________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૯
ઉપાદાન-નિમિત્ત સંવાદ ઉપાદાન નિમિત્તના આ સ્વરૂપની સાક્ષી શ્રીજિનાગમથી મળે છે. માટે ખેદ કરવો નહિ- શંકા કરવી નહિ.
ઉપાદાન અને નિમિત્ત બને પદાર્થો ત્રિકાળ છે ખરા, બેમાંથી એકે ય અભાવરૂપ નથી. સિદ્ધદશામાં પણ આકાશ વગેરે નિમિત્ત છે. અરે, જ્ઞાન અપેક્ષાએ આખું લોકાલોક નિમિત્ત છે. જગતમાં સ્ત્ર અને પર પદાર્થો છે. [સ્વ તે ઉપાદાન અને પર તે નિમિત્ત-એમ બન્ને પદાર્થો જગતમાં છે.] જગતમાં સ્વ-પર પદાર્થો છે અને જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે, તેથી જો જ્ઞાન સ્વ-પરના યથાર્થ સ્વરૂપને ન જાણે તો તે મિથ્યાજ્ઞાન છે, જ્ઞાનનો સ્વભાવ સ્વ-પરને જાણવાનો છે તેથી સ્વ અને પારને જેમ છે તેમ જાણવા. ઉપાદાનને સ્વ તરીકે જાણવું અને નિમિત્તને પર તરીકે જાણવું ખરું, બન્નેને જેમ છે તેમ તેના ગુણ વડે જાણીને પોતાના ઉપાદાસ્વભાવને ઓળખવો-લક્ષમાં લેવો.
(૧) ઉપાદાન નિમિત્તને જાણવાં, પરંતુ નિમિત્તને લીધે ઉપાદાનમાં કોઈ કાર્ય થાય કે નિમિત્ત ઉપાદાનનું કોઈ કાર્ય કરે એમ સમજવું નહિ.
(૨) એકલા ઉપાદાનથી જ કાર્ય થાય છે, નિમિત્ત કાંઈ કરતું નથી, માટે નિમિત્ત કાંઈ છે જ નહિ-એમ પણ ન માનવું.
(૩) નિમિત્તને જાણવું ખરું, પરંતુ તે (નિમિત્ત) ઉપાદાનથી ભિન્ન પદાર્થ હોવાથી ઉપાદાનમાં તે કાંઈ જ મદદ કે અસર કરી શકે નહિ–આમ સમજવું તે સમ્યજ્ઞાન છે, પરંતુ જો નિમિત્તની હાજરી ન કબૂલે અગર તો નિમિત્તની હાજરીને લીધે કાર્ય થયું એમ માને તો મિથ્યાજ્ઞાન છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com