પુણ્યના ફળમાં બાહ્યમાં ધર્મની પૂર્ણતાના નિમિત્તો મળે, પરંતુ જાગૃત થયેલો સાધક જીવ તે પુણ્યના લક્ષમાં ન રોકાતા સ્વભાવમાં આગળ વધતો વધતો પુરુષાર્થની પૂર્ણતા કરીને મોક્ષ પામે છે. ઉપાદાન મોક્ષ પામે ત્યાં બાહ્ય નિમિત્તો તો એમ ને એમ પડ્યાં રહે છે, તે કાંઈ ઉપાદાન સાથે જતાં નથી આ રીતે પુરુષાર્થની પૂર્ણતા વડે મોક્ષ થાય છે. જીવ અનાદિથી ઊંધું સમજ્યો તે ખોટા દેવ-ગુરુ-શાસ્ત્રના કારણે નહિ પણ પોતાના અણસમજણરૂપ ભાવને લીધે જ ઊંધું સમજીને રખડ્યો છે તેમ જ જીવ સાચી સમજણ પોતે જ કરે છે, કાનથી-આંખથી કે દેવ-ગુરુ-શાત્રથી જીવને સાચી સમજણ થતી નથી. જો તે કાન વગેરેથી સમજણ થતી હોય તો જેને જેને તે નિમિત્તો મળે તે બધાને એક સાથે સમજણ થઈ જવી જોઈએપરંતુ એમ તો થતું નથી; માટે મોક્ષ અને સંસાર, જ્ઞાન અને અજ્ઞાન, કે સુખ અને દુઃખ એ બધું ઉપાદાનથી જ થાય છે. આ રીતે જીવને લાભ-નુકશાનમાં કોઈ પણ પરનું કિંચિત્ કારણ નથી. એમ સચોટપણે સિદ્ધ કરીને, “નિમિત્તનું કાંઈ પણ જોર છે' એવી મિથ્યા માન્યતારૂપ અજ્ઞાનને સોઈ ઝાટકીને કાઢી નાખ્યું. હવે નિમિત્ત નવી દલીલ કરે છેકહું અનાદિ વિન નિમિત્ત હી, ઉલટ રહ્યો ઉપયોગ; ઐસી બાત ન સંભવૈ, ઉપાદાન તુમ જોગ. ૨૦ અર્થ - નિમિત્ત કહે છે-શું અનાદિથી નિમિત્ત વગર જ ઉપયોગ [ જ્ઞાનનો વ્યાપાર] ઊલટો થઈ રહ્યો છે? –એવી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ મૂળમાં ભૂલ વાત તો સંભવતી નથી, માટે હે ઉપાદાન તારી વાત યોગ્ય નથી. ૨૦. ૧૯મા દોહામાં ઉપાદાનને એમ કહ્યું હતું કે ઉપાદાન અનાદિથી ઊલટું થઈ રહ્યું છે, તે લક્ષમાં લઈને નિમિત્ત એમ દલીલ કરે છે કે હું ઉપાદાન! તારામાં જે અનાદિથી વિકાર ભાવ થઈ રહ્યો છે તે શું નિમિત્ત વગર જ થાય છે? જો પર નિમિત્ત વગર એકલા આત્માથી જ વિકાર થતો હોય તો તે આત્માનો સ્વભાવ જ થઈ જાય અને તેથી સિદ્ધ ભગવંતોને પણ વિકાર થવો જોઈએ. પરંતુ વિકારી ભાવ બીજા નિમિત્ત વગર હોય નહિ કેમકે તે આત્માનો સ્વભાવ નથી. જો નિમિત્ત વગર થાય તો વિકાર તે સ્વભાવ થઈ જાય, પરંતુ વિકારમાં નિમિત્ત તો હોય જ છે, માટે નિમિત્તનું જોર થયું કે નહિ? ઊંધો ભાવ એકલા સ્વભાવમાંથી આવ્યો કે તેમાં કોઈ નિમિત્ત હતું? શું બંગડી એકલી એકલી ખખડ? એકલી બંગડી ખખડે નહિ પણ સાથે બીજી બંગડી હોય તો જ ખખડે. જો સામે ચંદ્રમાં ન હોય તો આડી આંખે બે ચંદ્ર દેખાય નહિ, માટે સામી બીજી ચીજ છે તેથી જ વિકાર થાય છે. તેમ આત્માના વિકારમાં બીજી ચીજની જરૂર પડ ઉપાદાન અને નિમિત્ત બે ભેગા થાય તો વિકાર થાય. આત્મા વિકાર કરે ત્યારે પરના લક્ષે કરે કે આત્માના લશે? એકલા આત્માના લક્ષે વિકાર થવાની લાયકાત જ નથી માટે વિકાર થવામાં હું (નિમિત્ત) પણ કંઈક કરું છું. ધ્યાન રાખજો! આ તો બધી નિમિત્તની દલીલો છે. ઉપરથી જોરદાર લાગતી દલીલ અંદરથી તદ્દન ઢીલી છે, મૂળથી જ પાયો ખોટો છે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૭ ઉપાદાન-નિમિત્ત સંવાદ ઉપાદાન સામે આ એકેય દલીલ ટકવાની નથી. હવે ઉપાદાનનો ઉત્તરઉપાદાન કહે રે નિમિત્ત, હમ પે કહી ન જાય; ઐસે હી જિન કેવળી, દેખે ત્રિભુવન રાય. ૨૧ અર્થ- ઉપાદાન કહે છે, અરે નિમિત્ત! મારાથી કહ્યું જાય તેમ નથી, જિનકેવળી ત્રિભુવનરાય એમ દેખે છે. ૨૧. નોંધ:- અહીં ઉપાદાનનો એમ કહેવાનો આશય છે કે જીવ વિકાર કરે ત્યારે બીજી ચીજ ઉપર તેનું લક્ષ હોય છે, તે બીજી ચીજને નિમિત્ત કહેવાય છે, પરંતુ-નિમિત્તની અસર વિના જ ઉપાદાનનું કાર્ય થાય છે એમ શ્રી જિનભગવાન દેખે છે; એટલે કે નિમિત્તની અસર વગર જ ઉપાદાનનો ઉપયોગ પોતાના કારણે ઊલટો થયો છે માટે તું કહે છે તેમ મારાથી કહી શકાય નહિ. અરે નિમિત્ત! આત્મા પોતાના ઊંધા ભાવે રાગ-દ્વેષ કરે છે ત્યારે બીજી ચીજ હાજર હોય છે તેની કેમ ના કહેવાય? જીવ વિકાર કરે ત્યારે બીજી ચીજ નિમિત્તરૂપે હાજર હોય છે તે બરાબર છે. પરંતુ નિમિત્તને લઈને આત્મા વિકાર કરે છે એ વાત બરાબર નથી. ભલે, વિકાર તે આત્માના સ્વભાવમાંથી આવતો નથી, પરંતુ વિકારની ઉત્પત્તિ તો આત્માની જ અવસ્થામાં થાય છે, કોઈ નિમિત્તની અવસ્થામાંથી થતી નથી. બે બંગડી ભેગી થતાં ખખડે છે તેમાં કોઈ એક બીજાના કારણે ખખડતી નથી પણ દરેક બંગડી પોતાની શક્તિથી જ ખખડે છે. બે લાકડાં ભેગાં થાય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ४८ તો તે બંગડી જેવા નહિ ખખડે, કેમ કે તેનામાં તે જાતની ઉપાદાન શક્તિ નથી. કોઈ વાર બે બંગડી અથડાતાં ફૂટી પણ જાય છે, ત્યાં કેમ ખખડતી નથી? તેનામાં તેવો અવાજ થવાની ઉપાદાન શક્તિ નથી પણ ફૂટવારૂપ લાયકાત છે તેથી તેમ થાય છે. વળી ચંદ્ર છે તેથી આડી આંખે બે ચંદ્ર દેખાય છે-એ વાત પણ ખોટી છે. ચંદ્રના કારણે જો તેમ થતું હોય તો જે જે ચંદ્રને જુએ તે બધાયને બે ચંદ્ર દેખાવા જોઈએ; પરંતુ તેમ થતું નથી, કેમ કે તેમાં ચંદ્રનું કારણ નથી. એક જોનારાને ચંદ્ર સ્પષ્ટ એક જ દેખાય અને બીજા જોનારાને ચંદ્ર બે દેખાય છે ત્યાં જોનારાની દષ્ટિમાં કાંઈક ફેર છે, જે જોનાર પોતાની આંખની આડાઈથી જુએ છે તેને બે ચંદ્ર દેખાય છે, બીજાને દેખાતા નથી તેથી સિદ્ધ થયું કે નિમિત્ત અનુસાર કાર્ય થતું નથી પણ ઉપાદાન કારણની શક્તિ અનુસાર કાર્ય થાય છે; જ્યારે જીવ સ્વરૂપને ભૂલીને આડી દષ્ટિથી વિકાર કરે છે ત્યારે તે પોતે જ કરે છે, કોઈ ૫૨ કરાવતું નથી સામે નિમિત્ત તો એકને એક જ હોવા છતાં ઉપાદાનને કારણે પરિણામમાં ફેર પડે છે; તેનું દૃષ્ટાંતઃ- કોઈ એક ખૂબસૂરત મરેલી વેશ્યા રસ્તા વચ્ચે પડી હતી, તેને સાધુ, ચોર, વિષયાસક્ત પુરુષ અને કૂતરો એ ચારેયે જોઈ, તેમાંથી સાધુને એવો વિચાર આવ્યો કે અહો! આવો મનુષ્ય અવતાર પામીને પણ આત્માની સાચી સમજણ કર્યા વગ૨ આ મરી ગઈ. ચોરને એવો વિચાર આવ્યો કે જો અહીં કોઈ ન હોય તો આના શરીર ઉપરના દાગીના કાઢી લઉં. વિષયાસક્ત પુરુષને એવો વિચાર આવ્યો કે જો આ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८ ઉપાદાન-નિમિત્ત સંવાદ જીવતી હોત તો આની સાથે ભોગા ભોગવત, અને કૂતરાને એવો વિચાર આવ્યો કે જો અહીંથી બધા ચાલ્યા જાય તો આના શરીરનું માંસ ખાઉં હવે જુઓ ! સામે નિમિત્ત એક જ સરખું હોવા છતાં દરેકના ઉપાદાનની સ્વતંત્રતાના કારણે વિચારમાં કેટલો ફેર પડ્યો? જો નિમિત્તની અસર થતી હોય તો બધાના વિચાર સરખા થવા જોઈએ, પરંતુ તેમ થયું નહિ, એ જ સિદ્ધ કરે છે કે ઉપાદાનની સ્વાધીનતાથી જ કાર્ય થાય છે. જીવ પોતે જ પાપરાગ, પુણ્યરાગ કે પુણ્ય-પાપ રહિત શુદ્ધ વીતરાગ ભાવ જેવા ભાવ કરવા માગે તેવા ભાવ તે કરી શકે છે. આ તો ધર્મની સમજાય તેવી વાત છે, પ્રથમ દશામાં સમજવા માટેની સાધારણ વાત છે. સમ્યગ્દર્શન અર્થાત્ સ્વતંત્ર પરિપૂર્ણ આત્મસ્વભાવની ઓળખાણ પ્રગટ કરવા પહેલાં વસ્તુનો સાચો નિર્ણય કરવા માટેની આ પહેલી ભૂમિકા છે. કલ્યાણ માટેની આ અપૂર્વ સમજણ છે, આ માત્ર શબ્દોની વાતો નથી, પરંતુ આની પાછળના ભાવમાં તો કેવળજ્ઞાન લેવાના કક્કા છે, માટે બરાબર સચિપૂર્વક આ સમજવું જોઈએ. અજ્ઞાની કહે છે-કર્મના નિમિત્ત વિના આત્માને વિકાર થાય નહિ માટે કર્મ જ વિકાર કરાવે છે. જ્ઞાની કહે છે- આત્મા પોતે વિકાર કરે ત્યારે કર્મ નિમિત્તરૂપ હાજર હોય છતાં તે કર્મ આત્માને વિકાર કરાવે નહિ. કોઈ હજારો ગાળો દે તે ક્રોધનું કારણ નથી, પરંતુ જીવ જો ક્ષમા છોડીને ક્રોધ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૫૦ કરે તો ગાળને ક્રોધનું નિમિત્ત કહેવાય. જીવ જો પોતાના ભાવમાં ક્ષમા જાળવી રાખે તો હજારો કે કરોડો ગાળ હોવા છતાં તેને નિમિત્ત પણ કહેવાય નહિ. ઉપાદાનના ભાવ પ્રમાણે સામી ચીજમાં નિમિત્તપણાનો આરોપ આવે છે, પરંતુ સામી ચીજના કા૨ણે ઉપાદાનના ભાવ થાય એમ બનતું જ નથી. ઉપાદાન જ્યારે સ્વાધીનપણે પોતાના કાર્યને કરે ત્યારે બીજી ચીજ નિમિત્ત હાજર હોય જ છે એમ શ્રી સર્વજ્ઞદેવે જોયું છે, તો હું નિમિત્ત ! તેની મારાથી કેમ ના પડાય ? અહીં ઉપાદાન એમ કહેવા માગે છે કે જગતની બીજી વસ્તુઓ હાજર છે તેને મારા જ્ઞાનમાં જાણું ખરો, બીજી વસ્તુને જાણવામાં કાંઈ વાંધો નથી, પરંતુ બીજી ચીજ મારામાં કંઈ કરે એ વાત મારે માન્ય નથી. જગતમાં અનંત પદ્રવ્યો સૌ સ્વતંત્ર ભિન્ન ભિન્ન છે એમ જો ન માને તો જ્ઞન ખોટું છે, અને એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરે એમ માને તોય જ્ઞાન ખોટું જ છે. જીવ તીવ્ર રાગ-દ્વેષ કરે તેના નિમિત્તથી જે કર્મો બંધાય તે કર્મનો જ્યારે ઉદય આવે ત્યારે પાછા તીવ્ર રાગદ્વેષ તે જીવને કરવા જ પડે-એ વાત તદ્દન ખોટી અને જીવની સ્વાધીનતાનું ખૂન કરનારી છે. જીવ રાગ દ્વેષ કરે ત્યારે કર્મનું નિમિત્ત હોય છે ખરું, પરંતુ કર્મ જીવને રાગ દ્વેષ કરાવતાં નથી. જીવ દ્રવ્ય કે પુદ્દગલ દ્રવ્ય બન્ને સ્વંતત્ર દ્રવ્યો છે અને પોતપોતાની અવિકારી કે વિકારી અવસ્થા પોતે જ સ્વતંત્રપણે કરે છે, કોઈ એકબીજાના કર્તા નથી. આવા સ્વતંત્ર વસ્તુ સ્વભાવની ઓળખાણ કરવી તે જ પહેલો ધર્મ છે. આ ઉપાદાન- નિમિત્તનો સંવાદ ચાલે છે, તેના ૨૧ દોહા વંચાઈ ગયા છે. આત્માના ગુણ-દોષ માટે ૫૨ ચીજની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ પ૧ મદદની જરૂર છે, પર ચીજ આત્માને ગુણદોષ ઉપજાવે છેમાન્યતા સાચી નથી એમ આ સંવાદમાં સિદ્ધ કર્યું છે. જો પર ચીજ આત્માને દોષ ઉપજાવે તો, પર ચીજ તો કાયમ છે, તેથી દોષ કાયમ થઈ જાય અને કદી તે ટળી શકે નહિ; તથા જો ગુણ માટે આત્માને પર ચીજની જરૂર પડે તો ગુણ પરાધીન થઈ જાય, પરંતુ ગુણ તો સ્વાધીન સ્વભાવ છે, માટે આત્માના ગુણ તો સ્વાધીન સ્વભાવ છે, માટે આત્માના ગુણદોષ પરચીજ ઉપજાવી શકતી નથી. જ્યારે જીવ પોતે પોતાનું કાર્ય કરે ત્યારે તે નિશ્ચય (ઉપાદાન) છે અને બીજી ચીજની હાજરી તે વ્યવહાર (નિમિત્ત) છે; આ બને છે ખરા, પરંતુ બીજી ચીજ તેને ગુણ-દોષ ઉપજાવવા સમર્થ નથી. પૈસા હોય તો પુણ્ય ઊપજે અને શરીર સારું હોય તો ધર્મ થાય એ બન્ને માન્યતા તદ્દન મિથ્યા છે, તેવી જ રીતે દેવ-ગુરુશાસ્ત્રની હાજરી જીવને ધર્મ પમાડે એ વાત પણ મિથ્યા જ છે. જીવ પોતે સમજે તો ધર્મ પામે, અને પોતે ધર્મ પામે ત્યારે “શ્રી સદ્દગુરુએ ધર્મ સમજાવ્યો” એમ વિનયથી બોલાય તે વ્યવહાર છે, પરંતુ ખરેખર કોઈ કોઈને ધર્મ સમજાવવા સમર્થ નથી એવા નિશ્ચયનું જ ભાન હોય તો વ્યવહાર સાચો કહેવાય, નહિતર તો વ્યવહાર પણ ખોટો છે. નિમિત્તની દલીલ હતી કે હું ઉપાદાન! તારી એ બધી વાત તો ઠીક, પરંતુ તારા આત્મામાં જે દોષ થાય છે તે દોષ શું તારા સ્વભાવમાંથી આવે છે? નહિ જ, દોષ માટે બીજી ચીજની હાજરીની જરૂર છે, તેથી હું કહું છું કે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર મૂળમાં ભૂલ નિમિત્તના જોરથી જ દોષ થાય છે. ત્યારે ઉપાદાને જવાબમાં કહ્યું કે-અરે નિમિત્ત! ઉપાદાન જ્યારે પોતાનું કાર્ય કરે ત્યારે નિમિત્તની હાજરી હોય છે એમ શ્રી સર્વજ્ઞ ભગવાને જોયું છે તો તેની મારાથી કેમ ના કહેવાય? પરંતુ હાજર રહેલી બીજી ચીજ આત્માને બિલકુલ વિકાર કરાવતી નથી. જો એકલા ઉપાદાનથી જ કાર્ય થઈ શકતું હોય તો શું કર્મ વગર આત્મામાં અવગુણ થાય છે? કર્મ વગર અવગુણ ન થાય માટે કર્મનું જોર જ આત્માને અવગુણ કરાવે છે. આ રીતે અજ્ઞાનીઓ ઉપાદાનને પરાધીન માને છે. ઉપાદાનની સ્વાધીનતા જાહેર કરતાં જ્ઞાનીઓ કહે છે કે-જીવ પોતે સમજે તો તે મુક્તિ પામે છે, તેને કર્મ રોકી શકતાં નથી અને જીવ પોતે દોષ કરે તો કર્મ વગેરે બીજી ચીજને નિમિત્ત કહેવાય છે, પરંતુ કર્મ બળજોરીથી આત્માને વિકાર કરાવતું નથી. આ રીતે પરવસ્તુની નિમિત્તરૂપ હાજરી છે એટલું જ્ઞાનમાં સ્વીકાર્યું, પરંતુ તે ઉપાદાનને કાંઈ પણ કરે એ વાતને તો મૂળથી ઉડાડી દીધી. હવે નિમિત્ત જરાક ઢીલું પડીને, ઉપાદાન-નિમિત્ત બન્નેને સરખાં (પચાસ-પચાસ ટકા) કહેવા માટે ઉપાદાનને સમજાવે જો દેખ્યો ભગવાન ને, સો હી સાચો આહિ, હમ તુમ સંગ અનાદિ કે, બલી કહોગે કાહિ. ૨૨ અર્થ- નિમિત્ત કહે છે–ભગવાને જે દેખ્યું છે તે જ સાચું છે, મારો અને તારો સંબંધ અનાદિનો છે માટે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૫૩ આપણામાંથી બળવાન કોને કહેવો? અર્થાત્ બન્ને સરખા છીએ એમ તો કહો ? ૨૨. નિમિત્ત:- હૈ ઉપાદાન ! ભગવાન શ્રી જિનદેવે આપણને બન્નેને [ઉપાદાન-નિમિત્તને] જોયાં છે, તો ભગવાનને જે જોયું તે સાચું; આપણે બન્ને અનાદિથી ભેગાં છીએ માટે કોઈ બળવાન નહિ બન્ને સરખાં, આમ તો કહો ? ઉપાદાનઃ- ના ના નિમિત્તાધીન પરાવલંબી દષ્ટિથી તો જીવ અનાદિથી સંસારમાં રખડયા કરે છે. સંસારના અધર્મો, સ્ત્રીપૈસા વગેરે નિમિત્તો કરાવે અને ધર્મ દેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્તો કરાવે એવી સર્વત્ર પરાધીન નિમિત્તદષ્ટિ એ જ મિથ્યાત્વ છે અને તેનું જ ફળ સંસાર છે. નિમિત્ત:- ભગવાને એક કાર્યમાં બે કા૨ણ જોયાં છે, ઉપાદાનકારણ અને નિમિત્તકા૨ણ બન્ને હોય છે, માટે કાર્યમાં ઉપાદાન અને નિમિત્ત બન્નેના પચાસ પચાસ ટકા (Percent) રાખો. સ્ત્રીનું નિમિત્ત હોય તો વિકાર થાય, ગાળ દેનાર હોય તો ક્રોધ થાય માટે પચાસ ટકા નિમિત્ત કરાવે અને પચાસ ટકા ઉપાદાન કરે એમ બન્ને ભેગા થઈને કાર્ય થાય, ચોકખો હિસાબ છે. , ઉપાદાનઃ- ખોટું, તદ્દન ખોટું, પચાસ ટકાનો ચોક્ખો હિસાબ નથી પણ ‘બે ને બે ત્રણ' (૨+ ૨ ૩) જેવી ચોકખી ભૂલ છે. જો સ્ત્રી કે ગાળો એ કોઈ પચાસ ટકા વિકાર કરાવતાં હોય તો કેવળી ભગવાનને પણ તેટલો વિકાર જ થવો જોઈએ, પરંતુ કોઈ પણ નિમિત્ત એક ટકો પણ વિકાર કરાવવા સમર્થ નથી. જીવ પોતે સો એ સો ટકા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ મૂળમાં ભૂલ પોતાથી વિકાર કરે ત્યારે પરચીજની હાજરીને નિમિત્ત કહેવામાં આવે છે. આ સમજણમાં જ ચોખો હિસાબ છે કે દરેક દ્રવ્ય જુદે જુદાં છે, અને સ્વતંત્રપણે પોત-પોતાની અવસ્થાના કર્તા છે, કોઈ દ્રવ્ય બીજાનું કાંઈ જ કરી શકતું નથી. આ દોહામાં નિમિત્તની વિનંતિ છે કે આપણને બન્નેને સમકક્ષી (સરખી હૃદના) રાખો. અનાદિથી જીવની સાથે કર્મ ચોંટયાં છે અને જીવને વિકારમાં નિમિત્ત થાય છે; નિમિત્તરૂપ કર્મ અનાદિથી છે માટે તેને જીવની સાથે સમકક્ષી તો રાખો! હવે ઉપાદાન એવો જવાબ આપે છે કે સાંભળ રે સાંભળ! નિમિત્તરૂપ જે કર્મના પરમાણુઓ છે તે તો અનાદિથી પલટતાં જ જાય છે અને હું ઉપાદાન સ્વરૂપ તો એવો ને એવો ત્રિકાળ રહું છું, માટે હું જ બળવાન છું ઉપાદાન કહે વહ બલી, જાકો નાશ ન હોય; જો ઉપજત વિનશત રહૈ, બલી કહાં તે સોય? ૨૩ અર્થ - ઉપાદાન કહે છે કે જેનો નાશ ન થાય તે બળવાન. જે ઉપજે અને વિણસે તે બળવાન કેવી રીતે હોઈ શકે? ( ન જ હોય.) ૨૩. નોંધ-ઉપાદાન પોતે ત્રિકાળી અખંડ એકરૂપ વસ્તુ છે તેથી તેનો નાશ નથી. નિમિત્ત તો સંયોગરૂપ છે, આવે ને જાય, તેથી તે નાશરૂપ છે માટે ઉપાદાન જ બળવાન છે. જીવ પોતે અજ્ઞાનભાવે ભલે અનાદિથી રાગ-દ્વેષ નવા નવા કરે છે તો પણ નિમિત્ત કર્મ અનાદિથી એકને એક જ રહેતા નથી, એ તો બદલતાં જ રહે છે. નાનાં નિમિત્ત કર્મ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૫૫ ખરીને નવાં બંધાય છે અને તેની મુદત પૂરી થતાં તે પણ ખરી જાય છે; જીવ જો નવા રાગ-દ્વેષ કરે તો તે કર્મોને નિમિત્ત કહેવાય છે. આ રીતે ઉપાદાન સ્વરૂપ આત્મા તો અનાદિથી એવો ને એવો જ રહે છે, અને કર્મ તો બદલ્યા જ કરે છે માટે હું ઉપાદાન જ બળવાન છું. મારા ગુણને પ્રગટ કરવાની તાકાત પણ મારામાં જ છે. સદેવ-ગુરુ-શાસ્ત્ર એ પણ જીદા જુદા પલટતા જાય છે, અને તેમની સાચી વાણી પણ પલટતી જાય છે (ભાષાના શબ્દો સદા એક સરખા રહેતા નથી) પરંતુ સદેવગુરુ-શાસ્ત્ર અને તેમની વાણીનું જ્ઞાન કરતી વખતે મારું પોતાનું જ્ઞાન જ્ઞાનથી કામ કરે છે. હું આત્મા ત્રિકાળ છું અને ગુણના નિમિત્તો કે દોષના નિમિત્તો એ બધા બદલતા જ જાય છે. કર્મોના ૫૨માણુઓ પણ ફરતા જ જાય છે, તો કર્મ મોટા કે હું મોટો ? અજ્ઞાનીઓની મહામિથ્યાત્વરૂપ ભયંકર ભૂલ છે કે કર્મ આત્માનો પુરુષાર્થ અટકાવે. આત્માના પુરુષાર્થને પરાધીન માનનારાઓ મહામિથ્યાત્વરૂપ સૌથી મોટો દોષ વહોરે છે. વીતરાગ શાસનમાં ૫૨મ સત્ય વસ્તુસ્વરૂપ જાહેર થાય છે કે આત્માના ભાવમાં કર્મનું જોર બિલકુલ નથી, આત્માનું જ બળ છે. આત્મા સંપૂર્ણ સ્વાધીન છે, પોતે સ્વાધીનપણે પોતાના ગમે તે ભાવને કરી શકે છે, આત્મા પોતે જે સમયે જેવો પુરુષાર્થ કરે ત્યારે તેવો પુરુષાર્થ થઈ શકે છે. આવી આત્મસ્વાધીનતાની સમજણ એ જ મિથ્યાત્વના સૌથી મોટા દોષનો નાશ કરવાનો એકમાત્ર ઉપાય છે. ભાઈ રે! તું આત્મા સ્વતંત્ર વસ્તુ છો, તારા ભાવે તને લાભ-નુકશાન છે. કોઈ પર ચીજ તને લાભ-નુકશાન Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૫૬ કરતી નથી; આવું સાચું ભાન જીવ કરે તો તે સ્વલક્ષે ઠરીને મુક્તિ પામે, પરંતુ જો જીવ પોતાના ભાવને ઓળખે નહિ અને ૫૨ નિમિત્તથી પોતાને લાભ-નુકશાન થાય એમ માન્યા જ કરે તેનું ૫૨ લક્ષ કદી છૂટે નહિ અને સ્વની ઓળખાણ કદી થાય નહિ, તેથી તે સંસારમાં રખડયા જ કરે. માટે ઉપાદાન અને નિમિત્ત એ બન્નેના સ્વરૂપને ઓળખીને એમ નક્કી કરવું જોઈએ કે ઉપાદાન અને નિમિત્ત તે બન્ને જુદા જુદા પદાર્થો છે, કદી કોઈ એક બીજાનું કાર્ય કરતા નથી. આમ નક્કી કરીને નિમિત્તનું લક્ષ છોડીને પોતાના ઉપાદાન સ્વરૂપને લક્ષમાં લઈને ઠરવું તે જ સુખી થવાનો–મોક્ષનો ઉપાય છે. નિમિત્તની દલીલઃ ઉપાદાન તુમ જો હો, તો કર્યો લેતે આહાર, ૫૨ નિમિત્તકે યોગ સોં, જીવત સબ સંસા૨. ૨૪ અર્થ:- નિમિત્ત કહે છે-કે ઉપાદાન જો તારું જોર છે તો તું આહાર શા માટે લે છે? સંસારના બધા જીવો પર નિમિત્તના યોગથી જીવે છે. ૨૪. હૈ ઉપાદાન! આ કર્મ વગેરે બધું તો ઠીક, એ તો કાંઈ નજરે દેખાતું નથી, પરંતુ આ તો નજરે દેખાય છે કે આહારના નિમિત્તથી તું જીવે છે તારું જોર હોય તો તું આહાર કેમ લે છે? આહાર વગર કેમ એકલો નથી જીવતો? અરે ! છઠ્ઠા ગુણસ્થાન સુધી મુનિરાજ પણ આહાર લે છે, તો આહારના નિમિત્તની તારે જરૂર પડી કે નહિ? આખું જગત આહારના નિમિત્તથી જ જીવે છે. શું આહારના નિમિત્ત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ પ૭ વગર એકલા ઉપાદાનથી જીવાય? માટે નિમિત્ત જ જોરવાળું છેઆમ નિમિત્ત તરફના વકીલ દલીલ કરે છે. વકીલ હોય તે તો પોતાના જ અસીલ તરફની દલીલ મૂકે ને! સામા પક્ષની સાચી દલીલ જાણતા હોય તો પણ કાંઈ તે દલીલ રજા કરે ? જો સામા પક્ષવાળા તરફની દલીલ કરે તો તે વકીલ કેમ કહેવાય? અહીં નિમિત્તના વકીલ કહે છે કે નિમિત્તના પણ થોડાક દોકડા છે, એકલું ઉપાદાન જ કામ કરતું નથી, માટે નિમિત્તની શક્તિ પણ કબૂલ રાખો. ઉપાદાનનો જવાબ - જો આહાર કે જોગસો, જીવત હૈ જગમાહિં, તો વાસી સંસારકે, મરતે કોઊ નાહિં. ૨૫. અર્થ- ઉપાદાન કહે છે-જો આહારના જોગથી જગતના જીવો જીવતા હોત તો સંસારવાસી કોઈ જીવ મરત નહીં. ૨૫. હે નિમિત્ત! આહારના કારણે જીવન ટકતાં નથી. જો જગતના જીવોના જીવન આહારથી ટકતાં હોય તો આ જગતમાં કોઈ જીવ મરવો જ ન જોઈએ; પરંતુ ખાતા ખાતા પણ જગતના અનેક જીવો મરી જતા દેખાય છે, માટે આહાર તે જીવતરનું કારણ નથી. સૌ પોતપોતાના આયુષ્યથી જીવે છે. આયુષ્ય હોય ત્યાં સુધી જીવે અને આયુષ્ય ન હોય તો ચક્રવર્તી-વાસુદેવ-બળદેવ પોતાના માટે બનાવેલા “સિંહ-કેસરીઆ લાડુ” ખાય છતાં પણ મરી જાય. જ્યાં જીવન ખૂટ્યાં ત્યાં આહાર શું કરે? આઠે પહોર ખાન-પાન અને આરામથી શરીરની માવજત કરવા છતાં જીવો કેમ મરી જાય છે? આહારના નિમિત્તના કારણે ઉપાદાન ટકતું નથી. એક Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૮ મૂળમાં ભૂલ ચીજમાં પર ચીજને લીધે કાંઈ જ થતું નથી, માટે નિમિત્ત! તારી વાત ખોટી છે. ભાણાં ઉપર બેઠો હોય, ભોજન કરીને પેટ ભર્યું હોય, હાથમાં કોળિયો રહી ગયો અને શરીર છૂટી જાયએમ બને છે. જો આહારથી શરીર ટકતું હોય તો ખાનારા કોઈ મરવા ન જોઈએ અને ઉપવાસી બધા મરી જવા જોઈએ, પરંતુ આહાર ખાનારા પણ મરે છે અને આહાર વગર પણ પવનભક્ષીઓ વર્ષો સુધી જીવે છે માટે આહાર સાથે જીવનમરણને સંબંધ નથી. આહારનો સંયોગ તે પરમાણુઓના કારણે આવે છે અને શરીરના પરમાણુઓ શરીરના કારણે ટકે છે, આહાર અને શરીર બન્નેના પરમાણુઓ જુદા છે. આહારની માફક દવાના કારણે પણ શરીર ટકતું નથી અને દવાના કારણે રોગ ટળતો નથી. હજારો દવા લાવે છતાં રોગ ન મટે અને દવા વગર પણ રોગ મટી જાય-એ તો સ્વતંત્ર દ્રવ્યની સ્વતંત્ર અવસ્થાઓ છે. એક વસ્તુના કારણે બીજી વસ્તુમાં કાર્ય થાય એ વાત પવિત્ર જૈનદર્શનને માન્ય નથી કેમકે વસ્તુની સ્થિતિ જ તેમ નથી. એક દ્રવ્યના કારણથી બીજા દ્રવ્યનું કાર્ય થાય એવી જેને ઊંધી માન્યતા છે તે મહા અજ્ઞાની છે, વસ્તુની સ્થિતિની તેને ખબર નથી, જૈનધર્મને તે જાણતો નથી. હવે નિમિત્ત દલીલ કરે છે - સૂર સોમ મણિ અગ્નિકે, નિમિત્ત લખું યે નૈન; અંધકારમેં કિત ગયો, ઉપાદાન દગ દૈન. ૨૬ અર્થ- નિમિત્ત કહે છે, સૂર્ય, ચંદ્ર મણિ કે અગ્નિનું નિમિત્ત હોય તો આંખ દેખી શકે છે, ઉપાદાન જો દેખવાનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૫૯ કામ આપતું હોય તો અંધકારમાં તેની જોવાની શક્તિ ક્યાં ગઈ? (અંધકારમાં કેમ આંખેથી દેખાતું નથી ?) ૨૬. તું બધામાં ‘હું-હું' કરે છે અને બધું મારી ( ઉપાદાનની ) શક્તિથી જ થાય એમ કહે છે પરંતુ હૈ ઉપાદાન ! જોવાનું કામ તો તું સૂર્ય-ચંદ્ર-મણિ કે દીપકના નિમિત્તથી જ કરી શકે છે, જો જાણપણું તારા જ્ઞાનથી જ થતું હોય તો અંધારા વખતે તારું જ્ઞાન ક્યાં જાય છે? દીપક વગેરેના નિમિત્ત વગર અંધારામાં તું કેમ નથી જોઈ શકતો? વળી પુસ્તક વગર તને કેમ જ્ઞાન નથી થતું? શું શાસ્ત્ર વગર એકલા જ્ઞાનમાંથી જ્ઞાન થાય છે, જુઓ, આ સામે સમયસાર શાસ્ત્ર રાખ્યું હોય તો તેનું જ્ઞાન થાય છે. જો જ્ઞાનથી જ જ્ઞાન થતું હોય તો સામે શાસ્ત્ર કેમ રાખો છો ? માટે મારું જોર જ છે તારો ‘હુંકાર’ છોડ અને મારું પણ જોર છે એ કબૂલ કર! આમ નિમિત્તે દલીલ કરી. ઉપાદાનનો જવાબઃ સૂર સોમ મણિ અગ્નિ જો, કરે અનેક પ્રકાશ; નૈન શક્તિ બિન ના લખે, અંધકાર સમ ભાસ. ૨૭ અર્થ:- ઉપાદાન કહે છે-જો કે સૂર્ય, ચંદ્ર, મણિ અને દીપક અનેક પ્રકારનો પ્રકાશ કરે છે તોપણ દેખવાની શક્તિ વિના દેખાય નહિ, બધું અંધકાર જેવું ભાસે છે. ભાઈ રે ! કોઈ ૫૨વસ્તુ વડે જ્ઞાન થઈ શકતું નથી. જ્ઞાનનો પ્રકાશ કરનારો તો જ્ઞાનસ્વરૂપી આત્મા છે અને પ્રકાશ વગેરેનો પ્રકાશક પણ આત્મા જ છે. સૂર્ય વગેરે કોઈથી જ્ઞાન પ્રકાશતું નથી અર્થાત્ પનિમિત્તથી આત્મા જાણતો નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬) મૂળમાં ભૂલ હે નિમિત્ત! જો સૂર્ય, ચંદ્ર કે દીપકથી દેખાતું હોય તો અંધ પાસે તે બધું મૂકીને તેનામાં દેખવાની શક્તિ લાવી દે, તે સૂર્ય વગેરે બધું હોવા છતાં આંધળાને કેમ નથી દેખાતું? ઉપાદાનમાં જાણવાની શક્તિ નથી તેથી જ તે જાણી શકતો નથી. જો ઉપાદાનમાં જાણવાની શક્તિ હોય તો તે (બિલાડી વગેરે) અંધારામાં પણ જાણી શકે છે. જ્યાં પ્રાણીની આંખ જ જાણવાની તાકાતવાળી છે ત્યાં તેને કોઈ અંધારું રોકી શકે નહિ, તેમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન વગેરે આત્માના ગુણનો ચૈતન્યપ્રકાશ કોઈ સંયોગથી પ્રગટતો નથી પણ આત્મસ્વભાવથી જ તે પ્રગટે છે. જ્યાં આત્મા સ્વયં પુરુષાર્થ વડે સમ્યગ્દર્શનાદિરૂપ પરિણામે છે ત્યાં તેને કોઈ નિમિત્ત રોકનાર કે મદદગાર નથી, માટે નિમિત્તનું કાંઈ જ જોર નથી. આ જ પ્રમાણે શાસ્ત્રની મદદથી પણ જ્ઞાન થતું નથી. સમયસાર શાસ્ત્ર તો હજારો માણસો પાસે એક જ પ્રકારનું હોય, જો શાસ્ત્રથી જ્ઞાન થતું હોય તો તે બધાયને એક જ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ, પરંતુ તેમ તો બનતું નથી. એકને એક જ શાસ્ત્ર હોય છતાં કોઈ સવળો અર્થ સમજી સમ્યકત્વ પ્રગટ કરે અને કોઈ ઊંધો અર્થ લઈ ઉલટો મિથ્યાત્વને પુષ્ટ કરે, ત્યાં શાસ્ત્ર શું કરે? સમજણ તો પોતાના જ્ઞાનમાંથી કાઢવી છે ને! કાંઈ શાસ્ત્રમાંથી સમજણ કાઢવી નથી. હું મારા જ્ઞાન વડે મારા સ્વતંત્ર આત્મસ્વભાવની ઓળખાણ કરું તો મને ધર્મનો લાભ થાય છે, કોઈ સંયોગથી મને લાભ થતો નથી –આમ જે નથી માનતા તે અજ્ઞાની છે. અહા! જુઓ તો ખરા, ઉપાદાન સ્વભાવનું કેટલું જોર છે! ક્યાંય જરાક પણ પરાધીનપણું પાલવે તેમ નથી. આવા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૧ ઉપાદાન સ્વરૂપને ઓળખીને તેનો જે આશ્રય કરે તે અલ્પકાળમાં જ મુક્તિ પામે. જીવોએ અનાદિથી પોતાની મૂળ શક્તિની ઓળખાણ જ કરી નથી એટલે ૫૨ની જરૂર માની બેઠા છે, તેથી જ પરાધીન, દુ:ખી થઈ રહ્યા છે. આ જે રીતે કહેવાય છે તે રીતે પોતાને સ્વાધીનપણે પ્રથમ ઓળખવો જોઈએ તે જ મુક્તિનો માર્ગ છે. હવે નિમિત્ત દલીલ કરે છેઃ કહૈ નિમિત્ત વે જીવ કો ? મો બિન જગકે માહિં; સબૈ હમારે પરે, હમ બિન મુક્તિ ન જાહિં. ૨૮ અર્થ:- નિમિત્ત કહે છે-મારા વિના જગતમાં જીવ કોણ માત્ર? બધા મારે વશ પડયા છે, મારા વિના મુક્તિ થતી નથી. ૨૮. નિમિત્ત વગર જીવ મુક્તિ પામતો નથી, પહેલાં મનુષ્યશરીરનું નિમિત્ત, પછી દેવ-ગુરુ-શાસ્ત્રનું નિમિત્ત, પછી પંચમહાવ્રતાદિના શુભરાગનું મુનિદશામાં નિમિત્ત-આમ બધી નિમિત્તની પરંપરા વગર જીવ મુક્તિ પામી શકતો નથી. શું વચ્ચે વ્રતાદિના પુણ્ય આવ્યા વગર કોઈ જીવની મુક્તિ થાય? ન જ થાય માટે પુણ્ય નિમિત્ત છે અને તેના જ બળથી જીવ મુક્તિ પામે છે-આ નિમિત્તની દલીલ ! ઉપાદાનનો જવાબ: ઉપાદાન કહૈ રે નિમિત્ત, ઐસે બોલ ન બોલ; તાકો તજ નિજ ભજત હૈં, તે હી કરેં કિલોલ. ૨૯ અર્થ:- ઉપાદાન કહે છે-અરે નિમિત્ત! એવાં છ વચનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨ મૂળમાં ભૂલ ન બોલ. તારા ઉપરની દષ્ટિ તજીને જે જીવ પોતાનું ભજન કરે છે તે જ કિલ્લોલ (આનંદ) કરે છે. ૨૯. હે નિમિત્ત! તારા પ્રતાપથી જીવ મુક્તિ પામે છે એ વાત તું રહેવા દે; કેમકે શરીર, દેવ-ગુરુ-શાસ્ત્ર કે પંચમહાવ્રત એ બધાય નિમિત્તોના લક્ષે તો જીવને રાગ જ થાય છે અને તેને સંસારમાં રખડવું પડે છે, પરંતુ જ્યારે એ બધા નિમિત્તોનું લક્ષ છોડીને અને પંચમહાવ્રતના વિકલ્પને પણ છોડીને પોતાના અખંડાનંદી સ્વરૂપ આત્માની ભાવના કરીને સમ્યગ્દર્શન-જ્ઞાન પૂર્વક જે અંતરમાં સ્થિરતા કરે છે તે જ જીવો મુક્તિ પામે છે અને તેઓ જ પરમ કિલ્લોલ ભોગવે છે; નિમિત્તના લક્ષ આનંદનો અનુભવ થઈ શકતો નથી. જેઓ નિમિત્તની દષ્ટિમાં રોકાય છે તેઓ મુક્તિ પામતા નથી. આ રીતે, નિમિત્તનું બળ છે. એ દલીલ તૂટી ગઈ. હવે પંચમહાવ્રતાદિ ક્રિયાથી જીવની મુક્તિ થાય છે એવી દલીલ નિમિત્ત કરે છે - કહું નિમિત્ત હમકો તર્જે, તે કૈસે શિવ જાત; પંચમહાવ્રત પ્રગટ હૈ, ઔર હું ક્રિયા વિખ્યાત. ૩૦ અર્થ- નિમિત્ત કહે છે-અમને તજવાથી મોક્ષ કેવી રીતે જવાય ? પાંચ મહાવ્રત પ્રગટ છે. વળી બીજી ક્રિયા પણ વિખ્યાત છે [કે જેને લોકો મોક્ષનું કારણ માને છે ]. ૩૦. શાસ્ત્રોમાં તો નિમિત્ત તરફના લખાણના પાનાંના પાનાં ભરેલાં છે, તો નિમિત્તની મદદની તમે કેમ ના પાડો છો ? પંચમહાવ્રત, સમિતિ-ગુતિ એ બધાનું તો શાસ્ત્રોમાં ખૂબ લખાણ છે, તે ધાર્યા વગર શું જીવ મોક્ષ જઈ શકે? મને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૬૩ છોડવાથી જીવ મોક્ષ જઈ શકે ? નહિ. પંતમહાવ્રતમાં પર લશે જે રાગનો વિકલ્પ ઊઠે છે તેને આગળ લાવીને અહીં નિમિત્ત કહે છે કે શું પંચમહાવ્રતના રાગ વગર મુક્તિ થાય? પંચમહાવ્રતના શુભરાગથી મુક્તિ મારનાર અજ્ઞાનીઓ ઘણા છે તેથી નિમિત્તે તે દલીલને રજુ કરી છે. દલીલ તે બધી જ મૂકે ને? જો આવી ઊંધી દલીલો ન હોય તો જીવનો સંસાર કેમ ટકે? આ બધી નિમિત્તાધનની દલીલો સંસાર ટકાવવા માટે સાચી છે અર્થાત્ નિમિત્તાધીન દષ્ટિ થી જ સંસાર ટકયો છે. જે નિમિત્તાધીન દષ્ટિ છોડીને સ્વભાવદષ્ટિ કરે તો સંસાર ટકી શકે નહિ. હવે, પંચમહાવ્રતાદિને જીવ છોડે ત્યારે તે મુક્તિ પામે છે, એમ ઉપાદાન ઉત્તર આપે છે: પંચમહાવ્રત જોગ ત્રય, ઔર સકલ વ્યવહાર; પરકો નિમિત્ત ખપાયકે, તબ પહુંચે ભવપાર. ૩૧ અર્થ:- ઉપાદાન કહે છે-પાંચ મહાવ્રત, મન વચન અને કાય એ ત્રણ તરફનું જોડાણ, વળી બધો વ્યવહાર અને પર નિમિત્તનું લક્ષ જ્યારે જીવ છોડે ત્યારે ભવપારને પહોંચે છે. ૩૧. જ્ઞાનમૂર્તિ આત્માનું જેટલું પર લક્ષ જાય છે તે બધો વિકાર ભાવ છે. ભલે પંચમહાવ્રત હો તોપણ તે વિકાર છે, તે વિકાર ભાવને અને બીજા જે જે વ્યવહાર છે તે બધા રાગને અને નિમિત્તના લક્ષને જીવ જ્યારે છોડ છે ત્યારે જ તે મોક્ષ પામે છે. પુણ્ય-પાપ રહિત આત્મસ્વભાવના શ્રદ્ધા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪ મૂળમાં ભૂલ જ્ઞાન અને સ્થિરતા વડ જ મુક્તિ થાય છે. તેમાં ક્યાંય પણ રાગ હોતો નથી. પંચમહાવ્રત તે આસ્રવ છે, વિકાર છે, આત્માનું ખરું ચારિત્ર તે નથી, તેને ચારિત્રનું ખરું સ્વરૂપ માને તો મિથ્યાષ્ટિ છે. આત્માનો ચારિત્ર-ધર્મ તેનાથી પાર છે. જગતના અજ્ઞાની જીવોને આ મહા આકરું લાગે તેવું છે પરંતું પરમ સત્ય મહા હિતકારી છે. પ્રશ્ન- પંચમહાવ્રત તે ભલે ચારિત્ર ન હોય પરંતુ તે ધર્મ તો છે ને? ઉત્તર- પંચમહાવ્રત તે ચારિત્ર પણ નથી અને ધર્મ પણ નથી. સર્વ પ્રકારના રોગરહિત એકલા જ્ઞાયકdભાવી આત્માનું સમ્યભાન કર્યા પછી જ વિશેષ સ્વરૂપ સ્થિરતા કરતાં પહેલાં પંચમહાવ્રતની શુભવિકારી લાગણી મુનિદશામાં આવી જાય છે પરંતુ તે વિકલ્પ છે, રાગ છે, વિકાર છે, અધર્મ છે કેમ કે તે લાગણીઓ આત્માના શુદ્ધ ચારિત્રને અને કેવળજ્ઞાનને રોકે છે. આત્માના ગુણને રોકનાર તે લાગણીઓમાં જો ધર્મ માને તો આત્માના પવિત્ર ગુણોનો મહાન અનાદાર કરી રહ્યો છે, તેને આત્માનું ભાન નથી. આત્માના ભાનસહિત સાતમ-છઠ્ઠ ગુણસ્થાને આત્માનુભવમાં ઝૂલતા મુનિને પંચમહાવ્રતના વિકલ્પ છઠ્ઠી ગુણસ્થાનમાં હોય છે તે રાગ છે–આસ્રવ છે, આત્માના કેવળજ્ઞાનને તે વિન્ન કરે છે. નિમિત્તે દલીલમાં કહ્યું હતું કે આ મોક્ષમાં મદદ કરે છે; ઉપાદાન કહે છે તે મોક્ષમાં દખલ કરે છે, વિકલ્પોને તોડીને જ્યારે સ્વરૂપ સ્થિરતાની શ્રેણી માંડે ત્યારે મોક્ષ થાય છે, પણ પંચમહાવ્રતાદિ રાખીને કદી મોક્ષ થતો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૫ ઉપાદાન નિમિત્ત સંવાદ નથી, માટે હું નિમિત્ત! તારાથી ઉપાદાનનું એક પણ કાર્ય થતું નથી. નિમિત્ત કહે છે કે:કહૈ નિમિત્ત જગ મેં બડો, મોર્ને બડો ન કોય; તીનલોક કે નાથ સબ, મો પ્રસાદ તેં હોય. ૩૨ અર્થ- નિમિત્ત કહે છે-જગતમાં હું મોટો છું, મારાથી મોટો કોઈ નથી; ત્રણ લોકનો નાથ પણ મારી કૃપાથી થાય છે. ૩ર. નોંધ:- સમ્યગ્દર્શનની ભૂમિકામાં જ્ઞાની જીવને શુભ વિકલ્પ આવતાં તીર્થકર નામકર્મ બંધાય છે, તે દષ્ટાંત રજૂ કરીને નિમિત્ત પોતાનું બળવાનપણું આગળ ધરે છે. આત્મસ્વભાવનો અજાણ અને રાગ તરફનો પક્ષકાર કહે છે કે ભલે, સમ્યગ્દષ્ટિ જીવો શુભરાગનો આદર નથી કરતા, તેને પોતાનો નથી માનતા, છતાં પણ ત્રણલોકના નાથ એવું જે તીર્થંકરપદ તે તો મારી જ (નિમિત્તની) મહેરબાનીથી થાય છે. એટલે કે નિમિત્ત તરફના લક્ષ વગર તીર્થકરગોત્ર બંધાતું નથી માટે ત્રણ લોકના નાથ તીર્થંકરદેવ પણ મારા જ કારણથી તીર્થંકર થાય છેઆવી નિમિત્ત તરફની દલીલ છે પરંતુ તેમાં ભૂલ છે. નિમિત્તની મહેરબાનીથી (પર લક્ષે રાગથી) તો જડ પરમાણુઓ બંધાય છે પરંતુ તેનાથી કાંઈ તીર્થંકરપદ એટલે કેવળજ્ઞાન પ્રગટતું નથી. તીર્થંકરપદ તો આત્માની વિતરાગ-સર્વજ્ઞ દશા છે. નિમિત્તાધીન પરાશ્રિત દષ્ટિવાળો માને છે કે તીર્થકર ગોત્રના પુણ્યના પરમાણુઓ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ६६ મૂળમાં ભૂલ બંધાણા તેનાથી મોટપ છે-એમ તે પુદ્ગલની ધૂળથી આત્માની મોટાઈ બતાવે છે; પરંતુ નિમિત્ત તરફના જે ભાવથી તીર્થંકરગોત્રના જડ પરમાણુઓ બંધાય તે રાગ મોટો? કે ઉપાદાન તરફના જે ભાવે તે રાગ ટાળીને પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાનદશા પ્રગટે તે ભાવ મોટો? એટલું ધ્યાન રાખવું કે તીર્થકરગોત્રના પરમાણુઓ બંધાય તે રાગભાવથી બંધાય છે, પરંતુ વીતરાગતા અને કેવળજ્ઞાન એ કાંઈ તે તીર્થકરગોત્ર બંધના રાગ ભાવથી થતા નથી, પરંતુ તે રાગભાવ ટાળીને સ્વભાવની સ્થિરતાથી જ ત્રિલોક પૂજ્ય અરિહંતપદ પ્રગટે છે. માટે રાગ મોટો નથી, પરંતુ રાગ ટાળી પૂર્ણપદ પામી સ્વરૂપે પ્રગટ કરે છે તે જ મહાનપદ છે. ઉપાદાન ઉત્તર આપતાં નિમિત્તને બરાબર ઢંઢોળે છે. ઉપાદાન કહૈ તુ કહું, ચહુંગતિમેં લે જાય; તો પ્રસાદ તેં જીવ સબ. દુઃખી હોહિં રે ભાય. ૩૩ અર્થ:- ઉપાદાન કહે છે-અરે નિમિત્ત! તું કોણ? તું તો જીવને ચારે ગતિમાં લઈ જાય છે. ભાઈ, તારી કૃપાથી સર્વે જીવો દુઃખી જ થાય છે. ૩૩. નિમિત્ત તો એમ કહેતું હતું કે મારી કૃપાથી જીવ ત્રણ લોકનો નાથ થાય છે, તેની વિરુદ્ધમાં ઉપાદાન તો એમ કહે છે કે તારી કૃપાથી તો જીવ સંસારની ચાર ગતિમાં રખડે છે. જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ પણ સંસારનું કારણ છે. ધ્યાન રાખીને બરાબર સમજ્જો, કડક પડે તેવું છે જે ભાવે તીર્થકરગોત્રનું આત્માને બંધન થયું તે ભાવ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્તે સંવાદ વિકાર છે-સંસાર છે, કેમ કે જે ભાવે નવું બંધન થયું તે રાગના કારણે તો જીવને નવો ભવ કરવો પડે છે, માટે નિમિત્તની કૃપાથી (રાગથી) તો જીવ ચાર ગતિમાં રખડે છે. રાગનું ફળ જ સંસાર છે. જો કે તીર્થકરગોત્ર બંધાય એવી જાતનો આત્મભાવસહિતનો રાગ તો સમ્યગ્દષ્ટિને જ હોઈ શકે, તોપણ તીર્થકરગોત્ર બંધાય તે રાગથી તેઓ રાજી થતા નથી પરંતુ તેને નુકશાન કર્તા જ માને છે. જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવે તીર્થકરપદ પ્રગટે નહિ પણ તે ભાવના નાશથી કેવળજ્ઞાન અને તીર્થંકરપદ પ્રગટે છે. નિમિત્તે દલીલ કરી હતી રાગ તરફથી અને ઉપાદાન દલીલ કરે છે સ્વભાવ તરફથી. સમ્યજ્ઞાન દ્વારા ખુલાસો એમ થાય છે કે નિમિત્તના લક્ષે થતો તીર્થકરગોત્રનો રાગભાવ તો સંસારના ભવનું કારણ છે અને ઉપાદાનસ્વરૂપના લક્ષે સ્થિરતા તે જ મોક્ષનું કારણ છે, નિમિત્ત તરફના લક્ષે થતો ભાવ ઉપાદાનસ્વરૂપની સ્થિરતાને રોકનાર છે. કોઈ પણ પ્રકારનો રાગભાવ તે સંસારનું જ કારણ છે, પછી ભલે તે રાગ તિર્યંચગોત્રનો હો કે તીર્થકરગોત્રનો હો. જુઓ! શ્રેણિક રાજાને આત્મભાન હતું છતાં રાગમાં અટકયા હતા તેથી તીર્થકરગોત્ર બંધાણું હોવા છતાં, બે ભવ કરવા પડશે. પ્રશ્ન- બે ભવ કરવા પડે એ સારું નહિ તે તો ઠીક પરંતુ જે ભવે તીર્થંકરગોત્ર બાંધે તે જ ભવે મોક્ષ પામે તો જે ભાવે તીર્થકરગોત્ર બંધાણું તે ભાવ સારો કે નહિ? ઉત્તર- સિદ્ધાંતમાં ફેર ન પડે. ઉપર જ કહ્યું છે કે “કોઈ પણ પ્રકારનો રાગભાવ તે સંસારનું જ કારણ છે.' Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮ મૂળમાં ભૂલ ભલે કોઈપણ પ્રકારનો રાગભાવ તે સંસારનું જ કારણ છે.” જીવ જે ભાવે તીર્થંકરગોત્ર બાંધે તે જ ભવે મોક્ષ જાય, તોપણ જે ભાવથી તીર્થંકરગોત્ર બંધાણું તે તો રાગભાવ જ છે અને તે રાગભાવ તો કેવળજ્ઞાન અને મોક્ષને અટકાવનારો જ છે. જ્યારે તે રાગ ટળે ત્યારે જે તે કેવળજ્ઞાની તીર્થકર થાય. પ્રશ્ન- ભલે તીર્થકરગોત્રનો રાગ તો ખરાબ છે, પરંતુ તીર્થંકરગોત્ર જે જીવે બાંધ્યું તે જીવને કેવળજ્ઞાન અવશ્ય થાય જ. તીર્થંકરગોત્ર બાંધવાથી એટલું તો નક્કી થઈ જ ગયું કે તે જીવા કેવળજ્ઞાન અને મોક્ષ પામવાનો જ-માટે એટલું તો નિમિત્તનું જોર કહેશો કે નહિ? ઉત્તર:- ભાઈ રે! કેવળજ્ઞાન અને મોક્ષદશા તો આત્માના સમ્યગ્દર્શનાદિ ગુણોથી થાય છે કે જે ભાવથી તીર્થકરગોત્ર થયું તે રાગભાવથી થાય છે? રાગભાવથી મોક્ષ થવાનું નક્કી થયું નથી પરંતુ તે જીવને સમ્યગ્દર્શનનું અપ્રતિહત જોર છે તેના કારણે અલ્પકાળમાં મુક્તિ પામવાનો છે-એમ નક્કી થયું છે. જે રાગથી ધર્મ માને અને રાગથી કેવળજ્ઞાન માને તે તીર્થકરગોત્ર તો ના બાંધે પરંતુ તેતર ગોત્ર બાંધે. કેમ કે તેની માન્યતામાં રાગનો આદર હોવાથી વીતરાગ સ્વભાવનો અનાદર કરતો કરતો તે પોતાની જ્ઞાન શક્તિને હારી જઈને હલકી ગતિમાં ચાલ્યો જશે. વળી, આ પણ એક સમજવા જેવો ન્યાય છે કે, જે કારણે તીર્થકરગોત્રપ્રકૃતિ બંધાણી તે કારણને (રાગને) ટાળ્યા વગર તે પ્રકૃતિ ફળ પણ આપતી નથી. જે તીર્થંકર પ્રકૃતિ બંધાણી તે તો ઘણો વખત સુધી ફળ પણ આપતી નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્તે સંવાદ ક્યાં સુધી તે ફળ નથી આપતી? કે જે રાગભાવે તીર્થંકરોત્ર બાંધ્યું તેથી વિરુદ્ધ ભાવ વડે તે રાગભાવનો સર્વથા ક્ષય કરી કેવળજ્ઞાન પ્રગટ કરે ત્યારે તે પ્રકૃતિનું ફળ આવે અને તે ફળ પણ આત્મામાં તો ન આવે, પરંતુ બહા૨માં સમવસરણાદિની રચના થાય. આ રીતે તીર્થંકગોત્ર જે ભાવે બાંધ્યું તે ભાવ તોવળજ્ઞાન થતાં છૂટી જ ગયો છે. કાંઈ તે ભાવ કેવળજ્ઞાનદશામાં રહેતો નથી. તો જે ભાવ પોતે નાશ પામી ગયો તે ભાવે કેવળજ્ઞાનમાં શું મદદ કરી? માટે અરે નિમિત્ત! તારા ઉપરની દૃષ્ટિથી જીવ ત્રણલોકનો નાથ તો થતો નથી પરંતુ ત્રણલોકમાં તે અજ્ઞાનભાવે રખડે છે-તેથી તું જીવને ચાર ગતિમાં લઈ જાય છે. ૬૯ ઉપાદાનદષ્ટિ:- સ્વાધીન સ્વભાવની કબૂલાત; હું પરિપૂર્ણ સ્વરૂપ છું, મારી પવિત્ર દશારૂપી કાર્યને કોઈની મદદ વગર હું જ મારી શક્તિથી કરું છું આવું પોતાના સ્વભાવની શ્રદ્ધાનું જોર તે ઉપાદાન દષ્ટિ છે અને તે મુક્તિનો ઉપાય છે. નિમિત્તદષ્ટિઃ- પોતાના સ્વભાવને ભૂલીને ૫૨ દ્રવ્યાનુસા૨ી ભાવ; સ્વાધીન આત્માનું લક્ષ ચૂકીને જે કોઈ ભાવ થાય તે બધા ભાવો પરાશ્રિત છે અને તે પરાશ્રિત ભાવ સંસારનું કારણ છે. સાક્ષાત્ તીર્થંકરના લક્ષે જે ભાવ થાય તે ભાવ પણ દુઃખરૂપ અને સંસારનું જ કારણ છે. પુણ્યનો રાગ તે પણ પ૨ લક્ષે જ થતો હોવાથી દુઃખ અને સંસારનું જ કારણ છે. માટે પરાધીન-દુઃખરૂપ હોવાથી નિમિત્ત દષ્ટિ છોડવા જેવી છે અને સ્વાધીન સુખરૂપ હોવાથી ઉપાદાન સ્વભાવદષ્ટિ જ અંગીકાર કરવા જેવી છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭) મૂળમાં ભૂલ ભાઈ રે! આ તો શ્રીભગવાન પાસેથી આવેલા હીરા સરાણ પર ચઢે છે. એક ન્યાયની જે ઊંધી સમજણ પકડે તો સંસાર થાય અને જો યથાર્થ સંધિ કરીને બરાબર સમજે તો મુક્તિ થાય. અહો! આ વાત તો વીતરાગ ભગવાન જ કરે.. વીતરાગના જે સેવકો તે પણ વીતરાગ જ છે ને! વીતરાગ અને વીતરાગના સેવકો સિવાય આ વાત કરવા કોઈ સમર્થ નથી. ત્રિકાળી સ્વતંત્ર સ્વભાવી હોવા છતાં અનાદિથી આ આત્મા કેમ સંસારમાં રખડી રહ્યો છે? અનાદિથી પોતાની ભૂલને જીવે ઓળખી નથી. બંધ-મુક્ત પોતે પોતાના ભાવે જ થાય છે. છતાં પરના કારણે પોતાને બંધન-મુક્તિ તે માને છે; અનાદિનું મહા ઊંધુ શલ્ય રહી ગયું છે કે પુણ્યથી અને નિમિત્તોની લાભ થાય, પરંતુ બાપુ! આત્માને પોતામાં અનાદિથી કઈ જાતની ભૂલ છે અને તે કયા કારણે છે તે જાણીને તે ટાળ્યા વગર છૂટકારો થાય તેમ નથી. પુણ્ય સારું અને પાપ ખરાબ એમ જીવ માને છે. પરંતુ મારો સ્વભાવ સારો અને સર્વ વિભાવ ખરાબ એમ સ્વભાવ-પરભાવ વચ્ચેના ભેદને તે જાણતો નથી. ખરેખર તો પુણ્ય અને પાપ બન્ને એક પ્રકારના ભાવો [ વિભાવરૂપભાવો] છે, તે બન્ને આત્માના જ્ઞાનાનંદસ્વરૂપને ચૂકીને નિમિત્ત ઉપરના વલણવાળા જે ભાવ થાય તેના જ પ્રકારો છે, તેમાંથી એકે ભાવ સ્વભાવ તરફના વલણવાળો નથી. એક દેવ-ગુરુ-શાસ્ત્ર તરફનો શુભભાવ અને બીજો સ્ત્રી-કુટુંબ-પૈસા તરફનો અશુભભાવ-એ બન્ને પર તરફ ઢળતા ભાવોથી પોતાનું જ્ઞાન આનંદ સ્વરૂપ ભિન્ન છે એમ સમજ્યા વિના અનાદિની મહાન ભૂલરૂપ અજ્ઞાન ટળે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૧ ઉપાદાન-નિમિત્ત સંવાદ નહિ. સત્ય સમજણમાં સાચા જ દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્તરૂપે હોય છે. જો સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને નિમિત્તરૂપે ન ઓળખે તો અજ્ઞાની છે અને જો તેમનાથી પોતાને લાભ થાય એમ માને તોય મિથ્યાત્વ છે. કોઈ પણ નિમિત્ત મારું કાંઈ કરી દે એવી માન્યતા તે જ મહાન ભૂલ છે અને તેનું ફળ દુઃખ જ છે, માટે નિમિત્તના લક્ષે જીવ દુઃખી જ થાય, સુખી થાય નહિ. એ બરાબર સમજવું કે નિમિત્તના લક્ષે દુઃખ છે, પરંતુ નિમિત્તથી દુઃખ નથી. પૈસા-સ્ત્રી વગેરે તો નિમિત્ત છે. તેનાથી જીવ દુઃખી નથી પણ “આ વસ્તુ મારી છે, તેમાં મારું સુખ છે, હું તેનું કરી શકું છું” આવા પ્રકારે નિમિત્તનું લક્ષ કરીને જીવ દુઃખી થાય છે. નિમિત્તનું લક્ષ કરવું તે પોતાનો દોષ છે. ઉપાદાનના લક્ષે પરમ આનંદ હોય અને નિમિત્તના લક્ષે દુઃખ હોય; કોઈ પણ પરનિમિત્તનું લક્ષ તે દુઃખ જ છે-માટે જ્ઞાન આનંદસ્વરૂપથી પરિપૂર્ણ પોતાના ઉપાદનને ઓળખીને તેના લક્ષે એકાગ્રતા કરવી તે જ પરમસુખ છે અને આ જ મુક્તિનું કારણ છે. જીવ કુદેવાદિના લક્ષથી અશુભભાવને લીધે દુઃખી થાય જ, પરંતુ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્તના લક્ષે શુભભાવથી પણ જીવ દુઃખી થાય છે એમ કહ્યું–તો હે ઉપાદાન! જીવને સુખ કઈ રીતે થાય ? એમ હવે નિમિત્ત પૂછે છે: કહૈ નિમિત્ત જો દુખ સહૈ, સો તુમ હમહિ લગાય, સુખી કૌન હૈ હોત હૈ, તાકો દેહુ બતાય. ૩૪ અર્થ:- નિમિત્ત કહે છે કે હે ઉપાદાન ! જીવ જે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૨ મૂળમાં ભૂલ દુ:ખ સહન કરે છે તેનો દોષ તું અમારા ઉપર લગાવે છે. તો જીવ સુખી શાથી થાય છે તે બતાવી દે! ૩૪. નિમિત્તનું લક્ષ કરીને અશુભભાવ કરવાથી તો જીવ દુઃખી થાય જ, પરંતુ શુભભાવ કરીને પુણ્ય બાંધે તોય જીવ દુઃખી થાય છે, એમ કહ્યું તો પછી જીવ સુખી કઈ રીતે થાય? જો ઉપાદાનનું લક્ષ કરીને તેને ઓળખે તો જ જીવ સુખી થાય. જ્યારે આત્મા સમ્યગ્દર્શન દ્વારા પોતાના સ્વભાવને ઓળખીને પોતામાં ગુણ પ્રગટ કરે ત્યારે અધૂરી અવસ્થામાં શુભરાગ આવે છે અને જ્યાં રાગ હોય ત્યાં પર નિમિત્ત હોય જ છે, કેમકે સ્વભાવના લક્ષે રાગ હોય નહિ. જો આત્મસ્વભાવનું ભાન હોય તો તે શુભરાગને અને શુભરાગના નિમિત્તોને (સત્ દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરેને) વ્યવહારથી ધર્મનું કારણ કહેવાય, પરંતુ શુભરાગ, નિમિત્તો કે વ્યવહાર એ કોઈ આત્માને ખરેખર લાભ કરે કે મુક્તિનું કારણ થાય એ વાત ખોટી છે. રાગ, નિમિત્ત અને વ્યવહાર રહિત આત્માના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા-જ્ઞાન અને રમણતા તે જ મોક્ષનું સાચું કારણ છે. જે ભાવે સર્વાર્થસિદ્ધિનો ભવ મળે કે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ, સ્વભાવનું વલણ ચૂકીને થતો હોવાથી દુઃખ જ છે. જે ભાવથી ભવ મળે અને મુક્તિ રોકાય તે ભાવ વિકાર છે- દુઃખ છે. જેટલા દુઃખ આપે તે બધાય ભાવ નિમિત્ત તરફના વલણથી થાય છે, નિમિત્તો તો પરવસ્તુ છે, તે દુઃખ આપતા નથી પરંતુ સ્વનું લક્ષ ચૂકીને પરના લક્ષે જીવ દુઃખી થાય છે, આમ ઉપાદાને પ્રબળપણે સિદ્ધ કર્યું તેથી હવે નિમિત્તે પ્રશ્ન ઉપાડ્યો છે કે મારા તરફના તો બધાય ભાવોથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૩ ઉપાદાન-નિમિત્ત સંવાદ જીવ દુઃખી જ થાય છે તો સુખી કોનાથી થાય છે? એ બતાવી દે. આના ઉત્તરમાં ઉપાદાન કહે છે કે - જા સુખકો તૂ સુખ કહે, સો સુખ તો સુખ નાહિં, યે સુખ દુઃખકે મૂલ હૈ, સુખ અવિનાશી માહિ. ૩૫ અર્થ - ઉપાદાન કહે છે-જે સુખને તું સુખ કહે છે તે સુખ જ નથી. એ સુખ તો દુઃખનું મૂળ છે. આત્માના અંતરમાં અવિનાશી સુખ છે. ૩૫. આગલા દોહામાં નિમિત્તનો એમ કહેવાનો આશય હતો કેએક આત્માને અને ભૂલીને પર તરફ વિચાર જાય તો તે દુઃખી થાયતો સુખી કોને લઈને થાય? અર્થાત્ જીવ પર નિમિત્તના લક્ષે શુભભાવ કરીને પુણ્ય બાંધીને તેના ફળમાં સુખી થાય છે માટે જીવને સુખી થવામાં પણ નિમિત્તની જ મદદ છે. આના જવાબમાં ઉપાદાન તેની મૂળભૂત ભૂલ બતાવે છે કે હે ભાઈ ! તું જે પુણ્યના ફળને સુખ કહે છે તે સુખ જ નથી, પરંતુ એ તો દુઃખનું જ મૂળ છે. પુણ્યને અને પુણ્યના ફળને પોતાનું સ્વરૂપ માનીને જીવ મિથ્યાત્વની મહાપુષ્ટિ કરીને અનંત સંસારમાં દુઃખી થાય છે માટે અહીં પુણ્યને દુઃખનું જ મૂળ કહ્યું છે. પાંચ ઇન્દ્રિયના વિષય તરફનું વલણ તો દુઃખ છે જ પણ પંચમહાવ્રતોના ભાવ તે પણ આસ્રવ છે-દુઃખનું મૂળ છે. સ્વભાવ તરફનો ભાવ તે સુખનું મૂળ છે અને નિમિત્ત તરફનો ભાવ તે દુઃખનું મૂળ છે. ઊંચામાં ઊંચા પુણપરિણામ પણ નાશમાં છે, માટે પુણ્ય તે સુખરૂપ નથી. આત્માના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૭૪ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ જ સુખરૂપ છે. શ્રી પ્રવચનસારજીમાં સ્વર્ગના સુખને ઊના ધગધગતા ઘી સમાન કહ્યાં છે; જેમ ઘી પોતાના સ્વભાવથી તો શીતળતા કરનારું છે પરંતુ અગ્નિનું નિમિત્ત પામીને પોતે વિકૃત થતાં તે ઘી દઝાડવાનું કાર્ય કરે છે; તેમ આત્માનો અનાકુળ જ્ઞાનસ્વભાવ પોતે સુખરૂપ છે, પરંતુ જ્યારે તે સ્વભાવમાંથી ખસીને પોતે નિમિત્તનું લક્ષ કરે છે ત્યારે આકુળતા થાય છે, તેમાં જો શુભરાગ હોય તો પુણ્ય છે અને અશુભરાગ હોય તો પાપ છે; પરંતુ પુણ્ય તે ધગધગતા ઘીની માફક જીવને આકુળતામાં બાળનારા છે અને પાપથી તો જીવ સાક્ષાત્ અગ્નિ સમાન નરકાદિમાં અત્યંત દુઃખી થાય છે. માટે હું ભાઈ નિમિત્ત! તું પુણ્યના સંયોગથી જીવને સુખ માને છે પરંતુ તેમાં સુખ નથી. પુણ્યના ફળમાં મળેલાં પાંચ ઇન્દ્રિયોના વિષયોના સંયોગથી જીવને કઈ રીતે સુખ થાય? ઊલટું પાંચ ઇન્દ્રિયોના વિષયનું લક્ષ કરવાથી જીવ આકુળિત થઈને દુઃખ ભોગવે છે, સુખ તો આત્માના અંતર સ્વભાવમાં છે. અવિનાશી શાયક સ્વભાવના લક્ષે, તેની શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતાથી જ જીવ સુખી થાય છે, માટે અવિનાશી ઉપાદાન સ્વભાવને ઓળખીને તેના લક્ષે ઠરવું જોઈએ અને નિમિત્તનું લક્ષ છોડવું જોઈએ. આત્માને સુખ જોઈએ છે, આત્માને પોતાના સુખ માટે શું કોઈ બીજા પદાર્થની મદદની જરૂર છે કે પોતાને પોતાના સ્વરૂપની શ્રદ્ધા-જ્ઞાન કરીને તેમાં રમણતા-કરવાની જરૂર છે? સુખી થવા માટે પ્રથમ તેનો ઉપાય તો નક્કી કરવો પડશે ને! એ નક્કી કરવા માટે આ ઉપાદાન-નિમિત્તનો સંવાદ ચાલે છે. અહીં આ હજારો આત્માઓ આવ્યા છે તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૭૫ બધા શા માટે આવ્યા છે? સુખનો માર્ગ સમજીને સુખી થવા માટે જ બધા આવ્યા છે. કાંઈ કોઈ આત્મા નરકમાં જવા અને દુઃખી થવા ઈચ્છે નહિ. સુખી થના૨નું સુખ તો સ્વાધીનપણામાં હોય કે પરાધીનપણામાં ? જો સુખ ૫૨ને આધીન હોય તો તે નાશ પામી જાય અને દુઃખ આવે, પરંતુ સ્વાધીન સુખ છે અને તે આત્મામાં જ સ્વતંત્રપણે છે. કોઈ ૫૨ ચીજની હાજરી વડે આત્માને સુખ મળે એ માન્યતા ખોટી છે, પરાધીન દષ્ટિ છે અને તે મહા દુઃખ આપનારી છે. પૈસા વગેરેથી મને સુખ મળે અગર તો સાચા દેવગુરુ-શાસ્ત્રથી આત્માને ધર્મ થાય એવી જે ૫૨૫દાર્થને આધીનપણાની માન્યતા તે આત્માને પોતાની શક્તિમાં લૂલોપાંગળો બનાવનારી છે, એવું થવું કોને ગમે ? જે જીવ ૫૨વસ્તુથી પોતાને સુખ-દુઃખ માને છે તે જીવે પોતાને શક્તિહીન ફૂલો, પાંગળો માન્યો છે જેને નિમિત્તાધીન દૃષ્ટિ છે તેને આત્મશક્તિની સંભાળ નથી અને તેથી તેવા જીવો ચાર ગતિમાં દુ:ખી થઈ રહ્યા છે. જગતના જીવો પોતાના આત્માના સામર્થ્યની સંભાળ કરતા નથી અને આત્માને પ૨નું અવલંબન માનીને, તેનાથી શાંતિ-સુખ માને છે પરંતુ તે માન્યતા સાચી નથી, ૫૨ના અવલંબને સુખશાંતિ છે જ નહિ. સ્વતંત્રતાની સાચી માન્યતા ન હોય તો તેમાંથી સ્વતંત્ર સુખ ન જ આવે, માટે પરતંત્રપણાની (નિમિત્ત આધીનપણાની ) શ્રદ્ધામાં દુ:ખ જ છે. ધર્મ અથવા સુખ આત્માની ઓળખાણ દ્વારા જ થાયછે. આ ઉપાદાન-નિમિત્તના સંવાદમાં ગઈ કાલે ૩૫ દોહા પૂરા થયા છે. નિમિત્તની છેલ્લી દલીલ એમ હતી કે-ભાઈ ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ મૂળમાં ભૂલ બધા દુઃખના પોટલા મારા ઉપર ઢોળ્યા, તો સુખ-શાંતિ શેમાંથી મળે ! બધી અનુકૂળતા હોય તો સુખ થાય ને? ત્યારે ઉપાદાને તેની દલીલનો નકાર કરતાં કહ્યું કે અનુકૂળ સામગ્રીમાં આત્માનું સુખ છે જ નહિ. “શરીર સરખું હોય, નીરોગી હોય, ઉમર પાકટ થાય, ભક્ત-ભોગી થઈએ એમ બધું પાર કરીને પછી મરવા ટાણે નિરાંતે ધર્મ થાય” આવી મહા પરાધીન દષ્ટિથી આત્મા પોતે જીવનમાં કદી સત્સમાગમ અંતરથી ધર્મ સમજવાનો ઉપાય ન કરે તો તેને ધર્મ થાય નહિ અને મુક્તિનો ઉપાય ન મળે, તે સંસારમાં રખડે. સત્ સમજવાનાં અપૂર્વ ટાણે જેણે સમજવાની ના પાડી તે પોતાના સ્વભાવનો અનાદર કરીને સંયોગ બુદ્ધિથી અસત્નો આદર કરીને અનંત સંસારમાં દુઃખિત થઈને રખડે છે; એને જેણે સમજવાનો અંતરથી ઉલ્લાસ લાવીને સ્વભાવનો સત્કાર કર્યો તે ઉપાદાનના જોરે અલ્પકાળમાં સંસારમુક્ત થઈને પરમસુખને પામશે. અહીં એમ સ્વાધીનતા સમજાવે છે કે હે ભાઈ ! તું તારી અવસ્થામાં ભૂલ કરે છે. તે ભૂલ તને કોઈ બીજાં કરાવતું નથી, પરંતુ તે પોતાને ભૂલીને “મને પરથી સુખ થાય' એવી ઊંધી માન્યતા કરી છે તેથી જ દુ:ખ છે. ભૂલનો કરનાર પણ તું છો અને ભૂલનો ભાંગનાર પણ તું જ છો. સ્વભાવને ભૂલીને જે ભૂલ તે કરી છે, તે ભૂલને સ્વભાવની ઓળખાણ કરીને કાઢી નાખે તો સુખ તો તારા અવિનાશી સ્વરૂપમાં જ ભર્યું છે તે તને પ્રગટ થાય. આ રીતે ઉપાદાન સ્વાધીનપણે કાર્ય કરે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates છ9 ઉપાદાન-નિમિત્ત સંવાદ નિમિત્તની દલીલ – અવિનાશી ઘટ ઘટ બર્સ, સુખ કયોં વિલસત નાહિ? શુભ નિમિત્તકે યોગ બિન. પરે પરે વિલલાહિં. ૩૬ અર્થ:- નિમિત્ત કહે છે–અવિનાશી સુખ તો ઘટ-ઘટ દરેક જીવમાં વસે છે, તો જીવોને સુખનો વિલાસ-ભોગવટો કેમ નથી? શુભ નિમિત્તના યોગ વગર જીવ ક્ષણે ક્ષણે દુ:ખી થઈ રહ્યો છે. ૩. અરે ઉપાદાન! જો નિમિત્તથી સુખ નથી અને અવિનાશી ઉપાદાનથી જ સુખ છે એમ તું કહે છે, તો બધા આત્માના સ્વભાવમાં અવિનાશી સુખ તો છે છતાં કેમ તેઓ તે મેળવી શકતા નથી ? સારાં નિમિત્ત નથી માટે ! જો આત્મામાં જ સુખ અવિનાશી ભર્યું હોય તો તેને કેમ ન ભોગવે? અને જીવ બહારમાં સુખનાં ઝાંપા કેમ નાખે? ઉપાદાન તો બધાને છે પરંતુ સારાં નિમિત્ત મળે ત્યારે સુખી થાય. –આવા નિમિત્ત તરફના અજ્ઞાનીઓના પ્રશ્નો અનાદિના છે, અને ઉપાદાનની ઓળખાણના જોરે તે પ્રશ્નને ઉડાવી દેનાર જ્ઞાનીઓ પણ અનાદિના છે. જેને આત્માના સ્વાધીન સુખસ્વરૂપની ખબર નથી તે એમ શંકા કરે છે કે જો સુખ આત્મામાં જ હોય તો કયા જીવને સુખ ભોગવવાની ભાવના નથી? અને તો પછી તે સુખ કેમ ન ભોગવે? માટે સુખને ખાતર સારાં નિમિત્તો જોઈએ. અને એ નિમિત્તના આધારે જ આત્માનું સુખ છે. માનવદેહ, આઠ વર્ષનો કાળ, સારું ક્ષેત્ર, નિરોગી શરીર અને સત્ સંભળાવનાર સંત પુરુષનો સમાગમ આ બધા જોગ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮ મૂળમાં ભૂલ હોય તો જીવ ધર્મ પામીને સુખી થાય પરંતુ જીવને સારાં નિમિત્ત નથી મળ્યા તેથી જ સુખ નથી અને નિમિત્તના અભાવમાં એક પછી એક દુઃખ ભોગવે છે, માટે સુખ લેવામાં જીવને નિમિત્તની મદદની જરૂર છે. આવી નિમિત્ત તરફની દલીલ છે. ઉપરની દલીલનો ઉપાદાન જવાબ આપે છે:શુભ નિમિત્ત ઈહ જીવકો, મિલ્યો કઈ ભવસાર; પૈ ઈક સમ્યકદર્શ બિન, ભટકત ફિર્યો ગંવાર. ૩૭. અર્થ - ઉપાદાન કહે છે-શુભ નિમિત્ત આ જીવને ઘણા ભવોમાં મળ્યું, પણ એક સમ્યગ્દર્શન વિના આ જીવ ગુમારપણે (અજ્ઞાનભાવે ) ભટકયા કરે છે. ૩૭. આ દોહામાં નિમિત્તાધીન દષ્ટિવાળા જીવને ગમાર કહ્યો છે. જે જીવને સમ્યગ્દર્શન નથી તે ગમાર છે-અજ્ઞાની છે. પરમ સત્ય ભાષા છે. શ્રી સર્વજ્ઞ ભગવાનના પક્ષથી અને સ્વભાવની સાક્ષીથી અનંત સમ્યજ્ઞાનીઓ કહે છે કે હું ભાઈ ! જીવને સમ્યગ્દર્શન વગર જ સુખ નથી. પોતે જ પોતાના આખા સ્વભાવને ભૂલી ગયો અને પર સાથે સુખ-દુ:ખનો સંબંધ માન્યો તેથી જ જીવ રખડે છે, અને દુઃખી થાય છે. આ અનંત સંસારમાં રખડતા જીવને સારા-ઉત્કૃષ્ટ નિમિત્તો મળ્યાં, સાક્ષાત શ્રી તીર્થકર ભગવાન, તેમનું સમવસરણ જેમાં ઇન્દ્રો, ચક્રવર્તી, ગણધરો અને સંતો-મુનિઓના ટોળાં આવતાં એવી ધર્મસભા તથા દિવ્યધ્વનિનો ધોધમાર ઉપદેશ વરસતો હતો-આવા સર્વોત્કૃષ્ટ નિમિત્તો પાસે અનંતવાર જઈને બેઠો અને ભગવાનની દિવ્ય વાણી સાંભળી છતાં પણ તું તારી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૭૯ અંતરની રુચિના અભાવે ધર્મ ન સમજ્યો, નિમિત્તો હોવા છતાં તે ઉપાદાનની જાગૃતિ કરી નહિ તેથી સમ્યગ્દર્શન ન પામ્યો. ભાઈ રે! વસ્તુસ્વભાવ જ જ્યાં સ્વતંત્ર છે તો પછી નિમિત્તે તેમાં શું કરે? જો જીવ પોતે પોતાના સ્વભાવની ઓળખાણ કરે તો કોઈ નિમિત્તો રોકવા સમર્થ નથી અને જો જીવ પોતાના સ્વભાવની ઓળખાણ ન કરે તો કોઈ નિમિત્તો તેને ઓળખાણ આપવા સમર્થ નથી. અનંતકાળથી સંસારમાં રખડતાં દરેક જીવ મોટો રાજા થયો અને સમવસરણમાં બિરાજમાન સાક્ષાત્ ચૈતન્યદેવ શ્રી અરિહંત ભગવાનની હીરાના થાળમાં કલ્પવૃક્ષના ફળ-ફૂલથી પૂજા કરતાં ઇન્દ્રોને જોયાં અને પોતે પણ સાક્ષાત ભગવાનની પૂજા કરી, પરંતુ જ્ઞાનસ્વભાવી, રાગરહિત પોતાના નિરાલંબન આત્મસ્વરૂપને સમજ્યો નહિ એટલે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું નહિ તેથી જ ગમાર થઈને અજ્ઞાનીપણે અનંત સંસારમાં રખડયો. ભગવાન જુદા અને હું જાદો, મારા સ્વરૂપથી હું પણ ભગવાન જ છું આવી ઓળખાણ વગર ભગવાનની પૂજા કરે તો તેનાથી ધર્મનો લાભ થાય નહિ. કાંઈ ભગવાન કોઈને સમ્યગ્દર્શન આપી દે તેમ નથી, ધર્મ કોઈના આશીર્વાદથી મળતો નથી, માત્ર પોતાની ઓળખાણથી જ ધર્મ થાય છે, તે સિવાય બીજા કોઈ ઉપાયથી ધર્મની શરૂઆત થતી નથી. હું આત્મા સ્વતંત્ર ભગવાન છું, કોઈ પરવસ્તુ મારું કલ્યાણ કરી દે તેમ નથી, મારી ઓળખાણ દ્વારા હું જ મારું કલ્યાણ કરું છું-આવું સમજ્યા વગર જૈનનો દ્રવ્યલિંગી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૦. મૂળમાં ભૂલ સાધુ થયો, ક્ષમા કરી, ભગવાન પાસે ગયો, શાસ્ત્રો ભણ્યો છતાં આત્માની રુચિ અને ભાન કર્યા વગર અનંત દુઃખી થઈને સંસારમાં રખડયો ઉપાદાનસ્વરૂપ આત્માનું ભાન પોતે ન કરે તો નિમિત્તો શું કરવા સમર્થ છે? જૈનનું દ્રવ્યલિંગ અને ભગવાન એ તો નિમિત્ત છે અને ખરેખર તો ક્ષમાનો શુભરાગ તેમજ શાસ્ત્રનું જ્ઞાન તે પણ નિમિત્ત છે. તે બધાં નિમિત્તો હોવા છતાં પોતાની ભૂલના કારણે જ જીવને સુખ થતું નથી. એક માત્ર સમ્યગ્દર્શન સિવાય બીજું કોઈ આ જીવને સુખી કરવા સમર્થ નથી. જો નિમિત્ત જીવને સુખી ન કરતું હોય અને ઉપાદાનથી જ સુખ પ્રગટતું હોય તો, બધા જીવોના સ્વભાવમાં અવિનાશી સુખ તો ભર્યું છે- તેને તેઓ કેમ ભોગવતા નથી? આવો નિમિત્તનો પ્રશ્ન છે તેનો ઉત્તર ચાલે છે. ' અરે, ભાઈ ! બધા જીવોના સ્વભાવમાં અવિનાશી સુખ છે એ વાત ખરી, પરંતુ એ તો શક્તિરૂપ છે, શક્તિનો ભોગવટો નથી; પરંતુ જે જીવો પોતાની શક્તિની સંભાળ કરે છે તેઓ જ તે સુખને ભોગવે છે. જો નિમિત્તથી સુખ પ્રગટતું હોય તો નિમિત્ત તો ઘણા જીવોને છે છતાં બધાને કેમ પ્રગટતું નથી? અનંત સંસારમાં રખડતાં ઘણાં ભવોમાં આ જીવને *શુભ નિમિત્તો મળ્યાં પરંતુ એક પવિત્ર સમ્યગ્દર્શન વગર જીવ ગમારપણે સંસારમાં રખડી રહ્યો છે. જેને પોતાને * શુભનિમિત્ત=સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર, કુદેવાદિ તો અશુભ નિમિત્ત છે, તેને તો સુખના નિમિત્ત તરીકે પણ કહી શકાતા નથી. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને મરનાર પણ નિમિત્તના લક્ષે અટકે છે તેની વાત છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૧ ઉપાદાન-નિમિત્ત સંવાદ સ્વાધીન સ્વભાવની ઓળખાણ નથી અને મારું સુખ અને દેવગુરુ-શાસ્ત્ર કે શુભરાગ વગેરે પર નિમિત્તો આપી દેશે એમ જે માને છે તેને અહીં ગ્રંથકારે “ગમાર' મૂર્ખ કહ્યા છે. અરે ગમાર! તું સ્વભાવને ભૂલીને નિમિત્તાધીન દષ્ટિથી જ રખડ્યો છો, તારા જ દોષથી તું રખડયો છો. તારામાં સ્વતંત્ર સુખ છે એમ તું માનતો જ નથી તેથી જ તને સુખનો અનુભવ નથી, પરંતુ કર્મોએ તારું સુખ દાબી રાખ્યું નથી. માટે તું તારી માન્યતા ફેરવ. નિમિત્તાધીન દષ્ટિવાળાને અહીં “ગમાર' કહ્યો તેમાં, દ્વેષ નથી પણ કરુણા છે. અવસ્થાની ભૂલ છે તે બતાવવા ગમાર કહ્યો છે, સાથે એમ સમજાવે છે કે હે ભાઈ ! તારું ગમારપણું તારી અવસ્થાની ભૂલથી છે, સ્વભાવે તો તું ભગવાન છો માટે તારા સ્વભાવની ઓળખાણ વડે તું તારી પર્યાયનું ગમારપણું ટાળ. પરંતુ જે પોતાની ભૂલને જ સ્વીકારે નહિ અને નિમિત્તાનો દોષ કાયા કરે તે પોતાની ભૂલને ટાળવાનો પ્રયત્ન કરે નહિ અને તેથી તેનું ગમારપણું ટળે નહિ. સમ્યગ્દર્શનના અભાવે મિથ્યાદષ્ટિપણે ગાંડા જેવો થઈને સ્વભાવને ભૂલ્યો અને નિમિત્તોની શ્રદ્ધા કરી પરંતુ સ્વસમ્મુખ થઈને પોતાની શ્રદ્ધા કરી નહિ તેથી જ અનંતસંસારમાં અવતાર કરીને દુઃખ ભોગવ્યું છે. અમુક નિમિત્ત હોય તો આમ થાય અને અમુક નિમિત્ત હોય તો તેમ થાય” એ પ્રમાણે પરાધીનદષ્ટિ જ રાખી તેથી સુખ થયું નહિ, પરંતુ “સ્વતંત્ર છું, મારા ઉપાદાનથી હું મારું જે કરું તે થાય, મને રોકવા કોઈ સમર્થ નથી” આમ ઉપાદાનની સાચી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ સમજણથી પરાધીનદષ્ટિનો નાશ કરતાં જ જીવને પોતાના સુખનો વિલાસ (ભોગવટો) થાય છે. માટે હું નિમિત્ત! એક ઉપાદાનની જાગૃતિથી જ જીવને સુખ થાય છે, જીવને સુખી થવામાં નિમિત્તોની કાંઈ જ મદદ નથી. જેમ ચક્રવર્તી પુરુષ હોય ત્યાં પટાવાળા હાજર જ હોય, પરંતુ તે પુરુષનું ચક્રવર્તીપણું કાંઈ પટાવાળાને લીધે નથી, તેમ જીવ જ્યારે પોતાની જાગૃતિથી સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરી સુખી થાય ત્યારે નિમિત્તો હાજર સ્વયં હોય છે પરંતુ જીવના સુખના તેઓ કર્તા નથી. જીવ પોતે જો સાચી સમજણ ન કરે તો કાંઈ નિમિત્તો તેને સુખી કરવા સમર્થ નથી. ૮૨ સાચા નિમિત્ત મળ્યા વગર સમ્યજ્ઞાન ન થાય એટલું એક પડખું નિમિત્તનું બરાબર છે, એટલે કે જીવ પોતે જ્યારે જ્ઞાન કરે ત્યારે સાચા નિમિત્તોની હાજરી હોય છે–આટલું બરાબર છે પરંતુ બીજા સાચાં પડખાનું જ્ઞાન તે (નિમિત્ત દૃષ્ટિવાળો) છોડી દે છે કે–જો પોતે ન સમજે અને જ્ઞાન ન પ્રગટાવે તો સત્ સમાગમ વગેરેનો સંયોગ કાંઈ જ કરવા સમર્થ નથી. માટે ક્યારેય કોઈ પણ કાર્ય નિમિત્તથી થતું જ નથી, બંધાય કાર્યો સદાય ઉપાદાનથી જ થાય છે, તેથી સુખ પણ ઉપાદાનની જાગૃતિ વડે સમ્યગ્દર્શનથી જ થાય છે. આ રીતે, સુખ જીવના સમ્યગ્દર્શનથી જ પ્રગટી શકે છે એવી ઉપાદાનની વાત પાત્ર જીવોએ સમજીને સ્વીકારી અને નિમિત્તની હાર થઈ. જિજ્ઞાસુ પાત્ર જીવ ઉપાદાન-નિમિત્તના સંવાદ ઉપરથી એક પછી એક વાતનો નિર્ણય કરતો આવે છે અને નિર્ણયપૂર્વક સ્વીકાર કરે છે. આ પ્રમાણે અહીં સુધી તો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૮૩ નિમિત્તની હાર થઈ, હવે થોડીક વારમાં નિમિત્ત હારી જશે અને તે પોતે પોતાની હાર સ્વીકારી લેશે. સમ્યગ્દર્શન સુધી તો વાત આવી છે કે-સમ્યગ્દર્શનથી જ જીવને સુખ થાય છે અને સાચા નિમિત્તો હોવા છતાં સમ્યગ્દર્શન ન હોવાને લીધે જ જીવને દુઃખ છે. સમ્યગ્દર્શનની વાત સ્વીકાર્યા પછી હવે સમ્યક્યારિત્ર સંબંધી નિમિત્ત તરફની દલીલ મૂકે છેઃ સમ્યકદર્શ ભયે કહા, ત્વરિત મુક્તિમેં જાહિં? આગે ધ્યાન નિમિત્ત હૈ, તે શિવકો પહુંચાહિં. ૩૮ અર્થ- સમ્યગ્દર્શન થવાથી શું તરત જ જીવ મુક્તિમાં જાય છે? (ના) આગળ પણ ધ્યાન નિમિત્ત છે, તે શિવપદમાં (મોક્ષ) પહોંચાડે છે-આમ નિમિત્તની દલીલ છે. ૩૮. નિમિત્ત કહે કે સમ્યગ્દર્શનથી જ જીવને સુખનો ઉપાય પ્રગટે છે એ વાત સાચી સમ્યગ્દર્શનથી મુક્તિનો ઉપાય થાય પણ નિમિત્તના લક્ષે રાગાદિ ભાવથી મોક્ષનો ઉપાય ન થાય. આ રીતે, પંચમહાવ્રતની ક્રિયામાં ધર્મ થાય, દેવ-ગુરુ-શાસ્ત્ર કે પુણ્યથી લાભ થાય, તીર્થકર ગોત્રનો ભાવ સારો એવા પ્રકારની ઊંધી માન્યતાની દલીલ તો હવે નિમિત્તે છોડી દીધી છે પણ ઉપરની દશામાં નિમિત્તનો આધાર છે એવી દલીલ કરે છે. સમ્યગ્દર્શન પછી પણ નિમિત્તનું જોર છે. એકલા સમ્યગ્દર્શનથી મુક્તિ થઈ જતી નથી, સમ્યગ્દર્શન પછી પણ ધ્યાન કરવું પડે છે; એ ધ્યાનમાં ભેદનો વિકલ્પ ઊઠે છે-રાગ થાય છે, માટે તે પણ નિમિત્ત આવ્યું કે નહિ? આત્માની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૮૪ સાચી ઓળખાણ પછી સ્થિરતા થતાં ભલે મહાવ્રતાદિના વિકલ્પને છોડી દો, પરંતુ વસ્તુને ધ્યાનમાં ધારવી તો પડશેને? વસ્તુમાં સ્થિરતા કરવા જતાં રાગમિશ્રિત વિચાર આવ્યા વગર રહેશે જ નહિ. માટે રાગ પણ નિમિત્તરૂપે આવ્યો કે નહિ? જુઓ નિમિત્ત ક્યાં સુધી પહોંચ્યું ? ઠેઠ સુધી નિમિત્તની જરૂર પડી છે-એથી નિમિત્તનું જ જોર છે-આ નિમિત્તની છેલ્લી દલીલ છે. નિમિત્તે જે દલીલ કરી તે ભેદના પક્ષની દલીલ છે, સમ્યગ્દર્શન પછી સ્થિરતા કરતાં વચ્ચે ભેદનો વિકલ્પ આવ્યા વગર રહેતો નથી, વચ્ચે વિકલ્પરૂપ વ્યવહા૨ આવે છે એ વાત ખરી છે, પરંતુ તે વિકલ્પ મોક્ષમાર્ગમાં કિંચિત્ મદદગાર નથી; નિમિત્તદષ્ટિવાળો તો તે વિકલ્પને જ મોક્ષમાર્ગ સમજી લે છે એ જ દૃષ્ટિની ભૂલ છે. આત્માના સ્વભાવને દૃષ્ટિવંત જીવ અભેદના પક્ષથી સમજે છે એટલે જે ભેદ પડે અને રાગ થાય તેને તે જાણે છે પણ મોક્ષમાર્ગમાં મદદગાર૫ણે તેને સ્વીકારતા નથી અને નિમિત્તની પક્કડવાળો અજ્ઞાની ભેદના પક્ષથી વાત કરે છે, તેને અભેદસ્વભાવનું ભાન નથી એટલે તે એમ માને છે કે ધ્યાન કરતા વચ્ચે ભેદભંગનો વિકલ્પ આવ્યા વગર રહેતો નથી માટે તે વિકલ્પ જ ધ્યાનમાં મદદગાર છે. આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની દૃષ્ટિમાં જ અંતર છે. એક ગુણને લક્ષમાં લઈને વિચાર કર્યા વગર ધ્યાન થશે નહિ અને એક ગુણને લક્ષમાં લઈને વિચાર કરવો તે તો ભેદ ભંગ છે. એ ભેદ-ભંગ વચ્ચે આવે જ છે-માટે તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૫ • S૯. ઉપાદાન-નિમિત્ત સંવાદ ભેદના રાગની મદદથી જ મોક્ષ થાય છે એમ નિમિત્તની દલીલ છે. આ દલીલમાં હવે પરની કાંઈ લપસપ રાખી નથી હવે તો અંદરમાં જે વિકલ્પરૂપ વ્યવહાર વચ્ચે આવે છે તે વ્યવહારને મોક્ષમાર્ગ તરીકે જે અજ્ઞાની માને છે તેની આ દલીલ છે. હવે ઉપાદાન તેની (નિમિત્તની) દલીલનું ખંડન કરે છે છોર ધ્યાનકી ધારના, મોર યોગકી રીતિ; તોર કર્મ, જાલકો, જોર લઈ શિવ પ્રીતિ. ૩૯. અર્થ - ઉપાદાન કહે છે કે ધ્યાનની ધારણાને છોડીને, યોગની રીતને સમેટીને, કર્મની જાળને તોડીને, જીવ પોતાનો પુરુષાર્થ વડે શિવપદની પ્રાપ્તિ કરે છે. ૩૯. ' અરે નિમિત્ત ! ભેદનો વિકલ્પ ઊઠે તેને તું મોક્ષનું કારણ કહે છે પરંતુ તે તો બંધનું કારણ છે, જ્યારે તે વિકલ્પને જીવ છોડે છે ત્યારે જ મોક્ષ થાય છે. સમ્યગ્દર્શન પછી ધ્યાનનો વિકલ્પ આવે છે પરંતુ તે છોડીને મુક્તિ થાય છે. તે વિકલ્પ રાખીને કદી મુક્તિ થઈ શકતી નથી. ધ્યાનની ધારણા છોડીને એટલે કે “સ્વભાવમાં ઠરું' એનો વિકલ્પ ઊઠે તે વિકલ્પ છોડીને અભેદસ્વરૂપમાં ઠરતાં કેવળજ્ઞાન અને મોક્ષ થાય છે, માટે એકલા ઉપાદાનના જોરથી જ કાર્ય થાય છે, પરંતુ નિમિત્તથી કાર્ય થતું નથી. અહીં ઉપાદાન તે નિશ્ચય અને નિમિત્ત તે વ્યવહાર એ રીતે લીધું છે. સ્વભાવમાં એકાગ્રતારૂપ અભેદ પરિણતિ તે નિશ્ચય છે, તે જ ઉપાદાન છે, તે જ મોક્ષનું કારણ છે અને ભેદરૂપ વિકલ્પ ઊઠે તે વ્યવહાર છે, તે નિમિત્ત છે, તે મોક્ષનું કારણ નથી. ધ્યાનની ધારણા છોડવાથી કેવળજ્ઞાન થાય છે, તેમ જ કેવળજ્ઞાન થયા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ પછી પણ મન, વચન, કાયાના યોગનું કંપન હોય છે તે પણ મોક્ષનું કારણ નથી, તે ક્રિયાને મચકોડીને-મરડીને મોક્ષ થાય છે. મન, વચન, કાયા તરફના વિકલ્પને તોડી-મરડીને અને કર્મ તરફના વલણને તોડીને, સ્વરૂપની અંદર પુરુષાર્થ કરી રાગથી છૂટીને અભેદસ્વરૂપમાં ઠરતાં કેવળજ્ઞાન અને છેવટે મુક્તિ થાય છે. ઉપાદાને સ્વભાવ તરફથી દલીલ કરીને નિમિત્તની પરાધીનપણાની દલીલ તોડી નાખી. આ રીતે ૩૯ દોહા સુધી ઉપાદાન નિમિત્તે સામ સામી દલીલો કરી, તે બન્નેની દલીલોને બરાબર જાણીને સમ્યજ્ઞાનરૂપી ન્યાયધીશ ચૂકાદો આપે છે કે-ઉપાદાન આત્મા તરફથી સ્વાશ્રિત વાત કરનાર છે અને નિમિત્ત આત્માને પરાશ્રિત બતાવે છે, તેમાં આત્માને અને દરેક વસ્તુઓને સ્વાધીન બતાવનાર ઉપાદાનની વાત તદ્દન સાચી જ છે અને આત્માને તથા દરેક વસ્તુઓને પરાધીન બતાવનાર નિમિત્તની વાત તદ્દન ખોટી છે, માટે નિમિત્તનો પરાજ્ય થાય છે. નિમિત્ત પક્ષવાળા તરફથી છેવટની અપીલ કરવામાં આવે છે કે નિમિત્તની વાત ખોટી કેમ! અને નિમિત્તનો પરાજ્ય કેમ! જુઓ, અમે બધા અહીં સત્ સમાગમે આવ્યા તેથી અમને સારા ભાવ થયા અને જો ઘરે હોઈએ તો આવા સારા ભાવ ન થાય. સારું નિમિત્ત મળ્યું તેથી સારા ભાવ થયા, માટે નિમિત્તનું કંઈક બળ રાખો ! ઉપાદાન તે અપીલનું ખંડન કરે છે કે ભાઈ રે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ८७ પોતાના ફેરવવાથી પોતાના ભાવ ફર્યા છે પરંતુ નિમિત્તને લીધે કોઈના ભાવ ફર્યા નથી. ઉપાદાનના કામમાં નિમિત્તનું કંઈ જઅંશમાત્ર પણ બળ નથી. ઉપાદાનના કામમાં તો નિમિત્તની નાસ્તિ છે. ઉપાદાનની બહાર જ તે લોટે છે, પરંતુ ઉપાદાનમાં તે પ્રવેશતું નથી તેમ જ દૂરથી પણ તે કાંઈ જ અસ૨, મદદ કે પ્રેરણા આપતું નથી. કોઈ એમ કહે કે “નિમિત્ત ઉપાદાનને કાંઈ કરતું નથી પરંતુ જેવું નિમિત્ત આવે -તેને અનુસાર ઉપાદાન સ્વયં પરિણમે છે”–તો એ વાત પણ તદ્દન મિથ્યા અને વસ્તુને પરાધીન બતાવનારી છે. નિમિત્ત હોય તે અનુસાર ઉપાદાન પરિણમતું નથી પરંતુ ઉપાદાન પોતે પોતે પોતાની તાકાતથી સ્વાધીનપણે પરિણમે છે. સત્ સમાગમના નિમિત્તનો સંયોગ થયો માટે તમારા ભાવ સુધર્યા-એમ નથી. સત્ સમાગમનું નિમિત્ત હોવા છતાં કોઈ જીવને પોતાના ભાવમાં સાચી વાત ન બેસે અને ઊલટો સત્નો વિરોધ કરીને દુર્ગતિ જાય-કેમકે ઉપાદાનના ભાવ સ્વતંત્ર છે. સત્ નિમિત્તનો સંગ હોવા છતાં ઉપાદાન પોતે સ્વયં જાગૃતિ ન કરે તો સાચું સમજાય નહિ અને જે સાચું સમજે છે તે સૌ પોતાના ઉપાદાનની જાગૃતિ કરીને જ સમજે છે. શ્રી ભગવાનના સમવસરણમાં કરોડો જીવો વાણી સાંભળતાં હોય, ત્યાં વાણી તો બધાને માટે સરખી જ છે છતાં જે જીવો પોતાના ઉપાદાનની જાગૃતિ કરી જેટલું સમજ્યા તે જીવોને તેટલું નિમિત્ત કહેવાણું; કોઈ બાર અંગનું જ્ઞાન કરે તો તેને બાર અંગ માટે ભગવાનની વાણીનું નિમિત્ત કહેવાય, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ८८ કોઈ જરાય ન સમજે તો તેના માટે જરાય નિમિત્ત ન કહેવાય, કોઈ ઊંધુ સમજે તો તેની ઊંધી સમજણમાં નિમિત્ત કહેવાય. આથી સિદ્ધ થાય છે કે ઉપાદાન સ્વાધીનપણે જ કાર્ય કરે છે. નિમિત્ત તો માત્ર આરોપરૂપ જ છે. શ્રીભગવાન પાસે અને સાચા ગુરુ પાસે અનંતવાર ગયો પણ ભડનો દીકરો પોતે જાગૃત થઈને પોતાની ભૂલ કાઢે ત્યારે સાચું સમજેને? કાંઈ દેવ કે ગુરુ તેના આત્મામાં પ્રવેશી જઈને તેની ભૂલને બહાર કાઢે ? જેમ સિદ્ધ ભગવાનનું જ્ઞાન લોકાલોકને પરિણમનમાં નિમિત્ત છે, પરંતુ શું સિદ્ધ ભગવાન લોકાલોકના કોઈ પદાર્થને પરિણમાવે છે? કે તેની કાંઈ અસર પદ્રવ્યો ઉ૫૨ થાય છે? તેમ કાંઈ થતું નથી; સિદ્ધ ભગવાનના જ્ઞાનની જેમ સર્વત્ર સમજી લેવું કે નિમિત્ત માત્ર હાજરરૂપ છે, તે કોઈને પરિણમાવતું નથી કે તેની અસર ઉપાદાન ઉપર જરાપણ થતી નથી. માટે ઉપાદાનનો જ વિજય છે. દરેક જીવ પોતપોતાના એકલા સ્વભાવના અવલંબને જ ધર્મ પામે છે, કોઈપણ જીવ પરના અવલંબને ધર્મ પામતો નથી. (અહીં જીવની મુક્તિ થાય એ જ પ્રયોજન હોવાથી મુખ્યપણે જીવના ધર્મ ઉપર જ ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ ઉતાર્યું છે. પરંતુ તે મુજબ જ જીવનો અધર્મભાવ પણ જીવ પોતે પોતાના ઉપાદાનની જ યોગ્યતાથી કરે છે અને જગતની બધી જડ વસ્તુઓની ક્રિયા પણ તે તે જડ વસ્તુના ઉપાદાનથી થાય છે, શરીરનું હલનચલન, શબ્દો બોલવા કે લખવા, એ બધુંય પરમાણુના ઉપાદાનથી જ થાય છે, નિમિત્ત તેમાં કાંઈ જ કરતું નથી એમ સર્વત્ર સમજવું. ) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૮૯ હવે, આ બધી વાત સ્વીકારીને નિમિત્ત પોતાનો પરાજ્ય કબૂલે છે. તબ નિમિત્ત હાર્યો તહાં, અબ નહિં જોર બસાય; ઉપાદાન શિવ લોકમેં, પહુંચ્યો કર્મ ખપાય. ૪૦. અર્થ:- ત્યારે નિમિત્ત હારી ગયું, હવે તે કાંઈ જોર કરતું નથી. અને ઉપાદાન કર્મનો ક્ષય કરીને શિવલોકમાં (સિદ્ધપદમાં ) પહોંચ્યું. ૪૦. આ ઉપાદાન-નિમિત્તના સંવાદ ઉપરથી અનેક પ્રકારે આત્માના સ્વતંત્ર સ્વરૂપની પ્રતીતિ કરીને ઉપાદાન દષ્ટિવાળો જીવ પોતાની સહજ શક્તિને પ્રગટ કરીને મુક્તિમાં એકલો શુદ્ધ સંયોગરહિત રહી ગયો. જે પોતાના સ્વભાવથી જ શુદ્ધ થયો તેણે પોતાના સ્વભાવમાંથી જ શુદ્ધતા પ્રાપ્ત કરી છે, પરંતુ કોઈ સંયોગમાંથી કે રાગ-દ્વેષ વિકલ્પ ઇત્યાદિ જે છૂટી ગયા તેમાંથી શુદ્ધતા પ્રાપ્ત કરી નથી. કર્મ અને વિકારી ભાવનો નાશ કરીને, તથા મનુષ્યદેહ, પાંચ ઇન્દ્રિયો અને દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરે બધાના લક્ષને છોડીને ઉપાદાન સ્વરૂપની એકાગ્રતાના બળે જીવે પોતાની શુદ્ધ દશા પ્રગટ કરી લીધી. એ જ ઉપાદાનની જીત છે. પ્રશ્ન:- આ દોહામાં કહ્યું છે કે ‘અબ નહિ જોર બસાય’ એટલે કે જીવની સિદ્ધદશા થયા પછી નિમિત્તનું જોર ચાલતું નથી; પરંતુ જીવની વિકા૨ દશા વખતે તો નિમિત્તનું જોર ચાલે છે ને ? ઉત્તર:- નહિ, નિમિત્ત તો ૫૨ વસ્તુ છે. આત્મા ઉ૫૨ ૫૨ વસ્તુનું જો૨ કદાપિ ચાલી શકતું નથી. પરંતુ પહેલાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯) મૂળમાં ભૂલ અજ્ઞાનદશા વખતે જીવ નિમિત્તનું જોર માની રહ્યો હતો, અને હવે પોતાના સ્વભાવની યથાર્થ પ્રતીતિ થતાં તેણે ઉપાદાન નિમિત્ત બન્નેને સ્વતંત્ર જાણી લીધા અને પોતાની સ્વતંત્ર શક્તિને સંભાળીને સ્વયં સિદ્ધદશા પ્રગટ કરી. “નિમિત્ત હારી ગયું” એનો અર્થ એ છે કે અજ્ઞાનદશામાં નિમિત્ત. ઉપર જ દષ્ટિ હતી; જ્ઞાનદશા થતાં અજ્ઞાનનો નાશ થયો અને નિમિત્તદષ્ટિ ટળી ગઈ, તેથી “નિમિત્ત હાર્યું' એમ કહ્યું છે. આ રીતે નિમિત્તાધીન દષ્ટિનો નાશ થતાં ઉપાદાનને પોતામાં શું લાભ થયો તે હવે કહે છે ઉપાદાન જીત્યો તાં, નિજબલ કર પરકાસ; સુખ અનંત ધ્રુવ ભોગવે, અંત ન બન્યો તાસ. ૪૧. અર્થ - આ રીતે પોતાના બળનો પ્રકાશ કરીને ઉપાદાન જીત્યું, (તે ઉપાદાન હવે) ધ્રુવપણે અનંત સુખ ભોગવે છે. તેનો અંત કહ્યો નથી. ૪૧. આત્માનો સ્વભાવ શુદ્ધ, ધ્રુવ, અવિનાશી છે તે સ્વભાવના જોરે ઉપાદાને પોતાના કેવળજ્ઞાનનો પ્રકાશ કર્યો અને હવે તે સ્વાધીનપણે અનંત ધ્રુવ સુખ ભોગવે છે. પહેલા નિમિત્તાધીન દષ્ટિથી પરાધીનપણે (પર લક્ષ કરીને) દુઃખ ભોગવતો, હવે સ્વભાવને ઓળખીને ઉપાદાન દષ્ટિથી સ્વાધીનપણે સિદ્ધદશામાં સુખનો અનુભવ અનંતકાળ કર્યા કરે છે; સિદ્ધદશા થયા પછી સમયે સમયે સ્વભાવમાંથી જ આનંદનો ભોગવટો થયા જ કરે છે. પોતાના સુખ માટે જીવને શરીર પૈસા વગેરે પરદ્રવ્યની જરૂર નથી, કેમકે તે કંઈ ન હોવા છતાં સિદ્ધ ભગવાન સ્વાધીનપણે સંપૂર્ણ સુખી છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૯૧ જાઓ આમાં કહ્યું છે કે ઉપાદાન પોતાના બળનો પ્રકાશ કરીને સુખ પામ્યું છે. પોતામાં જે શક્તિ હતી તેની ઓળખાણ દ્વારા તે બળને પ્રગટ કરીને જ સુખ પામ્યું છે, પરંતુ કોઈ નિમિત્તની મદદથી સુખ પામ્યું નથી. હવે તત્ત્વ સ્વરૂપ કહે છે, તેમાં બહુ સરસ જાય છેઉપાદાન અરુ નિમિત્ત યે, સબ જીવન પૈ વીર; જો નિશક્તિ સંભારહીં સો પહુચે ભવતીર. ૪૨. અર્થ:- ઉપાદાન અને નિમિત્ત એ બધા જીવોને છે, પણ જે વીર પોતાની ઉપાદાનશક્તિને સંભાળે છે તે ભવનો પાર માને છે. ૪૨. બધા આત્માઓ ભગવાન છે અને અનંતગુણવાળા છે, બધા આત્માની ઉપાવાનની શક્તિ સરખી છે અને બધા આત્માને બહારના નિમિત્ત પણ છે; આ રીતે ઉપાદાન અને નિમિત્ત એ બન્ને ત્રિકાળ બધા આત્માને છે. એવો કોઈ આત્મા નથી કે જેનામાં ઉપાદાન સામર્થ્યની પૂર્ણતા ન હોય, તેમજ એવો કોઈ આત્મા નથી કે જેને નિમિત્ત નથી. જેવું કાર્ય જીવ પોતે કરે તે વખતે તેને અનુકૂળ નિમિત્ત હોય જ છે, નિમિત્ત હોય છે ખરું, પણ ઉપાદાનના કાર્યમાં તે કાંઈ પણ કરતું નથી. ઉપાદાન અને નિમિત્ત બને અનાદિ અનંત છે. જે પોતાના ઉપાદાનની જાગૃતિ કરીને ધર્મ સમજે તેને સત્ નિમિત્ત હોય છે અને જે જીવ ધર્મ ના સમજે તેને કર્મ વગેરે નિમિત્ત કહેવાય છે, સિદ્ધને પણ પરિણમન વગેરેમાં કાળ, આકાશ વગેરેનું નિમિત્ત છે, અને જ્ઞાનમાં શેય તરીકે આખું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૯૨ જગત નિમિત્ત છે અથવા તો સ્વમાં નાસ્તિપણે આખું જગત નિમિત્ત છે. કોઈ પણ ઠેકાણે એકલું ઉપાદાન ન જ હોય, કેમકે જ્ઞાન સ્વપ૨ને જાણવાના સામર્થ્યવાળું છે તેથી તે ઉપાદાન અને નિમિત્ત બન્નેને જાણે છે; નો ૩પાવાન નિમિત્ત બંનેને નાળે નહિ तो ज्ञान खोटुं छे। छतां ए खास ध्यानमा राखवुं के उपादान निमित्त बनें स्वतंत्र पदार्थो छे एक बीजानुं कंइ ज करता नथी. ઉપાદાન નિમિત્ત બન્ને વસ્તુઓ હયાતીરૂપ છે. જે જીવ પોતાની ઉપાદાનશક્તિને સંભાળે છે તેને જ સમ્યગ્દર્શનાદિ ગુણો પ્રગટીને મોક્ષ થાય છે; પરંતુ જે જીવ ઉપાદાનને ભૂલીને નિમિત્ત તરફ લક્ષ કરે છે તે, પોતાની શક્તિને ભૂલીને પરમાં ભીખ માગનાર ચોરાશીનો ભિખારી છે, પરલક્ષે તે ભિખારાપણું ટળે નહિ અને જીવ સુખી થઈ શકે નહિ. જો પોતાના સ્વભાવની સ્વાધીનતાને પ્રતીતમાં લ્યે તો સર્વ પર દ્રવ્યોની ઓશિયાળ ટળી જાય અને સ્વભાવનો સ્વાધીન આનંદ પ્રગટે. જ્યારે સ્વલક્ષ કરીને ઉપાદાનશક્તિની સંભાળ કરી ત્યારે તે શક્તિ પ્રગટી એટલે સુખ થયું. ઉપાદાનશક્તિ તો ત્રિકાળ છે તે મુક્તિનું કારણ નથી પરંતુ ઉપાદાનશક્તિની સંભાળ તે મુક્તિનું કારણ છે. ઉપાદાનશક્તિની સંભાળ તે જ દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે. પહેલાં ઉપાદાનસ્વભાવની શ્રદ્ધા કરી કે હું સ્વયં અનંત ગુણ શક્તિનો પિંડ છું, પરથી છૂટો છું, મારે ૫૨માંથી કાંઈ જ લેવું નથી પણ બધું મારા સ્વભાવમાંથી જ પ્રગટે છે. આવી પ્રતીત અને જ્ઞાન કરીને પછી તે સ્વભાવમાં સ્થિરતા કરવી તે ઉપાદાન શક્તિની સંભાળ છે અને તે જ મોક્ષનું કારણ છે. ઉપાદાનકારણ અને નિમિત્તકા૨ણ એ બન્ને પર્યાયરૂપ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૯૩ છે, દ્રવ્યગુણ ત્રિકાળી છે તેમાં નિમિત્ત ન હોય. ત્રિાઝી શક્ત્તિ તે उपादान छे अने ते त्रिकाळी शक्तिनी वर्तमान पर्याय ते उपादान વ્હારળ છે. ઉપાદાન કારણ પોતાની પર્યાયમાં કેવું કાર્ય કરે છે તથા તે વખતે કેવા પ્રકારનો પર સંયોગ હોય છે તે ઓળખાવવા પર વસ્તુને નિમિત્ત કારણ કહેવાય છે. ૫૨ વસ્તુને ‘નિમિત્ત’ કહીને તેનું જ્ઞાન કરાવ્યું છે, કેમ કે જ્ઞાનનું સામર્થ્ય સ્વપરને જાણવાનું છે; પરંતુ પરદ્રવ્યનું કાંઈ પણ જોર બતાવવા તેને નિમિત્ત કહ્યું નથી. ‘જીવે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું' એમ કહેવાય છે ત્યાં ખરેખર એમ બતાવવાનો આશય છે કે જીવે પોતાની પર્યાયમાં જ્ઞાનની હીનતા કરી. પરંતુ ‘જીવ જડ ૫૨માણુઓનો કર્તા છે’ એમ બતાવવાનો આશય નથી. પ્રશ્ન:- ઉપાદાન તો બધા જીવોને ત્રિકાળ છે એમ આ દોહામાં બતાવ્યું છે; અને એકલા ઉપાદાનની શક્તિથી જ કાર્ય થાય છે એમ આ સંવાદમાં કહેતા આવ્યા છો; જો એકલા ઉપાદાનથી જ કાર્ય થતું હોય તો, અનંતકાળથી ઉપાદાન હોવા છતાં પૂર્વે કદી શુદ્ધ કાર્ય પ્રગટ ન કર્યું અને અત્યારે જ પ્રગટ કર્યું તેનું શું કારણ ? ઉત્ત૨:- ઉપાદાન જે ત્રિકાળ છે તે તો દ્રવ્યરૂપ છે, તે બધા જીવોને છે, પરંતુ કાર્ય તો પર્યાયમાં થાય છે. જ્યારે જે જીવે પોતાની ઉપાદાનશક્તિની સંભાળ કરી ત્યારે તે જીવને શુદ્ધતા પ્રગટી. દ્રવ્યની શક્તિ ત્રિકાળ છે પણ જ્યારે પોતે પરિગતિ નામૃત હરી ત્યારે તે શક્તિ પર્યાયરૂપ વ્ય થડું. જ્યારે પોતે સ્વ તરફની રુચિ અને વલણ વડે પોતાની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ८४ મૂળમાં ભૂલ પરિણતિ જાગૃત કરે ત્યારે થાય છે, તેમાં કોઈ કારણ નથી; એટલે કે ખરેખર તો જેમ દ્રવ્ય-ગુણ અકારણીય છે તેમ શુદ્ધ કે અશુદ્ધ પર્યાય પણ અકારણીય છે. શુદ્ધ કે અશુદ્ધ પર્યાય તે તે સમયે સ્વયં પોતે કરે છે, તેમાં પૂર્વ-પછીની દશા કે કોઈ પર દ્રવ્ય કારણ નથી. પર્યાયનું કારણ પર્યાય પોતે જ છે, પર્યાય પોતાની તાકાતથી જે સમયે જાગૃત થાય તે સમયે જાગૃત થઈ શકે છે. જે પર્યાય જેટલું સ્વભાવ તરફનું જોર આપે. (અર્થાત્ જેટલે અંશે સમયરૂપ પરિણમે) તે પર્યાયમાં તેટલી શુદ્ધતા પ્રગટે. કારણકાર્ય એક સમયે અભેદ છે. આમાં તો પર્યાયે પર્યાયે પુરુષાર્થની સ્વતંત્રતા બતાવી છે. પહેલી પર્યાય મિથ્યાત્વરૂપ હોવા છતાં બીજા સમયે સ્વરૂપનું ભાન કરી સમ્યકત્વરૂપ પર્યાય પ્રગટી શકે છે, ત્યાં કોઈ પૂછે કે સમ્યકત્વ પહેલી પર્યાયમાં નહોતું અને બીજી પર્યાયમાં ક્યાંથી આવ્યું? તેનો ઉત્તર એ છે કે-તે સમયની પર્યાયનું સ્વતંત્ર સામર્થ્ય પ્રગટવાથી સમ્યકત્વ થયું છે. પૂર્વની પર્યાય તે નવી પર્યાયની કર્તા નથી, પરંતુ નવી પ્રગટતી અવસ્થા પોતે જ પોતાના પુરુષાર્થની યોગ્યતાથી સમ્યકત્વરૂપ થઈ છે. જે સમયે પુરુષાર્થ કરે તે સમયે સમ્યગ્દર્શન થાય છે તેમાં કોઈ કારણ નથી. પર્યાયનો પુરુષાર્થ પોતે જ સમ્યગ્દર્શનનું કારણ છે, અને તે પર્યાય દ્રવ્યમાંથી પ્રગટતી હોવાથી અભેદવિવક્ષાએ દ્રવ્યસ્વભાવ જ સમ્યગ્દર્શનનું કારણ છે. | ઉપાદાનનો મહિમા ભૈયા મહિમા બ્રહ્મકી, કૈસે બરની જાય? વચન અગોચર વસ્તુ હૈ, કહિબો વચન બનાય. ૪૩. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૯૫ અર્થ:- ગ્રંથકાર ભૈયા ભગવતીદાસજી આત્મસ્વભાવનો મહિમા કરતાં કહે છે કે-હે ભાઈ ! બ્રહ્મનો (આત્માના સ્વભાવનો ) મહિમા કેમ વર્ણવી શકાય? તે વસ્તુ વચનથી અગોચર છે, તેને કયા વચનો વડે બતાવાય? ૪૩. જે જીવ વસ્તુના સ્વતંત્ર ઉપાદાનસ્વભાવને સમજે તેને વસ્તુસ્વભાવનો મહિમા આવ્યા વગર રહે નહિ. અહો, આવો સરસ ઉપાદાનસ્વભાવ! અનાદિ અનંત સંપૂર્ણ સ્વતંત્રપણે વસ્તુ ટકી રહી છે. આવા વસ્તુસ્વભાવને વચનથી કેમ વર્ણવી શકાય? વચનથી તેનો મહિમા પાર પડે તેમ નથી, જ્ઞાન વડે જ તેનો યથાર્થ મહિમા જણાય છે; સ્વભાવનો મહિમા ઘણો છે, વચનથી પેલે પાર છે છતાં તેને વચન વડે કહેવો તે પૂરો કઈ રીતે કહેવાય? માટે હું ભાઈ ! તું તારા જ્ઞાન સામર્થ્યવડે તારા સ્વભાવનો પાર પામ. એક જ સમયમાં અનાદિ સંસારનો નાશ કરી પરમ પવિત્ર પરમાત્મદશા જેના જોરે પ્રગટ થાય એવા ભગવાન આત્માના સ્વભાવના મહિમાને અમે ક્યાં સુધી કહીએ ? હે ભવ્ય જીવો! તમે જાતે સ્વભાવને સમજે ! ! હવે ગ્રંથકાર આ સંવાદનું સુંદરપણું બતાવે છે અને આ સંવાદથી જ્ઞાની તથા અજ્ઞાનીને કઈ જાતની અસર થશે તે પણ બતાવે છેઃ ઉપાદાન અરુ નિમિત્તકો, સરસ બન્યો સંવાદ; સમદષ્ટિકો સુગમ હૈ, મૂરખકો બકવાદ. ૪૪. અર્થ - ઉપાદાન અને નિમિત્તનો આ સુંદર સંવાદ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬ મૂળમાં ભૂલ બન્યો છે; સમ્યગ્દષ્ટિને તે સહેલો છે અને મૂર્ખ (મિથ્યાદષ્ટિ) ને તે બકવાદરૂપ લાગશે. ૪૪. ઉપાદાન-નિમિત્તનું સાચું સ્વરૂપ બતાવનાર અને આત્માના સહજ સ્વતંત્ર સ્વભાવનું આ વર્ણન બહુ જ સરસ છે; જે જીવો વસ્તુનું સ્વાધીન સ્વરૂપ સમજે છે તેવા સાચી દષ્ટિવાળા જીવોને તો આ સુગમ છે, તેઓ તો આવી વસ્તુની સ્વતંત્રતા સમજીને પ્રમોદ કરશે, પરંતુ જેને વસ્તુની સ્વતંત્રતાનું ભાન નથી અને આત્માને જે પરાધીન માને છે એવા મૂર્ખ અજ્ઞાનીને તો આ વાત બકવાસરૂપ લાગશે, પરંતુ તેને વસ્તુના સ્વતંત્ર સ્વભાવનો મહિમા આવશે નહિ. જ્ઞાનીઓ વસ્તુને ભિન્ન ભિન્ન સ્વભાવપણે જોનારા છે પરંતુ અજ્ઞાની સંયોગ બુદ્ધિથી જોનારો છે એટલે તે સંયોગને લીધે કાર્ય થાય એમ મિથ્યા માને છે; વસ્તુ પરથી ભિન્ન અસંયોગી છે અને તેનું કાર્ય પણ સ્વતંત્ર પોતાની શક્તિથી જ થાય છે–એ તો જ્ઞાની જ યથાર્થપણે જાણે છે. અજ્ઞાનીને તો એમ લાગશે કે આ તો કોની વાત માંડી છે? શું આત્માને કોઈ મદદ ન કરી શકે ? ... પણ ભાઈ રે! આ વાત તારા જ સ્વરૂપની છે. પોતાના સ્વરૂપના ભાન વગર અનાદિથી દુઃખમાં રખડી રહ્યો છો, તારું તે રખડવું કેમ ટળે અને સાચું સુખ પ્રગટીને મુક્તિ કેમ થાય તે બતાવાય છે. સંયોગ બુદ્ધિથી પરપદાર્થની મદદ માનીને તો તું અનાદિથી રખડી રહ્યો છો, હવે તને તારું પરથી ભિન્ન સ્વાધીન સ્વરૂપ બતાવીને તે ઊંધી માન્યતા છોડવાનો જ્ઞાનીઓ ઉપદેશ આપે છે. જ્ઞાનીઓ તેને કાંઈ આપતા નથી, તું જ તારો તારણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૯૭ હાર છો; તું અણસમજણથી તારું બગાડ અને સાચી સમજણથી તારું સુધાર. જો જીવ આવી પોતાની સ્વાધીનતા સમજે તો તેને પોતાનો મહિમા આવે પણ જેને પોતાની સ્વાધીનતા ન સમજાય તેને આ બકવાસરૂપ લાગશે. જેને જેનો મહિમા આવે તેની વાત તે હોંશથી સાંભળે, પરંતુ જેનો મહિમા ન આવે તેની વાત રુચે નહિ. આ બાબતમાં ઓડનું દૃષ્ટાંતઃ આગળના વખતમાં ઓડલોકો આખો દિવસ મજૂરી કરતા અને સાંજે ઘેર આવીને બધા ભેગા મળીને બેસતા; તે વખતે તેમનો બારોટ તેમના બાપદાદાની જૂની વાતો તેને સંભળાવે કે તમારા ચોથી પેઢીના બાપ તો મોટા અમલદાર હતાં, ઓડલોકો તો આખો દિવસ કામ કરવાથી થાકી ગયા હોય એટલે, જ્યારે બારોટ તેમના બાપદાદાની વાત કરતો હોય ત્યારે ઝોકાં ખાય; અને બારોટને કહે કે હા બાપા, લવતી ગલા. ” ઓડલોકો સાંભળવાનું લક્ષ ન આપે ત્યારે બારોટ કહે કે અરે, સાંભળો તો ખરા, આ તમારા બાપદાદાની મોટાઈની વાત કરું છું. ત્યારે પણ ઓડ કહે કે ‘લવતી ગલા' એટલે તમે તમારે બોલ્ટે રાખો; ત્યારે બારોટ કહે કે અરે ભાઈ! આ તમને સંભળાવવા માટે કહેવાય છે, મને તો બધી ખબર છે! 66 તેમ અહીં સંસારના થાકથી થાકેલા જીવોને જ્ઞાની શ્રીગુરુ તેમના સ્વભાવનો અપૂર્વ મહિમા બતાવે છે. પરંતુ જેને સ્વભાવના મહિમાની ખબર નથી અને સ્વભાવના મહિમાની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૯૮ હોંશ ( રુચિ ) નથી એવા ઓડ જેવા જીવને સ્વભાવનો મહિમા સાંભળવાનો ઉલ્લાસ આવતો નથી, એટલે તેને તો ઉપાદાન શું, નિમિત્ત શું, વસ્તુની સ્વતંત્રતા કેવી છે-એ બધું બકવાદરૂપ લાગે છે, તેઓ આત્માની દરકાર વગરના ઓડ જેવા સંસારના મજૂર છે. જ્ઞાનીઓ કહે છે હૈ ભાઈ ! તારો સ્વભાવ શું, વિકાર શું અને તે વિકાર કેમ ટળે એ તને સમજાવીએ છીએ, માટે તું તારા સ્વભાવનો મહિમા લાવીને, વિવેક કરીને સમજ તો તારું સંસાર પરિભ્રમણનું દુઃખ ટળે અને તને શાંતિ થાય. આ તારા જ સુખ માટે કહેવાય છે અને તારા જ સ્વભાવનો મહિમા બતાવાય છે માટે તું બરાબર નિર્ણય કરીને સમજ. જે જીવ જિજ્ઞાસુ છે તેને તો શ્રીગુરુની આવી વાત સાંભળતાં જરૂર સ્વભાવનો મહિમા આવે છે, અને તે બરાબર નિર્ણય કરીને જરૂર સમજે છે. જિજ્ઞાસુ જીવોએ આ ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ સમજવા પ્રત્યે દુર્લક્ષ કરવા જેવું નથી, આમાં મહાન સિદ્ધાંત છે, બરાબર સમજીને આનો નિર્ણય કરવો જોઈએ. ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતાના નિર્ણય વગર કદાપિ સમ્યગ્દર્શન થાય નહિ, અને સમ્યગ્દર્શન વગર જીવને ધર્મ થાય નહિ. હવે છેલ્લી ભલામણ કરતાં ગ્રંથકાર કહે છે કે જે આત્માના ગુણને ઓળખે તે જ આ સંવાદનું રહસ્ય જાણે છે. જો જાનૈ ગુણ બ્રહ્મ કે, સો જાનૈ યહ ભેદ; સાખ જિનાગમ સો મિલે, તો મત કીજયો ખેદ ૪૫. અર્થ:- જે જીવ આત્માના ગુણને (સ્વભાવને ) જાણે તે આનો (આ સંવાદનો ) ઉપાદાન-નિમિત્તનો મર્મ જાણે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૯ ઉપાદાન-નિમિત્ત સંવાદ ઉપાદાન નિમિત્તના આ સ્વરૂપની સાક્ષી શ્રીજિનાગમથી મળે છે. માટે ખેદ કરવો નહિ- શંકા કરવી નહિ. ઉપાદાન અને નિમિત્ત બને પદાર્થો ત્રિકાળ છે ખરા, બેમાંથી એકે ય અભાવરૂપ નથી. સિદ્ધદશામાં પણ આકાશ વગેરે નિમિત્ત છે. અરે, જ્ઞાન અપેક્ષાએ આખું લોકાલોક નિમિત્ત છે. જગતમાં સ્ત્ર અને પર પદાર્થો છે. [સ્વ તે ઉપાદાન અને પર તે નિમિત્ત-એમ બન્ને પદાર્થો જગતમાં છે.] જગતમાં સ્વ-પર પદાર્થો છે અને જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે, તેથી જો જ્ઞાન સ્વ-પરના યથાર્થ સ્વરૂપને ન જાણે તો તે મિથ્યાજ્ઞાન છે, જ્ઞાનનો સ્વભાવ સ્વ-પરને જાણવાનો છે તેથી સ્વ અને પારને જેમ છે તેમ જાણવા. ઉપાદાનને સ્વ તરીકે જાણવું અને નિમિત્તને પર તરીકે જાણવું ખરું, બન્નેને જેમ છે તેમ તેના ગુણ વડે જાણીને પોતાના ઉપાદાસ્વભાવને ઓળખવો-લક્ષમાં લેવો. (૧) ઉપાદાન નિમિત્તને જાણવાં, પરંતુ નિમિત્તને લીધે ઉપાદાનમાં કોઈ કાર્ય થાય કે નિમિત્ત ઉપાદાનનું કોઈ કાર્ય કરે એમ સમજવું નહિ. (૨) એકલા ઉપાદાનથી જ કાર્ય થાય છે, નિમિત્ત કાંઈ કરતું નથી, માટે નિમિત્ત કાંઈ છે જ નહિ-એમ પણ ન માનવું. (૩) નિમિત્તને જાણવું ખરું, પરંતુ તે (નિમિત્ત) ઉપાદાનથી ભિન્ન પદાર્થ હોવાથી ઉપાદાનમાં તે કાંઈ જ મદદ કે અસર કરી શકે નહિ–આમ સમજવું તે સમ્યજ્ઞાન છે, પરંતુ જો નિમિત્તની હાજરી ન કબૂલે અગર તો નિમિત્તની હાજરીને લીધે કાર્ય થયું એમ માને તો મિથ્યાજ્ઞાન છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ આ રીતે આ સંવાદ દ્વા૨ા એમ સિદ્ધ કરવામાં આવ્યું કે ઉપાદાન તે વસ્તુની નિજશક્તિ છે અને પરસંયોગ તે નિમિત્ત છે, નિમિત્તો જીવનું (ઉપાદાનનું ) કાંઈ જ કાર્ય કરતા નથી પરંતુ ઉપાદાન પોતે જ પોતાના કાર્યને કરે છે. આખા સંવાદમાં ક્યાંય પણ ‘નિમિત્તથી કાર્ય થાય' એ વાત સ્વીકારવામાં આવી નથી. ઉંધાઈમાં વિકાર પણ જીવ પોતે જ કરે છે, નિમિત્ત વિકાર કરાવતું નથી; પરંતુ આ સંવાદમાં તો મુખ્યપણે સવળાઈની વાત લીધી છે. સમ્યગ્દર્શનથી સિદ્ધદશા સુધીમાં જીવની જ શક્તિથી કાર્ય થાય છે એમ સિદ્ધ કર્યું પરંતુ નિમિત્તનું બળવાનપણું ક્યાંય માનવામાં આવ્યું નથી. આથી કોઈ જીવ પોતાની અણસમજને લીધે એમ માની બેસે કે આ તો એકાંત થઈ જાય છે, સર્વત્ર ઉપાદાનથી જ કાર્ય થાય અને નિમિત્તથી ક્યાંય ન થાય-એમાં અનેકાંતપણું ક્યાં આવ્યું ? તો ગ્રંથકાર હવે ભલામણ કરે છે-આમાં સ્વતંત્ર વસ્તુસ્વભાવને સિદ્ધ કર્યો છે અને નિમિત્તનો પક્ષ કર્યો નથી. (નિમિત્તનું યથાર્થ જ્ઞાન છે પરંતુ તેનો પક્ષ નથી-તે તરફનું લક્ષનું જોર નથી ) માટે ખેદ ન કરશો, પરંતુ હોંશથી સમજીને આ વાત સ્વીકારજો. કેમકે આ વાતની શાખ શ્રી જિનાગમથી મળે છે. ૧૦૦ શ્રી જિનાગમ વસ્તુને સદા સ્વતંત્ર બતાવે છે, વસ્તુ સ્વરૂપ જ સ્વતંત્ર છે. જિનેન્દ્રદેવનું દરેક વચન પુરુષાર્થની જાગૃતિની વૃદ્ધિ માટે જ છે. જો જિનેન્દ્રના એકપણ વચનમાંથી પુરુષાર્થમાં પાછો પડવાનો આશય કાઢે તો તે જીવ જિનેન્દ્રના ઉપદેશને સમજ્યો જ નથી. નિમિત્તોનું અને કર્મોનું જ્ઞાન પુરુષાર્થમાં અટકવા માટે કહ્યું નથી પરંતુ નિમિત્તરૂપ ૫૨ વસ્તુઓ છે અને પર લક્ષે થતા જીવના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૧૦૧ પરિણામો પણ અનેક પ્રકારે વિકારી થાય છે એમ જાણીને પોતાના નિજ પરિણામની સંભાળ કરવા માટે નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવ્યું છે; તે જ્ઞાન સત્ય પુરુષાર્થની વૃદ્ધિ માટે જ છે. પરંતુ “તીવ્ર કર્મનો ઉદય આવીને મને હેરાન કરશે તો મારો પુરુષાર્થ નહિ ચાલી શકે!” એમ જે કહે છે તે જીવને પોતાને પુરુષાર્થ કરવો નથી તેથી જ તે પુરુષાર્થહીનપણાની વાતો કરે છે. અરે ભાઈ! પહેલાં તને જ્યારે કર્મોની ખબર ન હતી ત્યારે તું આવા તર્ક નહોતો કરતો અને હવે કર્મોનું જ્ઞાન થતાં તું પુરુષાર્થની શંકા કરે છે; તો શું હવે નિમિત્તનું સાચું જ્ઞાન થવાથી તને નુકશાન થશે? માટે હે જીવ! નિમિત્ત કર્મો તરફનું લક્ષ છોડીને તું તારા જ્ઞાનને ઉપાદાનના લક્ષમાં જોડીને સાચો પુરુષાર્થ કર ! જેટલો તું પુરુષાર્થ કરીશ તેટલું કાર્ય આવશે જ, તારા પુરુષાર્થને રોકવા જગતમાં કોઈ સમર્થ નથી. જગતમાં બધું જ સ્વતંત્ર છે, રજકણથી માંડીને સિદ્ધ સુધીના સર્વ જડ ચેતન પદાર્થો સ્વતંત્ર છે, એક પદાર્થને બીજા પદાર્થ સાથે જરા પણ સંબંધ જ નથી, તો પછી ગમે તેવા નિમિત્ત પદાર્થ હોય તોપણ તે ઉપાદાનને શું કરે ? ઉપાદાન પોતે જે પ્રકારે પરિણમે તે પ્રકારે પ૨ પદાર્થમાં નિમિત્તનો આરોપ આવે છે. નિમિત્ત તો આરોપ માત્ર છે, તેની ઉપાદાનમાં તો નાસ્તિ છે; અસ્તિ-નાસ્તિરૂપ આવું અનેકાન્ત વસ્તુસ્વરૂપ છે; પરંતુ એક પદાર્થ બીજા પદાર્થમાં કાંઈ કરે એવી માન્યતામાં તો પદાર્થોની સ્વતંત્રતા રહેતી નથી અને એકાંત થઈ જાય છે. માટે ઉપાદાન-નિમિત્તના સંવાદ દ્વારા જે વસ્તુસ્વરૂપ સમજાવવામાં આવ્યું છે તે જાણીને હે ભવ્ય જીવો ! તમે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨ મૂળમાં ભૂલ ખેદને છોડો, કાંઈક પરદ્રવ્યની મદદ જોઈએ એવી માન્યતાને છોડો. પોતાના આત્માને પરાધીન માનવો તે જ સૌથી મોટો ખેદ છે, હવે આત્માના સ્વાધીન સ્વરૂપને જાણીને તે ખેદ તમે છોડો. કેમકે શ્રીજિનાગમનું દરેક વચન વસ્તુસ્વરૂપને સ્વતંત્ર જાહેર કરે છે, અને જીવને સત્ય પુરુષાર્થ કરવા પ્રેરે છે. એ ખાસ ધ્યાન રાખવું કે નિમિત્ત વસ્તુ છે ખરી. સાચા દેવ, ગુરુ, શાસ્ત્રને ઓળખે નહિ અને કહે કે નિમિત્તનું શું કામ છે, ઉપાદાન સ્વતંત્ર છે; એમ ઉપાદાનને જાણ્યા વગર સ્વચ્છેદી થઈ પ્રવર્તે તો તેનું અજ્ઞાન જ દઢ થાય, એવા જીવને ધર્મ તો ન જ થાય, ઊલટો શુભરાગ છોડીને તે અશુભરાગમાં પ્રવર્તે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિમાં કહ્યું છે કે ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, પામે નહિ પરમાર્થને રહે ભ્રાંતિમાં સ્થિત. ધ્યાન રાખજે, આમાં ઉપાદાનનું માત્ર “નામ' લઈને નિમિત્તોનો જે નકાર કરે છે એવા જીવની વાત છે; પરંતુ જેઓ ઉપાદાનના ભાવને સમળીને નિમિત્તનું લક્ષ છોડે છે તેઓ તો સિદ્ધ સ્વરૂપને પામે છે. આ ગાથાને સૂલટાવીને કહીએ તો ઉપાદાનનો ભાવ લઈ એ જે તજે નિમિત્ત, પામે તે સિદ્ધત્વને રહે સ્વરૂપમાં સ્થિત. અજ્ઞાની જીવ સત્ નિમિત્તને જાણતો નથી અને ઉપાદાનને પણ જાણતો નથી તે જીવ તો અજ્ઞાની જ રહે છે, પરંતુ જે જીવો પોતાના ઉપાદાનસ્વભાવના સ્વતંત્ર ભાવોને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૧૦૩ ઓળખીને, તે સ્વભાવની એકાગ્રતા દ્વારા નિમિત્તનું લક્ષ છોડે છે તે જીવો પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે, તેમની ભ્રાંતિનો અને રાગનો નાશ થઈને તેઓ કેવળજ્ઞાન પામીને મુક્ત થાય છે. જે જીવ ઉપાદાન-નિમિત્તના સ્વરૂપને જાણતો નથી અને માત્ર ઉપાદાનની વાતો કરે છે અને નિમિત્તને જાણતો જ નથી તે પાપી છે અહીં “નિમિત્તથી કાંઈ કાર્ય થાય' એમ કહેવાનો આશય નથી, પરંતુ પોતાના ભાવને સમજવાની વાત છે જ્યારે જીવને સત્ નિમિત્તના સમાગમનો ભાવ અંતરથી ન ગોઠયો અને સ્ત્રી, પૈસા વગેરેના સમાગમનો ભાવ ગોયો ત્યારે તેને ધર્મના ભાવનો અનાદર અને સંસાર તરફના ઊંધા ભાવનો આદર છે. પોતાને વર્તમાન રાગ વર્તે છે છતાં તે રગનો વિવેક કરતો નથી (શુભઅશુભ વચ્ચે જરા પણ ભેદ પાડતો નથી) તે જીવ ઊંધા ભાવને જ સેવે છે. તે ઊંધો ભાવ કોનો? શું તું વીતરાગ થઈ ગયો છો? જો તને વિકલ્પ અને નિમિત્તનું લક્ષ જ ન હોત તો તારે શુભ નિમિત્તના લક્ષનું પણ પ્રયોજન ન રહેત. પરંતુ જ્યારે વિકલ્પ અને નિમિત્તનું લક્ષ છે ત્યારે તો તેનો જરૂર વિવેક કરવો જોઈએ. આથી એમ ન સમજવું કે નિમિત્તથી કાંઈ લાભ-નુકશાન છે ! પરંતુ પોતાના ભાવની જવાબદારી પોતે સ્વીકારવી પડશે. જે પોતાની વર્તમાન પર્યાયના ભાવને અને તેના યોગ્ય નિમિત્તોને નહિ ઓળખે તે ત્રિકાળી સ્વભાવને કઈ રીતે ઓળખશે. જીવ કાં તો નિમિત્તથી કાર્ય થાય એમ માનીને પુરુષાર્થહીન થાય છે, અને કાં તો નિમિત્તનો અને સ્વપર્યાયનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪ મૂળમાં ભૂલ વિવેક ચૂકીને સ્વચ્છંદી થાય છે; તે ઊંધો ભાવ જ જીવને ઉપાદાનની સ્વતંત્રતા સમજવા દેતો નથી. જો જીવ ઊંધો ભાવ ટાળીને સત્ સમજે ત્યારે તો તેને કોઈ નડતું નથી. જ્યારે જીવ પોતાના ભાવથી સત્ સમજે ત્યારે સત્ નિમિત્તો હોય જ છે; કેમકે જેને સત્ સ્વભાવનું બહુમાન છે તેને સત્ નિમિત્તો તરફનું લક્ષ અને બહુમાન આવે જ, જેને સત્ દેવ-ગુરુ-શાસ્ત્રનો અનાદર છે. તેને પોતાના જ સત્ સ્વરૂપનો અનાદર છે, અને સત્ સ્વરૂપનો અનાદર તે જ નિગોદ ભાવ છે, તે ભાવનું ફળ નિગોદ દશા છે... માટે જિજ્ઞાસુઓએ બધાય પડખેથી ઉપાદાન-નિમિત્તને જેમ છે તેમ બરાબર જાણીને નક્કી કરવું જોઈએ. એ નક્કી કરતાં પરાધીનતાની માન્યતાનો ખેદ ટળે છે અને સ્વાધીનતાનું સાચું સુખ પ્રગટે છે. હવે ગ્રંથકર્તા પોતાનું નામ અને સ્થાન જણાવે છે – નગર આગરો અગ્ર હૈ જૈની જનકો બાસ; તિહું થાનક રચના કરી, “ઐયા” સ્વમતિ પ્રકાશ. ૪૬. અર્થ - આગ્રા શહેર જૈની જનોના વાસ માટે અગ્ર છે, તે ક્ષેત્રે ભૈયા ભગવતીદાસજીએ પોતાની બુદ્ધિના પ્રકાશ પ્રમાણે આ રચના કરી છે અથવા તો પોતાના જ્ઞાનના પ્રકાશ માટે આ રચના કરી છે. ૪૬. આ ઉપાદાન નિમિત્ત વચ્ચેથી વહેંચણીના કથનનો જે અધિકાર કહ્યો તે સર્વજ્ઞદેવથી પરંપરા કહેવાયેલા તત્ત્વનો સાર છે અને તેમાંથી મારી રૂમતિથી હું જેટલું સમજ્યો તે જ મેં આ સંવાદમાં પ્રગટ કર્યું છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧/૫ ઉપાદાન-નિમિત્ત સંવાદ હવે રચનાનો દિવસ જણાવીને આ સંવાદ પૂરી કરે છે સંવત વિક્રમ ભૂપકો, સત્રહર્સ પંચાસ; ફાલ્ગણ પહિલે પક્ષમેં, દશોં દિશા પ્રકાશ. ૪૭. અર્થ - વિક્રમ રાજાના સંવત ૧૭૫૦ના ફાગણ માસના પહેલા પક્ષમાં આ સંવાદની રચના કરી છે. ૪૭. જેમ પૂર્ણિમાના ચંદ્રનો પ્રકાશ દશે દિશામાં ફેલાય છે તેમ આ ઉપાદાન- નિમિત્ત સંબંધી તત્ત્વચર્ચા દશે દિશા તત્ત્વનો પ્રકાશ કરશે, તત્ત્વનો પ્રકાશ કરશે. ઠેર ઠેર આની જ ચર્ચા ચાલશે-અર્થાત્ આ તત્ત્વજ્ઞાન જગજાહેર થશે એમ અંત મંગળ સાથે આ અધિકાર પૂર્ણતાને પામે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ [ દ્વિતીય ખંડ ] Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિદ્વદર્ય પંડિત બનારસીદાસજી કૃત ઉપાદાન-નિમિત્ત દોહા ગુરુ ઉપદેશ નિમિત્ત બિન, ઉપાદાન બલહીન; જ્યાં નર દૂજે પાંવ બિન, ચલવે કો આધીન. ૧ હો જાને થા એક હી, ઉપાદાન સોં કાજ, થર્ક સાઈ પૌન બિન, પાની માંહિ જહાજ. ૨ જ્ઞાન નૈન કિરિયા ચરણ, દોઉ શિવમગ ધાર, ઉપાદાન નિશ્ચય જહાં, હું નિમિત્ત વ્યવહાર. ૩ ઉપાદાન નિજગુણ જહાં, હું નિમિત્ત પર હોય, ભેદજ્ઞાન પરમાણ વિધિ, વિરલા બૂઝે કોય. ૪ ઉપાદાન બલ જ, તહાં નહિં નિમિત્ત કો દાવ, એક ચક્ર સો રથ ચલે, રવિ કો યહૈ સ્વભાવ. ૫ સધે વસ્તુ અસહાય જહાં, તહાં નિમિત્ત હૈ કૌન, જ્યાં જહાજ પરવાહ મેં, તિરે સહજ વિન પૌન. ૬ ઉપાદાન વિધિ નિરવચન, હૈ નિમિત્ત ઉપદેશ, વસે જા જૈસે દેશ મેં, ધરે સુ તૈસે ભેષ. ૭ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ મૂળમાં ભૂલ ઉપાદાન-નિમિત્ત દોહા દરેક વસ્તુ પોતાના વસ્તુઓનો સ્વભાવ સ્વતંત્ર છે, સ્વતંત્ર સ્વભાવથી જ પોતાનું કાર્ય કરી રહી છે. ઉપાદાન અને નિમિત્ત એ બન્ને સ્વતંત્ર ભિન્ન વસ્તુઓ છે. ઉપાદાન પોતાનું કાર્ય કરે ત્યારે નિમિત્ત માત્ર હોય છે–એટલો જ ઉપાદાનનિમિત્તનો મેળ છે, તેને બદલે જરાપણ કર્તાકર્મ સંબંધ માનવો તે અજ્ઞાન છે. આ દોહાઓમાં ઉપાદાન નિમિત્તનું સ્વરૂપ ટૂંકામાં સુંદર રીતે બતાવ્યું છે. પ્રથમ, બે દોહામાં શિષ્ય પ્રશ્ન પૂછે છે કેઃ ગુરુ ઉપદેશ નિમિત્ત બિન, ઉપાદાન બલીન, જ્યોં ન૨ દૂજે પાંવ બિન, ચલવે કો આધીન. ૧. હૌં જાને થા એક હી, ઉપાદાન સૌં કાજ, થૐ સહાઈ પૌન બિન, પાની માંહી જહાજ. ૨. અર્થ:- જેમ માણસ બીજા પગ વગર ચાલી શકે નહિ તેમ ઉપાદાન ( આત્મા પોતે) પણ સદ્દગુરુના ઉપદેશના નિમિત્ત વગર બળ વગરનો છે એકલા ઉપાદાનથી જ કામ થાય એમ જે માને છે તે બરાબર નથી; જેમ પાણીમાં પવનની સહાય વગર વહાણ થાકી જાય છે તેમ (નિમિત્તની સહાય વગર ઉપાદાન એકલું કાર્ય કરી શકતું નથી. ) આવી અજ્ઞાનીઓની માન્યતા છે, પણ તે બરાબર નથી એમ આ દોહાઓમાં સાબિત કરવું છે. ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ જાણવાની ઇચ્છાવાળો શિષ્ય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧OG ઉપાદાન-નિમિત્ત સંવાદ આ વાત પૂછે છે. નિમિત્ત અને ઉપાદાનની વાત કાંઈક ખ્યાલમાં લેનાર પૂછે છે કે ઉપાદાન શું અને નિમિત્ત શું? પણ જેને કાંઈ ખબર જ ન હોય અને જાણવાની ઈચ્છા જ ન થતી હોય તે શું પૂછે? જેણે નિમિત્ત-ઉપાદાનની વાત સાંભળી છે પણ હજી નિર્ણય કર્યો નથી એવો નિમિત્તના પક્ષવાળો પૂછે છે કે-નિમિત્ત વગર ઉપાદાન પોતાનું કામ કરવામાં બળ વગરનું છે. નિમિત્ત હોય તો ઉપાદાન કામ કરી શકે, ગુરુ હોય તો શિષ્યને જ્ઞાન થાય છે, સૂર્ય હોય તો કમળ ખીલે છે, બે પગ હોય તો માણસ ચાલી શકે છે, કાંઈ એક પગે ચાલી શકાતું નથી. જુઓ, એક પગ એકલો કામ કરી શકતો નથી પણ એક પગને બીજા પગની સહાય મળે ત્યારે ચાલવાનું કામ થાય છે. તેમ ઉપાદાન એકલું એકલું કામ કરી શકતું નથી પણ ઉપાદાન અને નિમિત્ત એમ બે ભેગા થાય તો કાર્ય થાય છે. ઉપાદાન એટલે આત્માની શક્તિ. જીવને સમ્યગ્દર્શન પ્રગટ કરવામાં આત્માની સાચી સમજણ-સ્વભાવનું ભાન તે ઉપાદાન છે અને ગુરુનો ઉપદેશ નિમિત્ત છે. જ્યારે ઉપાદાન પોતે કાર્યરૂપ પરિણમે ત્યારે જે બાહ્ય સંયોગ હોય તે નિમિત્ત છે. આ રીતે ઉપાદન-નિમિત્તની વ્યવસ્થા છે. અજ્ઞાનીઓની દલીલ છે કે નિમિત્તે સારું ન મળે તો ઉપાદાનનું કામ ન થાય. અને તે માટેના દષ્ટાંત પણ આપ્યા છે. દોહા પં. બનારસીદાસજીએ રચેલા છે. અજ્ઞાનીઓની વતી પોતે જ પ્રશ્ન ઉપાડીને તેનો જવાબ આપ્યો છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ અજ્ઞાનીઓની કેવી કેવી દલીલ હોય છે તે જ્ઞાનીઓ જાણે છે. આ દોહા ઘણા ઊંચા છે, આમાં વસ્તુસ્વભાવનું જોર મૂકયું છે. ૧૧૦ અજ્ઞાની એમ માને છે કે કાંઈક નિમિત્ત હોય તો ઉપાદાનનું કામ થાય છે, જ્ઞાની એમ જાણે છે કે એકલા વસ્તુના સ્વભાવથી જ કાર્ય થાય છે, તેમાં નિમિત્તની કાંઈ જ અસર-મદદ નથી; પણ જે બાહ્ય સંયોગો હાજરૂપ હોય તેને નિમિત્ત કહેવાય છે. કામ તો ઉપાદાન પોતે એકલું જ કરે છે. શિષ્ય કહે છે કે-એકલા ઉપાદાનથી જ કામ થાય છે એમ તમે કહો છો, પણ જો એકલા ઉપાદાનથી જ કામ થતું હોય તો પવન વગ૨ વહાણ કેમ ચાલતું નથી? ઉપાદાન છે તો પણ પવનના નિમિત્ત વગર શું વહાણ ચાલે છે? પવન વગર સારામાં સારું વહાણ પણ થાકી જાય છે; તેમ સદ્ગુરુના ઉપદેશ વિના આત્મારૂપી વહાણ મોક્ષમાર્ગ તરફ ચાલે નહિ. સદ્દગુરુનું નિમિત્ત હોય તો આત્મારૂપી વહાણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી મુક્તિના માર્ગે ચાલે. માટે નિમિત્ત હોય તો ઉપાદાન કામ કરે અને નિમિત્ત ન હોય તો ઉપાદાન બળ વગરનું થઈ જાય. એકલો આત્મા શું કરે ? જો સદ્દગુરુ હોય તો તે માર્ગ બતાવે અને આત્મા તે માર્ગે ચાલે-એ રીતે નિમિત્ત-ઉપાદાન ભેગા થાય તો આત્મા મોક્ષમાર્ગમાં ચાલે. આ નિમિત્ત તરફની દલીલ સમજવી. હવે ઉપાદાન તરફથી જવાબ આપે છેઃ જ્ઞાન નૈન કિરિયા ચ૨ન, દોઊ શિવમગ ધાર; ઉપાદાન નિશ્ચય જૐ, તહાં નિમિત્ત વ્યવહાર. ૩. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૧૧૧ અર્થ:- સમ્યગ્દર્શનપૂર્વકના જ્ઞાનરૂપ જે નેત્ર અને તે જ્ઞાનમાં સ્થિરતા સ્વરૂપ સમ્યક્રચારિત્રની ક્રિયારૂપ જે ચરણ તે બને મોક્ષમાર્ગને ધારણ કરે છે. ક્યાં ઉપાવાના નિશ્ચય હોય त्यां निमित्तरुप व्यवहार होय ज छे. અજ્ઞાનીઓ માને છે કે સદગુરુનું નિમિત્ત અને આત્માનું ઉપાદાન એ બે થઈને મોક્ષમાર્ગ છે. જ્ઞાનીઓ જાણે છે કે- “જ્ઞાન નયન કિરિયા ચરન” -જ્ઞાન નયન તે મોક્ષમાર્ગ દેખાડે છે અને ચારિત્ર તેમાં સ્થિર થાય છે-આ રીતે જ્ઞાન અને ચારિત્ર એ બે થઈને મોક્ષમાર્ગ છે. ( જ્ઞાન કહેતાં તેમાં શ્રદ્ધા પણ આવી જ જાય છે.) જ્યાં આવો નિશ્ચય મોક્ષમાર્ગ હોય ત્યાં સદ્ગુરુના નિમિત્તરૂપ વ્યવહાર હોય જ. પરંતુ જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ તો એકલા ઉપાદાનથી જ થાય છે. આત્મા દેહાદિ પર સંયોગોથી ભિન્ન છે; દયા વગેરેની શુભ કે હિંસા વગેરેની અશુભ લાગણી તે બન્ને વિકાર છે, તે આત્માનું સ્વરૂપ નથી; આમ પરથી અને વિકારથી ભિન્ન આત્માના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધાપૂર્વક જ્ઞાન તે આત્માની આંખ છે અને પુણ્યપાપના વિકાર રહિત સ્થિરતારૂપ કિયા તે ચારિત્ર છે, આ જ્ઞાન અને ચારિત્ર તે મોક્ષનો ઉપાય છે. પ્રથમ જ્ઞાનરૂપી આંખો વડે મોક્ષનો માર્ગ જાણ્યા વગર તે માર્ગમાં ચાલશે ક્યાંથી? આત્માના સ્વભાવને જાણ્યા વગર પુણમાં મોક્ષમાર્ગ માનીને અજ્ઞાનભાવે સંસારમાં જ રખડશે. પહેલાં શુદ્ધાત્માના જ્ઞાનપૂર્વક મોક્ષમાર્ગને ઓળખે અને પછી તેમાં સ્થિર થાય તો મોક્ષ પામે છે. જીવ પોતાના ઉપાદાન વડે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨ મૂળમાં ભૂલ જ્યારે આવો મોક્ષમાર્ગ પ્રગટ કરે ત્યારે સદ્ગુરુ નિમિત્તરૂપ હોય છે-એ વ્યવહાર છે. ઉપાદાન એટલે નિશ્ચય અને નિમિત્ત એટલે વ્યવહાર. ઉપાદાન તે સ્વ છે અને નિમિત્ત તે પર પર છે એટલે સ્વ તે નિશ્ચય અને પર તે વ્યવહાર. જે દ્રવ્ય પોતે કાર્યરૂપે થાય તે દ્રવ્ય કાર્યમાં નિશ્ચય છે અને જ્યારે પોતે કાર્યરૂપે થતું હોય ત્યારે અનુકૂળ પર વસ્તુ ઉપર “નિમિત્ત” એવો આરોપ કરવો તે વ્યવહાર છે. આ રીતે નિમિત્ત તો ઉપચાર માત્ર છે. આ સંબંધમાં શ્રી પૂજ્યપાદ સ્વામીએ ઈષ્ટોપદેશમાં કહ્યું છે કે नाज्ञो विज्ञत्वमायाति विज्ञो नाज्ञत्वमृच्छति। निमित्तमात्रमन्यस्तु गतेधर्मास्तिकायवत्।। ३५।। અર્થ:- અજ્ઞાની જીવ (પર વડે) જ્ઞાની થઈ શકતો નથી તેમ જ જ્ઞાની જીવ (પર વડ) અજ્ઞાની થઈ શકતો નથી. બીજા તો નિમિત્ત માત્ર છે જેમ પોતાની શક્તિથી ચાલનારા જીવપુદ્ગલોને ધર્માસ્તિકાય નિમિત્ત છે તેમ મનુષ્યો સ્વયે જ્ઞાની કે અજ્ઞાની થાય તેમાં ગુરુ વગેરે નિમિત્ત છે. “ઘર્માસ્તિવયવત' – બધાં નિમિત્ત ધર્માસ્તિકાય સમાન છે. આ એક વાક્યમાં તો નિમિત્તનું ઉપાદાનમાં સર્વથા અકિંચિત્કરપણું બતાવ્યું છે. જેમ ધર્માસ્તિકાય તો સર્વત્ર સદાય છે, પણ જે પદાર્થો સ્વયં ગતિરૂપ પરિણમે છે તેઓને માટે ધર્માસ્તિકાય ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે, અને જે પદાર્થો ગતિ કરતા નથી તેમને માટે ધર્માસ્તિકાય પર નિમિત્તનો આરોપ આવતો નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ ૧૧૩ આ રીતે, જો પદાર્થ ગતિરૂપ પરિણમે તો ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય અને જો ગતિ ન કરે તો નિમિત્ત ન કહેવાય. ધર્માસ્તિકાય તો બન્નેમાં હાજર છે, તે કાંઈ પદાર્થને ચલાવતું નથી; પણ પદાર્થ ગતિ કરે તો માત્ર આરોપથી તેને નિમિત્ત કહેવાય છે. આ જ પ્રમાણે બધા નિમિત્તો ધર્માસ્તિકાયવત્ સમજવા. કમળ ખીલે તેમાં સૂર્ય નિમિત્ત છે એટલે જો કમળ સ્વય ખીલે તો સૂર્યને નિમિત્તનો આરોપ આવે અને જો કમળ ન ખીલે તો સૂર્યને નિમિત્તનો આરોપ આવે નહિ. કમળના કાર્યમાં સૂર્ય કાંઈ કર્યું નથી તે તો ધર્માસ્તિકાયવત્ હાજર માત્ર છે. સાચી સમજણમાં ગુરુનું નિમિત્ત છે એટલે જ જીવ પોતે સ્વયં સાચું સમજે તો ગુરુને નિમિત્તનો આરોપ આવે અને જો જીવ પોતે સાચું ન સમજે તો ગુરુને નિમિત્ત કહેવાય નહિ. સામા જીવના જ્ઞાનમાં ગુરુએ કાંઈ જ કર્યું નથી, તે તો ધર્માસ્તિકાયવત્ માત્ર હાજરરૂપ છે. માટીમાંથી ઘડો થાય તેમાં કુંભાર નિમિત્ત છે એટલે માટી સ્વયં ઘડારૂપ પરિણમે ત્યારે કુંભારમાં નિમિત્તનો આરોપ આવે, અને જો માટી ઘડારૂપ ન પરિણમે તો કુંભારને નિમિત્ત કહેવાય નહિ. માટીના કાર્યમાં કુંભારે કાંઈ કર્યું નથી, કુંભાર તો ધર્માસ્તિકાયવત્ હાજર માત્ર છે. આ પ્રમાણે જ્યાં જ્યાં પરવસ્તુને નિમિત્ત કહેવામાં આવે ત્યાં સર્વત્ર “ધર્માસ્તિકાયવત” એમ સમજી લેવું. જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે તે નિશ્ચય છે, અને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪ મૂળમાં ભૂલ બીજા પદાર્થમાં આરોપ કરીને તેને નિમિત્તે કહેવું તે વ્યવહાર છે, જ્યાં નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય જ છે-અર્થાત્ જ્યાં ઉપાદાન સ્વયં કાર્યરૂપ પરિણમે ત્યાં નિમિત્તરૂપ પર વસ્તુની હાજરી હોય જ છે. ઉપાદાને પોતાની શક્તિથી કાર્ય કર્યું એમ જ્ઞાન કરવું તે નિશ્ચયનય છે અને તે વખતે હાજર રહેલી પરવસ્તુનું જ્ઞાન કરવું તે વ્યવહારનય છે. ઉપાદાન નિજગુણ જહાં, તહં નિમિત્ત પર હોય; ભેદજ્ઞાન પરમાણ વિધિ, વિરલા બૂઝે કોય. ૪. અર્થ - જ્યાં પોતાનો ગુણ ઉપાદાનરૂપે તૈયાર થાય ત્યાં તેને અનુકૂળ પર નિમિત્ત હોય જ. આવી ભેદજ્ઞાનની સાચી રીત છે તેને કોઈ વિરલા જીવો જ જાણે છે. ૪. ઉપાદાન પોતાની શક્તિથી કાર્ય કરે અને ત્યારે નિમિત્ત હોય, પણ તે ઉપાદાનમાં કાંઈ કરી શકે નહિ આ વાત ભેદજ્ઞાનની છે. સ્વ અને પર દ્રવ્યો ભિન્ન ભિન્ન છે, એકની બીજામાં નાસ્તિ જ છે તો પછી તે શું કરે? જો સસલાનાં શીંગડા કોઈને અસર કરે તો નિમિત્તની અસર પરમાં થાય; પણ જેમ સસલામાં શીંગડાનો અભાવ હોવાથી તે કોઈને અસર કરતાં નથી તેમ નિમિત્તનો પદ્રવ્યમાં અભાવ હોવાથી નિમિત્તની કાંઈ અસર પરદ્રવ્યમાં થતી જ નથી. આવું વસ્તુ સ્વભાવનું ભેદજ્ઞાન કોઈ વિરલાસત્યપુરુષાર્થી- જીવો જ જાણે છે. ઉપાદાન- નિમિત્તની સ્વતંત્રતાને જ્ઞાનીઓ જ જાણે છે; જ્ઞાનીઓ વસ્તુભાવને જુએ છે તેથી તેઓ જાણે છે કે દરેક વસ્તુની પર્યાય તે વસ્તુના પોતાના સ્વભાવથી જ થાય છે, વસ્તુસ્વભાવમાં જ પોતાનું કાર્ય કરવાનું સામર્થ્ય છે, તેને પર વસ્તુના નિમિત્તની જરૂર નથી. પરંતુ અજ્ઞાનીઓ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૫ ઉપાદાન-નિમિત્ત દોહરા વસ્તુસ્વભાવને જાણતા નથી તેથી તેઓ સંયોગોને જોનારા છે અને વસ્તુનું કાર્ય સ્વતંત્ર થાય છે તેને બદલે તેઓ સંયોગાધીનનિમિત્તાધીન કાર્ય માને છે; આ કારણે તેમને સંયોગમાંથી એકત્વબુદ્ધિ ખસતી નથી અને સ્વ-પર ભેદજ્ઞાન થતું નથી. અહીં ઉપાદાન અને નિમિત્તની સ્વતંત્રતા બતાવીને ભેદજ્ઞાનનો ઉપાય દર્શાવે છે. આખા જગતના ઘણા જીવો ઉપાદાન નિમિત્તનું સ્વરૂપ સમજ્યા વગર ખીચડો કરે છે કે નિમિત્તમાં કાંઈક વિશિષ્ટતા છે. કોઈ વાર નિમિત્તની અસર થઈ જાય છે, કોઈવાર નિમિત્તની મુખ્યતાથી કાર્ય થાય છે આ બધી માન્યતા અજ્ઞાન છે. ઉપાદાન બલ જહું, તહાં નહિં નિમિત્ત કો દાવ, એક ચક્ર સો રથ ચલે, રવિ કો યહૈ સ્વભાવ. ૫. અર્થ- જ્યાં જુઓ ત્યાં ઉપાદાનનું જ બળ છે, નિમિત્તનો દાવ નથી અર્થાત્ નિમિત્ત કાંઈ કરતું નથી; સૂર્યનો એવો જ સ્વભાવ છે કે તેનો રથ એક ચક્રથી ચાલે છે (તેમ વસ્તુનો એવો જ સ્વભાવ છે કે એકલા ઉપાદાનની તાકાતથી જ કાર્ય થાય છે) ૫. જ્યાં દરેક વસ્તુ પોતપોતાના સ્વભાવથી જ કાર્ય કરે છે ત્યાં તેના સ્વભાવમાં પરવસ્તુ શું કરે? દરેક વસ્તુ પોતપોતાના સ્વભાવમાં જ પરિણમી રહી છે, કોઈ વસ્તુ અન્ય વસ્તુના ભાવમાં પરિણમતી નથી. ઉપાદાન પોતે પોતાના ભાવમાં પરિણમે છે. પોતાની પર્યાયનું કાર્ય કરવામાં દરેક વસ્તુનું ઉપાદાન પોતે જ બળવાન છે, તેમાં નિમિત્તનું કાંઈ કાર્ય નથી. આમાં દષ્ટાંત પણ કુદરતી વસ્તુનું આપ્યું છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬ મૂળમાં ભૂલ સૂર્યના રથને એક જ ચક્ર હોય છે, એક ચક્રથી જ ચાલવાનો સૂર્યનો સ્વભાવ છે તેમ એક સ્વ વસ્તુથી જ કાર્ય કરવાનો વસ્તુનો સ્વભાવ છે. પોતાના ઉપયોગને સ્વભાવ તરફ વાળવામાં જીવ પોતે જ સ્વતંત્ર છે. માટે હું નિમિત્તના પક્ષવાળા ! તું કહે છે. કે “નિમિત્ત હોય તો કાર્ય થાય અને જેવું નિમિત્ત મળે તે અનુસાર ઉપાદાનની પર્યાય થાય' –એ વાત અસત્ય છે. સ્વભાવમાં પર નિમિત્તનું કાંઈ કાર્ય છે જ નહિ. જો વસ્તુની કોઈ પણ પર્યાય નિમિત્તને લીધે થતી હોય તો તે વસ્તુમાં તે પર્યાય થવાની તાકાત શું ન હતી ? અનાદિ અનંત કાળની સર્વ પર્યાયનું સામર્થ્ય તો વસ્તુમાં છે અને વસ્તુમાં જ અનાદિ અનંત પર્યાયનું સામર્થ્ય છે તો તેમાં બીજાએ શું કર્યું? અનાદિ અનંત પર્યાયોમાંથી એક પણ પર્યાય જો પરને લીધે કે પરની મુખ્યતાને લીધે થઈ એમ માને તો એમ માનનારે વસ્તુને સ્વીકારી નથી. નિમિત્તે કર્યું કઈ રીતે! શું વસ્તુમાં તે પર્યાય ન હતી અને બહારથી નિમિત્તે આપી? જે વસ્તુમાં જે તાકાત ન હોય તે બીજાથી આપી શકાય નહિ અને વસ્તુમાં જે તાકાત હોય તેને બીજાની અપેક્ષા કે મદદ ન હોય. આવો સ્વતંત્ર વસ્તુસ્વભાવ સ્વીકાર્યા વગર સ્વતંત્રદશા (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર) કદાપિ પ્રગટશે નહિ. વળી પૂર્વે દલીલમાં કહ્યું હતું કે શું માણસ બે પગ વગર ચાલી શકે? જેનામાં ચાલવાની તે જાતની શક્તિ હોય તે એક પગથી પણ ચાલી શકે છે. અંતર્દીપના મનુષ્યોને એક પગ હોય છે અને તેઓ એક પગથી જ ચાલે છે, તેમ આત્માના અંતર સ્વભાવની શક્તિથી નિર્મળદશા પ્રગટે છે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત દોહરા ૧૧૭ નિર્મળદશા પ્રગટ કરવામાં નિમિત્તનું કાંઈ કાર્ય તો નથી પરંતુ નિમિત્ત પ્રત્યેનું લક્ષ પણ હોતું નથી. નિમિત્તનું લક્ષ છોડી દઈને એકલા સ્વભાવના લક્ષે નિર્મળદશા પ્રગટે છે. જડ વસ્તુઓમાં “ઉપયોગ નથી તેની જે જે દશા થવા યોગ્ય હોય તે સ્વયં તેમનાથી થયા કરે છે, અને તેને અનુકૂળ નિમિત્ત હોય જ છે. જડને સુખ-દુ:ખ નથી. અહીં તો જીવનું પ્રયોજન છે; જીવમાં “ઉપયોગ” છે તેથી તે એટલો પોતાના ઉપયોગને સ્વ તરફ ફેરવી શકે છે. નિમિત્ત તરફથી ઉપયોગ ખસેડીને સ્વભાવ તરફ ઉપયોગ કરવા માટે ઉપયોગ સ્વયં પોતાથી જ ફરી શકે છે. સ્વદ્રવ્ય અને અનેક પ્રકારના પરદ્રવ્યો એક સાથે હાજર છે, તેમાં પોતાના ઉપયોગને પોતે જે તરફ વાળે તે તરફ વાળી શકે છે, પર દ્રવ્યો હોવા છતાં તે બધાનું લક્ષ છોડીને ઉપયોગને સ્વદ્રવ્યમાં વાળી શકે છે. આ ન્યાયમાં ઉપયોગની સ્વતંત્રતા બતાવી અને નિમિત્તાધીન દષ્ટિને ઉડાડી દીધી. એક બીજાનું કાંઈ કરે નહિ એવો વસ્તુનો સ્વભાવ જ છેએમ હવે કહે છે: સર્વે વસ્તુ અસહાય જહાં તહાં નિમિત્ત હૈ કૌન; જ્યોં જહાજ પરવાહ મેં, તિરે સહજ વિન પૌન. ૬. અર્થ:- બધી વસ્તુઓ જ્યાં અસહાય છે તો પછી નિમિત્ત કોણ છે? જેમ પાણીના પ્રવાહમાં વહાણ પવન વગર સહજ પોતાના સ્વભાવથી તરે છે (તેમ વસ્તુઓ પરની સહાય વગર પોતાના સ્વભાવથી જ પરિણમે છે.) ૬. આ દોહામાં વસ્તુસ્વભાવ વિશેષ સ્પષ્ટતાથી બતાવ્યો છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮ મૂળમાં ભૂલ સ વસ્તુ અસહાય” એટલે બધી જ વસ્તુઓ સ્વતંત્ર છે, એક વસ્તુની બીજી વસ્તુમાં નાસ્તિ છે તો પછી તેમાં નિમિત્ત પણ કોણ છે? પરમાર્થે તો એક વસ્તુને બીજી વસ્તુ નિમિત્ત પણ નથી, એક વસ્તુમાં બીજી વસ્તુને નિમિત્તે કહેવું તે વ્યવહાર છે-ઉપચાર છે. વસ્તુ સ્વભાવ પરથી છૂટો સ્વતઃ પરિપૂર્ણ છે તે સ્વભાવ પરની અપેક્ષા રાખતો નથી અને તે સ્વભાવનું સાધન પણ અસહાય છે. નિમિત્ત નિમિત્તમાં ભલે રહ્યું, પરંતુ ઉપાદાનના કાર્યમાં નિમિત્ત કોણ છે? વસ્તુના અનંત ગુણોમાં પણ એક ગુણ બીજા ગુણથી અસહાય-સ્વતંત્ર છે તો પછી એક વસ્તુને બીજી ભિન્ન વસ્તુ સાથે તો કોઈ સંબંધ નથી. અહીં સ્વભાવદષ્ટિના જોરે કહે છે કે એક વસ્તુમાં બીજી વસ્તુનું નિમિત્ત પણ કેવું? નિમિત્ત હોય છે તેનું જ્ઞાન ગૌણપણે છે પરંતુ દષ્ટિમાં નિમિત્તનું લક્ષ નથી. જેમ પવનની હાજરી વગર વહાણ પાણીના પ્રવાહમાં તરે છે (આ દષ્ટાંત સમજવું), તેમ આત્મા પર નિમિત્તના લક્ષ વગર અને પુણ્ય-પાપના વિકાર રહિત, ઉપાદાનના લક્ષે સ્વભાવમાં ઠરી ગયો છે–તેમાં નિમિત્ત કોણ છે? બહારમાં નિમિત્ત છે કે નહિ એનું લક્ષ નથી અને અંતરમાં શુક્લધ્યાનની શ્રેણીમાં ચડીને કેવળજ્ઞાન પામે છે. એક ક્ષણમાં અનંત પુરુષાર્થ પ્રગટાવીને કેવળજ્ઞાન પ્રગટ કરે-એવો અસહાય વસ્તુસ્વભાવ છે. આવા આત્મસ્વભાવનું ભાન કરીને તેની રમણતામાં કર્યો ત્યાં બહારના નિમિત્તોની સહાય કે લક્ષ નથી. તેવી જ રીતે વિકાર કરે તો તેમાં પણ નિમિત્તની સહાય નથી. ઉપાદાન પોતે પોતાની પર્યાયની લાયકાતથી વિકાર કરે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૯ ઉપાદાન-નિમિત્ત દોહરા છે. આખી વસ્તુ અસહાય છે અને તેની દરેક પર્યાય પણ અસહાય છે. અહો ! જેણે આવો સ્વતંત્ર વસ્તુસ્વભાવ પ્રતીતિમાં લીધો તે પોતાની નિર્મળતા માટે કોના સામું જાએ? આવી પ્રતીતિ થતાં કોઈ પર પ્રત્યે જોવાનું ન રહ્યું એટલે એકલા સ્વ-સ્વભાવની દષ્ટિ અને એકાગ્રતાના જોરે વિકારનો ક્ષય થઈને અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. કોઈ પૂછે કે જો નિમિત્ત કાંઈ જ કરતું નથી અને નિમિત્ત તો આરોપ માત્ર છે, તો પછી શાસ્ત્રોમાં તો વારંવાર નિમિત્તથી ઉપદેશ આવે છે –તેનું શું કારણ? તે પ્રશ્નનું સમાધાન આ છેલ્લા દોહામાં કરે છે ઉપાદાન વિધિ નિરવચન, હૈ નિમિત્ત ઉપદેશ; વસે જા જૈસે દેશમેં, ઘરે સુ તૈસે ભેષ. ૭. અર્થ:- ઉપાદાનની રીત નિર્વચનીય છે તેથી નિમિત્તથી ઉપદેશ દેવાની રીત છે. જેમ માણસ જે દેશમાં વસે તે દેશનો વેશ પહેરે છે તેમ (જીવનું ઉપાદાન જે જાતનું હોય તેને ઓળખાવવા માટે તેને અનુકૂળ નિમિત્તથી ઉપદેશ કરવામાં આવે છે). ૭. ઉપાદાન-વસ્તુનો સ્વભાવ વાણી દ્વારા કહી શકાતો નથી. કથન કરવા જતાં ભેદ આવ્યા વગર રહેતો જ નથી. જેટલું જેટલું ઉપદેશમાં કથન આવે તે બધું વ્યવહારથી અને નિમિત્તથી આવે. કથનમાં તો નિમિત્ત દ્વારા કથન કરીને સમજાવાય પરંતુ જો નિમિત્તના જ કથનને વળગી રહે અને ખરો આશય ન પકડે તો તેનું લક્ષ નિમિત્ત ઉપર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦ મૂળમાં ભૂલ જ રહ્યા કરે. નિમિત્તના વચનોનો અર્થ શબ્દો પ્રમાણે ન થાય परंतु उपादानना भावनी समजणY लक्ष राखीने तेना अर्थ યથાર્થ સમનવા નો . શાસ્ત્રોમાં કર્મોનું વર્ણન છે તે પણ નિમિત્તથી છે એટલે કે આત્માના અનેક પ્રકારના ભાવો ઓળખાવવા માટે કર્મોના નિમિત્તથી કથન કર્યું છે, ત્યાં આત્માના ભાવો ઓળખવાનું જ પ્રયોજન છે, તેને બદલે અજ્ઞાનીનું લક્ષ કર્મો ઉપર જ રહે છે. જ્યારે નિમિત્તથી વાત કરવી હોય ત્યારે નિમિત્તમાં વાત કરવામાં આવે છે પરંતુ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરતું નથી. પહેલાં પર વસ્તુનું જ્ઞાન કરાવવા માટે તેને નિમિત્ત કહ્યું, પછી છઠ્ઠી વોહીમાં બનારસીદાસજીએ જોર મૂકયું છે કે અરે ! અસહાય વસ્તુસ્વભાવમાં નિમિત્ત છે કોણ? જેમ એક માણસ અનેક દેશમાં ફરે અને અનેક પ્રકારના વેશ પહેરે, પરંતુ અનેક પ્રકારના વેશ પહેરવાથી કાંઈ તે માણસ ફરી જતો નથી, માણસ તો તે ને તે જ છે; તેમ આત્માને ઓળખાવવા માટે અનેક પ્રકારના નિમિત્તથી કથન આવે. પરંતુ આત્મા તો એક જ પ્રકારનો છે, એકલો “આત્મા, આત્મા” કહેવાથી આત્મા સમજાતો નથી. તેથી ઉપદેશમાં તો ભેદથી અને નિમિત્તથી ઓળખાવવામાં આવે છે પરંતુ તેનું પ્રયોજન આત્માનો સ્વભાવ બતાવવાનું છે તેથી નિમિત્તનું અને નિમિત્તની અપેક્ષાએ પડતા ભેદોનું લક્ષ છોડીને એકલા અભેદ ઉપાદાનને લક્ષમાં લેવું તે જ સમ્યગ્દર્શન, અને મોક્ષનો ઉપાય છે. માટે ઉપાદાનનિમિત્તના સ્વાધીન સ્વરૂપને ઓળખીને ઉપાદાન સ્વભાવમાં ઢળવું. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ [તૃતીય ખંડ ] Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨ મૂળમાં ભૂલ ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા ૧. ઉપાદાન-નિમિત્ત ઉપાદાન કોને કહેવું? અને નિમિત્ત કોને કહેવું? આત્માની ત્રિકાળી શક્તિને ઉપાદાન કહેવાય છે તેમજ પર્યાયની વર્તમાન શક્તિને ઉપાદાન કહેવાય છે. જે અવસ્થામાં કાર્ય થાય છે તે સમયની તે અવસ્થા પોતે જ ઉપાદાનકારણ છે; અને તે વખતે તેને અનુકૂળ પરદ્રવ્ય નિમિત્ત છે. નિમિત્તને લીધે ઉપાદાનમાં કાંઈ થતું નથી. આ ઉપાદાન-નિમિત્ત સંબંધી ચાલતી અનેક પ્રકારની મિથ્યામાન્યતા દૂર થઈ જાય તે માટે આ ઉપાદાન-નિમિત્તનો સિદ્ધાંત અનેક દષ્ટાંતો સહિત સમજાવવામાં આવે છે. ૨. ગુરુના નિમિત્તથી જ્ઞાન થતું નથી આત્મામાં જે જ્ઞાન થાય છે તે જ્ઞાન આત્માની પર્યાયની શક્તિથી થાય છે કે શાસ્ત્રના નિમિત્તથી થાય છે? આત્માની પર્યાયની લાયકાતથી જ જ્ઞાન થાય છે, નિમિત્તથી જ્ઞાન થતું નથી. જે વખતે આત્માની પર્યાયમાં પુરુષાર્થ દ્વારા સમ્યજ્ઞાન પ્રગટ કરવાની લાયકાત હોય અને આત્મા સમ્યજ્ઞાન પ્રગટ કરે તે વખતે ગુરુને નિમિત્ત કહેવાય છે. પણ ગુરુના નિમિત્તથી જ્ઞાન થયું નથી. જ્યારે જીવમાં પ્રથમ સમ્યજ્ઞાનનો પુરુષાર્થ હોય ત્યારે ગુરુની વાણીની જોગવાઈ હોય જ, પણ જ્યાં સુધી તે વાણી ઉપર જીવનું લક્ષ છે ત્યાં સુધી રાગ છે, અને જ્યારે વાણીનું લક્ષ છોડીને સ્વભાવનો નિર્ણય કરે છે ત્યારે તે નિર્ણયમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત દોહરા ૧ર૩ ગુરુને નિમિત્ત કહેવાય છે અને જીવને ગુરુના બહુમાનનો વિકલ્પ ઊઠે ત્યારે તે એમ પણ કહે કે મને ગુરુથી જ્ઞાન થયું. ૩. “ગુથી જ્ઞાન થયું એમ કહેવું તે કપટ નથી પણ વ્યવહાર છે. પ્રશ્ન:- જ્ઞાન તો પોતાથી જ થયું છે, ગુરુથી થયું નથી એમ જાણે છે છતાં ગુરુથી જ્ઞાન થયું એમ કહેવું તે કપટ ન કહેવાય? ઉત્તર- વ્યવહારમાં એમ જ બોલાય. એ કપટ નથી પણ યથાર્થ સિદ્ધાંત છે. ગુરુના બહુમાનનો શુભ વિકલ્પ ઊઠયો છે તેથી નિમિત્તમાં આરોપ અપાય છે. પ્રશ્ન:- ગુરુના બહુમાનનો વિકલ્પ ઊઠે તે તો બરાબર છે પણ “ગુરુથી જ્ઞાન થયું” એમ શા માટે કહે છે? ઉત્તર:- બહુમાનનો વિકલ્પ ઊઠયો છે તેથી નિમિત્તમાં આરોપ કરીને વ્યવહારે તેમ કહેવાય છે આરોપની ભાષા એવી જ હોય. પણ ખરેખર ગુરુથી જ્ઞાન થયું છે એમ નથી અથવા તો ગુરુ ન હોત તો જ્ઞાન ન થાત એમ પણ નથી. પોતે પુરુષાર્થથી જ્યારે જ્ઞાન કરે છે ત્યારે ગુરુ નિમિત્ત તરીકે ગણાય છે-એ સિદ્ધાંત છે. ૪. માટીમાં ઘડારૂપ પર્યાય થવાની લાયકાત કાયમની નથી પણ એક સમયની જ છે. માટીમાંથી ઘડો થાય છે. તે તેની વર્તમાન પર્યાયની તે સમયની લાયકાતથી જ થયો છે, કુંભારના કારણે થયો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪ મૂળમાં ભૂલ નથી. કોઈ એમ કહે કે “માટીમાં ઘડો થવાની લાયકાત તો કાયમ છે પણ કુંભાર આવ્યો ત્યારે ઘડો થયો.” –તો એ માન્યતા ખોટી છે. માટીમાં ઘડારૂપે થવાની લાયકાત કાયમ નથી, પણ વર્તમાન એક જ સમયની પર્યાયની તે લાયકાત છે, અને જે સમયે પર્યાયમાં લાયકાત હોય છે તે સમયે જ ઘડો થાય છે અન્ય પદાર્થોથી માટીને જુદી ઓળખાવવા માટે માટીમાં ઘડો થવાની લાયકાત છે” એમ દ્રવ્યાર્થિકનયે કહેવાય છે. પણ ખરેખર તો જ્યારે ઘડો થાય છે ત્યારે જ તેનામાં ઘડો થવાની લાયકાત છે, ત્યારે પહેલાં ઘડો થવાની લાયકાત નથી પણ બીજી પર્યાયો થવાની લાયકાત છે. ૫. ગુરુને લીધે શ્રદ્ધા થતી નથી. આત્મા પુરુષાર્થથી સાચી શ્રદ્ધા કરે છે, તે તેની પર્યાયની વર્તમાન લાયકાત છે, ને ગુરુ પોતાના કારણે હાજર હોય છે તે નિમિત્ત છે. જીવે શ્રદ્ધા કરી માટે ગુરુને આવવું પડ્યું એમ નથી, તેમજ ગુરુ આવ્યા તેના કારણે શ્રદ્ધા થઈ એમ પણ નથી; બને પોતાના કારણે છે. જો ગુરુ આવ્યા માટે શ્રદ્ધા થઈ–એમ માનીએ તો, ગુરુ કર્તા અને શિષ્યને શ્રદ્ધા થઈ તે તેનું કાર્ય-એમ બે દ્રવ્યોને કર્તાકર્મપણું થઈ જાય અથવા તો શ્રદ્ધા કરી માટે ગુરુ આવ્યા એમ માનીએ તો, શ્રદ્ધા કર્તા અને ગુરુ આવ્યા તે તેનું કાર્ય-એમ બે દ્રવ્યોને કર્તાકર્મપણું થઈ જાય. પણ શ્રદ્ધા થઈ તે શ્રદ્ધાની પર્યાયના કારણે. ને ગુરુ આવ્યા તે ગુરુની પર્યાયના કારણે બન્ને સ્વતંત્ર છે. ૬. શાસ્ત્રથી જ્ઞાન થતું નથી. સામે શાસ્ત્ર આવ્યું માટે જ્ઞાન થયું એમ નથી. પણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત દોહરા ૧૨૫ જે ક્ષણે પોતાની લાયકાત છે તે ક્ષણે જીવ પોતાની શક્તિથી જ્ઞાન કરે છે અને ત્યારે નિમિત્ત તરીકે શાસ્ત્ર હોય છે. જ્ઞાન થવાનું હોય માટે શાસ્ત્રને આવવું જ પડે તેમ નથી, અને શાસ્ત્ર આવ્યું માટે જ્ઞાન થયું-એમ પણ નથી. આમાના સામાન્ય જ્ઞાનસ્વભાવનું વિશેષરૂપ પરિણમન થઈને જ જ્ઞાન થાય છે તે જ્ઞાન નિમિત્તના અવલંબન વગર અને રાગના આશ્રય વગર સામાન્ય જ્ઞાનસ્વભાવના આશ્રયે જ થાય છે. ૭. કુંભારને લીધે ઘડો થયો નથી. માટીને જે સમયની પર્યાયમાં ઘડો થવાની લાયકાત છે તે જ સમયે તે પોતાના ઉપાદાનથી જ ઘડારૂપે થાય છે, અને તે વખતે કુંભારની હાજરી (ઉપસ્થિતિ) તેના પોતાના કારણે હોય છે-તેને નિમિત્ત કહેવાય છે. ઘડો થાય તે વખતે કુંભાર વગેરે ન હોય તેમ બને નહિ પણ કુંભાર આવ્યો માટે માટીની અવસ્થા ઘડારૂપે થઈ–એમ નથી; ઘડો થવાનો હતો માટે કુંભારને આવવું પડ્યું એમ પણ નથી. માટીમાં સ્વતંત્ર તે સમયની પર્યાયની લાયકાતથી ઘડો થયો છે અને તે વખતે કુંભાર પોતાની પર્યાયની સ્વતંત્ર લાયકાતથી હાજર છે; પણ કુંભારે ઘડો કર્યો નથી, તેમજ કુંભારના નિમિત્તથી ઘડો થયો નથી. ૮. એક પર્યાયમાં બે પ્રકારની લાયકાત હોય જ નહિ. પ્રશ્ન- જ્યાં સુધી કુંભાર રૂપ નિમિત્ત ન હતું ત્યાં સુધી માટીમાંથી ઘડો કેમ ન થયો? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૬ મૂળમાં ભૂલ ઉત્તર- અહીં એ ખાસ વિચારવાનું છે કે જે વખતે માટીમાંથી ઘડો નથી થયો તે વરવતે તેનામાં શું ઘડો થવાની યોગ્યતા છે? કે ઘડો થવાની યોગ્યતા જ નથી ? જો એમ માનવામાં આવે કે “માટીમાંથી ઘડો નથી થયો તે વખતે પણ માટીમાં ઘડો થવાની યોગ્યતા છે, પરંતુ નિમિત્ત નથી માટે ઘડો નથી થતો,” તો એ માન્યતા બરાબર નથી. કેમકે જ્યારે માટીમાં ઘડારૂપ અવસ્થા નથી થઈ ત્યારે તેમાં પિંડરૂપ અવસ્થા છે, અને તે વખતે તે અવસ્થા થવાની જ તેની યોગ્યતા છે. જે સમયે માટીની પર્યાયમાં પિંડરૂપ અવસ્થાની યોગ્યતા હોય તે જ સમયે તેમાં ઘડારૂપ અવસ્થાની પણ યોગ્યતા હોઈ શકે નહિ-કેમકે 5 ન પર્યાયમાં સાથે પ્રારની યોગ્યતા હો છે ને નહિ. આ સિદ્ધાંત અત્યંત અગત્યનો છે, તે દરેક ઠેકાણે લાગુ પાડવો. આ સિદ્ધાંતથી નક્કી થયું કે માટીમાં જે વખતે પિંડરૂપ અવસ્થા હતી તે વખતે તેનામાં ઘડારૂપ અવસ્થાની યોગ્યતા ને ન હતી. તેથી જ તેમાં ઘડો થયો નથી; પરંતુ કુંભાર ન હતો માટે ન થયો એ વાત ખોટી છે. ૯. “નિમિત્તો ન મેળવે તો કાર્ય ન થાય એ માન્યતાનું મિથ્યાપણું, અને તે સંબંધી પુત્રનું દષ્ટાંત કોઈને પુત્ર થવાનો હતો પણ વિષય રૂપ નિમિત્ત ના મળ્યું માટે ન થયો’ એ વાત મિથ્યા છે. જો પુત્ર થવાનો જ હોય તો જે વખતે થવાનો હોય તે વખતે થાય જ, અને તે વખતે વિષયાદિ નિમિત્ત સ્વયં હોય. પુત્ર એટલે કે એક આત્મા અને અનંત રજકણો આવવાના તો છે પણ પતિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત દોહરા ૧૨૭ પત્ની બ્રહ્મચર્ય પાળે છે એટલે કે પુત્ર થવાનું નિમિત્ત નથી મળતું તેથી તે આવતાં અટકી ગયાં-એ માન્યતા મિથ્યાત્વ છે. પુત્ર થવાનો જ ન હતો અર્થાત્ તે જીવ અને અનંત રજકણોની ક્ષેત્રાંતરરૂપ અવસ્થાની લાયકાત જ ત્યાં આવવાની ન હતી તેથી જ તે આવ્યા નથી. “પુત્ર આવવાની લાયકાત તો હતી જ પણ નિમિત્ત ન મળ્યું માટે ન આવ્યો, ને નિમિત્ત મળ્યું ત્યારે આવ્યો” -એ માન્યતાનો અર્થ એ થયો કે નિમિત્તે કાર્ય કર્યું; એ બે દ્રવ્યની એકત્વબુદ્ધિ જ છે અથવા તો માતા-પિતાએ નિમિત્તનો રસ્તો ન લીધો માટે પુત્ર ન થયો એ વાત પણ મિથ્યા છે. પુત્ર થવાની લાયકાત હોય ત્યાં તે થાય છે અને તે વખતે વિષયાદિનો અશુભ વિકલ્પ તથા શરીરની ભોગરૂપ ક્રિયા હોય છે તેને નિમિત્ત કહેવાય છે. પણ પુત્ર આવવાનો તેના કારણે વિકલ્પ કે ક્રિયા નથી, અને ક્રિયા તથા વિકલ્પ થયો તે કારણે પુત્ર આવ્યો નથી. વિષયનો અશુભ વિકલ્પ આવ્યો માટે દેહની ક્રિયા થઈ–એમ નથી, દેહની ક્રિયા થવાની હતી માટે અશુભ વિકલ્પ આવ્યો એમ પણ નથી. દરેક દ્રવ્ય પોતાનું કાર્ય સ્વતંત્રપણે કર્યું છે. ૧૦. જીવ નિમિત્તોને મેળવી કે દૂર કરી શકે નહિ; માત્ર પોતાનું લક્ષ ફેરવી શકે. જીવ પોતામાં શુભભાવ કરી શકે, પણ શુભભાવ કરવાથી તે બહારના શુભ નિમિત્તોને મેળવી શકે અથવા તો અશુભ નિમિત્તને દૂર કરી શકે એમ નથી. જીવ પોતે અશુભ નિમિત્તો ઉપરથી લક્ષ ફેરવીને શુભ નિમિત્તો ઉપર લક્ષ કરે, પણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮ મૂળમાં ભૂલ નિમિત્તોને નજીક લાવવા કે દૂર કરવા તે જીવ કરી શકતો નથી. કોઈ જિનમંદિર વગેરે ધર્મસ્થાનનું શિલાન્યાસ (ખાતમુહૂર્ત) કરવાનો શુભભાવ જીવે કર્યો, માટે જીવના ભાવને લીધે બહારમાં ખાતમુહૂતની ક્રિયા થઈ–એ વાત ખોટી છે. જીવ માત્ર નિમિત્ત ઉપર લક્ષ કરે અથવા લક્ષ છોડે, પણ નિમિત્તરૂપ પરપદાર્થોમાં તે કાંઈ ફેરફાર કરી શકે નહિ. આવો વસ્તુનો સ્વભાવ જ છે, આ સમજવું તે ભેદજ્ઞાન છે. ૧૧. પંચમહાવ્રતને કારણે ચારિત્રદશા નથી, ને ચારિત્રના કારણે વસ્ત્રનો ત્યાગ નથી. જેને આત્માની નિર્મળ વીતરાગી ચારિત્ર દશા થાય તેને તે દશા થયા પહેલાં ચારિત્ર અંગીકાર કરવાનો વિકલ્પ ઊંઠે. જે વિકલ્પ ઊઠયો તે રાગ છે, તેના કારણે વીતરાગભાવરૂપ ચારિત્ર પ્રગટતું નથી; ચારિત્ર તો તે જ સમયની પર્યાયના પુરુષાર્થથી પ્રગટયું છે. ચારિત્રદશામાં શરીરની નગ્નદશા શરીરના કારણે હોય છે. આત્માને ચારિત્ર અંગીકાર કરવાનો વિકલ્પ ઊઠયો તેના કારણે અથવા તો ચારિત્રદશા પ્રગટ કરી તેના કારણે શરીર ઉપરથી લૂગડાં ખસી ગયાં-એમ નથી, પણ તે સમયે લૂગડાંનાં પરમાણુઓની અવસ્થામાં ક્ષેત્રોતરની તેવી જ લાયકાત હતી તેથી જ તે ખસ્યાં છે, આત્માએ વિકલ્પ કર્યો માટે તે વિકલ્પ આધીન લૂગડાં છૂટી ગયાં- એમ જો હોય તો વિકલ્પ તે કર્તા થયો અને લૂગડાં છૂટયાં તે તેનું કર્મ થયું એટલે કે બે દ્રવ્યો એક થઈ જાય. તેવી જ રીતે લૂગડાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૯ ઉપાદાન-નિમિત્ત દોહરા છૂટવાનાં હતાં માટે જીવને વિકલ્પ આવ્યો એમ પણ નથી; કેમકે જો એમ હોય તો લૂગડાંની પર્યાય તે કર્તા ઠરે અને વિકલ્પ આવ્યો તે તેનું કર્મ ઠરે, એટલે કે બે દ્રવ્યો એક થઈ જાય. પણ જ્યારે સ્વભાવના ભાનપૂર્વક ચારિત્રનો વિકલ્પ ઊઠે અને ચારિત્ર ગ્રહણ કરે ત્યારે વસ્ત્ર છૂટવાનો પ્રસંગ સહજપણે તેના કારણે હોય છે. પણ “મેં વસ્ત્ર છોડ્યાં અથવા તો મારો વિકલ્પ નિમિત્ત થયો તેથી વસ્ત્ર છૂટી ગયાં એવી માન્યતા તે મિથ્યાત્વ છે. વીતરાગી ચારિત્ર પહેલાં પંચમહાવ્રતાદિનો વિકલ્પ આવ્યા વગર ન રહે, પણ તે વિકલ્પના આશ્રયે ચારિત્રદશા પ્રગટતી નથી. ચારિત્રમાં પંચમહાવ્રતના વિકલ્પને નિમિત્ત કહેવાય છે. વિકલ્પ તો રાગ છે તેનાથી સ્વભાવ તરફ ઢળાતું નથી પણ વિકલ્પ છોડીને સ્વભાવ તરફ ઢળે ત્યારે પૂર્વના વિકલ્પને નિમિત્ત કહેવાય છે. પંચમહાવ્રતાદિના વિકલ્પને ચારિત્રનું નિમિત્ત કયારે કહેવાય? જો સ્વભાવમાં લીનતાનો પુરુષાર્થ કરીને ચારિત્રદશા પ્રગટ કરે તો વિકલ્પને તેનું નિમિત્ત કહેવાય. પણ પંચમહાવ્રતના વિકલ્પરૂપ નિમિત્ત કરું તો ચારિત્ર પ્રગટે-એવી માન્યતા તે મિથ્યાત્વ છે. તેવી જ રીતે વ્યવહાર દર્શન, વ્યવહાર જ્ઞાન ને વ્યવહાર ચારિત્રના પરિણામ કરું તો તેનાથી નિશ્ચયદર્શન-જ્ઞાનચારિત્ર પ્રગટે એ માન્યતા પણ મિથ્યાત્વ છે. ૧૨. સમય સમયની સ્વતંત્રતા અને ભેદજ્ઞાન. આ વાત દરેક વસ્તુના સ્વતંત્ર સ્વભાવની છે. સ્વભાવની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૧૩૦ સ્વતંત્રતા ન સમજે અને ‘નિમિત્તથી થાય' એમ માને ત્યાં સભ્યશ્રદ્ધા નથી, અને સભ્યશ્રદ્ધા વગર જ્ઞાન સાચું નથી શાસ્ત્રનાં ભણતર સાચાં નથી, વ્રત સાચાં નથી, ત્યાગ સાચો નથી દરેક વસ્તુમાં સમય-સમયની પર્યાયની સ્વતંત્રતા છે. દરેક પદાર્થમાં તેના કારણે સમય સમયની તેની પર્યાયની લાયકાતથી કાર્ય થાય છે. પર્યાયની લાયકાત તે ઉપાદાનકારણ છે અને તે વખતે તે કાર્ય માટે અનુકૂળતાનો આરોપ જેના ઉપર આવી શકે એવી લાયકાતવાળી બીજી ચીજ યોગ્ય ક્ષેત્રે હોય છે તેને નિમિત્તકારણ કહેવાય છે, પણ તેના કારણે વસ્તુમાં કાંઈ થતું નથી. આવું ભિન્નતાનું યથાર્થ ભાન તે ભેદજ્ઞાન છે. આત્મા તેમ જ દરેક પરમાણુની પર્યાય સ્વતંત્ર છે. જીવને વાંચવાનો વિકલ્પ ઊઠયો માટે પુસ્તક હાથમાં આવ્યું એમ નથી, અથવા તો પુસ્તક આવ્યું માટે વિકલ્પ ઊઠયો-એમ નથી. તેમજ જ્ઞાન થવાનું હતું માટે વાંચવાનો વિકલ્પ ઊઠયો એમ નથી અને વાંચવાનો વિકલ્પ ઊઠયો માટે જ્ઞાન થયું-એમ પણ નથી. પણ દરેક દ્રવ્યે તે વખતે સ્વતંત્રપણે પોતપોતાનું કાર્ય કર્યું છે. વીતરાગી ભેદિવજ્ઞાન એમ જણાવે છે કે-દરેક સમયે દરેક પર્યાય પોતાના સ્વતંત્ર ઉપાદાનથી જ કાર્ય કરે છે. ઉપાદાનનું કાર્ય નિમિત્ત આવે તો થાય-એવું પરાધીન વસ્તુસ્વરૂપ નથી, પણ ઉપાદાનનું કાર્ય સ્વતંત્ર થાય છે ત્યારે નિમિત્ત તેની પોતાની લાયકાતથી હોય છે. ૧૩. સૂર્ય ઊગ્યો માટે છાયામાંથી તડકો થયો -એ વાત ખોટી છે. છાયામાંથી તડકો થવાની પરમાણુની અવસ્થામાં જે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૧ ઉપાદાન-નિમિત્ત દોહરા સમયે લાયકાત હોય તે જ સમયે તડકો થાય છે, અને તે સમયે સૂર્ય વગેરે નિમિત્ત તરીકે હોય છે. પણ સૂર્ય વગેરે નિમિત્ત આવ્યું માટે છાયામાંથી તડકો થયો-એ વાત ખોટી છે. તેમજ છાયામાંથી તડકારૂપે અવસ્થા થવાની હતી માટે સૂર્ય વગેરેને આવવું પડયુંએ વાત પણ ખોટી છે. સૂર્ય ઊગ્યો તે તેની તે વખતની લાયકાત છે, ને જે પરમાણુઓ છાયામાંથી તડકારૂપે થયા તેની તે સમયની તેવી લાયકાત છે. ૧૪. કેવળજ્ઞાન અને વજાર્ષભનારાચસંહનન-બંનેની સ્વતંત્રતા કેવળજ્ઞાન થાય ત્યારે વજાર્ષભનારાચસંહનન નિમિત્ત હોય છે. પણ તે વજાર્ષભનારાચસંહનન નિમિત્તરૂપે છે માટે કેવળજ્ઞાન થયું છે-એમ નથી. અને કેવળજ્ઞાન થવાનું છે માટે વજાર્ષભનારાયસન્હનનપણે પરમાણુઓને થવું પડ્યું -એમ પણ નથી. જ્યાં જીવની પર્યાયમાં કેવળજ્ઞાનના પુરુષાર્થની જાગૃતિ હોય ત્યાં શરીરના પરમાણુઓમાં વજાર્ષભનારાચસંહનનરૂપ અવસ્થા તેની લાયકાતથી હોય છે. બંનેની લાયકાત સ્વતંત્ર છે, કોઈના કારણે કોઈ નથી. જીવને કેવળજ્ઞાન પામવાની યોગ્યતા હોય ત્યારે શરીરના પરમાણુઓમાં વજાર્ષભનારાચસંહનનરૂપ અવસ્થાની જ યોગ્યતા હોય-એવો મેળ સ્વભાવથી જ છે, કોઈ એકબીજાના કારણે નથી. ૧૫. પેટ્રોલ ખૂટ્ય માટે મોટર અટકી-એ વાત સાચી નથી. એક મોટર ચાલતી હોય અને તેની પેટ્રોલની ટાંકી ફૂટી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૨ મૂળમાં ભૂલ જતાં તેમાંથી પેટ્રોલ નીકળી જાય અને મોટર ચાલતી અટકી જાય. ત્યાં પેટ્રોલ નીકળી ગયું માટે મોટર અટકી ગઈ –એમ નથી. જે સમયે મોટરમાં ગતિરૂપ અવસ્થાની લાયકાત હોય તે સમયે તે ગતિ કરે છે, તે વખતે પેટ્રોલની અવસ્થા મોટરની ટાંકીનાં ક્ષેત્રમાં રહેવાની હોય છે, પણ પેટ્રોલ છે માટે મોટર ચાલે છે-એ વાત ખોટી છે. મોટરના દરેક પરમાણુ પોતાની સ્વતંત્ર કિયાવર્તીશક્તિની લાયકાતથી ગમન કરે છે, અને પેટ્રોલ નીકળી ગયું માટે મોટરની ગતિ અટકી ગઈ–એમ નથી. જે ક્ષેત્રે જે સમયે અટકવાની લાયકાત હતી તે જ ક્ષેત્ર અને તે જ સમયે મોટર અટકી છે, અને પેટ્રોલના પરમાણુઓ પણ પોતાની લાયકાતથી જ છૂટા પડયા છે. પેટ્રોલ ખૂટયું માટે મોટર અટકી છે એ વાત સાચી નથી. ૧૬. વાણી એની મેળે (પરમાણુઓથી) બોલાય છે, જીવ તેનો કર્તા નથી. બોલવાનો વિકલ્પ-રાગ થયો માટે વાણી બોલાણી–એમ નથી અને વાણી બોલાવાની હતી માટે વિકલ્પ થયો-એમ પણ નથી. રાગના કારણે જો વાણી બોલાતી હોય તો, રાગ કર્તા અને વાણી તેનું કર્મ-એમ ઠરે અથવા વાણી બોલાવાની હતી માટે રાગ થયો એમ હોય તો, વાણીના પરમાણુ કર્તા અને રાગ તેનું કર્મ ઠરે. પણ રાગ તો જીવની પર્યાય છે અને વાણી તો પરમાણુની પર્યાય છે–તેમને કર્તા કર્મભાવ કયાંથી હોય ? જીવની પર્યાયની લાયકાત હોય તો રાગ થાય છે, ને વાણી તે પરમાણુનું તે વખતનું સહજ પરિણમન છે. પરમાણુઓ સ્વતંત્રપણે વાણીરૂપે પરિણમે ત્યારે જીવને રાગ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૩ ઉપાદાન-નિમિત્ત દોહરા હોય તો તેને નિમિત્ત કહેવાય છે. કેવળી ભગવાનને વાણી હોય છતાં રાગ હોતો નથી. ૧૭. શરીર એની પોતાની યોગ્યતાથી ચાલે છે. જીવની ઈચ્છાથી નહિ. જીવ ઈચ્છા કરે માટે શરીર ચાલે છે-એમ નથી. અને શરીર ચાલે છે માટે જીવને ઈચ્છા થાય છે-એમ પણ નથી. શરીરના પરમાણુઓમાં ક્રિયાવર્તીશક્તિની લાયકાતથી ગતિ થાય છે, ત્યારે કોઈ જીવને પોતાની અવસ્થાની લાયકાતથી ઈચ્છા હોય છે અને કોઈને નથી પણ હોતી. કેવળીને શરીરની ગતિ હોવા છતાં ઈચ્છા નથી હોતી. ઈચ્છાના નિમિત્તથી શરીર ચાલે છે–એ વાત ખોટી છે. અને ગતિના નિમિત્તથી ઈચ્છા થાય છે–એ વાત પણ ખોટી છે. ૧૮. વિકલ્પ નિમિત્ત છે માટે ધ્યાન જામે છે -એ વાત સાચી નથી. ચૈતન્યના ધ્યાનનો વિકલ્પ ઊઠે તે રાગ છે; તે વિકલ્પરૂપી નિમિત્તના કારણે ધ્યાન જામે છે–એમ નથી, પણ જ્યાં ધ્યાન જામવાનું હોય ત્યાં પહેલાં વિકલ્પ હોય છે. પણ વિકલ્પને કારણે ધ્યાન નથી, ને ધ્યાનને કારણે વિકલ્પ નથી. જે પર્યાયમાં વિકલ્પ હતો તે તે પર્યાયની સ્વતંત્ર લાયકાતથી હતો અને જે પર્યાયમાં ધ્યાન જાણ્યું તે તે પર્યાયની સ્વતંત્ર લાયકાતથી જામ્યું છે. ૧૯. સમ્યક નિયતવાદ અને તેનું ફળ કહે છે. પ્રશ્ન:- આ તો નિયતવાદ થઈ જાય છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ઉત્તર:- આ સભ્ય નિયતવાવ છે, મિથ્યાનિયતવાદ નથી. સમ્યક્ નિયતવાદ એટલે શું? જે પદાર્થમાં જે સમયે જે ક્ષેત્રે જે નિમિત્તે જેમ થવાનું તેમ થવાનું જ છે, તેમાં કિંચિત્ ફેરફાર કરવા કોઈ સમર્થ નથી-એવો જ્ઞાનમાં નિર્ણય કરવો તે સમ્યક્ નિયતવાદ છે, અને તે નિર્ણયમાં સ્વભાવ તરફનો અનંત પુરુષાર્થ આવી જાય છે. બધું જ નિયત છે એમ જે જ્ઞાને નિર્ણય કર્યો તે જ્ઞાનમાં એમ પણ નિર્ણય થઈ ગયો કે કોઈ પણ દ્રવ્યમાં કાંઈ પણ ફેરવવા હું સમર્થ નથી. એ રીતે, નિયતનો નિર્ણય કરતાં ‘હું પરનું કરી શકું' એવો અહંકાર ટળી ગયો અને જ્ઞાન ૫૨થી ઉદાસીન થઈને સ્વભાવ તરફ વળ્યું. હવે પોતાની પર્યાય પણ ક્રમબદ્ધ જ છે, તે ક્રમબદ્ધપણાનો નિર્ણય કરનારું જ્ઞાન, રાગ હોવા છતાં તેનો નિષેધ કરીને દ્રવ્યસ્વભાવ તરફ ઢળે છે. કઈ રીતે ઢળે છે? જ્યારે રાગને જાણે છે ત્યારે જ્ઞાનમાં એમ વિચારે છે કે, મારી ક્રમબદ્ધ પર્યાયો મારા દ્રવ્યમાંથી પ્રગટે છે, ત્રિકાળી દ્રવ્ય જ એક પછી એક પર્યાયને વે છે, તે ત્રિકાળી દ્રવ્યસ્વરૂપ નથી, માટે આ જે રાગ થયો છે તે પણ મારું સ્વરૂપ નથી અને હું તેનો કર્તા નથી. આ રીતે, સમ્યક્ નિયતવાદનો પોતાના જ્ઞાનમાં જેણે યથાર્થ નિર્ણય કર્યો તે જીવનું જ્ઞાન પોતાના શુદ્ધ સ્વભાવ તરફ ઢળ્યું અને તેને ભાવનાં શ્રદ્ધા-જ્ઞાન થયાં, ૫૨થી ઉદાસીન થયો, રાગનો અકર્તા થયો ને પરથી તથા વિકારથી ખસીને બુદ્ધિ સ્વભાવમાં જ રોકાણી. આ સમ્યક્ નિયતવાદનું ફળ છે; તેમાં જ્ઞાન અને પુરુષાર્થનો સ્વીકાર છે. પણ જે જીવ મિથ્યા ૧૩૪ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા ૧૩૫ નિયતવાદને માને છે એટલે કે જેમ થવાનું હશે તેમ થશે-એમ માને છે, પરંતુ નિયતવાદના નિર્ણયમાં પોતાનું જે જ્ઞાન અને પુરુષાર્થ આવે છે તેનો સ્વીકાર કરતો નથી અર્થાત્ સ્વભાવ તરફ ઢળતો નથી તે મિથ્યાદષ્ટિ છે; અને આ મિથ્યા નિયતવાદ તે ગૃહીત મિથ્યાત્વનો ભેદ છે તેથી તે ગૃહીત મિથ્યાદષ્ટિ છે. ૨૦. સમ્યક્ નિયતવાદમાં પુરુષાર્થ વગેરે પાંચે સમવાય એક સાથે છે. જે અજ્ઞાનીઓ યથાર્થ નિર્ણય ન કરી શકે તેમને એમ લાગે કે આ તો એકાંત નિયતવાદ થઈ જાય છે. પરંતુ આ નિયતવાદનો યથાર્થ નિર્ણય કરતાં તો પોતાના કેવળજ્ઞાનનો નિર્ણય થઈ જાય છે. ગુરુ, શિષ્ય, શાસ્ત્ર, વગેરે બધાય પદાર્થોની જે સમયે જે લાયકાત હોય તે જ પર્યાય થાય છે એમ નક્કી કર્યું, એટલે પોતે તેનો જાણનાર રહી ગયો; જાણવામાં વિકલ્પ નહિ; અસ્થિરતાનો જે વિકલ્પ ઊઠે તેનો કર્તા નહિ. એ રીતે ક્રમસર પર્યાયની શ્રદ્ધા થતાં દ્રવ્યદૃષ્ટિ થઈને રાગનું કર્તાપણું ઊડી જાય છે. આવા સમ્યક્ નિયતવાદની શ્રદ્ધામાં જ પાંચે સમવાય એકસાથે સમાઈ જાય છે. પ્રથમ તો સ્વભાવનું જ્ઞાન અને શ્રદ્ધા કરી તે પુરુષાર્થ, તે જ સમયે જે નિર્મળ પર્યાય પ્રગટવાનું નિયત હતું તે જ પર્યાય પ્રગટી છે–તે નિયતિ, તે સમયે જે પર્યાય પ્રગટી તે જ સ્વકાળ, જે પર્યાય પ્રગટી તે સ્વભાવમાં હતી-તે જ પ્રગટી છે તેથી તે સ્વભાવ, અને તે વખતે પુદ્દગલ કર્મનો સ્વયં અભાવ હોય છે તે અભાવરૂપ નિમિત્ત; અને સદ્દગુરુ વગેરે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૧૩૬ હોય તે સદ્ભાવરૂપ નિમિત્ત છે, ક્રમબદ્ધ-પર્યાય જ થાય છે એની શ્રદ્ધા કરતાં અથવા તો સમ્યક્ નિયતવાદનો નિર્ણય કરતાં જીવ જગતનો સાક્ષી થઈ જાય છે. આમાં સ્વભાવનો અનંત પુરુષાર્થ સમાય છે, આ જૈનદર્શનનું મૂળભૂત રહસ્ય છે. ૨૧. સમ્યક્ નિયતવાદ ને મિથ્યા નિયતવાદ. ગોમ્મટસાર કર્મકાંડ ગાથા ૮૮૨ માં જે નિયતવાદી જીવને ગૃહીત મિથ્યાદષ્ટિ કહ્યો છે તે જીવ તો નિયતવાદની વાત કરે છે પણ પોતાના જ્ઞાનમાં જ્ઞાતાદષ્ટાપણાનો પુરુષાર્થ કરતો નથી. જો સમ્યનિયતવાદનો યથાર્થ નિર્ણય કરે તો સ્વભાવનો જ્ઞાતા દષ્ટાપણાનો પુરુષાર્થ તેમાં આવી જ જાય છે. પણ તે જીવ તો એકલા પર લક્ષે જ નિયતવાદ માની રહ્યો છે અને નિયતવાદના નિર્ણયમાં પોતાનું જે જ્ઞાન અને પુરુષાર્થ કાર્ય કરે છે તેને તે સ્વીકારતો નથી તેથી તે જીવ મિથ્યા નિયતવાદી છે અને તેને જ ગૃહીત મિથ્યાત્વી કહ્યો છે. નિયતવાદનો સમ્યનિર્ણય તે તો ગૃહીત તેમ જ અગૃહીત મિથ્યાત્વનો નાશ કરનાર છે. સમ્યક્ નિયતવાદ કહો કે સ્વભાવ કહો, તેમાં તે દરેક સમયની પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ થઈ જાય છે. જો આ ન્યાય જીવ બરાબર સમજે તો ઉપાદાન-નિમિત્ત સંબંધી બધા ગોટાળા પણ ટળી જાય. કેમ કે–જે વસ્તુમાં જે સમયે જે પર્યાય થવાની છે તે જ થાય છે, તો પછી ‘અમુક નિમિત્ત જોઈએ અથવા અમુક નિમિત્ત વગર ન થાય' એવી વાતને અવકાશ જ ક્યાં છે? સમ્યક્ નિયતવાદનો નિર્ણય કરવામાં પુરુષાર્થ આવે છે, સાચી શ્રદ્ધા k Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા ૧૩૭ જ્ઞાન કાર્ય કરે છે. સ્વભાવમાં બુદ્ધિ રોકાય છે છતાં તે બધાને જે જીવ નથી માનતો અને નિયતવાદની વાત કરે છે તે જીવને એકાંતી ગૃહીત મિથ્યાદષ્ટિ કહેવામાં આવ્યો છે. પણ જે જીવ નિયતવાદને માનીને પરના અને રાગના કર્તાપણાનો અભાવ કરે છે તથા જ્ઞાતા દષ્ટાપણાનો સાક્ષીભાવ પ્રગટ કરે છે તે જીવ તો અનંત પુરુષાર્થી સમ્યગ્દષ્ટિ છે. ૨૨. કોણ કહે છે સમ્યક્ નિયતવાદ તે ગૃહીત મિથ્યાત્વ છે ? સમ્યક્ નિયતવાદ તે ગૃહીત મિથ્યાત્વ નથી પણ વીતરાગતાનું કારણ છે. જેઓ આવા સમ્યક્ નિયતવાદને એકાંત મિથ્યાત્વ કહે છે તેઓ આ વાતને યથાર્થ સમજ્યા તો નથી, પણ આ વાત તેમણે બરાબર સાંભળી પણ નથી. · બધા જ પદાર્થોમાં જેમ બનવાનું હોય તેમ જ બને' એ નિર્ણય કરતાં, એક પર્યાય ઉ૫૨થી દષ્ટિ છૂટીને ત્રિકાળ તરફ દષ્ટિ લંબાણી અર્થાત્ દ્રવ્યદૃષ્ટિ થઈ, એટલે પરને અને સ્વને વર્તમાન પર્યાય પૂરતા જ ન માન્યા પણ કાયમના માન્યા. આત્માનો કાયમનો સ્વભાવ તો શુદ્ધ રાગરતિ છે તેથી તે જીવ રાગનો અકર્તા થયો, અને ૫૨ પદાર્થોને કાયમના માન્યા એટલે કે તે પદાર્થોમાં તેની ત્રણે કાળની પર્યાયની લાયકાત પડી છે, તે મુજબ જ તેની અવસ્થા સ્વતંત્રપણે થાય છે. આ રીતે સમ્યક્ નિયતવાદના નિર્ણયમાં સ્વતંત્રતાની પ્રતીતિ થઈ. પોતાની અવસ્થાનો આધાર દ્રવ્ય છે, ને દ્રવ્યસ્વભાવ તો शुद्ध છે એવી પ્રતીતિ પૂર્વક ‘જે બનવાનું હોય તે બને' એમ માને છે તે જીવને વીતરાગી દૃષ્ટિ છે. આ નિયતવાદ તો વીતરાગતાનું કારણ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ મૂળમાં ભૂલ નિયતવાદના બે પ્રકાર છે-એક સમ્પનિયતવાદ ને બીજો મિથ્યા નિયતવાદ, સમ્યફ નિયતવાદ તો વીતરાગતાનું કારણ છે, એનું સ્વરૂપ ઉપર બતાવ્યું છે. કોઈ જીવ “જેમ બનવાનું હોય તેમ જ બને છે” એમ નિયતવાદને માને ખરો, પરંતુ પરનું લક્ષ અને પર્યાયદષ્ટિ છોડીને સ્વભાવ તરફ ઢળે નહિ, નિયતવાદને જે નક્કી કરનાર છે એવા પોતાના જ્ઞાન અને પુરુષાર્થની સ્વતંત્રતાને સ્વીકારે નહિ, પરનું અને વિકારનું કર્તાપણાનું અભિમાન છોડ નહિ-એ રીતે પુરુષાર્થને ઉથાપીને સ્વછંદે પ્રવર્તે એને ગૃહીત મિથ્યાષ્ટિ કહ્યો છે. “થવાનું હોય તે થાય છે', એમ માત્ર પર લક્ષ માન્યું તે યથાર્થ નથી, “થવાનું હોય તે થાય છે' એવો જ યથાર્થ નિર્ણય હોય તો જીવનું જ્ઞાન પર પ્રત્યે ઉદાસીન થઈને પોતાના સ્વભાવમાં વળી જાય, અને તે જ્ઞાનમાં યથાર્થ શાંતિ થઈ જાય. તે જ્ઞાન સાથે જ પુરુષાર્થ, નિયતિ, કાળ, સ્વભાવ ને કર્મ-એ પાંચે સમવાય આવી જાય છે. ૨૩. મિથ્યા નિયતવાદના ઉપલક્ષણો પ્રશ્ન- મિથ્યા નિયતવાદી જીવ પણ પર વસ્તુ ભાંગી જાય કે નષ્ટ થઈ જાય ત્યારે “જેમ બનવાનું હતું તેમ બન્યું' એમ માનીને શાંતિ તો રાખે છે? તો પછી તેને સમ્યક નિયતવાદનો નિર્ણય કેમ નથી? ઉત્તર- તે જીવ જે શાંતિ રાખે છે તે યથાર્થ નથી પણ મંદકપાયરૂપ શાંતિ છે. જો નિયતવાદનો યથાર્થ નિર્ણય હોય તો, જેવી રીતે એક પદાર્થનું જેમ બનવાનું હતું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૯ ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા તેમ બન્યું તેવી રીતે બધાય પદાર્થોનું બનવાનું હોય તેમ જ બને છે-એવો પણ નિર્ણય હોય. અને જો એમ હોય તો પછી હું પરદ્રવ્યોને નિમિત્ત થાઉં તો તેનું કામ થાય, નિમિત્ત હોય તો જ કામ થાય, નિમિત્તનું કોઈ વખતે જોર છે' એવી બધી માન્યતા ટળી જાય છે. “બધું નિયત છે” એટલે જે કાર્યમાં જે સમયે જે નિમિત્તની હાજરી રહેવાની હોય તે કાર્યમાં તે સમયે નિમિત્ત સ્વયમેવ હોય જ. તો પછી “નિમિત્ત મેળવવું જોઈએ અથવા નિમિત્તની ઉપેક્ષા ન કરી શકાય અથવા તો નિમિત્ત ન હોય તો કાર્ય ન થાય' એવી માન્યતાઓને અવકાશ જ ક્યાં છે? જો સમ્યક નિયતવાદનો નિર્ણય હોય તો નિમિત્તાધીનદષ્ટિ ટળી જાય છે. ૨૪. મિથ્યા નિયતવાદને “ગૃહીત મિથ્યાત્વ કેમ કહ્યું? પ્રશ્ન- મિથ્યાનિયતવાદને ગૃહીત મિથ્યાત્વ કેમ કહ્યું છે? ઉત્તર- નિમિત્તથી ધર્મ થાય, રાગથી ધર્મ થાય, શરીરાદિનું આત્મા કરી શકે એવી માન્યતારૂપ અગૃહીંતમિથ્યાત્વ તો અનાદિનું હતું. અને જમ્યા પછી શાસ્ત્ર વાંચીને અથવા કુગુરુ વગેરેના નિમિત્તે મિથ્યાનિયતવાદનો નવો કદાગ્રહ ગ્રહણ કર્યો તેથી તેને ગૃહીત મિથ્યાત્વ કહેવાય છે. પહેલાં જેને અનાદિનું અગૃહીત મિથ્યાત્વ હોય તેને જ ગૃહીત મિથ્યાત્વ થાય. જીવો સાતાશીળિયાપણાથી, ઈન્દ્રિયવિષયોના પોષણ માટે, “થવાનું હશે તેમ થશે, એમ કહી એક સ્વચ્છંદતાનો માર્ગ શોધી કાઢે છે તેનું નામ ગૃહીત મિથ્યાત્વ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૧૪૦ છે, અને આ સમ્યનિયતવાદ તો સ્વભાવભાવ છે, સ્વતંત્રતા છે, વીતરાગતા છે. ૨૫. સમ્યક્ નિયતવાદના નિર્ણયથી નિમિત્તાધીનદષ્ટિ અને સ્વપરની એકત્વબુદ્ધિ ટળે છે. જે વસ્તુમાં જે વખતે જેવી પર્યાય થવાની હોય અને જે નિમિત્તની હાજરી થવાની હોય, તે વસ્તુમાં તે વખતે તેવી પર્યાય થાય જ અને તે નિમિત્તો જ તે વખતે હોય. બીજી પર્યાય થાય નહિ અને બીજું નિમિત્ત હોય નહિ. એ નિયમમાં ત્રણકાળ ત્રણલોકમાં ફેરફાર થાય નહિ. આ જ યથાર્થ નિયતનો નિર્ણય છે, તેમાં આત્મસ્વભાવના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર આવી જાય છે. અને નિમિત્ત ઉપરની દૃષ્ટિ ટળી જાય છે. ‘હું ૫૨નો કર્તા તો નથી પણ હું પરને નિમિત્ત થાઉં' એવી જેની માન્યતા છે તે મિથ્યાદષ્ટિ છે. પોતે નિમિત્ત છે માટે ૫૨નું કાર્ય થાય છે–એમ નથી, પણ સામી ચીજમાં તેની યોગ્યતાથી જે કાર્ય થાય છે તેમાં અન્ય ચીજને નિમિત્ત કહેવામાં આવે છે. ‘હું નિમિત્ત થાઉં' તેનો અર્થ એવો થયો કે વસ્તુમાં કાર્ય થવાનું ન હતું પણ હું નિમિત્ત થયો ત્યારે તેમાં કાર્ય થયું એટલે તે તો સ્વપરની એકત્વબુદ્ધિ જ થઈ. ૨૬. લાકડું એની મેળે ઊંચું થાય છે, હાથના નિમિત્તથી નહિ. 6 આ લાકડું છે તેનામાં ઊંચુ થવાની લાયકાત છે પણ જ્યારે મારો હાથ તેને સ્પર્શે ત્યારે તે ઊપડે અર્થાત જ્યારે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા ૧૪૧ મારો હાથ તેને નિમિત્ત થાય ત્યારે તે ઊપડે' –એમ માનનાર જીવો વસ્તુની પર્યાયને સ્વતંત્ર માનતા નથી એટલે કે તેઓની સંયોગીષ્ટિ છે; તેઓ વસ્તુના સ્વભાવને જ માનતા નથી, તેથી મિથ્યાદષ્ટિ છે. લાકડું જ્યારે ઊંચું નથી થતું ત્યારે તેનામાં ઊંચું થવાની લાયકાત જ નથી, અને જ્યારે તેનામાં લાયકાત હોય છે ત્યારે તે સ્વયં ઊંચુ થાય છે; પણ હાથના નિમિત્તથી ઊંચું થતું નથી. પણ જ્યારે ઊંચું થાય ત્યારે હાથ વગેરે નિમિત્ત સ્વયમેવ હોય જ. એવો ઉપાદાન-નિમિત્તનો મેળ કુદરતી સ્વભાવથી જ હોય છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે હાથના નિમિત્તે ઊંચું થયું ” એમ કહેવાનો માત્ર વ્યવહાર છે. ૨૭. લોહચુંબક સોયને ખેંચતો નથી. લોહચુંબક પત્થર તરફ લોઢાની સોય ખેંચાય છે, ત્યાં લોહચુંબકે સોયને ખેંચી નથી પણ સોયે પોતાની યોગ્યતાથી જ ગમન કર્યું છે. 66 પ્રશ્ન:- જો સોય પોતાની યોગ્યતાથી જ ગમન કરતી હોય તો જ્યારે લોહચુંબક પત્થર પાસે ન હતો ત્યારે કેમ ગમન ન કર્યું? અને જ્યારે તે પત્થર નજીક આવ્યો ત્યારે જ કેમ ગમન કર્યું ? ઉત્ત૨:- પહેલા સોયમાં ગમન કરવાની યોગ્યતા જ ન હતી તેથી તે વખતે લોહચુંબક પાસે (સોયને ખેંચાવા યોગ્ય ક્ષેત્રમાં) હોય જ નહિ. અને જ્યારે સોયમાં ક્ષેત્રાંતર કરવાની યોગ્યતા હોય ત્યારે લોહચુંબક અને તેના વચ્ચે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨ મૂળમાં ભૂલ અંતરાય હોય જ નહિ. એવો જ ઉપાદાન-નિમિત્તનો સંબંધ છે કે બન્નેનો મેળ હોય છતાં એક બીજાના કારણે કોઈની ક્રિયા થઈ નથી. સોયની કરવાની યોગ્યતા થઈ માટે લોહચુંબક નજીક આવ્યો-એમ નથી અને લોહચુંબક નજીક આવ્યો માટે સોય ખેંચાણી–તેમ પણ નથી. સોયની ક્ષેત્રોતરની લાયકાત હોય છે તે જ વખતે લોહચુંબકમાં તે ક્ષેત્રે જ રહેવાની લાયકાત હોય છેઆનું નામ જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ૨૮. નિમિત્તપણાની લાયકાત. પ્રશ્ન- લોહચુંબક પત્થર સોયમાં કાંઈ જ નથી કરતો તો તેને જ નિમિત્ત કેમ કહ્યું? અન્ય સામાન્ય પત્થરને નિમિત્ત કેમ ન કહ્યું? જેમ લોહચુંબક સોયને કાંઈ નથી કરતો છતાં તેને નિમિત્ત કહેવાય છે. તો પછી લોહચુંબકની જેમ અન્ય પત્થર પણ સોયને કાંઈ નથી કરતા છતાં તેને નિમિત્ત કેમ નથી કહેવાતું? ઉત્તર- તે સમયે તે કાર્યમાં લોહચુંબક પત્થરમાં જ નિમિત્તપણાની લાયકાત છે, અર્થાત્ ઉપાદાનના કાર્ય માટે અનુકૂળતાનો આરોપ આપી શકાય તેવી લાયકાત લોહચુંબક પત્થરની તે સમયની પર્યાયમાં છે, બીજા પત્થરમાં તેવી લાયકાત તે સમયે નથી. જેમ સોયમાં ઉપાદાનપણાની લાયકાત છે તેથી તે ખેંચાય છે, તેમ તે વખતે જ લોહચુંબક પત્થરમાં નિમિત્તાની નયતિ છે તેથી તેને નિમિત્ત કહેવાય છે. એક સમયની ઉપાદાનની લાયકાત ઉપાદાનમાં છે, અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા ૧૪૩ એક સમયની નિમિત્તની લાયકાત નિમિત્તમાં છે. પણ બન્નેની લાયકાતનો મેળ છે તેથી અનુકૂળ નિમિત્ત કહેવાય છે. લોહચુંબકમાં નિમિત્તપણાની જે લાયકાત છે તેને બીજા બધા પદાર્થોથી જુદી પાડીને ઓળખવા માટે તેને ‘નિમિત્ત’ કહેવાય છે, પણ તેના કારણે સોયમાં કિંચિત્ વિલક્ષણતા થઈ નથી. ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે વ્યવહારે-આરોપથી બીજા પદાર્થને નિમિત્ત કહેવાય છે. જ્ઞાનનો સ્વભાવ સ્વપરપ્રકાશક છે તેથી તે ઉપાદાન અને નિમિત્ત બન્નેને જાણે છે. ૨૯. નિમિત્તનું સ્વરૂપ સમજવા માટે ધર્માસ્તિકાયનું દૃષ્ટાંત બધાય નિમિત્તો ‘ ધર્માસ્તિકાયવત્' છે. (જુઓ ઇષ્ટોપદેશ ગાથા ૩૫ ) ધર્માસ્તિકાય પદાર્થ તો લોકમાં સર્વત્ર છે. જ્યારે વસ્તુ પોતાની યોગ્યતાથી ચાલે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય, અને વસ્તુ ન ચાલે તો તેને નિમિત્ત કહેવાય નહિ. ધર્માસ્તિકાયની માફક જ બધા નિમિત્તોનું સ્વરૂપ સમજી લેવું. ધર્માસ્તિકાયમાં નિમિત્તપણાની એવી લાયકાત છે કે પદાર્થો ગતિ કરે તેમાં જ તેને નિમિત્ત કહેવાય, પણ સ્થિતિમાં તેને નિમિત્ત કહેવાય નહિ, સ્થિતિમાં નિમિત્ત કહેવાય-એવી લાયકાત અધર્માસ્તિકાયમાં છે. ૩૦. સિદ્ધભગવાન અલોકમાં કેમ નથી જતા ? સિદ્ધભગવાન પોતાની ક્ષેત્રાંતરની લાયકાતથી એક સમયમાં જ્યારે લોકાગ્રે ગમન કરે છે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય છે, પરંતુ કાંઈ ધર્માસ્તિકાયના અભાવને લીધે તેમનું અલોકમાં ગમન થતું નથી એમ નથી. તેઓ લોકાગ્રે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૧૪૪ સ્થિત થાય છે તે પણ તેમની જ તેવી લાયકાત છે તે કારણે છે. તે વખતે અધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય છે. પ્રશ્ન:- સિદ્ધભગવાન લોકાકાશની બહાર કેમ ગમન કરતા નથી ? ઉત્ત૨:- તેમની લાયકાત જ તેવી છે; કેમ કે તે લોકનું દ્રવ્ય છે અને તેની લાયકાત લોકના છેડા સુધી જ જવાની છે, લોકાકાશની બહાર જવાની તેમનામાં લાયકાત જ નથી. · અલોકમાં ધર્માસ્તિકાયનો અભાવ છે માટે સિદ્ધ ત્યાં ગમન કરતા નથી' એ માત્ર વ્યવહારનયનું કથન છે અર્થાત્ ઉપાદાનમાં સ્વયં લાયકાત અલોકમાં જવાની ન હોય ત્યારે નિમિત્ત પણ ન હોય એવો ઉપાદાન-નિમિત્તનો મેળ બતાવવા માટે તે કથન છે. ૩૧. દરેક પદાર્થનું કાર્ય સ્વતંત્ર છે. કોઈએ પોતાના મુનીમ ઉપર પત્ર લખ્યો કે અમુક રૂપિયા બેંકમાં મૂકો. અને મુનીમે રૂપિયા બેંકમાં મૂકયા. તેમાં જીવે પત્ર લખવાનો વિકલ્પ કર્યો માટે પત્ર લખાયો-એમ નથી, પત્ર આવ્યો માટે મુનીમને બેંકમાં રૂપિયા મૂકવાનો વિકલ્પ આવ્યો-એમ નથી, અને મુનીમને વિકલ્પ આવ્યો માટે રૂપિયા બેંકમાં મૂકાયા તેમ પણ નથી. તેવી જ રીતે રૂપિયા બેંકમાં મૂકાવાના હતા માટે મુનીમને વિકલ્પ આવ્યો-એમ નથી. એ પ્રમાણે દરેકમાં સમજી લેવું. જીવનો વિકલ્પ સ્વતંત્ર, કાગળની અવસ્થા સ્વતંત્ર, મુનીમનો વિકલ્પ સ્વતંત્ર અને રૂપિયાની અવસ્થા સ્વતંત્ર; મુનીમને વિકલ્પ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૫. ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા આવ્યો ત્યારે કાગળને નિમિત્ત કહેવાણું, તથા બેંકમાં જવાની રૂપિયાની અવસ્થા થઈ ત્યારે મુનમના વિકલ્પને તેનું નિમિત્ત કહેવાયું. ૩૨. નિમિત્તને કારણે ઉપાદાનમાં વિલક્ષણ દશા થતી નથી. પ્રશ્ન- ઉપાદાનમાં નિમિત્ત કાંઈ કરતું નથી એ વાત તો સાચી, પણ નિમિત્ત હોય ત્યારે ઉપાદાનમાં વિલક્ષણ અવસ્થા તો થવી જ જોઈએ ને! જેમ કે અગ્નિરૂપી નિમિત્ત આવે ત્યારે પાણીને ઉષ્ણ થવું જ જોઈએ. ઉત્તર- એ વાત ખોટી છે; જે પાણીની પર્યાયનો સ્વભાવ તે જ વખતે ઉષ્ણ થવાનો હતો તે જ પાણી તે જ અગ્નિના સંયોગમાં આવ્યું અને પોતાની લાયકાતથી પોતાની મેળે જ ઉષ્ણ થયું છે, અગ્નિના કારણે તેને વિલક્ષણ થવું પડ્યું તેમ નથી; અને અગ્નિએ પાણીને ઉષ્ણ કર્યું નથી. ૩૩. મિથ્યાદષ્ટિ સંયોગને જુએ છે, સમ્યગ્દષ્ટિ સ્વભાવને જુએ છે. અગ્નિથી પાણી ઉજ્જ થયું-એવી માન્યતા તે સંયોગાધીન પરાધીન દષ્ટિ છે, અને પાણી પોતાની યોગ્યતાથી જ ઉષ્ણ થયું છે-એવી માન્યતા તે સ્વતંત્ર સ્વભાવદષ્ટિ છે. સંયોગાધીન દષ્ટિ તે મિથ્યાદષ્ટિ છે, ને સ્વભાવદષ્ટિ તે સમ્યગ્દષ્ટિ છે. મિથ્યાદષ્ટિ જીવ, વસ્તુના સ્વભાવની સમય સમયની યોગ્યતાથી જ દરેક કાર્ય થાય છે તે સ્વભાવને નથી જોતો, પણ નિમિત્તના સંયોગને જુએ છે, એ જ તેની પરાધીનદષ્ટિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૧૪૬ છે અને તે દૃષ્ટિથી પરની એકત્વબુદ્ધિ કદી ટળતી નથી. સમ્યગ્દષ્ટિ જીવ સ્વતંત્ર વસ્તુ સ્વભાવને જુએ છે કે, દરેક વસ્તુની સમય સમયની યોગ્યતાથી જ તેનું જ કાર્ય સ્વતંત્રપણે થાય છે. ૩૪. ઉપાદાન અને નિમિત્ત બંનેની સ્વતંત્ર લાયકાત ( લૂગડું અને અગ્નિ ) લૂગડાંમાં જે વખતે જે ક્ષેત્રે જે સંયોગમાં બળવાની લાયકાત હોય તે વખતે તે ક્ષેત્રે તે સંયોગમાં તેની બળવાની પર્યાય થાય છે, અને અગ્નિ તે વખતે સ્વયં હોય છે. અગ્નિ આવી માટે લૂગડું બળી ગયું-એમ નથી, અને ‘લૂગડાંમાં બળી જવાની અવસ્થા થવાની લાયકાત હોય પણ અગ્નિ કે બીજો યોગ્ય પદાર્થ ન આવે તો તે અવસ્થા અટકી જાય ' –એમ પણ નથી; જે સમયે યોગ્યતા હોય તે સમયે જ તે બળે જ અને તે વખતે અગ્નિ પણ હોય જ. છતાં અગ્નિની ઉપસ્થિતિના કારણે લૂગડાંની અવસ્થામાં કાંઈ પણ વિલક્ષણતા થઈ નથી. અગ્નિએ લૂગડાંને બાળ્યું તે માન્યતા મિથ્યાત્વ છે. કોઈ પૂછે કે લૂગડું બળતી વખતે અમુક જ અગ્નિ હતો અને બીજો ન હતો તેનું શું કારણ? તો તેનો ઉત્તર એ છે કે-તે વખતે જે અગ્નિ હતો તે જ અગ્નિની નિમિત્તપણાની લાયકાત હતી, બીજો અગ્નિ ન જ હોય કેમકે તેનામાં નિમિત્તપણાની લાયકાત હતી જ નહિ. ઉપાદાન વખતે જે નિમિત્તની યોગ્યતા હોય તે નિમિત્ત જ હોય, બીજું હોય જ નહિ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૭ ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા સૌના પોતાના કારણે સૌની અવસ્થા થઈ રહી છે, ત્યાં નિમિત્તથી થયું અથવા નિમિત્તે કર્યું' એમ અજ્ઞાની માને છે. ૩૫. ઉપાદાન અને નિમિત્ત બંનેની સ્વતંત્ર લાયકાત (આત્મા અને કર્મ) આત્મા પોતાની પર્યાયમાં જ્યારે રાગ-દ્વેષ કરે ત્યારે કર્મના જે પરમાણુઓની યોગ્યતા હોય તે ઉદયરૂપ હોય જ, કર્મ ન હોય તેમ ન બને; પણ કર્મ ઉદયમાં આવ્યું માટે જીવને રાગ-દ્વેષ થયા એ માન્યતા ખોટી છે. અને રાગ-દ્વેષ કર્યા માટે કર્મ આવ્યુંએ માન્યતા પણ ખોટી છે. જીવને પોતાના પુરુષાર્થની નબળાઈથી રાગ-દ્વેષ થવાની યોગ્યતા હતી તેથી જ રાગ-દ્વેષ થયા છે અને તે વખતે જે કર્મોમાં યોગ્યતા હતી તે કર્મો ઉદયમાં આવ્યા છે અને તેને જ નિમિત્ત કહેવાય છે, પણ તે કર્મના કારણે જીવની પર્યાયમાં રાગ-દ્વેષ કે વિલક્ષણતા થયા નથી. - જ્યારે જ્ઞાનની પર્યાય અપૂર્ણ હોય ત્યારે જ્ઞાનાવરણ કર્મમાં જ નિમિત્તપણાની લાયકાત છે. જીવની પર્યાયમાં જીવ મોડું કરે ત્યારે મોહકર્મને જ નિમિત્ત કહેવાય એવી તે કર્મપરમાણુઓની યોગ્યતા છે. જેમ ઉપાદાનમાં સમયે સમયે સ્વતંત્ર યોગ્યતા છે, તેમ નિમિત્ત તરીકેની મોહકર્મના તે તે દરેક પરમાણુમાં સમયસમયની સ્વતંત્ર યોગ્યતા છે. પ્રશ્ન- જીવે રાગ-દ્વેષ કર્યા માટે પરમાણુમાં કર્મ અવસ્થા થઈને ? ઉત્તર:- નહિ; અમુક પરમાણુ કર્મરૂપે થયા અને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮ મૂળમાં ભૂલ જગતના બીજા પરમાણુ કેમ ન થયા? માટે જે જે પરમાણુઓમાં લાયકાત હતી તે જ પરમાણુઓ કર્મરૂપે પરિણમ્યા છે. તેઓ પોતાની લાયકાતથી જ કર્મરૂપ થયા છે, જીવના રાગ-દ્વેષને કારણે નહિ . ૩૬, પર ઉપર જોવાનું નથી પણ સ્વ ઉપર જોવાનું છે. પ્રશ્ન:- જ્યારે પરમાણુઓમાં કર્મરૂપે થવાની લાયકાત હોય ત્યારે આત્માને રાગ-દ્વેષ કરવા જ જોઈએ, કેમકે પરમાણુમાં કર્મરૂપ થવાનું ઉપાદાન છે તેથી ત્યાં જીવના વિકારરૂપ નિમિત્ત પણ હોવું જ જોઈએ એ વાત બરાબર છે? ઉત્તર- એ પ્રશ્ન જ અજ્ઞાનીનો છે. તારે તારા સ્વભાવમાં જોવાનું કામ છે કે પરમાણમાં જોવાનું કામ છે? જેની સ્વતંત્રદષ્ટિ થઈ છે તે આત્મા ઉપર જુએ છે, અને જેની નિમિત્તાધીનદષ્ટિ છે તે પર ઉપર જુએ છે. “જ્યારે જે વસ્તુની જે અવસ્થા થવાની હોય તે જ થાય છે” એમ જેણે યથાર્થ નિર્ણય કર્યો તેને દ્રવ્યષ્ટિ થઈ– સ્વભાવદષ્ટિ થઈ; હવે સ્વભાવદષ્ટિમાં તેને તીવ્ર રાગાદિ થતાં જ નથી અને તે જીવના નિમિત્તે તીવ્ર કર્મરૂપે પરિણમે એવી લાયકાતવાળા પરમાણુઓ જ આ જગતમાં હોતા નથી. જીવે પોતાના સ્વભાવના પુરુષાર્થથી સમ્યગ્દર્શન પ્રગટ કર્યું ત્યાં તે જીવને માટે મિથ્યાત્વાદિ કર્મરૂપે પરિણમે એવી લાયકાત જગતના કોઈ પરમાણુઓમાં હતી જ નથી. અને સમ્યગ્દષ્ટિને જે અલ્પ રાગ-દ્વેષ છે તે પોતાની વર્તમાન પર્યાયની યોગ્યતાથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૯ ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા રહ્યો છે, તે વખતે અલ્પ કર્મરૂપે બંધાવાની પરમાણુની પર્યાયમાં લાયકાત છે. આ રીતે સ્વલક્ષથી શરૂ કરવાનું છે. “જગતના પરમાણુઓમાં મિથ્યાત્વાદિ કર્મ થવાની લાયકાત છે માટે જીવને મિથ્યાત્વાદિ ભાવ થવા જ જોઈએ એવી જેની માન્યતા છે તે જીવ સ્વદ્રવ્યના સ્વભાવને જાણતો નથી, અને તેથી તે તે જીવના નિમિત્ત મિથ્યાત્વાદિરૂપ પરિણમવાને યોગ્ય પરમાણુઓ આ જગતમાં છે, એમ જાણવું. પરંતુ સ્વભાવદષ્ટિથી જોનાર જીવને મિથ્યાત્વ હોતું જ નથી અને તે જીવના નિમિત્તે મિથ્યાત્વાદિરૂપ પરિણમે એવી લાયકાત જ જગતના કોઈ પરમાણમાં હોતી નથી. સ્વભાવદષ્ટિથી જ્ઞાની વિકારના અકર્તા થઈ ગયા છે, તેથી “જ્ઞાનીને વિકાર કરવો પડે' એ વાત જ ખોટી છે. જે અલ્પ વિકાર હોય તે પણ સ્વભાવદષ્ટિના જોરે પુરુષાર્થ વડે ટળતો જ જાય છે, આવી સ્વતંત્ર સ્વભાવદષ્ટિ (સમ્યક શ્રદ્ધા) કર્યા વગર જીવ જે કાંઈ શુભભાવરૂપ વ્રત, તપ, ત્યાગ કરે તે બધુંય “રણમાં પોક” ની જેમ મિથ્યા છે. ૩૭. “ફૂંકથી ડુંગર ઉડાડવાની વાત! ! !” શંકાકાર:- “વસ્તુમાં જ્યારે જે પર્યાય થવાની હોય તે થાય અને ત્યારે નિમિત્ત હોય જ, પણ નિમિત્ત કાંઈ કરે નહિ કે નિમિત્ત દ્વારા કોઈ કાર્ય થાય નહિ” એ તો ફૂકથી ડુંગર ઉડાડવા જેવું છે. ! સમાઘાનઃ- અરે ભાઈ, અહીં તો ફૂંકથી પહાડ ઉડે એ વાત પણ નથી. પહાડના અનંત પરમાણુઓમાં ઊડવાની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦ મૂળમાં ભૂલ લાયકાત હોય તો પહાડ એની મેળે ઊડે છે. પહાડને ઊડવા માટે ફૂંકની પણ જરૂર પડતી નથી. કોઈને એમ થાય કે ‘અરે, આ તો કેવી વાત છે? શું પહાડ એની મેળે ઊડતા હશે?' પરંતુ ભાઈ, વસ્તુમાં જે કામ થાય (અર્થાત્ જે પર્યાય થાય ) તે તેની પોતાની જ શક્તિથી (લાયકાતથી) થાય છે. વસ્તુની શક્તિઓ ૫૨ની અપેક્ષા રાખતી નથી. ૫૨ વસ્તુનો તો તેમાં અભાવ છે તો તે શું કરે ? ૩૮. ઉદાસીન નિમિત્ત અને પ્રે૨ક નિમિત્ત પ્રશ્ન:- નિમિત્તના બે પ્રકાર છે-એક ઉદાસીન અને બીજું પ્રેરક–તેમાંથી ઉદાસીન નિમિત્ત તો કાંઈ ન કરે પરંતુ પ્રેરક નિમિત્ત તો ઉપાદાનને કાંઈક પ્રેરણા કરે ને ? ઉત્ત૨:- નિમિત્તના જુદા જુદા પ્રકાર ઓળખાવવા માટે એ બે ભેદ છે, પરંતુ તેમાંથી કોઈ પણ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ જ કરતું નથી, કે નિમિત્તના કારણે ઉપાદાનમાં કાંઈ વિલક્ષણતા આવતી નથી. પ્રેરક નિમિત્ત પણ પ્રેરણા કરતું નથી. બધાં નિમિત્તો ધર્માસ્તિકાયવત્ છે. પ્રશ્ન:- પ્રેરક નિમિત્ત અને ઉદાસીન નિમિત્તની વ્યાખ્યા શું છે? ઉત્ત૨:- ઉપાદાનની અપેક્ષાએ તો બન્ને પર છે, બન્ને અકિંચિત્કર છે તેથી બન્ને સ૨ખા છે. નિમિત્તની અપેક્ષાએ એ બે ભેદ છે. જે નિમિત્ત પોતે ઇચ્છાવાળું કે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા ૧૫૧ ગતિમાન હોય તેને પ્રેરક નિમિત્ત કહેવાય છે. અને જે નિમિત્ત પોતે સ્થિર કે ઈચ્છા વગરનું હોય તેને ઉદાસીન નિમિત્ત કહેવાય છે. ઈચ્છાવાળો જીવ અને ગતિમાન અજીવ તે પ્રેરક નિમિત્ત છે. તથા ઈચ્છા વગરનો જીવ અને ગતિ વગરના અજીવ તે ઉદાસીન નિમિત્ત છે. પરંતુ બન્ને પ્રકારના નિમિત્તો પરમાં બિલકુલ કાર્ય કરતા નથી ઘડો થાય તેમાં કુંભાર અને ચાક તે પ્રેરક નિમિત્ત છે અને ધર્માસ્તિકાય વગેરે ઉદાસીન નિમિત્ત છે. મહાવીર ભગવાનના સમવસરણમાં ગૌતમગણધર આવવાથી દિવ્યધ્વનિ છૂટયો અને પહેલાં છાસઠ દિવસ સુધી ના આવવાથી ધ્વનિ અટકયો હતો-એ વાત સાચી નથી. વાણીના પરમાણુઓમાં જે સમયે વાણીરૂપે પરિણમવાની લાયકાત હતી તે સમયે જ તેઓ વાણીરૂપે પરિણમ્યા છે. અને તે વખતે જ બરાબર ગણધરદેવ હોય જ. ગણધર આવ્યા માટે વાણી છૂટી–એમ નથી. ગણધર જે સમયે આવ્યા છે તે સમયે જ તેમની આવવાની લાયકાત હતી. એવો જ સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે; તેથી “ગૌતમ ગણધર ન આવ્યા હોત તો વાણી ન છૂટત ને ?' એવા તર્કને અવકાશ જ નથી. ૩૯. નિમિત્ત ન હોય તો..? “કાર્ય થવાનું હોય પણ નિમિત્ત ન હોય તો...? ” એમ શંકા કરનારની સામે જ્ઞાનીઓ પૂછે કે “હે ભાઈ, તું જીવ જ આ જગતમાં ન હોત તો ? અથવા તો તું અજીવ હોત તો ?” શંકાકાર ઉત્તર આપે છે કે- “હું જીવ જ છું તેથી બીજા તર્કને સ્થાન નથી.” તો જ્ઞાની કહે છે કે-જેમ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૨ મૂળમાં ભૂલ તું સ્વભાવથી જ જીવ છો તેથી તેમાં બીજા તર્કને સ્થાન નથી તેમ, “જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જ છે ” એવો જ ઉપાદાન-નિમિત્તનો સ્વભાવ છે, તેથી તેમાં બીજા તર્કને અવકાશ નથી. ૪૦. કમળમાં ખીલવાની લાયકાત હોય પણ સૂર્ય ન ઊગે તો.? કમળને ખીલવું અને સૂર્યનું ઊગવું તેને સહજ નિમિત્તનૈમિત્તિક સંબંધ છે, પણ સૂર્ય ઊગ્યો તે કારણે કમળ ખીલ્યું નથી, કમળ પોતાની તે પર્યાયની લાયકાતથી ખીલ્યું છે. પ્રશ્ન- સૂર્ય ન ઊગે તો કમળ ન ખીલે ને? ઉત્તર:- “કાર્ય થવાનું હોય પણ નિમિત્ત ન હોય તો ?' એના જેવો પ્રશ્ન છે. તેનું સમાધાન ઉપરની યુક્તિ પ્રમાણે સમજી લેવું. જ્યારે કમળમાં ખીલવાની લાયકાત હોય ત્યારે સૂર્યમાં પણ પોતાના જ કારણે ઊગવાની લાયકાત હોય જ એવો સ્વભાવ છે. કમળમાં ખીલવાની લાયકાત હોય અને સૂર્યમાં ઊગવાની લાયકાત ન હોય-એમ કદી બને જ નહિ, છતાં સૂર્યના નિમિત્તથી કમળ ખીલતું નથી અને કમળ ખીલવાનું છે માટે સૂર્ય ઊગે છેએમ નથી. ૪૧. જ્યારે સૂર્ય ઊગે છે ત્યારે જ કમળ ખીલે છે તેનું શું કારણ? પ્રશ્ન- જે સૂર્યના નિમિત્તથી કમળ ન ખીલતું હોય તો “જો સૂર્ય છ વાગે ઊગે તો કમળ પણ છ વાગે ખીલે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૩ ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા ને સૂર્ય સાત વાગે ઊગે તો કમળ પણ સાત વાગે ખીલે” – એમ થવાનું શું કારણ? ઉત્તર:- તે વખતે જ કમળમાં ખીલવાની લાયકાત છે, તેથી ત્યારે જ તે ખીલે છે. પહેલાં તેના પોતામાં જ ખીલવાની લાયકાત ન હતી, પણ તેની લાયકાત બીડાઈ રહેવાની જ હતી. એક સમયે બે વિરુદ્ધ પ્રકારની લાયકાત તો હોઈ શકે નહિ. ૪૨. આ જૈનદર્શનનું મૂળ રહસ્ય છે. અહો, સ્વતંત્ર નિરપેક્ષ વસુસ્વભાવ છે; એ સ્વભાવને જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી જીવન પરના અહંકારથી સાચી ઉદાસીનતા આવે નહિ, વિકારનો ધણી તે મટે નહિ અને પોતાની પર્યાયનો ધણી (આધાર) જે આત્મસ્વભાવ તેની દષ્ટિ થાય નહિ. આ સ્વતંત્રતા તે જૈનદર્શનનું મૂળ રહસ્ય છે. ૪૩. એક પરમાણુની સ્વતંત્ર તાકાત. - દરેક જીવ તેમ જ અજીવ દ્રવ્યોની પર્યાય સ્વતંત્રપણે પોતાથી થાય છે એક પરમાણુ પણ પોતાની જ શક્તિથી પરિણમે છે; તેમાં નિમિત્તનું શું પ્રયોજન છે? એક પરમાણુ પહેલા સમયે કાળો હોય અને બીજા સમયે ધોળો થઈ જાય, તેમ જ પહેલા સમયે એક અંશ કાળો ને બીજા સમયે અનંતગણો કાળો થઈ જાય તેમાં નિમિત્ત કોને કહેશો? તે પોતાની યોગ્યતાથી સ્વયં પરિણમી જાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪ ૪૪. ઇંદ્રિયો અને જ્ઞાનનું સ્વતંત્ર પરિણમનઃ નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું સ્વરૂપ મૂળમાં ભૂલ જડ ઇન્દ્રિયો છે માટે આત્માને જ્ઞાન થાય એ વાત જૂઠી છે. આત્માનો ત્રિકાળી સામાન્ય જ્ઞાનસ્વભાવ પોતાને કા૨ણે સમયે સમયે પરિણમે છે, અને જે પર્યાયમાં જેવી લાયકાત હોય તેટલો જ્ઞાનનો ઉધાડ હોય છે. પાંચ ઈન્દ્રિય સંબંધી જ્ઞાનનો ઉઘાડ છે માટે પાંચ બાહ્ય ઈન્દ્રિયો છે–એમ નથી, અને પાંચ ઈન્દ્રિયો છે માટે જ્ઞાનનો ઉઘાડ છે–એમ પણ નથી. જ્ઞાનની પર્યાયમાં જેટલી લાયકાત હતી એટલો ઉઘાડ થયો છે, અને જે ૫૨માણુઓમાં ઈન્દ્રિયોરૂપે થવાની લાયકાત હતી તેઓ સ્વયં ઈન્દ્રિયરૂપે પરિણમ્યા છે. છતાં બન્નેનો નિમિત્ત-નૈમિત્તિક મેળ છે. જે જીવને એક ઈન્દ્રિયના જ્ઞાનનો ઉઘાડ હોય તેને એક જ ઇન્દ્રિય હોય છે, બે વાળાને બે, ત્રણ વાળાને ત્રણ, ચાર વાળાને ચા૨ અને પાંચ ઈન્દ્રિયના ઉઘાડવાળાને પાંચ ઈન્દ્રિયો જ હોય છે, ત્યાં બન્નેનું સ્વતંત્ર પરિણમન છે, એકના કા૨ણે બીજામાં કાંઈ થયું નથીઆને જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહેવાય છે. ૪૫. રાગદ્વેષનું કા૨ણ કોણ ? -સમ્યગ્દષ્ટિને રાગ-દ્વેષ કેમ થાય છે? પ્રશ્ન:- જો કર્મ આત્માને વિકાર ન કરાવતાં હોય તો, આત્મામાં વિકાર થાય છે તેનું કારણ કોણ છે? સમ્યગ્દષ્ટિ જીવોને તો વિકાર કરવાની ભાવના હોતી નથી છતાં તેમને પણ વિકાર તો થાય છે, માટે કર્મ વિકાર કરાવે છે ને? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા ૧૫૫ ઉત્તર- કર્મ આત્માને વિકાર કરાવે એ વાત ખોટી છે. આત્માને પોતાની પર્યાયના દોષથી જ વિકાર થાય છે; કર્મ વિકાર કરાવતું નથી પણ આત્માની પર્યાયની તેવી યોગ્યતા છે. સમ્યગ્દષ્ટિને રાગ-દ્વેષ કરવાની ભાવના નથી છતાં રાગ-દ્વેષ થાય છે તેનું કારણ ચારિત્રગુણની તેવી પર્યાયની લાયકાત છે. રાગદ્વષની ભાવના નથી તે તો શ્રદ્ધાગુણની પર્યાય છે અને રાગ-દ્વેષ થાય છે તે ચારિત્રગુણની પર્યાય છે. પુરુષાર્થની નબળાઈથી રાગ-દ્વેષ થાય છે એમ કહેવું તે પણ નિમિત્તથી કથન છે. ખરેખર તો ચારિત્રગુણની જ તે તે સમયની યોગ્યતાને લીધે જ રાગ-દ્વેષ થાય છે. ૪૬. સમ્યક નિર્ણયનું જોર પ્રશ્ન:- વિકાર થાય છે તે ચારિત્રગુણની પર્યાયની જ લાયકાત છે, તો પછી જ્યાં સુધી ચારિત્રગુણની પર્યાયમાં વિકાર થવાની લાયકાત હોય ત્યાં સુધી વિકાર થયા જ કરે, એમ થતાં વિકારને ટાળવાનું જીવને આધીન રહ્યું નહિ? ઉત્તર:- એકેક સમયની સ્વતંત્ર લાયકાત છે એવો નિર્ણય કયા જ્ઞાનમાં કર્યો? ત્રિકાળી સ્વભાવ તરફ ઢળ્યા વગર જ્ઞાનમાં એકેક સમયની પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય થઈ શકે નહિ. અને જ્યાં જ્ઞાન ત્રિકાળી સ્વભાવમાં ઢળ્યું ત્યાં સ્વભાવની પ્રતીતિના જોરે પર્યાયમાંથી રાગ-દ્વેષ થવાની લાયકાત ક્ષણે ઘટતી જ જાય છે. જેણે સ્વભાવનો નિર્ણય કર્યો તેની પર્યાયમાં લાંબો કાળ રાગ-દ્વેષ રહે ક્ષણે એવી લાયકાત હોય જ નહિ, એવું જ સમ્યક નિર્ણયનું જોર છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૧૫૬ ૪૭. કાર્યમાં નિમિત્ત કાંઈ કરતું નથી છતાં તેને “કારણ”કેમ કહ્યું? કાર્યના બે કારણો કહેવામાં આવ્યા છે, તેમાં એક ઉપાદાનકારણ છે, તે જ યથાર્થ કારણ છે; બીજું નિમિત્તકારણ તે આરોપિત કારણ છે. ઉપાદાન અને નિમિત્ત એ બે કારણ કહેવાનો આશય એવો નથી કે બને ભેગા થઈને કાર્ય કરે છે. જ્યારે ઉપાદાનકારણ પોતે કાર્ય કરે છે ત્યારે બીજી ચીજને આરોપ કરીને તેને નિમિત્તકારણ કહેવાય છે, પણ તે ખરેખર કારણ નથી. પ્રશ્ન- નિમિત્ત તે ખરેખર કારણ નથી છતાં તેને કારણ કેમ કહ્યું? ઉત્તર- જેને નિમિત્ત કહેવાય છે તે પદાર્થમાં તેવા પ્રકારની (નિમિત્તરૂપ હોવાની) લાયકાત છે; તેથી અન્ય પદાર્થોથી તેને જાદુ ઓળખાવવા માટે તેને “નિમિત્તકારણ' એવી સંજ્ઞા આપી છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક છે તેથી તે પરને પણ જાણે છે, અને પરમાં નિમિત્તપણાની લાયકાત છે તેને પણ જાણે છે. ૪૮. કર્મના ઉદયના લીધે જીવને વિકાર થતો નથી જીવની પર્યાયમાં જ્યારે વિકાર થાય ત્યારે કર્મ નિમિત્ત તરીકે હોય જ. પણ જીવની પર્યાય અને કર્મ એ બન્ને ભેગા થઈને વિકાર કરતા નથી. કર્મના ઉદયને લીધે વિકાર થતો નથી, અને વિકાર કર્યો માટે કર્મો ઉદયમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૭ ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા આવ્યા–એમ નથી. અને જીવ વિકાર ન કરે ત્યારે કર્મો ખરી જાય છે તેને નિમિત્ત કહેવાય છે. પરંતુ જીવે વિકાર ન કર્યો માટે કર્મો ખર્યા એ વાત બરાબર નથી, તે પરમાણુઓની લાયકાત જ તેવી હતી. જે દ્રવ્યની જે સમયે, જે ક્ષેત્રે, જેવા સંયોગમાં અને જે રીતે જેવી અવસ્થા થવાની હોય તેવી તે પ્રમાણે થાય જ, તેમાં ફેર પડે જ નહિ–એ શ્રદ્ધામાં તો વીતરાગી દષ્ટિ થઈ જાય છે, સ્વભાવની દઢતા ને સ્થિરતાની એક્તા છે અને વિકારથી ઉદાસીનતા ને પરથી ભિન્નતા છે; તેમાં સમયે સમયે ભેદવિજ્ઞાનનું જ કાર્ય છે. ૪૯. નૈમિત્તિકની વ્યાખ્યા પ્રશ્ન - નૈમિત્તિકનો અર્થ વ્યાકરણ પ્રમાણે તો “નિમિત્તથી થાય તેએવો થાય છે, અને અહીં તો કહ્યું કે નિમિત્તથી નૈમિત્તિકમાં કાંઈ થતું નથી. ઉત્તર- “નિમિત્તથી થાય તે નૈમિત્તિક છે. અર્થાત્ નિમિત્ત જનક અને નૈમિત્તિક જન્ય છે' એ વ્યાખ્યા વ્યવહારથી કહેવાય છે; ખરેખર નિમિત્તથી નૈમિત્તિક થતું નથી. પણ ઉપાદાનનું કાર્ય તે નૈમિત્તિક છે અને જ્યારે નૈમિત્તિક કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જ છે, તેથી ઉપચારથી તે નિમિત્તને જનક પણ કહેવાય છે. વળી નૈમિત્તિકનો અર્થ “જેમાં નિમિત્તનો સંબંધ હોય એવું” એમ પણ થાય છે, એટલે કે જ્યારે નૈમિત્તિક હોય ત્યારે નિમિત્ત પણ અવશ્ય હોય જ એટલો સંબંધ છે, પણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૧૫૮ નિમિત્ત જો નૈમિત્તિકમાં કાંઈ પણ કરે તો તેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ન રહે પણ કર્તાકર્મ સંબંધ થઈ જાય. ૫૦. ‘ નિમિત્તની ઉપેક્ષા ન કરવી જોઈએ પણ નિમિત્ત મેળવવા જોઈએ ’ એ માન્યતા મિથ્યા છે. પ્રશ્ન:- ‘કોઈને પુત્ર થવાનો હતો પણ દસ વર્ષ સુધી વિષય ન ભોગવ્યો અર્થાત્ પુત્ર થવા માટેનું નિમિત્ત ન મેળવ્યું તેથી પુત્ર ન થયો, માટે નિમિત્ત મેળવવું જોઈએ, નિમિત્તને રસ્તે ઉપાદાનનું કાર્ય થાય છે, આપણે નિમિત્તની ઉપેક્ષા કરવી ન જોઈએ ' –એ વાત બરાબર છે? , ઉત્ત૨:- એ વાત મિથ્યા છે. હું નિમિત્ત મેળવું તો કાર્ય થાય એ વાત ખોટી છે, તેમાં એકલી નિમિત્તાધીન દષ્ટિ છે. (પુત્ર થવા સંબંધી વાત આગળ આવી ગઈ છે જુઓ પેરો ૯) નિમિત્ત ન હતું માટે કાર્ય અટકી ગયું અને નિમિત્ત ભેગું કરું તો કાર્ય થાયએ વાત ત્રણકાળમાં સાચી નથી. જ્યારે પણ કાર્ય થવાનું જ ન હતું ત્યારે નિમિત્ત ન હતું અને કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જઆ અબાધિત નિયમ છે. પર નિમિત્તોને આત્મા મેળવી શકે એમ માનવું તે મિથ્યાત્વ છે. એ રીતે, આત્માને પોતાના કાર્યમાં પરની અપેક્ષા નથી; છતાં ‘આપણે નિમિત્તની ઉપેક્ષા કરવી ન જોઈએ' એમ કોઈ માને તો તે જીવ સદાય નિમિત્ત સામે જ જોયા કરે એટલે તેની દષ્ટિ સદાય પર ઉપર જ રહ્યા કરે પણ પરની ઉપેક્ષા કરીને સ્વભાવનું નિર્મળ કાર્ય તે પ્રગટ કરે નહિ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૯ ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા નિમિત્તના રસ્તે ઉપાદાનનું કાર્ય કદી થતું નથી પણ ઉપાદાનની યોગ્યતાથી જ (ઉપાદાનના રસ્તે જ) તેનું કાર્ય થાય છે. ૫૧. જિનશાસન નિમિત્તની ઉપેક્ષા કરવાનું કહે છે. નિમિત્તની ઉપેક્ષા ન કરવી એટલે કે પરદ્રવ્ય સાથેનો સંબંધ ન તોડવો એ વાત જૈનશાસનથી વિરુદ્ધ છે. જૈનશાસનનું પ્રયોજન પર સાથે સંબંધ કરાવવાનું નથી પણ પર સાથેનો સંબંધ છોડાવીને વીતરાગભાવ કરાવવાનું છે. બધા સશાસ્ત્રનું તાત્પર્ય વીતરાગભાગ છે અને તે વીતરાગભાવ સ્વભાવના લક્ષે બધા પરપદાર્થોથી ઉદાસીનતા કરવાથી જ થાય છે. કોઈ પણ પર લક્ષમાં અટકવું તે શાસ્ત્રનું પ્રયોજન નથી, કેમકે પરના લક્ષે રાગ થાય છે. નિમિત્ત પણ પરદ્રવ્ય જ છે; તેથી નિમિત્તની અપેક્ષા છોડીને અર્થાત્ તેની ઉપેક્ષા કરીને પોતાના સ્વભાવની અપેક્ષા કરવી તે જ પ્રયોજન છે. નિમિત્તની ઉપેક્ષા કરવા જેવી નથી એટલે કે “નિમિત્તનું લક્ષ છોડવા જેવું નથી' એવો અભિપ્રાય તે તો મિથ્યાત્વ છે, અને એ મિથ્યા અભિપ્રાય છોડ્યા પછી પણ અસ્થિરતાને કારણે નિમિત્ત ઉપર લક્ષ જાય તે રાગનું કારણ છે. માટે પોતાના સ્વભાવના આશ્રયે નિમિત્ત વગેરે પરદ્રવ્યોની ઉપેક્ષા કરવી તે યથાર્થ છે. પર. મુમુક્ષુ જીવોએ આ વાત સમજવી જોઈએ. ઉપાદાન-નિમિત્ત સંબંધી આ વાત ખાસ પ્રયોજનભૂત છે, આ સમજ્યા વગર કદી પણ જીવને બે દ્રવ્યોમાં એકતાની બુદ્ધિ ટળે નહિ ને સ્વભાવની શ્રદ્ધા થાય નહિ. સ્વભાવની શ્રદ્ધા થયા વગર સ્વભાવમાં અભેદતા થાય નહિ, એટલે કે જીવનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬) મૂળમાં ભૂલ કલ્યાણ થાય નહિ. આવો જ વસ્તુસ્વભાવ કેવળજ્ઞાનીઓએ જોયો છે અને સંત મુનિઓએ કહ્યો છે. જીવને કલ્યાણ કરવું હોય તો આ સમજવું પડશે. ૫૩. સમર્થ કારણની વ્યાખ્યા. પ્રશ્ન- સમર્થ કારણ કોને કહે છે? ઉત્તર - જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે ઉપાદાન અને નિમિત્ત બન્ને સાથે હોય છે તેથી તે બન્નેને એક સાથે સમર્થ કારણ કહેવાય છે, અને ત્યાં પ્રતિપક્ષી કારણોનો અભાવ હોય જ છે. આથી એમ ન સમજવું કે ઉપાદાનના કાર્યમાં નિમિત્ત કાંઈ કરે છે. જ્યારે ઉપાદાનની લાયકાત હોય ત્યારે નિમિત્ત હોય જ છે. પ્રશ્ન- સમર્થ કારણ તે દ્રવ્ય, ગુણ કે પર્યાય? ઉત્તર- વર્તમાન પર્યાય જ સમર્થ કારણ છે. પૂર્વ પર્યાયને વર્તમાન પર્યાયનું ઉપાદાનકારણ કહેવું તે વ્યવહાર છે. નિશ્ચયથી તો વર્તમાન પર્યાય પોતે જ કારણકાર્ય છે. અને એથી પણ આગળ વધીને કહીએ તો એક પદાર્થમાં કારણ ને કાર્ય એવા બે ભેદ પાડવા તે પણ વ્યવહાર છે. ખરેખર તો દરેક સમયની પર્યાય અહેતુક છે. ૫૪. ઉપાદાનકારણની વ્યાખ્યા પ્રશ્ન-માટીને ઘડાનું ઉપાદાનકરણ કહેવાય છે તે બરાબર છે? ઉત્તર- ખરેખર ઘડાનું ઉપાદાનકારણ માટી નથી, પણ જે સમયે ઘડો થાય છે તે સમયની અવસ્થા જ પોતે ઉપાદાન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા ૧૬૧ કારણ છે, આમ હોવા છતાં માટીને ઘડાનું ઉપાદાનકારણ કહેવાનો હેતુ એ બતાવવાનો છે કે ઘડો થવા માટે માટીમાં જેવી સામાન્ય લાયકાત છે તેવી લાયકાત બીજા પદાર્થોમાં નથી. માટીમાં ઘડો થવાની વિશેષ લાયકાત તો જે સમયે ઘડો થયો તે સમયે જ છે, ત્યાર પહેલાં તેનામાં ઘડો થવાની વિશેષ લાયકાત નથી; માટે વિશેષ લાયકાત જ ખરું ઉપાદાનકારણ છે. આ વિષયને વધારે સ્પષ્ટ કરવા માટે જીવમાં લાગુ પાડીએ, સમ્યગ્દર્શન પ્રગટવાની સામાન્ય લાયકાત તો દરેકે દરેક જીવમાં છે, જીવ સિવાય અન્ય કોઈ દ્રવ્યોમાં તેવી સામાન્ય લાયકાત નથી; સમ્યગ્દર્શનની સામાન્ય લાયકાત (શક્તિ) તો બધા જીવોમાં છે પણ વિશેષ લાયકાત તો ભવ્ય જીવોને જ હોય છે, ને તેમ જ ભવ્ય જીવ જ્યાં સુધી મિથ્યાદષ્ટિ રહે ત્યાં સુધી તેને પણ સમ્યગ્દર્શનની વિશેષ લાયકાત નથી. વિશેષ લાયકાત તો જે સમયે જીવ પુરુષાર્થથી સમ્યગ્દર્શન પ્રગટ કરે તે સમયે જ હોય છે. સામાન્ય લાયકાત તે દ્રવ્યરૂપ છે ને વિશેષ લાયકાત તે પર્યાયરૂપ છે; સામાન્ય લાયકાત કાર્ય પ્રગટવાનું ઉપાદાનકારણ નથી. પણ વિશેષ લાયકાત જ ઉપાદાનકારણ છે. ૫૫. ચારિત્રદશા અને વસ્ત્ર સંબંધી ખુલાસો. પ્રશ્ન- “ચારિત્રદશા પ્રગટે તેને કારણે વસ્ત્ર છૂટતાં નથી પણ વસ્ત્રના પરમાણુઓની લાયકાતથી જ તે છૂટે છે” એમ કહ્યું, પરંતુ કોઈ જીવને ચારિત્રદશા પ્રગટે અને વસ્ત્રમાં છૂટવાની લાયકાત ન હોય તો સવસ્ત્રમુક્તિ થઈ જશે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ઉત્ત૨:- ત્યાં સવસ્ત્રમુક્તિ થવાની વાત નથી. ચારિત્રદશાનું સ્વરૂપ જ એવું છે કે ત્યાં વસ્ત્ર સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય જ નહિ. તેથી ચારિત્રદશામાં વસ્ત્રનો ત્યાગ સહજપણે હોય છે, વસ્ત્રનો ત્યાગ તે પરમાણુની અવસ્થાની લાયકાત છે, તેનો કર્તા આત્મા નથી. ૧૬૨ પ્રશ્ન:- કોઈ મુનિરાજના શરીર ઉપર કોઈ જીવ વસ્ત્ર નાખી જાય તો તે વખતે તેમના ચારિત્રનું શું થાય ? ઉત્તર:- કોઈ બીજો જીવ વસ્ત્ર નાખી જાય તેથી મુનિના ચારિત્રને બાધા નથી, કેમકે તે વસ્ત્ર સાથે તેમના ચારિત્રનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી પરંતુ ત્યાં તો વસ્ત્ર જ્ઞાનનું શેય છે, એટલે કે શૈયજ્ઞાયકપણાનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ૫૬. સમ્યનિયતવાદ શું છે ? વસ્તુની પર્યાય ક્રમબદ્ધ જે સમયે જે થવાની હોય તે જ થાય—એવો સમ્યનિયતવાદ તે જૈનદર્શનનો વાસ્તવિક સ્વભાવ છે– એ જ વસ્તુસ્વભાવ છે. ‘નિયત ’શબ્દ તો શાસ્ત્રોમાં ઘણે ઠેકાણે આવે છે. પણ અત્યારે તો શાસ્ત્રો ભણેલા પણ આ સમ્યનિયતવાદની વાત સાંભળીને ગોથાં ખાય છે, આનો નિર્ણય કરવો કઠણ પડે છે તેથી કોઈ · એકાંતવાદ' કહીને ઉડાડે છે. નિયત એટલે નિશ્ચિત-નિયમબદ્ધ, તે એકાંતવાદ નથી પણ વસ્તુનો યથાર્થ સ્વભાવ છે' –તે જ અનેકાંતવાદ છે. સમ્યફનિયતવાદનો નિર્ણય કરતી વખતે બહારમાં રાજપાટનો સંયોગ હોય તે છૂટી જ જવો જોઈએ–એવો નિયમ નથી, પણ તેના પ્રત્યે યથાર્થ ઉદાસ ભાવ તો અવશ્ય થઈ જાય છે. બહારના સંયોગમાં તો ફેર પડે કે ન પડે, પણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા ૧૬૩ અંતરના નિર્ણયમાં ફેર પડી જાય. અજ્ઞાની જીવ નિયતવાદની વાતો કરે છે પણ જ્ઞાન અને પુરુષાર્થને સ્વભાવ તરફ વાળીને નિર્ણય કરતો નથી. નિયતવાદનો નિર્ણય કરવામાં જે જ્ઞાન અને પુરુષાર્થ આવે છે તેને જો જીવ ઓળખે તો સ્વભાવ આશ્રિત વીતરાગભાવ પ્રગટે, ને પરથી ઉદાસ થઈ જાય, કેમકે સમ્યનિયતવાદનો નિર્ણય કર્યો એટલે પોતે બધાનો માત્ર જ્ઞાનભાવે જાણનાર દેખનાર રહ્યો, પણ પરનો કે રાગનો કર્તા ન થયો. સ્વ-ચતુષ્ટયમાં પર-ચતુષ્ટયની નાતિ જ છે તો પછી તેમાં પર શું કરે? ઉપાદાન-નિમિત્તનો યથાર્થ નિર્ણય કરે તો તેમાં સમ્પનિયતવાદનો પણ યથાર્થ નિર્ણય આવી જાય છે, કર્તુત્વભાવ ઉડી જાય છે, અને વીતરાગી દષ્ટિપૂર્વક વીતરાગી સ્થિરતાની શરૂઆત થઈ જાય છે. અજ્ઞાનીઓ આ નિયતવાદને એકાંતવાદ ને ગૃહીત મિથ્યાત્વ કહે છે પણ જ્ઞાનીઓ કહે છે કે આ સમ્યનિયતવાદ તે જ અનેકાંતવાદ છે ને તેના નિર્ણયમાં જૈનદર્શનનો સાર આવી જાય છે, ને તે કેવળજ્ઞાનનું કારણ છે. ૫૭. કાંઈ અકસ્માત છે જ નહિ. પ્રશ્ન- સમ્યગ્દષ્ટિને અકસ્માતભય હોતો નથી એનું શું કારણ ? ઉત્તર- કેમ કે સમ્યગ્દષ્ટિને યથાર્થ નિયતવાદનો નિર્ણય છે કે જગતના બધા પદાર્થોની અવસ્થા તેની લાયકાત પ્રમાણે જ થાય છે ન થવાનું હોય એવું કાંઈ નવું બનતું જ નથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪ મૂળમાં ભૂલ માટે કોઈ અકસ્માત છે જ નહિ. આવી નિઃશંક શ્રદ્ધાને લીધે સમ્યગ્દષ્ટિને અકસ્માતભય હોતો નથી. વસ્તુની પર્યાયો ક્રમસર જ થાય છે એની અજ્ઞાનીને પ્રતીતિ નથી તેથી તેને અકસ્માત લાગે છે. ૫૮. નિમિત્ત કોનું? અને ક્યારે? જો નિમિત્તનું યથાર્થ સ્વરૂપ સમજે તો નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે એ માન્યતા ટળી જાય. કેમ કે જ્યારે કાર્ય થયું ત્યારે તો પરને તેનું નિમિત્ત કહેવાયું છે, કાર્ય થયા પહેલાં તો તેનું નિમિત્ત કોઈને કહેવાતું નથી. જે કાર્ય થઈ ગયું છે તેમાં નિમિત્ત શું કરે? અને કાર્ય થયા પહેલાં નિમિત્ત કોનું? કુંભાર કોનું નિમિત્ત છે? જે ઘડારૂપી કાર્ય થાય તો કુંભાર તેનું નિમિત્ત છે, પણ જો ઘડારૂપી કાર્ય જ ન થાય તો કુંભાર તેનું નિમિત્ત નથી. ઘડો થયા પહેલાં તો કોઈને “ઘડાનું નિમિત્ત” કહી શકાય જ નહિ. અને જો ઘડો થાય ત્યારે જ કુંભારને નિમિત્ત કહેવાય છે, તો પછી કુંભારે ઘડામાં કાંઈ પણ કર્યું એ વાત સ્વયમેવ અસત્ ઠરે છે. પ્રશ્ન- ઉપાદાનમાં કાર્ય ન થાય તો પરદ્રવ્યને નિમિત્ત કહેવાતું નથી એમ ઉપર કહ્યું પરંતુ “આ જીવને અનંતવાર ધર્મના નિમિત્તો મળ્યાં છતાં જીવ પોતે ધર્મ સમજ્યો નહિ” એમ કહેવાય છે, અને તેમાં જીવને ધર્મરૂપી કાર્ય થયું નથી છતાં પદ્રવ્યોને ધર્મનાં નિમિત્ત તો કહ્યાં છે? ઉત્તર:- “આ જીવને અનંતવાર ધર્મનાં નિમિત્તો મળ્યાં પણ પોતે ધર્મ સમજ્યો નહિ' એમ કહેવાય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા ૧૬૫ ત્યાં જો કે ઉપાદાનમાં (જીવમાં ) ધર્મરૂપી કાર્ય થયું નથી તેથી ખરેખર તેને માટે તે પદાર્થો ધર્મનાં નિમિત્ત નથી. પરંતુ જે જીવો ધર્મ પ્રગટ કરે છે તે જીવોને એવાં પ્રકારનાં નિમિત્તો જ હોય છે એવું જ્ઞાન કરાવવા માટે કાર્ય ન થયું હોવા છતાં સ્થૂળદષ્ટિએ તેને નિમિત્ત કહેવામાં આવે છે. ૫૯. અનુકૂળ નિમિત્ત ઊકળતા તેલમાં હાથ દાઝયો ત્યાં હાથને દાઝવા માટે ઊકળતું તેલ અનુકૂળ નિમિત્ત છે; ઘડો ફૂટવામાં ધોકો વગેરે અનુકૂળ નિમિત્ત છે. અમુક પદાર્થને અનુકૂળ નિમિત્ત કહ્યું તેથી તે સિવાયના બીજા પદાર્થો પ્રતિકૂળ છે-એમ ન સમજવું. એકદ્રવ્ય બીજા દ્રવ્યને અનુકૂળ કે પ્રતિકૂળ તો છે જ નહિ. નિમિત્તને અનુકૂળ કહેવાનો અર્થ એટલો જ છે કે-તે પદાર્થ કાર્ય થતી વખતે સદ્ભાવરૂપ હોય છે અને વ્યવહારદષ્ટિએ અનુકૂળતાનો આરોપ તેના ઉપર આવી શકે છે. ૬૦. બે પર્યાયોની લાયકાત એક સાથે ન હોય એક સમયમાં બે લાયકાત હોતી જ નથી, કેમકે જે સમયે જેવી લાયકાત છે તેવી પર્યાય પ્રગટ હોય છે, અને તે જ વખતે જો બીજી લાયકાત પણ હોય તો એક સાથે બે પર્યાય થઈ જાય. પરંતુ એમ કદી બની શકે નહિ જે સમયે જે પર્યાય પ્રગટ હોય છે તે સમયે બીજી પર્યાયની લાયકાત હોતી જ નથી. લોટરૂપ અવસ્થાની લાયકાત વખતે રોટલીરૂપ અવસ્થાની લાયકાત જ હોતી નથી તો પછી નિમિત્ત ન મળ્યા માટે રોટલી ન થઈ-એ વાતને અવકાશ ક્યાં છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૧૬૬ અને જ્યારે રોટલી થાય છે ત્યારે તે પૂર્વની લોટ પર્યાયનો અભાવ કરીને જ થાય છે, તો પછી બીજાને તેનું કારણ કેમ કહેવાય ? બહુ બહુ તો લોટરૂપ પર્યાયનો વ્યય થયો તેને રોટલીરૂપ પર્યાયનું કારણ કહી શકાય. ૬૧. ‘ જીવ પરાધીન છે ’ એટલે શું ? પ્રશ્નઃ- સમયસાર નાટકમાં સ્યાદ્વાદ અધિકારના ૯ મા શ્લોકમાં જીવને પરાધીન કહ્યો છે; શિષ્ય પૂછે છે કે હૈ સ્વામી ! જીવ સ્વાધીન છે કે પરાધીન ? ત્યારે શ્રીગુરુ ઉત્તર આપે છે કેદ્રવ્યદૃષ્ટિથી જીવ સ્વાધીન છે, ને પર્યાયદષ્ટિથી પરાધીન છે. તો ત્યાં જીવને પરાધીન કેમ કહ્યો છે? ઉત્ત૨:- પર્યાયદષ્ટિથી જીવ પરાધીન છે એટલે કે જીવ પોતે પોતાના સ્વભાવનો આશ્રય છોડીને, ૫૨ લક્ષે પોતે સ્વતંત્રપણે પરાધીન થાય છે, પરંતુ પરદ્રવ્યો કાંઈ જીવ ઉ૫૨ બળજોરી કરીને તેને પરાધીન કરતા નથી. પરાધીન એટલે પોતે સ્વતંત્રપણે ૫૨ને આધીન થાય છે- પરાધીનપણું માને છે, નહિ કે પ૨ પદાર્થો તેને આધીન કરે છે. ૬૨. દ્રવ્યાનુયોગ ને ચ૨ણાનુયોગનો ક્રમ. પ્રશ્નઃ- આ ઉપાદાન-નિમિત્તની વાત તો દ્રવ્યાનુયોગની છે. પરંતુ પહેલાં તો જીવ ચરણાનુયોગ અનુસાર શ્રદ્ધાની થાય અને તે ચરણાનુયોગ અનુસાર વ્રત-પડિમા વગેરે અંગીકાર કરે ત્યાર પછી તે દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાની થઈને સમ્યગ્દર્શન પ્રગટ કરે–એવી જૈનધર્મની પરિપાટી હોવાનું કેટલાક જીવો માને છે તે બરાબર છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા ૧૬૭ ઉત્તર:- ના, એવી જૈનમતની પરિપાટી નથી. પરંતુ જિનમતમાં એવી પરિપાટી છે કે પહેલાં સમ્યકત્વ હોય પછી વ્રત હોય; હવે સમ્યકત્વ તો સ્વ-પરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન દ્રવ્યોનુયોગનો અભ્યાસ કરતાં થાય છે. માટે પહેલાં દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દષ્ટિ થાય અને ત્યાર પછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક કરી વતી થાય. એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે તથા ગૌણપણે જેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલાં કોઈ વ્રતાદિનો ઉપદેશ આપવામાં આવે છે; માટે સર્વે જીવોએ મુખ્યપણે દ્રવ્યાનુયોગ અનુસાર અધ્યાત્મ ઉપદેશનો અભ્યાસ કરવા યોગ્ય છે. આમ જાણીને નીચલી દશાવાળાઓએ પણ દ્રવ્યાનુયોગના અભ્યાસથી પરાડમુખ થવું યોગ્ય નથી. (મો. મા. પ્ર. પૃષ્ઠ ૨૯૫) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮ મૂળમાં ભૂલ સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન કોઈ એમ કહે કે આ જ્ઞાન પહેલાં નહોતું અને નિમિત્ત મળતાં પ્રગટયું; જો મારામાં જ હોત તો પહેલાં મને કેમ ખબર ન પડી ? તેનો ઉત્તરઃ- જ્ઞાન તો તારી પાસે જ છે, તેમાંથી જ પ્રગટે છે. પહેલાં સામાન્ય શક્તિરૂપે જ્ઞાન હતું તે જ વિશેષ રૂપે (પર્યાય રૂપે ) પ્રગટ થયું છે. જો સામાન્ય જ્ઞાન જે ત્રિકાળ શક્તિરૂપે છે તેને જીવ માને, તો પોતાની સામાન્ય શક્તિની જ આ વિશેષ પર્યાય થાય છે એમ માને; પણ જો સામાન્ય જ્ઞાન જ નમાને તો “મારું આ વિશેષ જ્ઞાન પરમાંથી આવ્યું. ગુરુ મળ્યા માટે જ્ઞાન થયું.” એમ જ્ઞાનને પરાશ્રિત જીવ માને, કે જે ખોટું છે. દરેક દ્રવ્યમાં ગુણનો ભંડાર પડ્યો છે, તેમાંથી જ પર્યાયમાં આવે છે. આત્મામાં પણ જ્ઞાન વગેરેનો પૂરો ભંડાર ભર્યો જ છે. તેમાંથી જ પર્યાયમાં આવે છે. વાંચવાથી જ્ઞાન થયું એ વાત ખોટી છે. જ્ઞાન જે શક્તિરૂપે છે તેમાંથી જ વિશેષ જ્ઞાન પ્રગટયું છે. વિશેષ જ્ઞાન એટલે જ્ઞાનની વર્તમાન પર્યાય એ વિશેષ આવ્યું ક્યાંથી? જે ત્રિકાળ સામાન્ય પડ્યું છે તેમાંથી જ આવ્યું છે. અંદરમા ત્રિકાળી સામાન્ય જ્ઞાનની જે પ્રતીત કરે તે વિશેષ જ્ઞાનને પરનું અવલંબન માને નહિ અને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન ૧૬૯ પોતાની જે વિશેષ પર્યાય તેનું અવલંબન પણ ન માનતા, અંદરના ત્રિકાળી જ્ઞાનનું જ અવલંબન માને છે. ત્રિકાળી સામાન્ય તો આખું પડ્યું છે, તેની વર્તમાન પ્રગટ પર્યાય થોડી હોવા છતાં પણ ત્રિકાળી સામાન્ય તો આખે આખું પૂર્ણ જ છે. જેને એ ત્રિકાળી સામાન્યની શ્રદ્ધા નથી, તે વિશેષ નિમિત્તના અવલંબનથી આવ્યું છે એમ માને છે. આ તો વેપારી જેવી યુક્તિ છે. જેમ વેપારી કહે કે, ભાઈ ! ઘરમાં પૂરી મૂડી નથી એટલે બીજાનાં મોઢાં બોલાવવાં પડે છે, બીજા પાસેથી રૂપિયા ત્યે તેનું વ્યાજ ભરે છતાં પણ કેટલી ઓશિયાળ કરવી પડે! પણ જેના ઘરમાં પૂરી મૂડી હોય તે બીજાની ઓશિયાળ જરાપણ ન કરે! તેમ પોતામાં જ્ઞાનરૂપી મૂડી તો ત્રિકાળ પૂરી જ છે. તેમાંથી પર્યાય આવે છે. પોતાના જ્ઞાનસ્વભાવની જેને ખબર છે તે પર નિમિત્તની ઓશિયાળ કરે નહિ. નિમિત્તના અભાવે જ્ઞાનની ઉણપ નથી-પણ સામાન્ય શક્તિ તરફની એકાગ્રતાના અભાવે ઉણપ દેખાય છે. જો ત્રિકાળી શક્તિની શ્રદ્ધા કરે તો તેમાંથી એકાગ્ર થઈને પૂર્ણ જ્ઞાન કાઢે. જ્ઞાનની અવસ્થા નિમિત્તને લઈને આવી નથી, પણ ત્રિકાળી શક્તિ પડી છે તેમાંથી આવી છે. પ્રશ્ન- કૂંચી આવી તો તાળું ઊઘડ્યું ને? તેમ નિમિત્ત આવ્યું ત્યારે જ્ઞાનની પર્યાય ખીલી ને ? ઉત્તર- નહિ! તાળું ઊઘડે એવું હતું ત્યારે કૂંચી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭) મૂળમાં ભૂલ આવી, આમ વાતમાં ગુલાંટ છે. ( તાળા કૂંચીની જેમ) નિમિત્ત દ્વારા જ્ઞાનની પર્યાય ખીલી નથી, પણ અંદર ત્રિકાળી સામર્થ્ય પડ્યું છે તેમાંથી તે સામાન્યનું વિશેષ પ્રગટયું છે. જ્ઞાનની પર્યાય અદ્ધરથી આવી નથી પણ અંદર જે ત્રિકાળી શક્તિ પડી છે તેના આધારે આવી છે. અંદરની શક્તિ પડી છે તેની પ્રતીત નથી તેથી બહારના નિમિત્તથી જ્ઞાનની પર્યાય આવી એમ અજ્ઞાની માને છે. ફૂલબરણીમાંથી જે તણખા ઝરે છે તે ફૂલખરણીમાં જ સામર્થ્યરૂપે હતા તે પ્રગટયા છે, તેમ આત્મામાં એવો પાવર ભર્યો છે કે તેમાં એકાગ્રતારૂપી ચિનગારી મૂકે તો ફટ ફટ નિર્મળ પર્યાયના તણખા ફાટે! જ્ઞાન વર્તમાન અવસ્થામાં ઉણપ વખતે પણ શક્તિમાં પૂરું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપદેશમાં નિમિત્તનું જ્ઞાન ૧૭૧ ઉપદેશમાં નિમિત્તનું જ્ઞાન કયાં ચૈતન્ય ભગવાન આત્માનો સ્વભાવ! અને કયાં જડ કર્મનો સ્વભાવ ! આત્માના સ્વભાવના સામર્થ્યનું જ્ઞાન ન કરે અને માત્ર જડ કર્મને માને તો બંધનો નાશ કોના જોરે કરશે? જેને કર્મ પ્રકૃતિનું લક્ષ છે તેને સ્વભાવની પ્રતીત નથી, જ્યારે અંદરના સ્વભાવની પ્રતીત થઈ અને નિમિત્તનો નકાર થયો (અવલંબન છૂટયું) ત્યાં ભવનો અભાવ જ છે, પણ માત્ર નિમિત્તનું લક્ષ કરે અને ઉપાદાનને ન જાણે તો મુક્તિ થાય નહીં અને જો ઉપાદાનનું લક્ષ કરે તો ચૈતન્ય શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા તેનું જ જ્ઞાન અને તેમાં સ્થિરતા કરવાથી બંધન નાશ અવશ્ય થાય છે. માત્ર બંધને જાણવાથી કે તેનો વિચાર કર્યા કરવાથી બંધન કપાતું નથી. x x x બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર બંધનથી છૂટવાનું કારણ નથી, પણ બંધનમુક્ત થવાના પૂર્ણ સામર્થ્યની દૃષ્ટિના જોરે પુરુષાર્થ તે જ બંધનથી મુક્તિનું કારણ છે. * * નિકાચિત કર્મ પણ જડ છે, તે આત્માના પુરુષાર્થને રોકે નહીં, જે વીર્ય ઊંધુ થઈને કર્મ બાંધ્યું, તે જ વીર્ય સવળું થાય તો તે કર્મને ક્ષણમાત્રમાં તોડી નાખે. કર્મ લાંબા કે તું? કોની સ્થિતિ વધારે ? પ્રભુ! બધી શક્તિ તારી પાસે જ ભરી છે, પણ અનાદિથી તે પરની વાત માંડી છે તેથી સ્વાશ્રયની પ્રતીતિ નથી. ઘરે લગ્ન વખતે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭ર મૂળમાં ભૂલ ભંગીઆ જમી ગયા કે નહિ' એમ ભંગીઆને યાદ કરે પણ ભાઈઓ જમી ગયા કે નહિ તે યાદ ન કરે એ કેવું? ભાઈઓને ભૂલીને ભંગીઆને યાદ કરે છે તે મૂર્ખાઈ જ છે, તેમ અનંત ગુણનો પિંડ જે બંધુરૂપે સદાય સાથે રહેનાર છે તેવા ચૈતન્ય ભગવાનને જે સંભારતો નથી, તેની ઓળખાણ કરતો નથી અને એક સમય પૂરતા કર્મની સાથે જેણે ઓળખાણ માંડી છે તે બધાં મૂર્ખ જ છે, અજ્ઞાની છે, તેઓ મુક્તિ પામતા નથી. તને જે નિમિત્તનું જ્ઞાન બતાવ્યું તે નિમિત્ત (કર્મનું) તારા ઉપર જોર બતાવવા કહ્યું નથી, પણ તે નિમિત્ત આધીન થતો વિકાર તારું સ્વરૂપ નથી એમ કહીને તારો પુરુષાર્થ ઉપાડવા તને કહ્યું હતું, ત્યાં નિમિત્તને વળગી બેઠો માટે તે નિમિત્ત કર્મની દૃષ્ટિ છોડ! અને સ્વભાવ તરફ દષ્ટિ કર ! ભગવાનનો ઉપદેશ ધર્મની વૃદ્ધિ માટે છે તેમ ન લેતાં ઊંધું માને તો તેને વીતરાગની વાણીના નિમિત્તનું પણ ભાન નથી. “સવી જીવ કરું શાસન રસી” એવા શુભભાવે બંધાએલ તીર્થંકર નામકર્મનો ઉદય થતાં વીતરાગની ધ્વનિ નીકળે છે તે સ્વભાવ-ધર્મની વૃદ્ધિ માટે છે; તે ધ્વનિ કહે છે કે “જાગ ! જાગ ! તારી મુક્તિ અલ્પકાળમાં જ છે, તારો સ્વભાવ પરિપૂર્ણ પુરુષાર્થથી ભરેલો છે; ' આ રીતે નિમિત્તઉપાદાનની સંધિ તૂટતી નથી તે માટે તો ઉપદેશ છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજ્ઞાનની ખબર શું પડે? ૧૭૩ ૧૭૩ અજ્ઞાનીને ખબર શું પડે? દરેક વસ્તુનું કાર્ય અંતરંગકારણથી થાય છે; બહારના કારણથી કોઈ કાર્ય થતું નથી. જો બહારના કારણથી કાર્ય થતું હોય તો ચોખાના બીમાંથી ઘઉં અને ઘઉંના બીમાંથી ચોખા થવાનો પ્રસંગ આવશે, એમ થતાં વસ્તુનો કોઈ નિયમ રહેતો નથી-માટે કહ્યું છે કે “कहीं पर भी अंतरंगकारणसे ही कार्यकी उत्पत्ति होती હૈ એટલે કે બધી વસ્તુઓનાં કાર્યની ઉત્પત્તિ અંતરંગ કારણથી જ [ વસ્તુની પોતાની શક્તિથી જ] થાય છે-એ નિયમ છે. આમાં અનેક પ્રશ્નોના સમાધાન આવી જાય છે. અંતરંગકારણ = દ્રવ્યની શક્તિ, ઉપાદાનકારણ. બહિરંગકારણ = પર દ્રવ્યની હાજરી, નિમિત્તકારણ. કોઈ કાર્યો બાહ્ય પદાર્થોના કારણથી ઉત્પન્ન થતાં નથી એ નિશ્ચય છે. જો બહારના કારણે કાર્યની ઉત્પત્તિ થતી હોય તો ચોખામાંથી ઘઉં થવા જોઈએ- પણ તેમ કયાંય થતું નથી; માટે કોઈ દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યના કારણથી ઉત્પન્ન થતું નથી પણ તે દ્રવ્યની પોતાની શક્તિથી જ થાય છે. ત્રણકાળ-ત્રણલોકમાં એવું કોઈ દ્રવ્ય નથી કે જે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪ મૂળમાં ભૂલ દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યથી થતું હોય! જો કોઈ પણ દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યથી થતું હોય તો જીવમાંથી જડ અને જડમાંથી જીવ થઈ જવાનો પ્રસંગ આવી પડશે; પરંતુ કાર્ય અને કારણ એક જ દ્રવ્યમાં હોય એ સિદ્ધાંતથી દરેક દ્રવ્યનું કાર્ય તે દ્રવ્યના કારણથી જ સ્વતંત્રપણે થાય છે, તેથી ઉપર્યુક્ત દોષ આવતો નથી. આમાં દરેક કાર્ય થવામાં ઉપાદાન-નિમિત્તનો ખુલાસો આવી જાય છે. હવે ઉપર પ્રમાણે વસ્તુસ્વરૂપ હોવાથી-આત્મદ્રવ્યનું કાર્યઅવસ્થા તો આત્માના જ અંતરંગકારણથી ઉત્પન્ન થાય છે, અને આત્મદ્રવ્યમાં તો વીતરાગભાવ જ પ્રગટવાની શક્તિ છે. વીતરાગતા-શુદ્ધતારૂપી કાર્ય ઉત્પન્ન થાય એવી જ દ્રવ્યની અંતરંગ શક્તિ છે. પ્રશ્ન- જો દ્રવ્યની અંતરંગ શક્તિમાં તો વીતરાગતા અને શુદ્ધતા જ પ્રગટવાની શક્તિ છે તો પછી પર્યાયરૂપી કાર્યમાં અશુદ્ધતા કેમ છે? ઉત્તર- પર્યાયમાં જે અશુદ્ધતા છે તે, તે પર્યાયની વર્તમાન યોગ્યતા છે. આત્મા અરૂપી જ્ઞાનઘન સ્વભાવ-કે જે અંતરંગકારણ છે-તેમાંથી તો ગમે તેવાં બહારનાં નિમિત્ત હોય કે ગમે તેવા સંયોગ હોય તોપણ જ્ઞાન અને વીતરાગતા જ આવે છે, છતાં પર્યાયમાં જે વિકાર-અશુદ્ધતા છે તે પર્યાય અંતરંગ કારણે છે. વિકારનું અંતરંગકારણ એક સમય પૂરતી પર્યાય છે તેથી વિકારરૂપી કાર્ય પણ એક જ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૫ અજ્ઞાનીને શું ખબરપડે ? સમય પૂરતું છે. પહેલા સમયનો વિકાર બીજા સમયે ટળી જાય છે. રાગાદિ વિકારરૂપ અશુદ્ધ અવસ્થા તે પર્યાયના અંતરંગ કારણે છે, રાગાદિનું અંતરંગ કારણ દ્રવ્ય નથી પણ અવસ્થા છે; એટલે કે દ્રવ્યના સ્વભાવમાં રાગાદિ નથી, માટે દ્રવ્ય રાગાદિનું કારણ નથી. જેમ ચેતન દ્રવ્યની અવસ્થા ચેતનના અંતરંગ કારણે થાય છે તેમ જડ દ્રવ્યની અવસ્થા પણ જડ દ્રવ્યના અંતરંગકારણથી જ થાય છે. શરીરના પરમાણુઓ ભેગા છે તે આત્માના કારણે આવ્યા નથી, પણ જે જે પરમાણુઓની અંતરંગ શક્તિ હતી તે જ પરમાણુઓ ભેગા થયા છે, બીજા બધા પરમાણુઓ પેશાબ, વિષ્ટા વગેરે મારફત જાદા પડી ગયા. પરમાણુઓમાં ક્રોધ-કર્મરૂપ અવસ્થા થાય છે તે પરમાણુની તે સમયની યોગ્યતા છે-જીવે તે અવસ્થા કરી નથી. જીવની ક્રોધાદિ ભાવરૂપ અવસ્થા થાય છે તેમાં જીવની તે સમયની અવસ્થાની યોગ્યતા છે. જીવની અવસ્થામાં વિકારભાવ અને પુદ્ગલની અવસ્થામાં કર્મરૂપ પરિણમન એ બન્ને પોતપોતાના અંતરંગ સ્વતંત્ર કારણે થાય છે, કોઈ એક-બીજાનું અંતરંગકારણ નથી. સમયે સમયે અવસ્થા થવી તે વસ્તુનો સ્વભાવ છે; વસ્તુની અવસ્થા વસ્તુના કારણે નીકળે છે. બહારના સાધનને કારણે કોઈ દ્રવ્યની અવસ્થા નીકળતી નથી. આમ હોવાથી પોતાની અવસ્થાનો સુધાર કે બગાડ દ્રવ્ય પોતે જ કરી શકે છે. ચૈતન્યની પર્યાય ચૈતન્યપણે રહીને બદલે છે અને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬ મૂળમાં ભૂલ જડની પર્યાય જડપણે રહીને બદલે છે. દ્રવ્યની અવસ્થાનો કર્તા કોઈ બીજ નથી. * * * પર દ્રવ્યોને આત્મા કરે છે એવી વ્યવહારી લોકોની માન્યતા સત્યાર્થ નથી-એમ કહે છે: जदि सो परद्व्वाणि य करेज णियमेण तम्मओ होज। जम्हा ण तम्मखो तेण सो ण तेसिं हवदि कत्ता।। ९९ ।। (હરિગીત) પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે! તેથી નહીં કર્તા ઠરે. ૯૯. અન્વયાર્થ- જો આત્મા પરદ્રવ્યોને કરે તો તે નિયમથી તન્મય અર્થાત્ પરદ્રવ્યમય થઈ જાય; પરંતુ તન્મય નથી તેથી તે તેમનો કર્તા નથી. ટીકા- જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્ય સ્વરૂપ કર્મને કરેતો, પરિણામ પરિણામીપણે બીજી કોઈ રીતે બની શકતું નહિ હોવાથી તે (આત્મા) નિયમથી તન્મય (પર દ્રવ્યમય) થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. માટે આત્મા વ્યાપ્ય-વ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી. ભાવાર્થ- એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બન્ને દ્રવ્યો એક થઈ જાય, કારણ કે કર્તા-કર્મપણું અથવા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજ્ઞાનીને શું ખબરપડે ? ૧૭૭ પરિણામ પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે, માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ચિત નથી. (જુઓ ગુજરાતી સમયસાર પાનું ૧૪૪) *** આ આત્મા પરદ્રવ્યનું કિંચિત્ પણ કરી શક્તો નથી. જો આત્મા પરદ્રવ્યનું કાંઈ પણ કરે તો તે બન્ને દ્રવ્યો નિયમથી એક થઈ જાય પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, કેમકે દરેક દ્રવ્ય ત્રિકાળ જુદાં છે. એક આત્મા જો પરનું કાંઈ કરે તો તે પરદ્રવ્ય અને આત્મા બન્ને એક દ્રવ્ય થઈ જાય. કેમકે જે સમયે આત્માએ પદ્રવ્યનું કાંઈ પણ કર્યું તે સમયે સામા દ્રવ્યની સ્વતંત્ર અવસ્થા રહી નહિ એટલે અવસ્થાનો લોપ થતાં તે દ્રવ્યનો પણ લોપ થયો, કેમકે અવસ્થા વગર કોઈ દ્રવ્ય હોય નહિ. આ રીતે જીવ જો પ૨વસ્તુની અવસ્થા કરે તો તે પરદ્રવ્ય સાથે એક થઈ જાય, અને દ્રવ્યના લોપનો પ્રસંગ આવે, પણ એમ ત્રણકાળમાં બનતું નથી. દરેક દરેક આત્મા અને દરેક દરેક રજકણ જુદાં સ્વતંત્ર પદાર્થ છે. આત્માની અવસ્થા આત્માથી થાય અને. જડની અવસ્થા જડથી થાય-એમ માનવું તે જ પહેલો ધર્મ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ આત્મા કોઈ પરવસ્તુમાં પેસી જતો નથી. શરીરમાં પણ આત્મા પેસી ગયો નથી; શરીર જડ છે અને આત્મા ચેતન છે; શરીર અને આત્મા એ ત્રિકાળ ભિન્ન પદાર્થો છે. શરીરની અવસ્થા રૂપ, રસ, ગંધ, સ્પર્શ સહિત જડરૂપ થાય છે અને આત્માની અવસ્થા જ્ઞાનરૂપ થાય છે-બન્ને દ્રવ્યો તથા તેની અવસ્થા જુદી જ છે. ૧૭૮ પ્રશ્ન:- જો આત્મા પરનું કરી શકે છે એમ માનવામાં આવે તો શું વાધો છે? ઉત્ત૨:- એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકે એમ માનવામાં આવે તો દ્રવ્યના નાશનો પ્રસંગ આવે છે-તે મહાન દોષ આવી પડે છે. જગતમાં અનંત પદાર્થો છે, જેમ આ આત્મા વસ્તુ છે તેમ સામું દ્રવ્ય પણ વસ્તુ છે. વસ્તુ હોય તે સમયે સમયે પોતાની અવસ્થાનું કાર્ય કરે છે. હવે જો આત્માએ તે દ્રવ્યનું કાંઈ કર્યું એમ માનવામાં આવે તો તે વખતે સામા દ્રવ્યે તેની પોતાની અવસ્થામાં શું કર્યું? કેમકે સામું દ્રવ્ય સામાન્ય સ્વરૂપ છે તેનું વિશેષ પણ દરેક સમયે હોવું જ જોઈએ. હવે જો આત્મા તે દ્રવ્યની અવસ્થા કરે તો તે વખતે સામા દ્રવ્યની પોતાથી શું અવસ્થા થઈ ? અવસ્થા વગર તો દ્રવ્ય જ હોઈ શકે નહિ, માટે આત્માએ તે દ્રવ્યની અવસ્થામાં કાંઈ પણ કર્યું નથી. દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપે કાયમ ટકીને ક્ષણે ક્ષણે પોતાની અવસ્થા પોતાથી બદલાવે છે, તેમાં બીજું દ્રવ્ય કિંચિત્ માત્ર પણ કરી શકતું નથી. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજ્ઞાનીને શું ખબરપડે? ૧૭૯ જો એક દ્રવ્યની અવસ્થા બીજાં દ્રવ્ય કરે એમ માનવામાં આવે તો તે વખતે તે દ્રવ્યની વિશેષ અવસ્થા રહેતી નથી અને વિશેષ અવસ્થા વગર દ્રવ્યની સત્તાના જ અભાવનો પ્રસંગ આવે છે-એ મહાન દોષ આવે છે-માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે એમ માનવું તે દ્રવ્યના ત્રિકાળી સ્વરૂપની હિંસા છે, તેના જેવું મોટું પાપ જગતમાં કોઈ નથી. પરદ્રવ્યનું હું કરી દઉં એમ માનવું તે જ મહાન હિંસા છે. તે જ મહાન પાપ છે. હિંસા બહારમાં પર પ્રાણી મરે કે દુઃખી થાય તેમાં નથી, પણ હું તે પ્રાણીને સુખી કે દુઃખી કરી શકું એવી માન્યતા તે જ પોતાના જ્ઞાનસ્વરૂપની હિંસા છે; તેમાં મિથ્યાત્વભાવનું અનંત પાપ છે. અને પરનું કરી શકું એવી ઊંધી માન્યતા છોડીને હું આત્મા જ્ઞાનસ્વરૂપ છું, પરદ્રવ્યનું હું કાંઈ ન કરી શકું, દરેક દ્રવ્યો સ્વતંત્ર છે, સૌ પોતપોતાના કર્તા છે” એમ માનવું તે જ અહિંસા છે-અને એ જ પ્રથમ ધર્મ છે. પ્રશ્ન- શરીર આત્માનું ચલાવ્યું ચાલે અને માણસો ડુંગરાના ડુંગરા તોડી નાખે છે એ બધું આંખે નજરે દેખાય છે ને? છતાં આત્મા પરનું ન કરી શકે એમ કેમ કહો છો? શું અમે નજરે જોયું તે ખોટું ? ઉત્તર- આત્મા શું અને શરીર શું? એના જુદાપણાનાં ભાન વગર આત્માએ શું કર્યું તેની અજ્ઞાનીને શું ખબર પડે ? આત્માને તો તે દેખતો નથી, માત્ર બહારમાં જડની સ્થૂળ ક્રિયાને જુએ છે, ત્યાં “આત્મા તે જડની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #199 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮) મૂળમાં ભૂલ ક્રિયા કરે છે” એમ તો દેખાતું નથી, પણ અજ્ઞાની મફતનો માની લે છે; અને કહે છે કે મેં નજરે જોયું પણ નજરે શું જોયું? નજરે તો જડ વસ્તુની ક્રિયા તેની મેળે થાય છે તે દેખાય છે. પણ “વછેરાનાં ઇંડા” ની જેમ આત્માએ કર્યું ” એમ તે માને છે. તે વછેરાનાં ઇંડાનું દષ્ટાંત નીચે મુજબ છે: એક વખત એક કાઠી દરબાર સારાં ઘોડાનો વછેરો લેવા નીકળ્યાં, દરબાર કદી બહાર નીકળેલ નહિ, એટલે તેને કાંઈ ખબર પડે નહિ તે એક ગામથી બીજે ગામ વછેરાની ખરીદ માટે જતાં હતાં ત્યાં વચ્ચે ધૂતારાઓ મળ્યા, અને વાતચીતમાં તે ધૂતારાઓએ જાણી લીધું કે આ દરબાર તન-બિનઅનુભવી છે અને વછેરો લેવા નીકળ્યા છે. તે ધૂતારાઓએ દરબારને છેતરવાનો નિશ્ચય કર્યો અને બે મોટાં કોળાં લઈને એક ઝાડ ઉપર ટાંગી દીધાં. તે ઝાડ પાસે ઝાડીમાં સસલાનાં બે બચ્ચાં હતાં. હવે તે ધૂતારાઓએ દરબાર સાથે વાતચીત કરીને પોતા પાસે વછેરાના બે સુંદર ઇંડા છે–એમાંથી સુંદર વછેરા નીકળશે, એમ કહીને દરબાર સાથે સોદો કર્યો અને બે વછેરાની કિંમતના હજાર રૂપિયા લઈ લીધા પછી ગુપ્ત રીતે ઝાડ ઉપર ટાંગેલા બે કોળાં નીચે પાડ્યાં કોળાં અદ્ધરથી પડતાં જ તે ફાટયાં અને અવાજ થયો, તે અવાજ સાંભળીને તુરત જ પાસેની ઝાડીમાં રહેલાં બે સસલાનાં બચ્ચાં નાસવા માંડ્યા; ત્યાં ધૂતારાઓ તાળી પાડીને કહેવા લાગ્યા કે અરે આપા! આપા! પકડો, આ તમારા વછેરાં ભાગ્યાં ! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૧ અજ્ઞાનીને શું ખબર પડે? જલદી જાવ નહિંતર સુંદર વછેરા નાસી જશે. દરબાર તો ખરેખર તેને ઘોડાનો વછેરાં માનીને તેને પકડવા દોડ્યા, પણ એ તો કયાંય ઝાડીમાં સંતાઈ ગયા. પછી દરબારે ઘરે આવીને પોતાના ડાયરામાં વાત કરી, કે શું વછેરાં, નાનકડાં અને સુંદર, જેવા નીકળ્યાં કે તરત જ દોડવા માંડ્યા! ત્યારે ડાયરાએ પૂછયું આપા! શું થયું? ત્યારે દરબારે “વછેરાના ઇંડા' ખરીદ કર્યા સંબંધી વાત કરી, ડાયરાના માણસો કહે, આપા! તમે મૂરખ થયા, કાંઈ વછેરાના તે ઇંડાં હોય? પણ આપો કહે...મેં નજરે જોયાને! પણ વછેરાના ઇંડાં હોય જ નહિ પછી નજરે કયાંથી જોયા? તમારી જોવાની ભૂલ છે, તેવી રીતે અજ્ઞાની જીવ કહે છે કે “જીવ પરનું કરે એમ નજરે દેખાય છે ને?” પણ ભાઈ ! જીવ પરનું કરી જ શકતો નથી તો તે નજરે શું જોયું? નજરે તો જડની ક્રિયા દેખાય છે, આત્માએ તે કર્યું એમ તો દેખાતું નથી. જાઓ ! આ હાથમાં લાકડું છે તે ઊંચું થયું-હવે ત્યાં આત્માએ શું કર્યું? કે પ્રથમ લાકડું નીચે હતું પછી ઊંચું થયું -એમ આત્માએ જાણ્યું છે, પણ લાકડું ઊંચું કરી શકવા આત્મા સમર્થ નથી. અજ્ઞાની જીવ પણ “લાકડું ઊંચું થયું” એમ જાણે છે, પરંતુ તે “મેં આ લાકડું ઊંચું કર્યું ” એમ માનીને નજરે દેખાય છે તેના કરતાં ઊંધુ માને છે. પ્રશ્ન- હાથ તો આત્માએ હલાવ્યો ત્યારે હુલ્યોને? ઉત્તર:- હાથ તો જડ છે-ચામડું છે, તે કાંઈ આત્મા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #201 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ર મૂળમાં ભૂલ નથી. આત્મા અને હાથ બને જુદા પદાર્થો છે. આત્મા હાથનું કાંઈ કરી શકે નહિ. આત્મા હાથનું કરી શકે એમ માનવું તે ચામડાને પોતાનું માનવારૂપ ચોરી છે--હિંસા છે-મહાન પાપ છે. (૧) એક આત્મા બીજા આત્માનું કાંઈ કરી શકે અથવા (૨) એક આત્મા જડનું કાંઈ કરી શકે અથવા (૩) એક પુદ્ગલ બીજા પુદ્ગલનું કાંઈ કરી શકે અથવા (૪) એક પુદ્ગલ આત્માનું કાંઈ કરી શકે એમ માનવું તે મહાન હિંસા છે, તેના જેવું મહાન પાપ જગતમાં બીજું કોઈ નથી, એ હિંસાનું ફળ જન્મ-મરણની જેલ છે. જે જીવ, એક પણ પરદ્રવ્યનું આત્મા કાંઈ કરી શકે એમ માને છે તે એવા એવા અનંતા પરદ્રવ્યો છે તેનું પણ આત્મા કરી શકે એવા અનંત પરદ્રવ્યોના કર્તુત્વના મહા અહંકારરૂપ ઊંધી માન્યતામાં આવ્યો અને જેમ પોતે પરદ્રવ્યનું કરી શકે છે તેમ પદ્રવ્ય પોતાનું કરી શકે એમ પણ તે ઊંધી માન્યતામાં આવ્યું એટલે પોતાને નમાલો પરદ્રવ્યોને આધીન માન્યો, આ રીતે બન્ને તત્ત્વોને પરાધીન માન્યા છે તે જ તત્ત્વની હિંસા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકે એમ માનવું તેમાં પોતાના જ સ્વાધીન સ્વરૂપની હિંસા છે, અને પરાધીનપણાની ઊંધી માન્યતાનું ત્રિકાળી પાપ તે એક સમયની માન્યતામાં છે; તથા “પદ્રવ્યનું હું કાંઈ જ ન કરી શકું, પરદ્રવ્યનું મારું કાંઈ ન કરી શકે, દરેક તત્ત્વો સ્વતંત્ર સ્વાધીનના પરિપૂર્ણ છે, સત્ સ્વરૂપ છે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજ્ઞાનીને શું ખબરપડે ? ૧૮૩ કોઈ તત્ત્વને કોઈ તત્ત્વનો આધાર નથી” એમ દરેક પદાર્થોની સ્વતંત્રતા માનવી તેમાં ત્રિકાળી સત્નો સ્વીકાર છે. સ્વતંત્ર સત્ સ્વરૂપનો આદર છે એ જ ધર્મ છે. પ્રશ્ન:- આત્મા તો અનંત શક્તિવાળો છે, તે પરનું કાંઈ જ ન કરી શકે એવો નમાલો નથી. જો પરનું કાંઈ ન કરી શકે તો આત્માને અનંત શક્તિવાળો કેમ કહેવાય? ઉત્તર-આત્મા અનંત શક્તિવાળો છે એ વાત સાચી, પણ આત્માની અનંત શક્તિ આત્મામાં છે, પરમાં આત્માની શક્તિ હોય નહિ. આત્મા ચેતન પદાર્થ છે, અને જ્ઞાન, દર્શન, આનંદ, પુરુષાર્થ વગેરે અનંત ચૈતન્ય શક્તિ તેનામાં છે, પરંતુ તે શક્તિથી આત્મા પરનું કાંઈ કરી શકતો નથી. પરનું કાંઈ કરવા માટે તો આત્મા તદ્દન શક્તિ રહિત છે અર્થાત્ આત્માની પરદ્રવ્યપણે નાસ્તિ છે તેથી તે પરમાં કાંઈ કરી શકે જ નહિ. પરદ્રવ્ય સ્વતંત્ર છે, તેમાં આત્માની શક્તિ જઈ કે ચાલી શકે નહિ; આત્માની અનંત શક્તિ આત્મામાં ચાલે છે. આત્માની પોતા માટે એવી અનંત શક્તિ છે કે પોતાના સવળા ભાવે ક્ષણમાં કેવળજ્ઞાન લ્ય અને પોતાના ઊંધા ભાવે ક્ષણમાં સાતમી નરકે જાય, એવી આત્માની અનંત શક્તિ આત્મામાં કાર્ય કરી શકે છે, પરમાં કિંચિત્ પણ કાર્ય કરી શકે નહિ. દરેક તત્ત્વ પોતપોતાના પરિણામનું ધારક છે અર્થાત દરેક વસ્તુ પોતે જ પોતાની અવસ્થાને ધારણ કરે છે. વસ્તુ તે પરિણામી છે અને અવસ્થા તે તેનું પરિણામ છે, પરિણામી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪ મૂળમાં ભૂલ અને તેનું પરિણામ એટલે કે વસ્તુ અને વસ્તુની અવસ્થા એ બન્ને જુદાં હોય નહિ–એવું વસ્તુસ્વરૂપ છે; છતાં જે જીવ પરદ્રવ્યનાં પરિણામ હું કરી શકું એમ માને છે તે વસ્તુસ્વરૂપનુંવિશ્વધર્મનું ખૂન કરે છે. (વસ્તુસ્વરૂપ તો જેમ છે તેમ જ છે, વસ્તુસ્વરૂપ અન્યથા થતું નથી, માત્ર અજ્ઞાની પોતાના ભાવમાં ઊંધું માને છે, એ ઊંધી માન્યતા જ સંસારનું કારણ છે.) પરિણામી અને પરિણામ અભેદ હોય છે, પરિણામ એક દ્રવ્યમાં થાય અને તેને પરિણમાવનાર બીજ દ્રવ્ય હોય એમ કદીપણ બને જ નહિ. એક દ્રવ્યનાં પરિણામ બીજા દ્રવ્યના પરિણામમાં કાંઈ અસર કે મદદ કરી શકતાં નથી. જીવને દાનાદિના શુભભાવ થાય તેને લઈને બીજાનું હિત થઈ જાય અગર હિંસાદિના અશુભભાવ આવે તેને લઈને બીજાનું અહિત થઈ જાય-એમ નથી, કેમ કે જીવના પરિણામનું ફળ તેનામાં, છે પરમાં નથી, અને પરદ્રવ્યની અવસ્થા તેનામાં છે-આમ હોવાથી હું મારી અવસ્થા કરું, પરદ્રવ્ય તેની અવસ્થા કરે, હું પરનું ન કરું, પર મારું ન કરે એવી પ્રથમ માન્યતા કરે તો જીવની અનંતી શાંતિ પ્રગટે અને અનંતા રાગ-દ્વેષ ટળી જાય. આ માન્યતા એ જ સૌથી પ્રથમ ધર્મ છે. આ માન્યતા કરવામાં અનંતા પર પદાર્થનો અહંકાર ટાળવાનો અનંત પુરુષાર્થ આવે છે. “હું શુદ્ધ જ્ઞાયક સ્વરૂપી આત્મા છું, જ્ઞાન સિવાય પરદ્રવ્યનું કિંચિત્ હું ન કરી શકું-” એમ જ્યાં સુધી સમ્યક માન્યતા ન થાય ત્યાં સુધી આત્માની સમ્યજ્ઞાનરૂપી કળા ઊઘડે નહિ. સમ્યજ્ઞાન કળા તે જ ધર્મ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજ્ઞાનીને શું ખબરપડે? ૧૮૫ છે. “હું પરદ્રવ્યના કર્તુત્વ રહિત, પરથી ભિન્ન જ્ઞાયક સ્વરૂપ સ્વતંત્ર દ્રવ્ય છું” એમ જેને પોતાની સ્વતંત્રતા બેસતી નથી તે બીજા દ્રવ્યોને પણ સ્વતંત્ર માનતો નથી, અને જ્યાં દ્રવ્યને સ્વતંત્ર માનતો તેથી પરદ્રવ્યનું હું કરું અને પરદ્રવ્ય મારું કરે એમ તે દ્રવ્યને પરાધીન માને છે, અને જે જીવને પોતાની સ્વતંત્રતા બેસી છે તે અન્ય દ્રવ્યોને પણ સ્વતંત્ર જાણે છે. તેથી તે પોતાને પરનો કર્તા માનતો નથી. એટલે અનંતા પરપદાર્થનો અહંકાર ટળી જતાં પોતાના સ્વભાવની અનંતી દઢતા થઈ—એ જ ધર્મ છે. અને એ જ સ્વાધીનતાનો પંથ છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬ મૂળમાં ભૂલ કાર્યમાં ઉપાદાન-નિમિત્તના કેટલા ટકા? પ્રશ્ન- આત્માના વિકાર ભાવમાં કર્મ નિમિત્તરૂપે તો છે ને? કર્મ નિમિત્ત છે માટે ૫૦ ટકા કર્મ કરાવે અને ૫૦ ટકા આત્મા કરે એ રીતે બન્ને ભેગા થઈને વિકાર કરે છે? શાસ્ત્રોમાં કહ્યું કે કાર્યમાં ઉપાદાનકારણ અને નિમિત્તકારણ બને હોય છેમાટે બન્નેએ પચાસ-પચાસ ટકા કાર્ય કર્યું? ઉત્તર:- “નિમિત્ત છે” એટલી વાત ખરી, પરંતુ કાર્યના ૫૦ ટકા નિમિત્તથી થાય અને ૫૦ ટકા ઉપાદાનથી થાય એ વાત ત્રણકાળ ત્રણલોકમાં સર્વથા જાઠી છે. કાર્યમાં નિમિત્તનો એક પણ ટકો નથી. ઉપાદાનના સો એ સો ટકા ઉપાદાનમાં અને નિમિત્તના સો એ સો ટકા નિમિત્તમાં છે, કોઈનો એક ટકો બીજામાં ગયો જ નથી. બન્ને દ્રવ્યો સ્વતંત્ર છે, બે દ્રવ્યો ભેગા મળીને-એકરૂપ થઈને કોઈ કાર્ય કરી શકે નહિ, પરંતુ જાદાં જ છે. જો બે દ્રવ્યથી પચાસ-પચાસ ટકા કાર્ય માનવામાં આવે તો તે બે દ્રવ્યો ભેગા થઈને કાર્યરૂપ પરિણમવા જોઈએ પરંતુ એ તો અસંભવ છે. કાર્યરૂપે તો ઉપાદાન એકલું સ્વયં પરિણમે છે, ત્યાં નિમિત્ત જ હાજરરૂપે હોય છે. નિમિત્ત વસ્તુ ઉપાદાનના કાર્યરૂપે જરાપણ પરિણમતી નથી. જે કાર્યરૂપે સ્વયં ન પરિણમે તેને કર્તા કેમ કહેવાય ? કાર્યરૂપે જે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #206 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૭ કાર્યમાં ઉપાદાન-નિમિત્તના કેટલા ટકા? દ્રવ્ય થાય તે દ્રવ્ય જ તે કાર્યનો ૧OO ટકા કર્યા છે. ઉપાદાન નિમિત્તની વ્યાખ્યા નીચે મુજબ છેઃ ઉપાદાનઃ- જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાનકારણ કહે છે. નિમિત્ત - જે પદાર્થ પરમાં સ્વયં કાર્યરૂપ ન પરિણમે પરંતુ ઉપાદાન કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હાજરીરૂપ હોય તેને નિમિત્તકારણ કહે છે. આમાં સ્પષ્ટ છે કે ઉપાદાન એકલું જ કાર્યરૂપે પરિણમે છે, નિમિત્ત કાર્યરૂપે પરમાં પરિણમતું નથી. જે કાર્યરૂપે પરિણમે છે તે જ કર્તા છે એવો નિયમ છે. ભગવાન શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ સમયસારની ટીકામાં સ્પષ્ટ કહે છે કે ૧-“જે પરિણમે છે તે કર્તા છે, (પરિણમનારનું) જે પરિણામ છે તે કર્મ છે અને જે પરિણતિ છે તે ક્રિયા છે; એ ત્રણેય વસ્તુપણે ભિન્ન નથી.” [ કલશ-૧૧] [ કર્તા કર્મ ભિન્ન હોતાં નથી, પરંતુ ઉપાદાન-નિમિત્ત તો ભિન્ન ભિન્ન હોય છે, માટે ઉપાદાન-નિમિત્તને કાંઈ કર્તા-કર્મ સંબંધ નથી.] ૨-“વસ્તુ એક જ સદા પરિણમે છે; એકનાં જ સદા પરિણામ થાય છે. (અર્થાત્ એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે, અને એકની જ પરિણતિ ' ' . ] Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮ મૂળમાં ભૂલ ક્રિયા થાય છે, કારણ કે અનેકરૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી.” [કલશ-પર ] એક જ વસ્તુ અવસ્થારૂપે થાય છે. જે વસ્તુ અવસ્થારૂપે થાય છે તે જ વસ્તુ કર્તા છે, બીજી કોઈ વસ્તુ કર્તા નથી. ૩-“બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી, બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી અને બે દ્રવ્યોની એક પરિણતિ-ક્રિયા થતી નથી; કારણ કે અનેક દ્રવ્યો છે તે અનેક જ છે, પલટીને એક થઈ જતાં નથી.” [કલશ-પ૩] દરેક વસ્તુઓ જુદી જુદી છે, કદી બે વસ્તુઓ ભેગી થઈ જતી નથી. અને બે વસ્તુઓ જુદી હોવાથી બન્નેના કાર્ય જુદાં જ છે. જો એક કાર્ય બે વસ્તુઓ ભેગી થઈને કરે તો વસ્તુઓ જુદી જ રહે નહિ એટલે કે વસ્તુના નાશનો પ્રસંગ આવે, તે અસંભવ છે. ૪-“એક દ્રવ્યના બે કર્તા ન હોય, વળી એક દ્રવ્યના બે કર્મ ન હોય અને એક દ્રવ્યથી બે ક્રિયા ન હોય, કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.” [ કલશ-૫૪] બે દ્રવ્યો જુદાં જુદાં રહીને એક કાર્ય કરે–એમ પણ બનતું નથી કેમકે એક કાર્યના બે કર્તા હોઈ જ શકે નહિ. ૫-“આ જગતમાં મોહી (અજ્ઞાની) જીવોનો “પદ્રવ્યને હું કરું છું' એવા પરદ્રવ્યના કર્તુત્વના મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર-કે જે અત્યંત દુર્નિવાર છે તે અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. [કલશ-પ૫] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #208 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાર્યમાં ઉપાદાન-નિમિત્તના કેટલા ટકા? ૧૮૯ ૬–“નિશ્ચયથી ક્રિક્રિયાવાદીઓ (અર્થાત્ એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા) આત્માના પરિણામને અને પુદ્ગલના પરિણામને પોતે (આત્મા) કરે છે એમ માને છે તેઓ મિથ્યાષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે. [ગાથા-૮૬ ટીકા ] ૭-આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો; પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો. આત્માની અને પુદગલની–બન્નેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાદષ્ટિ છે. જડ-ચેતનની ક્રિયા એક હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય-એ મોટો દોષ ઊપજે. (ગાથા-૮૬ ભાવાર્થ) ( [ સમયસારજીનો આખો કર્તા કર્મ અધિકાર આ જ વિષય ઉપર છે.] ઉપરના કથનથી એ સિદ્ધાંત સ્પષ્ટપણે નક્કી થાય છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકે નહિ. ઉપાદાન અને નિમિત્ત એ બન્ને જુદાં દ્રવ્યો છે તેથી તેઓ એક બીજામાં કાંઈ પણ કાર્ય મદદ કે અસર કરી શકે નહિ. નિમિત્ત જો ઉપાદાનનું કાર્ય ૫૦ ટકા કરી દેતું હોય તો ઉપાદાનને નિમિત્તની રાહ જોવી પડે એટલે કે એક દ્રવ્યને પોતાના કાર્ય માટે પરવસ્તુની ૫૦ ટકા જરૂર પડે-એ રીતે વસ્તુની જ પરાધીનતા આવે પરંતુ વસ્તુનું સ્વરૂપ પરાધીન નથી. વસ્તુ સ્વાધીનપણે પોતાના કાર્યને કરે છે. કોઈ “નિમિત્ત ની એવી વ્યાખ્યા કહે કે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #209 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ अपना अस्तित्व कालमें उपादानकारणके रहते हुए, उपादानकारणको कार्यरुप परिणत करा देवे उसका नाम સહારીભારળ અર્થાત્ નિમિત્તારળ હૈં' આવી નિમિત્તની વ્યાખ્યા કરે તો તે તદ્દન ખોટી છે એમ ઉપરના કથનથી બરાબર સિદ્ધ થાય છે. જો નિમિત્તકા૨ણ પોતામાં રહીને ઉપાદાનને કાર્યરૂપ પરિણમાવી દે તો તે નિમિત્ત પોતે જ કર્તા ઠરે, તો પછી ઉપાદાન દ્રવ્યે પોતાની અવસ્થામાં શું કર્યું? શું ઉપાદાન કાર્ય વગરનું રહ્યું? જો કાર્યનો અભાવ માનવામાં આવે તો કાર્ય વગર કારણનો (ઉપાદાનનો ) પણ અભાવ થઈ જાય... અને મોટો દોષ આવી પડે. ૧૯૦ 66 ઉપાદાનનું કાર્ય ૫૦ ટકા અને નિમિત્તનું કાર્ય ૫૦ ટકા એમ પણ નથી; કેમકે કાર્યરૂપે ઉપાદાન દ્રવ્ય પરિણમે છે, નિમિત્તનો કોઈ પણ અંશ ઉપાદાનના કાર્યરૂપે પરિણમતો નથી. વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી; ઉપાદાન વસ્તુ પોતે પોતાની શક્તિથી કાર્યરૂપે પરિણમતી હોવાથી કોઈ ૫૨ પરિણમાવનારની અપેક્ષા તેને નથી. એટલે ઉપાદાન પોતે પોતામાં સ્વતંત્રપણે સો એ સો ટકા કાર્ય કરે છે, નિમિત્ત નિમિત્તમાં સો એ સો ટકા કરે છે, પરંતુ ઉપાદાનમાં નિમિત્ત એકે ટકો કાર્ય કરી શકતું નથી. આ પ્રમાણે બન્ને વસ્તુઓ સંપૂર્ણ સ્વાધીન છે. પર્યાયને ઉપાદાન કહેવા સંબંધી પ્રશ્ન:- દ્રવ્ય જ ઉપાદાનકારણ હોઈ શકે, પર્યાય નહિ એ માન્યતા બરાબર છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #210 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates કાર્યમાં ઉપાદાન-નિમિત્તના કેટલા ટકા ? ૧૯૧ ઉત્તર:- પર્યાય ઉપાદાનકારણ ન હોય પણ દ્રવ્ય જ ઉપાદાનકારણ હોઈ શકે-એ માન્યતા બરાબર નથી. દ્રવ્યાર્થિકનયથી ઉપાદાનકારણ દ્રવ્ય છે આ વાત બરાબર છે, કેમકે દરેક પર્યાય દ્રવ્ય અને ગુણનું જ પરિણમન છે. તે એટલું બતાવે છે કે આ પર્યાય આ દ્રવ્યની છે. દષ્ટાંતઃ- માટીમાં ઘડો થવાની સદા લાયકાત છે એમ બતાવવું તે વ્યાર્થિકનયે છે, એટલે કે માટીનો ઘડો માટીમાંથી જ થઈ શકે, બીજા દ્રવ્યમાંથી ન થઈ શકે. પણ પર્યાયાર્થિકનયે એટલે કે જ્યારે પર્યાયની યોગ્યતા બતાવવી હોય ત્યારે દરેક સમયની પર્યાયની યોગ્યતા તે ઉપાદાનકારણ છે અને તે પર્યાય પોતે કાર્ય છે. સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવે તો કારણ-કાર્ય એક જ સમયે હોય છે. (જુઓ તત્ત્વાર્થસાર મોક્ષ અધિકાર ગાથા ૩૫ તથા તેનો અર્થ પૃ. ૪૦૭) આનો અર્થ એવો છે કે દરેક સમયે દરેક દ્રવ્યમાં એક જ પર્યાય થવાની લાયકાત હોય છે, પણ તેની પહેલાંના સમયની કે પછીની પર્યાયમાં તે લાયકાત હોતી નથી. આ કથન પર્યાયાર્થિકનયે સમજવું આ સંબંધમાં શ્રી પ્રવચનસાર અ. ૨. ગાથા. ૭ ની શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ટીકા ઘણી ઉપયોગી છે, તે અહીં વાંચવી. તેમાં છેલ્લી ચાર લીટી (પૃ. ૧૩૫-૩૬) અભ્યાસ કરવા યોગ્ય છે. તેમાં લખ્યું છે કે-તથૈવ દિ પરિગૃહીત નિત્યવૃત્તિનિવર્તમાને દ્રવ્ય समस्तेष्वपि स्वावसरेषुच्चकासत्सुपरिणामेषूत्तरोत्तरष्ववपसरेषूत्तत्तरपरिणामानुदयनानापूर्वपूर्व- परिणामानामनुदयनात् सर्वत्रापि परस्परानुयूतिसूत्रकस्य प्रवाहस्यावस्थानात्त्रैत्क्षण्यं Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #211 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨ મૂળમાં ભૂલ પ્રસિદ્ધમવતરતિા' તેનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. (ગુજરાતી પ્રવ. પા. ૧૬૬ ) જેણે નિત્યવૃત્તિ ગ્રહણ કરેલી છે. એવા રચાતા (પરિણમતા) દ્રવ્યને વિષે, પોતપોતાના અવસરોમાં પ્રકાશતા (પ્રગટતા) સમસ્ત પરિણામોમાં, પછી પછીના અવસરોએ પછી પછીના પરિણામો પ્રગટ થતાં હોવાથી અને પહેલાં પહેલાંના પરિણામો નહીં પ્રગટ થતા હોવાથી તથા બધે ય પરસ્પર અનુસ્મૃતિ રચનારો પ્રવાહ અવસ્થિત (ટકતો ) હોવાથી ત્રિલક્ષણપણે પ્રસિદ્ધિ પામે છે.' વળી શ્રી પ્રવચનસાર અ. ૧ ગા. ૮ ની સંસ્કૃત ટીકામાં ૧૦ મા પાને શ્રી જયસેનાચાર્યે કહ્યું છે કે–ત પુનરુપીવાના कारणं शुद्धाशुद्धभेदेन द्विधा। रागादिविकल्परहितस्वसंवेदनज्ञानमागमभाषया शुक्लध्यानं वा केवलज्ञानोत्पत्तौ शुद्धोपादानकारणं भवति। अशुद्धात्मा तु रागादिनामशुद्धनिश्चयेनाशुद्धोपादानकारणं મવતીતિ સૂત્રાર્થ: તેનો અર્થ આ પ્રમાણે છે વળી તે ઉપાદાનકારણ પણ શુદ્ધ અને અશુદ્ધ એવા બે પ્રકારના છે. રાગાદિ વિકલ્પ રહિત સ્વસંવેદનશાન અથવા આગમભાષામાં શુક્લધ્યાન તે કેવળજ્ઞાન ઉત્પત્તિનું શુદ્ધ ઉપાદાનકારણ છે. અને રાગાદિરૂપે પરિણમતો અશુદ્ધ આત્મા અશુદ્ધ નિશ્ચયથી અશુદ્ધ ઉપાદાનકારણ છે. આ પ્રમાણે સૂત્રાર્થ છે” અહીં શુદ્ધ પર્યાયને તથા અશુદ્ધ પર્યાયને બન્નેને ઉપાદાનકારણ કહ્યાં છે. વળી શ્રી સમયસાર ગા. ૧૦૨ ની ટીકામાં શ્રી જયસેનાચાર્ય કહે છે કે (પૃ. ૧૬૭-૮) “હે ભવન રવિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #212 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાર્યમાં ઉપાદાન-નિમિત્તના કેટલા ટકા? ૧૯૩ नामशुद्धोपादानरूपेण कर्तृत्वं भणितं तदुपादानं शुद्धाशुद्धभेदेन कथं द्विधा भवतीति। तत्कथ्यते –औपाधिकमुपादानमशुद्धम् तप्तायः पिंडवत्, निरुपाधिरूपमुपादानं शुद्धं पीतत्वादिगुणानां सुवर्णवत् अनंतज्ञानादिगुणाना सिद्धजीववत् उष्णत्वादि गुणानामग्निवत्। इदं व्याख्यानमुपादानकारणव्याख्यानकाले શુદ્ધીશુદ્ધોપાવીરુપેણ સર્વત્ર સ્મરણીયનિતિ ભાવાર્થ: તેનો ગુજરાતી ભાવાર્થ આ પ્રમાણે છે “અહીં શિષ્ય પૂછે છે તેનો કે હે ભગવાન! જીવને રાગાદિનો કર્તા અશુદ્ધ ઉપાદાનરૂપે કહ્યો તો ઉપાદાન શુદ્ધ અને અશુદ્ધ એવા ભેદથી બે પ્રકારનું કઈ રીતે છે? શ્રીગુરુ તેનું સમાધાન કરે છે કે–તપેલા લોઢાના ગોળાની જેમ જે ઔપાધિક ઉપાદાન છે તે અશુદ્ધ ઉપાદાન છે અને જેમ સોનામાં પીળાશ વગેરે ગુણો છે, જેમ સિદ્ધ જીવમાં અનંત જ્ઞાન વગેરે ગુણો છે તથા જેમ અગ્નિમાં ઉષ્ણતા વગેરે ગુણો છે તેમ જ નિરૂપાધિભાવરૂપ ઉપાદાન છે તે શુદ્ધ ઉપાદાન છે. ઉપાદાનકારણની વ્યાખ્યા વખતે શુદ્ધ અને અશુદ્ધ ઉપાદાનરૂપે આ વ્યાખ્યાન બધી જગ્યાએ યાદ કરવું. આ ભાવાર્થ છે.' અહીં આચાર્યદવે શુદ્ધ અને અશુદ્ધ પર્યાયને ઉપાદાનકારણ કહ્યું છે, અને સર્વ જગ્યાએ એમ સમજવાની ભલામણ પણ કરી છે. વળી એ જ પ્રમાણે શુદ્ધ ઉપાદાન અને અશુદ્ધ ઉપાદાનકારણની વ્યાખ્યા સમયસાર ગા. ૮૦-૮૧-૮૨ ની ટીકામાં પણ તેઓશ્રીએ કરી છે, ત્યાંથી સમજી લેવું. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #213 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪ મૂળમાં ભૂલ સંસારનું કા૨ણ હું પરની ક્રિયામાં નિમિત્ત થાઉં ત્યારે પ૨ની ક્રિયા થાય છે–એમ જેની માન્યતા છે તે મિથ્યાદષ્ટિ છે. ૫૨ વસ્તુની ક્રિયા તેનાથી સ્વયં થાય છે, તે તેનો નિશ્ચય છે અને તેમાં બીજાનું નિમિત્ત તે વ્યવહાર છે. નિશ્ચયના જ્ઞાન વગર વ્યવહારનું પણ સાચું જ્ઞાન હોય નહિ. હું પરને નિમિત્ત થઈ શકું એટલે કે હું નિમિત્ત થઈને બીજાને સાચું સમજાવી દઉં–એવી માન્યતામાં તો વ્યવહારથી નિશ્ચય આવ્યો, એટલે કે પરાશ્રયબુદ્ધિરૂપ મિથ્યાભાવ આવ્યો. ૫૨વસ્તુનું કાર્ય તેનાથી જ સ્વયં થાય છે, હું નિમિત્ત થાઉં–એવી અપેક્ષા તેને નથી-એમ નિશ્ચયનું જ્ઞાન સાથે રાખીને, જે વખતે જે નિમિત્ત હોય તેનું જ્ઞાન કરે તો તેમાં નિશ્ચયપૂર્વકનો વ્યવહાર આવ્યો, ત્યાં પરાશ્રયની બુદ્ધિ ન રહી. ‘હું પરનો કર્તા છું' એવી બુદ્ધિ અથવા તો ‘હું નિમિત્ત થઈને બીજાને સમજાવી દઉં' એવી બુદ્ધિ, અને ‘વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે ’ એવી બુદ્ધિ–એ ત્રણે સમાન છે, ત્રણે અજ્ઞાન છે. ‘હું બીજાને સમજાવું' એવી રાગની વૃત્તિ ઊઠી, પણ તે રાગને વ્યવહાર ક્યારે કહેવો ? અથવા તેને નિમિત્ત ક્યારે કહેવું ? સામા જીવની સમજવાની દશા તેના પોતાથી થાય છે તે તેનો નિશ્ચય છે; જ્યારે તે જીવ પોતે પોતાથી સમજ્યો ત્યારે તેને માટે તે નિશ્ચય પ્રગટયો, અને ત્યારે તે જીવ એમ કહે કે મને અમુક નિમિત્ત હતું, એ વ્યવહાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૫ સંસારનું કારણ છે. એ રીતે નિશ્ચયપૂર્વક વ્યવહાર છે, આ તો જે રાગ થયો તેને પરમાં નિમિત્ત ક્યારે કહેવાય તેની વાત કરી. હવે, જે રાગ થયો તે રાગને પોતામાં નિશ્ચયનું નિમિત્ત ક્યારે કહેવાય ? અર્થાત રાગને વ્યવહાર ક્યારે કહેવાય ? તેની વાત છે, શું જે રાગ થયો તે પોતે એમ જાણે છે કે હું પરમાં નિમિત્ત થઉં છું? અથવવા શું તે રાગ પોતે નિશ્ચયને પમાડે છે ? રાગને પોતાને તો કંઈ ખબર નથી પણ તે રાગનો નિષેધ કરીનેરાગનો આશ્રય છોડીને, સ્વભાવના આશ્રયે નિશ્ચય શ્રદ્ધા-જ્ઞાન પ્રગટયાં ત્યારે સમ્યજ્ઞાન એમ જાણે છે કે પૂર્વે આ રાગ નિમિત્ત હતો, અથવા આ પ્રકારનો વ્યવહાર હતો. એ રીતે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે. જેમ, રાગથી નિશ્ચય પ્રગટતો નથી તેમ પોતે પરને નિમિત્ત થઈ શક્તો નથી. પણ જ્યારે નિશ્ચય પ્રગટ કરે છે ત્યારે રાગને વ્યવહાર કહેવાય છે અને જ્યારે નિશ્ચયથી પરનું કાર્ય તેના પોતાથી જ થાય છે ત્યારે બીજાને નિમિત્તપણાનો આરોપ આવે છે. આમાં સ્વાશ્રય ને પરાશ્રયનો મોટો સિદ્ધાંત છે. સ્વાશ્રયદષ્ટિ તે સિદ્ધદશાનું કારણ છે ને પરાશ્રયદષ્ટિ તે નિગોદ દશાનું કારણ છે. અજ્ઞાની એમ માને છે કે હું પરને નિમિત્ત થઉં, એમાં તેનો પરાશ્રયભાવ છે. જ્ઞાની એમ જાણે છે કે પર પદાર્થોમાં જ્યારે તેના પોતાના ઉપાદાનનું કાર્ય થાય છે ત્યારે આરોપથી મને નિમિત્ત કહે છે, -એમાં તો સ્વાશ્રયપણું ટકાવી રાખીને સ્વ-પરનું જ્ઞાન કર્યું, ઉપાદાન સહિત નિમિત્તનું જ્ઞાન યથાર્થ છે, પણ નિમિત્તના આશ્રયે ઉપાદાનનું જ્ઞાન યથાર્થ હોય નહિ. જ્યારે રાગનો નિષેધ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #215 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૧૯૬ કરીને સ્વભાવના લક્ષે નિશ્ચય પ્રગટ કર્યો ત્યારે રાગને ઉપચારથી વ્યવહાર કહ્યો અથવા તો સ્વભાવના આશ્રયરૂપ શુદ્ધ ઉપાદાન પ્રગટયું ત્યારે રાગાદિને નિમિત્ત તરીકે જાણ્યા પણ કોઈ એમ માને કે હું આ રાગ કરું છું તે મને વીતરાગતાનું નિમિત્ત થશે- તો તે મિથ્યાદષ્ટિ છે, કેમ કે તેના અભિપ્રાયમાં રાગનો આશ્રય છે પણ સ્વભાવનો આશ્રય નથી. તેવી જ રીતે કોઈ એમ માને કે હું જે વ્યવહાર કરું છું. તે મને નિશ્ચય શ્રદ્ધા જ્ઞાન પ્રગટવાનું કારણ થશે–તો તે પણ વ્યવહારના આશ્રયમાં અટકેલો મિથ્યાદષ્ટિ છે. રાગનો આશ્રય છોડે ત્યારે તેને વ્યવહારનો આરોપ આવે છે, રાગાદિનું લક્ષ છોડીને ઉપાદાન પ્રગટ કરે ત્યારે તેને નિમિત્તપણાનો આરોપ આવે છે. પણ જે રાગ અને નિમિત્તના આશ્રયમાં જ અટકયો છે તેને તો ઉપચાર પણ હોતો નથી. પરનું કાર્ય-જીવન, મરણ, સુખ, દુ:ખ, ઇત્યાદિ–થતાં પોતાને નિમિત્તનો આરોપ આવે છે. પણ ‘હું પરજીવોને સુખદુઃખમાં નિમિત્ત થાઉં' એમ જેનું જો૨ ૫૨ તરફ જાય છે તે જીવ મિથ્યાદષ્ટિ છે, તે પર દ્રવ્યની ક્રિયાનો નિશ્ચય ભૂલી જાય છે. ૫૨માં ક્રમબદ્ધ અવસ્થા સ્વયં થાય છે, તેને બીજાની અપેક્ષા નથી, એ તેનો નિશ્ચય છે અને તે નિશ્ચયના જ્ઞાન સહિત તે પદાર્થના નિમિત્તનું જ્ઞાન કરવું તે વ્યવહાર છે. ૫૨ વસ્તુ બંધનનું કારણ નથી પરંતુ જીવ પોતે સ્વાશ્રય છોડીને ૫૨ વસ્તુના આશ્રયે એકત્વબુધ્ધિ કરે છે તે જ બંધનનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #216 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંસારનું કારણ ૧૯૭ કારણ છે. “હું આત્મા જ્ઞાયક છું' એવી સ્વાશ્રયદષ્ટિ જ્યારે ન રહી ત્યારે પર વસ્તુમાં એકત્વબુધ્ધિ થઈ એટલે “પરને હું નિમિત્ત થાઉં” એમ પર વસ્તુનો આશ્રય કરે છે, પર સાથેનો સંબંધ કરે છે. “હું પરનો નિમિત્ત થનાર' એટલે કે હું જ્ઞાનભાવ નથી પણ પર તે જ હું છું” એવી અજ્ઞાનીની દષ્ટિ છે. “હું નથી ને પર છે” એવા જ અભિપ્રાયથી પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલીને પરનો આશ્રય કરે છે. જે રીતે સ્વભાવનું હોવાપણું છે તે રીતે પોતાના અભિપ્રાયમાં અજ્ઞાનીને બેઠું નથી એટલે પરમાં જ પોતાપણાની મિથ્યા માન્યતા તે કરે છે, એટલે તેને કોઈ પણ પરાશ્રયભાવથી જુદાપણું રહ્યું નથી, તેથી તે જીવ પરાશ્રયભાવથી બંધાય જ છે. હું મારા જ્ઞાન સ્વભાવપણે છું ને પરાપદાર્થપણે નથી, હું જ્ઞાનભાવ છું ને પરભાવ હું નથી-આમ જેના અભિપ્રાયમાં પોતાનો સ્વભાવ બેઠો છે એવા જ્ઞાનીને ક્યાંય પણ પરાશ્રયબુદ્ધિ રહી નહિ એટલે સ્વાશ્રયભાવે તેની મુક્તિ જ છે. સ્વાશ્રયદષ્ટિ અને પરાશ્રયદષ્ટિ ઉપર જ મુક્તિ ને બંધનનો આધાર છે. સ્વભાવમાં પરાશ્રયે થતી કોઈ પણ વૃત્તિઓ નથી. તેથી જેને સ્વભાવદષ્ટિ થઈ તેને કોઈ પણ પરાશ્રય કરવાનો ન રહ્યો એટલે કે સંસાર જ ન રહ્યો. અજ્ઞાનીને સ્વભાવદષ્ટિ નથી એટલે “પરમાં જ હું છું હું નથી પણ પર તે જ હું છું.” એમ તે સ્વને ઉડાડે છે. પોતાનું જે સ્વતંત્ર અસ્તિત્વ છે તે ભાસતું નથી પણ પરનું અસ્તિત્વ ભાસે છે એટલે પરમાં “આ જ હું” એમ પરાશ્રયમાં એકત્વબુદ્ધિ કરે છે. અજ્ઞાનીને “હું નથી, આ (પર) છે, તેનું હું કરું, તેનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #217 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮ મૂળમાં ભૂલ હું નિમિત્ત થઉં' એવા પ્રકારની પરાશ્રદષ્ટિ છે, પણ સ્વભાવનો આશ્રય નથી, તેથી તેને બંધન જ છે-સંસાર જ છે. જ્ઞાનીને પોતાના નિરપેક્ષ સ્વભાવની એકત્વબુદ્ધિ પ્રગટી છે અને પરમાં એકત્વબુદ્ધિ નાશ પામી છે. તેથી તેઓ એક સ્વાશ્રિત જ્ઞાનભાવે જ રહે છે, તેમની દષ્ટિમાં પરાશ્રિતભાવનો અભાવ છે. અને અજ્ઞાનીની દષ્ટિમાં સ્વનો જ અભાવ છે, એટલે તેને કોઈ પણ પ્રકારે પરાશ્રયભાવ જ છે. પરનો હું કર્તા નથી એમ માને પણ પરનો હું નિમિત્ત થાઉં છું-એમ માનીને તે પરાશ્રયદષ્ટિ છોડતો નથી. બધી વસ્તુઓનું પરિણમન સ્વતંત્ર છે, કોઈ પણ વસ્તુનું પરિણમન તારા પરિણામોની અપેક્ષા રાખતું નથી, છતાં પણ “મારા પરિણામો પર વસ્તુને નિમિત્ત થાય એવી એકત્વબુધ્ધિ તે જ અનંત જન્મ-મરણનું કારણ છે, પરમાં નિમિત્ત થવાની દૃષ્ટિ છે તે જ પરાશ્રયદષ્ટિ છે. મિથ્યાદષ્ટિને પરમાં એકપણાનો અધ્યવસાય છે કે “હું પરને સુખી-દુઃખી કરું ને પર મને સુખી-દુઃખી કરે ઇત્યાદિ.' પર સાથેના સંબંધની અજ્ઞાનીની આ માન્યતા જ સંસાર છે, તે જ અધર્મ છે, ને તે જ બંધન છે. જ્ઞાનીને સ્વાશ્રિતદષ્ટિ થતાં પર સાથેના સંબંધની માન્યતા છૂટી ગઈ છે, ને વિકાર સાથેના સંબંધનો અભિપ્રાય ટળી ગયો છે, તેને સંસાર નથી, બંધન નથી, અધર્મ નથી. જ્ઞાનીને જે અલ્પ રાગાદિ છે તેનો નિષેધ વર્તતો હોવાથી ખરેખર તેને બંધન નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #218 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૯ સંસારનું કારણ પ્રશ્ન- હું પરને નિમિત્ત થાઉં એવી માન્યતામાં શું દોષ છે? ઉત્તર- હું પરને નિમિત્ત થાઉં એટલે કે મારી અપેક્ષાથી બીજાની અવસ્થા થાય, બીજા દ્રવ્યો સ્વતંત્ર નથી પણ તેઓ પરિણમવા માટે મારી અપેક્ષા રાખે એવા પરાધીન છે” –એવી જેની બુદ્ધિ છે તેણે પરવસ્તુના સ્વતંત્ર સ્વભાવને જાણ્યો નથી. સ્વતંત્ર સ્વભાવનો નિષેધ કર્યો છે અને વસ્તુના સ્વતંત્ર સ્વભાવને જાણવાનો પોતાના જ્ઞાનનો સ્વભાવ છે, તે જ્ઞાનસ્વભાવને તેણે માન્યો નથી, એટલે તેણે જ્ઞાનસ્વભાવે પોતાની હૈયાતીને સ્વીકારી નથી પણ વિકાર સ્વરૂપે જ આત્માની હૈયાતી માની છે. પોતાના આત્માનો જ અભાવ માન્યો છે. આ જ સૌથી મોટો અધર્મ છે, ને એ જ સંસાર છે. આત્માનો સ્વભાવ બધાને જાણવાનો છે, પણ કોઈને નિમિત્ત થવાનો આત્માનો સ્વભાવ નથી, નિમિત્ત-નૈમિત્તિકભાવ વર્તમાન એક જ સમય પૂરતો છે. તેને જે પોતાનું સ્વરૂપ માને છે તે પર્યાયમૂઢ મિથ્યાદષ્ટિ છે. બધાયને જાણનાર સળંગ જ્ઞાનસ્વભાવી હું છું-એમ ન માનતાં, એક પણ ઠેકાણે મારા નિમિત્તની અપેક્ષા છે એમ જેણે માન્યું છે તેણે ત્રણેકાળના બધાય પદાર્થોની સ્વતંત્રતાને ઉડાડી છે, અને બધાને જાણનાર પોતાનો સર્વજ્ઞસ્વભાવ તેને પણ ઉડાડ્યો છે, તેને સર્વજ્ઞ ભગવાનની શ્રદ્ધા નથી, સર્વજ્ઞ ભગવાને શું કહ્યું તેની પણ શ્રદ્ધા નથી. “પર વસ્તુઓ પરાધીન છે, પરવસ્તુને મારી અપેક્ષા છે-' એમ અજ્ઞાની માને ભલે, પણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #219 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨OO મૂળમાં ભૂલ તેથી કાંઈ પણ વસ્તુ પરાધીન થઈ જતી નથી, માત્ર તે અજ્ઞાનીને તેના ઊંધા અભિપ્રાયથી અનંત સંસારભાવ વધે છે. પરવસ્તુના કામમાં હું નિમિત્ત થઉં છું એટલે કે પર વસ્તુઓને મારી અપેક્ષા છે, મારા દયાના શુભ પરિણામ હોય તો પર જીવ બચી જાય. મારા હિંસાના અશુભ પરિણામ હોય તો પર જીવ મરી જાય, મારા શુભ પરિણામ હોય તો સત્ય ભાષા બોલાય” એવા પ્રકારની માન્યતા તે અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે જ તેને પરનું કરવાપણું અને પર સાથેનો સંબંધ દેખાય છે, ખરેખર એમ છે નહિ. ૩૧ મા શ્લોકમાં આચાર્યદવ કહે છે કે આ અજ્ઞાનને પામીને જે જીવો પરથી પરનાં મરણ, જીવન, સુખ, દુઃખ દેખે છે અર્થાત્ માને છે તેઓ અહંકાર-રસથી કર્મ કરવાના ઈચ્છુક છે અને તેઓ નિયમથી મિથ્યાદષ્ટિ છે, પોતાના આત્માનો જ તેઓ ઘાત કરે છે. ઊંધી માન્યતાને લીધે, જેવું સ્વરૂપ છે તેવું દેખાતું નથી પણ બધું ઊંધું જ ભાસે છે. એક બીજાનું કાંઈ કરે એવું વસ્તુસ્વરૂપ છે નહિ છતાં અજ્ઞાનને લીધે જ અજ્ઞાનીને તેવું ભાસે છે. મારે લીધે પરને કાંઈ થાય, ને પરને લીધે મને કાંઈ થાય-એમ અજ્ઞાનથી જ દેખાય છે. આ જગતમાં જે કાંઈ બંધન અને દુ:ખ છે તે અજ્ઞાનથી જ છે. જ્ઞાનીને બંધન નથી-દુ:ખ નથી. જેને પરથી જુદા પોતાના જ્ઞાનસ્વભાવની ખબર નથી તે જીવ જે જે પદાર્થને જાએ છે તે તે સર્વ પદાર્થોમાં પોતાપણાની માન્યતાથી જુએ છે, એકપણાનો અધ્યવસાય રાખીને જ જોતો હોવાથી તેને બધું ઊંધું દેખાય છે. જે વસ્તુને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #220 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંસારનું કારણ ૨૦૧ જાએ તે વસ્તુરૂપે જ પોતાને માની લે છે પણ વસ્તુ એમ નથી. ફક્ત અજ્ઞાનથી જ એમ ભાસે છે. જો અજ્ઞાન છોડીને જ્ઞાનભાવથી જુએ તો સ્વતંત્રતા ભાસે. અજ્ઞાનને લીધે જ સ્વતંત્રતા ભાસતી નથી. આ લાકડું ઊંચું થયું. ત્યાં “આ હાથે લાકડાને ઊંચું કર્યું એમ અજ્ઞાનથી જ ભાસે છે, બે દ્રવ્યોની એકતારૂપ માન્યતાથી જ એમ લાગે છે. જ્ઞાનીઓને સમ્યજ્ઞાનથી એમ ભાસે છે કે લાકડું તે વખતના પોતાના પર્યાયના સ્વભાવથી જ ઊંચું થયું છે, હાથને લીધે થયું નથી. તેવી જ રીતે મારા હિંસા કે દયાના ભાવને લીધે પર જીવ મર્યો કે બચ્યો-ઇત્યાદિ પ્રકારની જેટલી માન્યતાઓ છે તે સર્વે અજ્ઞાનને લીધે જ છે. બધાય જીવો પોતપોતાની તે તે વખતની સ્વતંત્ર અવસ્થાથી જ સુખી કે દુઃખી થાય છે. પોતા સિવાય બીજા સર્વે પદાર્થોની જે જે અવસ્થા થાય છે તે બધાય પર દ્રવ્યના ભાવો છે, પોતાના ભાવો નથી. પોતા વડ પર દ્રવ્યના ભાવોને કરી શકવા અશકય છે. માટે, અજ્ઞાનીના અધ્યવસાયનો “પરમાં કાંઈક કરું' એવો જે આશય છે તે મિથ્યા છે, અને તે જ બંધનું કારણ છે-જેમ આકાશને ફૂલ હોતાં જ નથી તેથી, “હું આકાશના ફૂલને ચૂંટું છું' એવો અભિપ્રાય મિથ્યા છેખોટો છે; તેમ પરવસ્તુમાં પરવસ્તુનો વ્યાપાર જ નથી, પરવસ્તુના ભાવો પોતામાં અસત્ છે તેથી, “હું પરવસ્તુમાં કાંઈક કરું' એવો જે અજ્ઞાનીનો અધ્યવસાય છે તે ચોક્કસપણે મિથ્યા છે, ખોટો, જુઠો છે, નિરર્થક છે. જીવની જે ખોટી માન્યતા છે તે માન્યતા પ્રમાણે પરમાં બનતું નથી માટે તે ખોટી માન્યતા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #221 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૨૦૨ ૫૨માં નિરર્થક છે અને તે ખોટી માન્યતા પોતામાં અનર્થક છે; પોતાના આત્માને અનંત સંસારમાં રખડાવવા માટે તે માન્યતા સાર્થક છે, પણ ૫૨માં તો તદ્દન નિરર્થક છે. પ્રશ્ન:- નિશ્ચયથી તો પરનું કાંઈ પણ કરી ન શકાય એ વાત સાચી છે, પણ વ્યવહારથી તો પ૨નું કરી શકાય છે ને ? ઉત્તર:- નિશ્ચય પોતામાં ને વ્યવહાર ૫૨માં-એવું કાંઈ નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ નથી. કોઈ પણ રીતે પરદ્રવ્ય સાથેની એકતાનો અભિપ્રાય છોડવો નથી તેથી અજ્ઞાની જીવ એમ માને છે કે વ્યવહારથી તો પરનું કરાય. જ્ઞાની કહે છે કે ભાઈ, વ્યવહા૨થી પણ ૫રનું કાંઈ તું કરી શકતો નથી. વ્યવહાર શું કહેવાય તેનું પણ તને જ્ઞાન નથી. જ્યાં સુધી ૫૨ સાથેના સંબધનો અભિપ્રાય ઊભો છે ત્યાં સુધી વ્યવહારની પણ ખબર પડશે નહિ. ૫૨ પદાર્થનું કામ તેના પોતાથી થયું તે તો તે પદાર્થનો નિશ્ચય છે અને તેના કાર્ય વખતે નિમિત્તરૂપ બીજા પદાર્થની હાજરીને તેનું નિમિત્ત કહેવું તે તેનો વ્યવહાર છે. એટલે કે દરેકે દરેક પદાર્થ સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, તે નિશ્ચય છે અને એક પદાર્થમાં બીજા પદાર્થનું નિમિત્ત કહેવું તે વ્યવહાર છે. પરંતુ એક પદાર્થમાં બીજા પદાર્થે કાંઈ કર્યું એમ માનવું તે વ્યવહાર નથી, તે તો અજ્ઞાન છે. પ્રશ્નઃ- વ્યવહા૨થી ૫રનું કરી ન શકે, પણ ‘મેં પ૨નું કર્યું’ એમ વ્યવહારથી બોલાય તો ખરું ને? ઉત્ત૨:- બોલવાની ક્રિયા તો જડની છે, ભાષા જડ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #222 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંસારનું કારણ ૨૦૩ બોલવા ઉપર જેની દષ્ટિ છે તે અજ્ઞાની છે. જ્યારે બોલાય છે ત્યારે અંતરનો અભિપ્રાય સાચો છે કે ખોટો તે ઉપર જ ધર્મઅધર્મનું માપ છે. જો સાચો અભિપ્રાય હોય તો ધર્મ છે, ખોટો અભિપ્રાય હોય તો અધર્મ છે. અંતરના અભિપ્રાયને તો દેખતો નથી અને “આમ બોલાય ને તેમ બોલાય” એમ ભાષાને વળગે છે તે બહિરદષ્ટિ છે. એક સમયનો પરાશ્રયભાવ તે જ સંસાર છે, ત્રિકાળી આત્મસ્વભાવમાં તે નથી. સ્વભાવ પોતે પોતાના જ આશ્રયે ટકનાર છે, વિકારભાવનો આશ્રય પણ સ્વભાવને નથી તો પરવસ્તુનો આશ્રય તો હોય જ ક્યાંથી? મારે પરવસ્તુનો આશ્રય નથી ને પરવસ્તુને મારો આશ્રય નથી-આવી દષ્ટિમાં સંસાર રહ્યો નહિ. વિકાર કદી પરાશ્રય વગર હોય નહિ, જ્યાં પરાશ્રયનો જ અભિપ્રાય ટળ્યો ને સ્વાશ્રય કર્યો ત્યાં કોના આશ્રયે વિકાર થાય? એટલે જ્ઞાનીને સ્વાશ્રયદષ્ટિમાં મુક્તિ જ છે. અને “મેં પરનું કર્યું, વ્યવહારથી હું પરનું કરું” એવા અજ્ઞાનીના અભિપ્રાયમાં પરમાં એકત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વભાવ ભરેલો છે. હું પરને નિમિત્ત થાઉં એટલે શું? એનો અર્થ તો એ થયો કે મારું લક્ષ સ્વાશ્રયમાં ન ટકે પણ કયાંક પરમાં લક્ષ જાય, મારો રાગ પરમાં વળે અને હું તે પરનો નિમિત્ત થાઉં, ત્યારે તે પરની અવસ્થા થાય-આવી અજ્ઞાનીની બુદ્ધિમાં રાગ સાથે અને પર સાથે એકતા ઊભી છે. તેને ક્યાંયથી છૂટા પાડવાનો અભિપ્રાય નથી. હું તો જ્ઞાનરૂપ છું” જ્ઞાનનું કાર્ય માત્ર જાણવાનું જ છે, પણ રાગ કરીને પરને નિમિત્ત થવાનું કામ જ્ઞાનનું નથી. જ્ઞાનસ્વભાવ તો પરથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #223 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪ મૂળમાં ભૂલ નિરપેક્ષ છે. –આમ જે પોતાના સ્વભાવને નથી જાણતો, અને પર સાથેની લપ ઊભી કરે છે તે જીવ સાચા જ્ઞાન પરિણામને ઓળખતો નથી, અને દેવ-ગુરુ-શાસ્ત્રના કથનનું જે મૂળ પ્રયોજન છે તેને પણ તે સમજતો નથી. એકલો નિરપેક્ષ જ્ઞાનભાવ બતાવવાનું જ જ્ઞાનીઓનું પ્રયોજન છે. એ જ્ઞાનભાવને સમજ્યા વગર અહિંસા-હિંસાદિના જે કોઈ શુભ કે અશુભ પરિણામ કરે તે બધાય ફક્ત પોતાને જ અનર્થનું કારણ થાય છે, પરમાં તો તેનાથી કિંચિત્ માત્ર થતું નથી. હિંસા કે અહિંસાના જે શુભઅશુભ પરિણામ છે તે ખરેખર સંસારનું મૂળ કારણ નથી પણ તે પરિણામમાં એકત્વબુધ્ધિ જ સંસારનું મૂળ કારણ છે. શુભ પરિણામમાં એકત્વબુધ્ધિ વગર તેનાથી ધર્મ માને જ નહિ. અને હું પરને મારી–બચાવી શકું એમ, પરમાં એકત્વબુધ્ધિ વગર માને જ નહિ. હું પરને સુખી કરી દઉં-એવી માન્યતાથી પર જીવ તો કાંઈ સુખી થઈ જતા નથી પણ તે માન્યતાથી પોતે જ દુઃખી થાય છે. પરનું ભલું કરવાની માન્યતાથી માત્ર પોતાનું જ અનર્થ જ થાય છે, પરનું તો કાંઈ જ થતું નથી. પરનું ભલું-બૂર તેના પોતાના પરિણામને આધીન છે. જેનો વિષય ન હોય તે નિરર્થક છે. એટલે કે જીવ જે પ્રમાણે માનતો હોય તે પ્રમાણે જો વસ્તુ સ્વરૂપ ન હોય તો તેની માન્યતા નિરર્થક છે, મિથ્યા છે. અજ્ઞાનીની એવી માન્યતા છે કે હું પર જીવોને કંઈક કરું. પણ પોતે પર જીવોને કાંઈ કરી શકતો નથી, માટે તેની માન્યતા નિરર્થક હોવાથી મિથ્યા છે, અને તે જ બંધનું કારણ છે. શું પર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંસારનું કારણ ૨૦૫ વસ્તુની પર્યાયનું પરિણમન તારી અપેક્ષા રાખે છે? કે તે પોતે પોતાના દ્રવ્યતત્વની અપેક્ષાથી જ પરિણમે છે? એ દ્રવ્ય એના પોતાથી સ્વતંત્રપણે પરિણમનું હોવા છતાં તું એમ માને કે તેના પરિણમનમાં મારી અપેક્ષા છે–તો તારી તે માન્યતા તને જ દુઃખનું કારણ છે. તારી પરમાં એકત્વબુધ્ધિથી જ સંસાર છે. તારો જે અભિપ્રાય છે તે પ્રમાણે વસ્તુમાં તો બનતું નથી. પરનું કરવાનો તારો અભિપ્રાય અને પરિણામ તો વ્યર્થ જાય છે-નિરર્થક છેખોટાં છે અને તને જ તે બંધનું કારણ છે. આત્મા અને પરવસ્તુઓ જુદાં છે. આત્મા પોતાના સ્વભાવનો આશ્રય છોડીને જે ઊંધી માન્યતા કરે છે તેમાં પરનો આશ્રય છે, અર્થાત્ ૫૨માં એકાકાર બુધ્ધિથી મિથ્યાત્વ થયું છે. પરંતુ તેની મિથ્યા માન્યતાનો કોઈ વિષય નથી અર્થાત્ તેની મિથ્યા માન્યતા પ્રમાણે વસ્તુનું સ્વરૂપ નથી. જગતમાં પર વસ્તુઓ છે ખરી, પરંતુ અજ્ઞાનીના અભિપ્રાય મુજબ તેનું સ્વરૂપ નથી, પરની અપેક્ષા રાખે એવું વસ્તુસ્વરૂપ નથી. આમ નિરપેક્ષ વસ્તુસ્વરૂપને સમજીને પરાશ્રય છોડીને સ્વાશ્રયમાં ટકવું તે જ મુક્તિનો ઉપાય છે. પ્રશ્ન:- ‘૫૨ને હું સુખી કરી શકું' એવી અમારી માન્યતા ભલે ખોટી હોય, પણ પ૨ને સુખી કરવાના અમારા ભાવ છે તે તો સારા છે ને ? ઉત્તર:- તારો સ્વભાવ જેમ હોય તેમ માત્ર જાણવાનો છે, તેને બદલે, હું જાણનાર નહિ પણ પ૨નો કરનાર એવા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #225 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ અભિપ્રાયથી તું તારા આત્માને જ હણી નાંખે છે. ‘હું ૫૨ને સુખી કરું' એવા તારા ભાવ તારા આત્માને અનંત દુઃખનું કારણ છે, તો તે ભાવને સારા કોણ માને? પહેલાં તું વસ્તુસ્વરૂપ સમજીને તારો અભિપ્રાય તો સાચો કર, સાચો અભિપ્રાય થયા પછી શુભ કે અશુભભાવ આવશે તેનું કર્તાપણું તને નહિ રહે, અને તેમા એકતાબુધ્ધિ નહિ થાય. માટે સૌથી પહેલાં બધાય ૫૨નો આશ્રય છોડીને બધાયથી નિરપેક્ષ તારા સ્વભાવને સમજ. ૨૦૬ , ‘સામો જીવ એની મેળે સમજવાનો છે અને તેમાં હું નિમિત્ત થવાનો છું, તેથી તેને નિમિત્ત થવા માટે મને આ શુભરાગ થાય છે' –આવો જેનો અભિપ્રાય છે તે મિથ્યાદષ્ટિ છે, તેને હજી પરાશ્રયદષ્ટિ છે, શું ૫૨ જીવને નિમિત્ત થવા ખાતર તેં રાગ કર્યો છે? શું સામો જીવ સમજણ માટે તારા શુભરાગની અપેક્ષા રાખે છે? તને જે રાગ થયો છે તે ૫૨ને નિમિત્ત થવા માટે થયો નથી પણ તારા જ દોષથી થયો છે. આ બેમાં મોટું અંતર છે. રાગ વખતે, જેની સ્વાશ્રયષ્ટિ છે તે જીવ પોતાના પર્યાયની લાયકાત જુએ છે, અને જેની પરાશ્રિતદષ્ટિ છે તે જીવ પરની લાયકાત જુએ છે અને પરના કારણે રાગ માને છે. ૫૨ વસ્તુ માત્ર જ્ઞાનનું જ નિમિત્ત છે તેને બદલે અજ્ઞાની તેના કારણે રાગ માને છે. પોતાનો રાગ પરને નિમિત્ત થવા માટે થતો નથી તેમ જ ૫૨વસ્તુને તે રાગની અપેક્ષા નથી. ‘પરવસ્તુને સુખ-દુઃખ થવાનાં જ છે અને તેમાં હું જ નિમિત્ત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંસારનું કારણ 207 થવાનો છું માટે મને રાગ-દ્વેષ થાય છે” –એ માન્યતા ખોટી છે. રાગ કરીને પરનું નિમિત્ત થવાની જેની દષ્ટિ છે તેને રાગમાં અને પરમાં જ એકત્વબુધ્ધિ છે તેને સદાય પર ઉપરના લક્ષે રાગ કર્યા કરવો છે ને પરનું નિમિત્ત થવું છે. પર સાથેનો સંબંધ રાખ્યા કરવો છે. પણ પર સાથેનો સંબંધ તોડીને આત્માના સ્વભાવનો આશ્રય કરવો નથી. પર સાથેના સંબંધની દષ્ટિ એ જ બંધનનું મૂળ છે, ને એ સંસારનું કારણ છે, એ જ મિથ્યાત્વ છે. અને પરની અપેક્ષા રહિત નિજસ્વભાવનો આશ્રય તે જ મુક્તિનું કારણ છે. સમાસ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com