________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
આ રીતે આ સંવાદ દ્વા૨ા એમ સિદ્ધ કરવામાં આવ્યું કે ઉપાદાન તે વસ્તુની નિજશક્તિ છે અને પરસંયોગ તે નિમિત્ત છે, નિમિત્તો જીવનું (ઉપાદાનનું ) કાંઈ જ કાર્ય કરતા નથી પરંતુ ઉપાદાન પોતે જ પોતાના કાર્યને કરે છે. આખા સંવાદમાં ક્યાંય પણ ‘નિમિત્તથી કાર્ય થાય' એ વાત સ્વીકારવામાં આવી નથી. ઉંધાઈમાં વિકાર પણ જીવ પોતે જ કરે છે, નિમિત્ત વિકાર કરાવતું નથી; પરંતુ આ સંવાદમાં તો મુખ્યપણે સવળાઈની વાત લીધી છે. સમ્યગ્દર્શનથી સિદ્ધદશા સુધીમાં જીવની જ શક્તિથી કાર્ય થાય છે એમ સિદ્ધ કર્યું પરંતુ નિમિત્તનું બળવાનપણું ક્યાંય માનવામાં આવ્યું નથી. આથી કોઈ જીવ પોતાની અણસમજને લીધે એમ માની બેસે કે આ તો એકાંત થઈ જાય છે, સર્વત્ર ઉપાદાનથી જ કાર્ય થાય અને નિમિત્તથી ક્યાંય ન થાય-એમાં અનેકાંતપણું ક્યાં આવ્યું ? તો ગ્રંથકાર હવે ભલામણ કરે છે-આમાં સ્વતંત્ર વસ્તુસ્વભાવને સિદ્ધ કર્યો છે અને નિમિત્તનો પક્ષ કર્યો નથી. (નિમિત્તનું યથાર્થ જ્ઞાન છે પરંતુ તેનો પક્ષ નથી-તે તરફનું લક્ષનું જોર નથી ) માટે ખેદ ન કરશો, પરંતુ હોંશથી સમજીને આ વાત સ્વીકારજો. કેમકે આ વાતની શાખ શ્રી જિનાગમથી મળે છે.
૧૦૦
શ્રી જિનાગમ વસ્તુને સદા સ્વતંત્ર બતાવે છે, વસ્તુ સ્વરૂપ જ સ્વતંત્ર છે. જિનેન્દ્રદેવનું દરેક વચન પુરુષાર્થની જાગૃતિની વૃદ્ધિ માટે જ છે. જો જિનેન્દ્રના એકપણ વચનમાંથી પુરુષાર્થમાં પાછો પડવાનો આશય કાઢે તો તે જીવ જિનેન્દ્રના ઉપદેશને સમજ્યો જ નથી. નિમિત્તોનું અને કર્મોનું જ્ઞાન પુરુષાર્થમાં અટકવા માટે કહ્યું નથી પરંતુ નિમિત્તરૂપ ૫૨ વસ્તુઓ છે અને પર લક્ષે થતા જીવના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com