________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨
મૂળમાં ભૂલ ખેદને છોડો, કાંઈક પરદ્રવ્યની મદદ જોઈએ એવી માન્યતાને છોડો. પોતાના આત્માને પરાધીન માનવો તે જ સૌથી મોટો ખેદ છે, હવે આત્માના સ્વાધીન સ્વરૂપને જાણીને તે ખેદ તમે છોડો. કેમકે શ્રીજિનાગમનું દરેક વચન વસ્તુસ્વરૂપને સ્વતંત્ર જાહેર કરે છે, અને જીવને સત્ય પુરુષાર્થ કરવા પ્રેરે છે.
એ ખાસ ધ્યાન રાખવું કે નિમિત્ત વસ્તુ છે ખરી. સાચા દેવ, ગુરુ, શાસ્ત્રને ઓળખે નહિ અને કહે કે નિમિત્તનું શું કામ છે, ઉપાદાન સ્વતંત્ર છે; એમ ઉપાદાનને જાણ્યા વગર સ્વચ્છેદી થઈ પ્રવર્તે તો તેનું અજ્ઞાન જ દઢ થાય, એવા જીવને ધર્મ તો ન જ થાય, ઊલટો શુભરાગ છોડીને તે અશુભરાગમાં પ્રવર્તે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિમાં કહ્યું છે કે
ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત,
પામે નહિ પરમાર્થને રહે ભ્રાંતિમાં સ્થિત.
ધ્યાન રાખજે, આમાં ઉપાદાનનું માત્ર “નામ' લઈને નિમિત્તોનો જે નકાર કરે છે એવા જીવની વાત છે; પરંતુ જેઓ ઉપાદાનના ભાવને સમળીને નિમિત્તનું લક્ષ છોડે છે તેઓ તો સિદ્ધ સ્વરૂપને પામે છે. આ ગાથાને સૂલટાવીને કહીએ તો
ઉપાદાનનો ભાવ લઈ એ જે તજે નિમિત્ત, પામે તે સિદ્ધત્વને રહે સ્વરૂપમાં સ્થિત.
અજ્ઞાની જીવ સત્ નિમિત્તને જાણતો નથી અને ઉપાદાનને પણ જાણતો નથી તે જીવ તો અજ્ઞાની જ રહે છે, પરંતુ જે જીવો પોતાના ઉપાદાનસ્વભાવના સ્વતંત્ર ભાવોને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com