________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨
મૂળમાં ભૂલ તું સ્વભાવથી જ જીવ છો તેથી તેમાં બીજા તર્કને સ્થાન નથી તેમ, “જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જ છે ” એવો જ ઉપાદાન-નિમિત્તનો સ્વભાવ છે, તેથી તેમાં બીજા તર્કને અવકાશ નથી. ૪૦. કમળમાં ખીલવાની લાયકાત હોય પણ સૂર્ય
ન ઊગે તો.?
કમળને ખીલવું અને સૂર્યનું ઊગવું તેને સહજ નિમિત્તનૈમિત્તિક સંબંધ છે, પણ સૂર્ય ઊગ્યો તે કારણે કમળ ખીલ્યું નથી, કમળ પોતાની તે પર્યાયની લાયકાતથી ખીલ્યું છે.
પ્રશ્ન- સૂર્ય ન ઊગે તો કમળ ન ખીલે ને?
ઉત્તર:- “કાર્ય થવાનું હોય પણ નિમિત્ત ન હોય તો ?' એના જેવો પ્રશ્ન છે. તેનું સમાધાન ઉપરની યુક્તિ પ્રમાણે સમજી લેવું. જ્યારે કમળમાં ખીલવાની લાયકાત હોય ત્યારે સૂર્યમાં પણ પોતાના જ કારણે ઊગવાની લાયકાત હોય જ એવો સ્વભાવ છે. કમળમાં ખીલવાની લાયકાત હોય અને સૂર્યમાં ઊગવાની લાયકાત ન હોય-એમ કદી બને જ નહિ, છતાં સૂર્યના નિમિત્તથી કમળ ખીલતું નથી અને કમળ ખીલવાનું છે માટે સૂર્ય ઊગે છેએમ નથી. ૪૧. જ્યારે સૂર્ય ઊગે છે ત્યારે જ કમળ ખીલે છે તેનું
શું કારણ?
પ્રશ્ન- જે સૂર્યના નિમિત્તથી કમળ ન ખીલતું હોય તો “જો સૂર્ય છ વાગે ઊગે તો કમળ પણ છ વાગે ખીલે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com