________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારનું કારણ
૨૦૩ બોલવા ઉપર જેની દષ્ટિ છે તે અજ્ઞાની છે. જ્યારે બોલાય છે ત્યારે અંતરનો અભિપ્રાય સાચો છે કે ખોટો તે ઉપર જ ધર્મઅધર્મનું માપ છે. જો સાચો અભિપ્રાય હોય તો ધર્મ છે, ખોટો અભિપ્રાય હોય તો અધર્મ છે. અંતરના અભિપ્રાયને તો દેખતો નથી અને “આમ બોલાય ને તેમ બોલાય” એમ ભાષાને વળગે છે તે બહિરદષ્ટિ છે.
એક સમયનો પરાશ્રયભાવ તે જ સંસાર છે, ત્રિકાળી આત્મસ્વભાવમાં તે નથી. સ્વભાવ પોતે પોતાના જ આશ્રયે ટકનાર છે, વિકારભાવનો આશ્રય પણ સ્વભાવને નથી તો પરવસ્તુનો આશ્રય તો હોય જ ક્યાંથી? મારે પરવસ્તુનો આશ્રય નથી ને પરવસ્તુને મારો આશ્રય નથી-આવી દષ્ટિમાં સંસાર રહ્યો નહિ. વિકાર કદી પરાશ્રય વગર હોય નહિ, જ્યાં પરાશ્રયનો જ અભિપ્રાય ટળ્યો ને સ્વાશ્રય કર્યો ત્યાં કોના આશ્રયે વિકાર થાય? એટલે જ્ઞાનીને સ્વાશ્રયદષ્ટિમાં મુક્તિ જ છે. અને “મેં પરનું કર્યું, વ્યવહારથી હું પરનું કરું” એવા અજ્ઞાનીના અભિપ્રાયમાં પરમાં એકત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વભાવ ભરેલો છે. હું પરને નિમિત્ત થાઉં એટલે શું? એનો અર્થ તો એ થયો કે મારું લક્ષ સ્વાશ્રયમાં ન ટકે પણ કયાંક પરમાં લક્ષ જાય, મારો રાગ પરમાં વળે અને હું તે પરનો નિમિત્ત થાઉં, ત્યારે તે પરની અવસ્થા થાય-આવી અજ્ઞાનીની બુદ્ધિમાં રાગ સાથે અને પર સાથે એકતા ઊભી છે. તેને ક્યાંયથી છૂટા પાડવાનો અભિપ્રાય નથી. હું તો જ્ઞાનરૂપ છું” જ્ઞાનનું કાર્ય માત્ર જાણવાનું જ છે, પણ રાગ કરીને પરને નિમિત્ત થવાનું કામ જ્ઞાનનું નથી. જ્ઞાનસ્વભાવ તો પરથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com