________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૧
ઉપાદાન સ્વરૂપને ઓળખીને તેનો જે આશ્રય કરે તે અલ્પકાળમાં જ મુક્તિ પામે. જીવોએ અનાદિથી પોતાની મૂળ શક્તિની ઓળખાણ જ કરી નથી એટલે ૫૨ની જરૂર માની બેઠા છે, તેથી જ પરાધીન, દુ:ખી થઈ રહ્યા છે. આ જે રીતે કહેવાય છે તે રીતે પોતાને સ્વાધીનપણે પ્રથમ ઓળખવો જોઈએ તે જ મુક્તિનો માર્ગ છે. હવે નિમિત્ત દલીલ કરે છેઃ
કહૈ નિમિત્ત વે જીવ કો ? મો બિન જગકે માહિં; સબૈ હમારે પરે, હમ બિન મુક્તિ ન જાહિં. ૨૮
અર્થ:- નિમિત્ત કહે છે-મારા વિના જગતમાં જીવ કોણ માત્ર? બધા મારે વશ પડયા છે, મારા વિના મુક્તિ થતી નથી.
૨૮.
નિમિત્ત વગર જીવ મુક્તિ પામતો નથી, પહેલાં મનુષ્યશરીરનું નિમિત્ત, પછી દેવ-ગુરુ-શાસ્ત્રનું નિમિત્ત, પછી પંચમહાવ્રતાદિના શુભરાગનું મુનિદશામાં નિમિત્ત-આમ બધી નિમિત્તની પરંપરા વગર જીવ મુક્તિ પામી શકતો નથી. શું વચ્ચે વ્રતાદિના પુણ્ય આવ્યા વગર કોઈ જીવની મુક્તિ થાય? ન જ થાય માટે પુણ્ય નિમિત્ત છે અને તેના જ બળથી જીવ મુક્તિ પામે છે-આ નિમિત્તની દલીલ !
ઉપાદાનનો જવાબ:
ઉપાદાન કહૈ રે નિમિત્ત, ઐસે બોલ ન બોલ; તાકો તજ નિજ ભજત હૈં, તે હી કરેં કિલોલ. ૨૯ અર્થ:- ઉપાદાન કહે છે-અરે નિમિત્ત! એવાં છ વચનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com