________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૫
ઉપાદાન નિમિત્ત સંવાદ નથી, માટે હું નિમિત્ત! તારાથી ઉપાદાનનું એક પણ કાર્ય થતું નથી.
નિમિત્ત કહે છે કે:કહૈ નિમિત્ત જગ મેં બડો, મોર્ને બડો ન કોય; તીનલોક કે નાથ સબ, મો પ્રસાદ તેં હોય. ૩૨
અર્થ- નિમિત્ત કહે છે-જગતમાં હું મોટો છું, મારાથી મોટો કોઈ નથી; ત્રણ લોકનો નાથ પણ મારી કૃપાથી થાય છે. ૩ર.
નોંધ:- સમ્યગ્દર્શનની ભૂમિકામાં જ્ઞાની જીવને શુભ વિકલ્પ આવતાં તીર્થકર નામકર્મ બંધાય છે, તે દષ્ટાંત રજૂ કરીને નિમિત્ત પોતાનું બળવાનપણું આગળ ધરે છે.
આત્મસ્વભાવનો અજાણ અને રાગ તરફનો પક્ષકાર કહે છે કે ભલે, સમ્યગ્દષ્ટિ જીવો શુભરાગનો આદર નથી કરતા, તેને પોતાનો નથી માનતા, છતાં પણ ત્રણલોકના નાથ એવું જે તીર્થંકરપદ તે તો મારી જ (નિમિત્તની) મહેરબાનીથી થાય છે. એટલે કે નિમિત્ત તરફના લક્ષ વગર તીર્થકરગોત્ર બંધાતું નથી માટે ત્રણ લોકના નાથ તીર્થંકરદેવ પણ મારા જ કારણથી તીર્થંકર થાય છેઆવી નિમિત્ત તરફની દલીલ છે પરંતુ તેમાં ભૂલ છે. નિમિત્તની મહેરબાનીથી (પર લક્ષે રાગથી) તો જડ પરમાણુઓ બંધાય છે પરંતુ તેનાથી કાંઈ તીર્થંકરપદ એટલે કેવળજ્ઞાન પ્રગટતું નથી. તીર્થંકરપદ તો આત્માની વિતરાગ-સર્વજ્ઞ દશા છે. નિમિત્તાધીન પરાશ્રિત દષ્ટિવાળો માને છે કે તીર્થકર ગોત્રના પુણ્યના પરમાણુઓ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com