________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪
મૂળમાં ભૂલ જ્ઞાન અને સ્થિરતા વડ જ મુક્તિ થાય છે. તેમાં ક્યાંય પણ રાગ હોતો નથી. પંચમહાવ્રત તે આસ્રવ છે, વિકાર છે, આત્માનું ખરું ચારિત્ર તે નથી, તેને ચારિત્રનું ખરું સ્વરૂપ માને તો મિથ્યાષ્ટિ છે. આત્માનો ચારિત્ર-ધર્મ તેનાથી પાર છે. જગતના અજ્ઞાની જીવોને આ મહા આકરું લાગે તેવું છે પરંતું પરમ સત્ય મહા હિતકારી છે.
પ્રશ્ન- પંચમહાવ્રત તે ભલે ચારિત્ર ન હોય પરંતુ તે ધર્મ તો છે ને?
ઉત્તર- પંચમહાવ્રત તે ચારિત્ર પણ નથી અને ધર્મ પણ નથી. સર્વ પ્રકારના રોગરહિત એકલા જ્ઞાયકdભાવી આત્માનું સમ્યભાન કર્યા પછી જ વિશેષ સ્વરૂપ સ્થિરતા કરતાં પહેલાં પંચમહાવ્રતની શુભવિકારી લાગણી મુનિદશામાં આવી જાય છે પરંતુ તે વિકલ્પ છે, રાગ છે, વિકાર છે, અધર્મ છે કેમ કે તે લાગણીઓ આત્માના શુદ્ધ ચારિત્રને અને કેવળજ્ઞાનને રોકે છે. આત્માના ગુણને રોકનાર તે લાગણીઓમાં જો ધર્મ માને તો આત્માના પવિત્ર ગુણોનો મહાન અનાદાર કરી રહ્યો છે, તેને આત્માનું ભાન નથી.
આત્માના ભાનસહિત સાતમ-છઠ્ઠ ગુણસ્થાને આત્માનુભવમાં ઝૂલતા મુનિને પંચમહાવ્રતના વિકલ્પ છઠ્ઠી ગુણસ્થાનમાં હોય છે તે રાગ છે–આસ્રવ છે, આત્માના કેવળજ્ઞાનને તે વિન્ન કરે છે. નિમિત્તે દલીલમાં કહ્યું હતું કે આ મોક્ષમાં મદદ કરે છે; ઉપાદાન કહે છે તે મોક્ષમાં દખલ કરે છે, વિકલ્પોને તોડીને જ્યારે સ્વરૂપ સ્થિરતાની શ્રેણી માંડે ત્યારે મોક્ષ થાય છે, પણ પંચમહાવ્રતાદિ રાખીને કદી મોક્ષ થતો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com