________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪
મૂળમાં ભૂલ વિવેક ચૂકીને સ્વચ્છંદી થાય છે; તે ઊંધો ભાવ જ જીવને ઉપાદાનની સ્વતંત્રતા સમજવા દેતો નથી. જો જીવ ઊંધો ભાવ ટાળીને સત્ સમજે ત્યારે તો તેને કોઈ નડતું નથી. જ્યારે જીવ પોતાના ભાવથી સત્ સમજે ત્યારે સત્ નિમિત્તો હોય જ છે; કેમકે જેને સત્ સ્વભાવનું બહુમાન છે તેને સત્ નિમિત્તો તરફનું લક્ષ અને બહુમાન આવે જ, જેને સત્ દેવ-ગુરુ-શાસ્ત્રનો અનાદર છે. તેને પોતાના જ સત્ સ્વરૂપનો અનાદર છે, અને સત્ સ્વરૂપનો અનાદર તે જ નિગોદ ભાવ છે, તે ભાવનું ફળ નિગોદ દશા છે...
માટે જિજ્ઞાસુઓએ બધાય પડખેથી ઉપાદાન-નિમિત્તને જેમ છે તેમ બરાબર જાણીને નક્કી કરવું જોઈએ. એ નક્કી કરતાં પરાધીનતાની માન્યતાનો ખેદ ટળે છે અને સ્વાધીનતાનું સાચું સુખ પ્રગટે છે.
હવે ગ્રંથકર્તા પોતાનું નામ અને સ્થાન જણાવે છે – નગર આગરો અગ્ર હૈ જૈની જનકો બાસ; તિહું થાનક રચના કરી, “ઐયા” સ્વમતિ પ્રકાશ. ૪૬.
અર્થ - આગ્રા શહેર જૈની જનોના વાસ માટે અગ્ર છે, તે ક્ષેત્રે ભૈયા ભગવતીદાસજીએ પોતાની બુદ્ધિના પ્રકાશ પ્રમાણે આ રચના કરી છે અથવા તો પોતાના જ્ઞાનના પ્રકાશ માટે આ રચના કરી છે. ૪૬.
આ ઉપાદાન નિમિત્ત વચ્ચેથી વહેંચણીના કથનનો જે અધિકાર કહ્યો તે સર્વજ્ઞદેવથી પરંપરા કહેવાયેલા તત્ત્વનો સાર છે અને તેમાંથી મારી રૂમતિથી હું જેટલું સમજ્યો તે જ મેં આ સંવાદમાં પ્રગટ કર્યું છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com