________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૧૦૧ પરિણામો પણ અનેક પ્રકારે વિકારી થાય છે એમ જાણીને પોતાના નિજ પરિણામની સંભાળ કરવા માટે નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવ્યું છે; તે જ્ઞાન સત્ય પુરુષાર્થની વૃદ્ધિ માટે જ છે. પરંતુ “તીવ્ર કર્મનો ઉદય આવીને મને હેરાન કરશે તો મારો પુરુષાર્થ નહિ ચાલી શકે!” એમ જે કહે છે તે જીવને પોતાને પુરુષાર્થ કરવો નથી તેથી જ તે પુરુષાર્થહીનપણાની વાતો કરે છે. અરે ભાઈ! પહેલાં તને જ્યારે કર્મોની ખબર ન હતી ત્યારે તું આવા તર્ક નહોતો કરતો અને હવે કર્મોનું જ્ઞાન થતાં તું પુરુષાર્થની શંકા કરે છે; તો શું હવે નિમિત્તનું સાચું જ્ઞાન થવાથી તને નુકશાન થશે? માટે હે જીવ! નિમિત્ત કર્મો તરફનું લક્ષ છોડીને તું તારા જ્ઞાનને ઉપાદાનના લક્ષમાં જોડીને સાચો પુરુષાર્થ કર ! જેટલો તું પુરુષાર્થ કરીશ તેટલું કાર્ય આવશે જ, તારા પુરુષાર્થને રોકવા જગતમાં કોઈ સમર્થ નથી. જગતમાં બધું જ સ્વતંત્ર છે, રજકણથી માંડીને સિદ્ધ સુધીના સર્વ જડ ચેતન પદાર્થો સ્વતંત્ર છે, એક પદાર્થને બીજા પદાર્થ સાથે જરા પણ સંબંધ જ નથી, તો પછી ગમે તેવા નિમિત્ત પદાર્થ હોય તોપણ તે ઉપાદાનને શું કરે ? ઉપાદાન પોતે જે પ્રકારે પરિણમે તે પ્રકારે પ૨ પદાર્થમાં નિમિત્તનો આરોપ આવે છે. નિમિત્ત તો આરોપ માત્ર છે, તેની ઉપાદાનમાં તો નાસ્તિ છે; અસ્તિ-નાસ્તિરૂપ આવું અનેકાન્ત વસ્તુસ્વરૂપ છે; પરંતુ એક પદાર્થ બીજા પદાર્થમાં કાંઈ કરે એવી માન્યતામાં તો પદાર્થોની સ્વતંત્રતા રહેતી નથી અને એકાંત થઈ જાય છે. માટે ઉપાદાન-નિમિત્તના સંવાદ દ્વારા જે વસ્તુસ્વરૂપ સમજાવવામાં આવ્યું છે તે જાણીને હે ભવ્ય જીવો ! તમે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com