SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત સંવાદ પ૭ વગર એકલા ઉપાદાનથી જીવાય? માટે નિમિત્ત જ જોરવાળું છેઆમ નિમિત્ત તરફના વકીલ દલીલ કરે છે. વકીલ હોય તે તો પોતાના જ અસીલ તરફની દલીલ મૂકે ને! સામા પક્ષની સાચી દલીલ જાણતા હોય તો પણ કાંઈ તે દલીલ રજા કરે ? જો સામા પક્ષવાળા તરફની દલીલ કરે તો તે વકીલ કેમ કહેવાય? અહીં નિમિત્તના વકીલ કહે છે કે નિમિત્તના પણ થોડાક દોકડા છે, એકલું ઉપાદાન જ કામ કરતું નથી, માટે નિમિત્તની શક્તિ પણ કબૂલ રાખો. ઉપાદાનનો જવાબ - જો આહાર કે જોગસો, જીવત હૈ જગમાહિં, તો વાસી સંસારકે, મરતે કોઊ નાહિં. ૨૫. અર્થ- ઉપાદાન કહે છે-જો આહારના જોગથી જગતના જીવો જીવતા હોત તો સંસારવાસી કોઈ જીવ મરત નહીં. ૨૫. હે નિમિત્ત! આહારના કારણે જીવન ટકતાં નથી. જો જગતના જીવોના જીવન આહારથી ટકતાં હોય તો આ જગતમાં કોઈ જીવ મરવો જ ન જોઈએ; પરંતુ ખાતા ખાતા પણ જગતના અનેક જીવો મરી જતા દેખાય છે, માટે આહાર તે જીવતરનું કારણ નથી. સૌ પોતપોતાના આયુષ્યથી જીવે છે. આયુષ્ય હોય ત્યાં સુધી જીવે અને આયુષ્ય ન હોય તો ચક્રવર્તી-વાસુદેવ-બળદેવ પોતાના માટે બનાવેલા “સિંહ-કેસરીઆ લાડુ” ખાય છતાં પણ મરી જાય. જ્યાં જીવન ખૂટ્યાં ત્યાં આહાર શું કરે? આઠે પહોર ખાન-પાન અને આરામથી શરીરની માવજત કરવા છતાં જીવો કેમ મરી જાય છે? આહારના નિમિત્તના કારણે ઉપાદાન ટકતું નથી. એક Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.009193
Book TitleMul ma Bhul
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy