________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨
મૂળમાં ભૂલ ન બોલ. તારા ઉપરની દષ્ટિ તજીને જે જીવ પોતાનું ભજન કરે છે તે જ કિલ્લોલ (આનંદ) કરે છે. ૨૯.
હે નિમિત્ત! તારા પ્રતાપથી જીવ મુક્તિ પામે છે એ વાત તું રહેવા દે; કેમકે શરીર, દેવ-ગુરુ-શાસ્ત્ર કે પંચમહાવ્રત એ બધાય નિમિત્તોના લક્ષે તો જીવને રાગ જ થાય છે અને તેને સંસારમાં રખડવું પડે છે, પરંતુ જ્યારે એ બધા નિમિત્તોનું લક્ષ છોડીને અને પંચમહાવ્રતના વિકલ્પને પણ છોડીને પોતાના અખંડાનંદી સ્વરૂપ આત્માની ભાવના કરીને સમ્યગ્દર્શન-જ્ઞાન પૂર્વક જે અંતરમાં સ્થિરતા કરે છે તે જ જીવો મુક્તિ પામે છે અને તેઓ જ પરમ કિલ્લોલ ભોગવે છે; નિમિત્તના લક્ષ આનંદનો અનુભવ થઈ શકતો નથી. જેઓ નિમિત્તની દષ્ટિમાં રોકાય છે તેઓ મુક્તિ પામતા નથી. આ રીતે, નિમિત્તનું બળ છે. એ દલીલ તૂટી ગઈ.
હવે પંચમહાવ્રતાદિ ક્રિયાથી જીવની મુક્તિ થાય છે એવી દલીલ નિમિત્ત કરે છે -
કહું નિમિત્ત હમકો તર્જે, તે કૈસે શિવ જાત; પંચમહાવ્રત પ્રગટ હૈ, ઔર હું ક્રિયા વિખ્યાત. ૩૦
અર્થ- નિમિત્ત કહે છે-અમને તજવાથી મોક્ષ કેવી રીતે જવાય ? પાંચ મહાવ્રત પ્રગટ છે. વળી બીજી ક્રિયા પણ વિખ્યાત છે [કે જેને લોકો મોક્ષનું કારણ માને છે ]. ૩૦.
શાસ્ત્રોમાં તો નિમિત્ત તરફના લખાણના પાનાંના પાનાં ભરેલાં છે, તો નિમિત્તની મદદની તમે કેમ ના પાડો છો ? પંચમહાવ્રત, સમિતિ-ગુતિ એ બધાનું તો શાસ્ત્રોમાં ખૂબ લખાણ છે, તે ધાર્યા વગર શું જીવ મોક્ષ જઈ શકે? મને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com