________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૮
મૂળમાં ભૂલ ચીજમાં પર ચીજને લીધે કાંઈ જ થતું નથી, માટે નિમિત્ત! તારી વાત ખોટી છે. ભાણાં ઉપર બેઠો હોય, ભોજન કરીને પેટ ભર્યું હોય, હાથમાં કોળિયો રહી ગયો અને શરીર છૂટી જાયએમ બને છે. જો આહારથી શરીર ટકતું હોય તો ખાનારા કોઈ મરવા ન જોઈએ અને ઉપવાસી બધા મરી જવા જોઈએ, પરંતુ આહાર ખાનારા પણ મરે છે અને આહાર વગર પણ પવનભક્ષીઓ વર્ષો સુધી જીવે છે માટે આહાર સાથે જીવનમરણને સંબંધ નથી. આહારનો સંયોગ તે પરમાણુઓના કારણે આવે છે અને શરીરના પરમાણુઓ શરીરના કારણે ટકે છે, આહાર અને શરીર બન્નેના પરમાણુઓ જુદા છે. આહારની માફક દવાના કારણે પણ શરીર ટકતું નથી અને દવાના કારણે રોગ ટળતો નથી. હજારો દવા લાવે છતાં રોગ ન મટે અને દવા વગર પણ રોગ મટી જાય-એ તો સ્વતંત્ર દ્રવ્યની સ્વતંત્ર અવસ્થાઓ છે. એક વસ્તુના કારણે બીજી વસ્તુમાં કાર્ય થાય એ વાત પવિત્ર જૈનદર્શનને માન્ય નથી કેમકે વસ્તુની સ્થિતિ જ તેમ નથી. એક દ્રવ્યના કારણથી બીજા દ્રવ્યનું કાર્ય થાય એવી જેને ઊંધી માન્યતા છે તે મહા અજ્ઞાની છે, વસ્તુની સ્થિતિની તેને ખબર નથી, જૈનધર્મને તે જાણતો નથી.
હવે નિમિત્ત દલીલ કરે છે - સૂર સોમ મણિ અગ્નિકે, નિમિત્ત લખું યે નૈન; અંધકારમેં કિત ગયો, ઉપાદાન દગ દૈન. ૨૬
અર્થ- નિમિત્ત કહે છે, સૂર્ય, ચંદ્ર મણિ કે અગ્નિનું નિમિત્ત હોય તો આંખ દેખી શકે છે, ઉપાદાન જો દેખવાનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com