________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૬૩ છોડવાથી જીવ મોક્ષ જઈ શકે ? નહિ. પંતમહાવ્રતમાં પર લશે જે રાગનો વિકલ્પ ઊઠે છે તેને આગળ લાવીને અહીં નિમિત્ત કહે છે કે શું પંચમહાવ્રતના રાગ વગર મુક્તિ થાય? પંચમહાવ્રતના શુભરાગથી મુક્તિ મારનાર અજ્ઞાનીઓ ઘણા છે તેથી નિમિત્તે તે દલીલને રજુ કરી છે. દલીલ તે બધી જ મૂકે ને? જો આવી ઊંધી દલીલો ન હોય તો જીવનો સંસાર કેમ ટકે? આ બધી નિમિત્તાધનની દલીલો સંસાર ટકાવવા માટે સાચી છે અર્થાત્ નિમિત્તાધીન દષ્ટિ થી જ સંસાર ટકયો છે. જે નિમિત્તાધીન દષ્ટિ છોડીને સ્વભાવદષ્ટિ કરે તો સંસાર ટકી શકે નહિ.
હવે, પંચમહાવ્રતાદિને જીવ છોડે ત્યારે તે મુક્તિ પામે છે, એમ ઉપાદાન ઉત્તર આપે છે:
પંચમહાવ્રત જોગ ત્રય, ઔર સકલ વ્યવહાર; પરકો નિમિત્ત ખપાયકે, તબ પહુંચે ભવપાર. ૩૧
અર્થ:- ઉપાદાન કહે છે-પાંચ મહાવ્રત, મન વચન અને કાય એ ત્રણ તરફનું જોડાણ, વળી બધો વ્યવહાર અને પર નિમિત્તનું લક્ષ જ્યારે જીવ છોડે ત્યારે ભવપારને પહોંચે છે. ૩૧.
જ્ઞાનમૂર્તિ આત્માનું જેટલું પર લક્ષ જાય છે તે બધો વિકાર ભાવ છે. ભલે પંચમહાવ્રત હો તોપણ તે વિકાર છે, તે વિકાર ભાવને અને બીજા જે જે વ્યવહાર છે તે બધા રાગને અને નિમિત્તના લક્ષને જીવ જ્યારે છોડ છે ત્યારે જ તે મોક્ષ પામે છે. પુણ્ય-પાપ રહિત આત્મસ્વભાવના શ્રદ્ધા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com