________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૧૦૩ ઓળખીને, તે સ્વભાવની એકાગ્રતા દ્વારા નિમિત્તનું લક્ષ છોડે છે તે જીવો પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે, તેમની ભ્રાંતિનો અને રાગનો નાશ થઈને તેઓ કેવળજ્ઞાન પામીને મુક્ત થાય છે.
જે જીવ ઉપાદાન-નિમિત્તના સ્વરૂપને જાણતો નથી અને માત્ર ઉપાદાનની વાતો કરે છે અને નિમિત્તને જાણતો જ નથી તે પાપી છે અહીં “નિમિત્તથી કાંઈ કાર્ય થાય' એમ કહેવાનો આશય નથી, પરંતુ પોતાના ભાવને સમજવાની વાત છે જ્યારે જીવને સત્ નિમિત્તના સમાગમનો ભાવ અંતરથી ન ગોઠયો અને સ્ત્રી, પૈસા વગેરેના સમાગમનો ભાવ ગોયો ત્યારે તેને ધર્મના ભાવનો અનાદર અને સંસાર તરફના ઊંધા ભાવનો આદર છે. પોતાને વર્તમાન રાગ વર્તે છે છતાં તે રગનો વિવેક કરતો નથી (શુભઅશુભ વચ્ચે જરા પણ ભેદ પાડતો નથી) તે જીવ ઊંધા ભાવને જ સેવે છે. તે ઊંધો ભાવ કોનો? શું તું વીતરાગ થઈ ગયો છો? જો તને વિકલ્પ અને નિમિત્તનું લક્ષ જ ન હોત તો તારે શુભ નિમિત્તના લક્ષનું પણ પ્રયોજન ન રહેત. પરંતુ જ્યારે વિકલ્પ અને નિમિત્તનું લક્ષ છે ત્યારે તો તેનો જરૂર વિવેક કરવો જોઈએ. આથી એમ ન સમજવું કે નિમિત્તથી કાંઈ લાભ-નુકશાન છે ! પરંતુ પોતાના ભાવની જવાબદારી પોતે સ્વીકારવી પડશે. જે પોતાની વર્તમાન પર્યાયના ભાવને અને તેના યોગ્ય નિમિત્તોને નહિ ઓળખે તે ત્રિકાળી સ્વભાવને કઈ રીતે ઓળખશે.
જીવ કાં તો નિમિત્તથી કાર્ય થાય એમ માનીને પુરુષાર્થહીન થાય છે, અને કાં તો નિમિત્તનો અને સ્વપર્યાયનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com