________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
૫૬
કરતી નથી; આવું સાચું ભાન જીવ કરે તો તે સ્વલક્ષે ઠરીને મુક્તિ પામે, પરંતુ જો જીવ પોતાના ભાવને ઓળખે નહિ અને ૫૨ નિમિત્તથી પોતાને લાભ-નુકશાન થાય એમ માન્યા જ કરે તેનું ૫૨ લક્ષ કદી છૂટે નહિ અને સ્વની ઓળખાણ કદી થાય નહિ, તેથી તે સંસારમાં રખડયા જ કરે. માટે ઉપાદાન અને નિમિત્ત એ બન્નેના સ્વરૂપને ઓળખીને એમ નક્કી કરવું જોઈએ કે ઉપાદાન અને નિમિત્ત તે બન્ને જુદા જુદા પદાર્થો છે, કદી કોઈ એક બીજાનું કાર્ય કરતા નથી. આમ નક્કી કરીને નિમિત્તનું લક્ષ છોડીને પોતાના ઉપાદાન સ્વરૂપને લક્ષમાં લઈને ઠરવું તે જ સુખી થવાનો–મોક્ષનો ઉપાય છે.
નિમિત્તની દલીલઃ
ઉપાદાન તુમ જો હો, તો કર્યો લેતે આહાર,
૫૨ નિમિત્તકે યોગ સોં, જીવત સબ સંસા૨. ૨૪
અર્થ:- નિમિત્ત કહે છે-કે ઉપાદાન જો તારું જોર છે તો તું આહાર શા માટે લે છે? સંસારના બધા જીવો પર નિમિત્તના યોગથી જીવે છે. ૨૪.
હૈ ઉપાદાન! આ કર્મ વગેરે બધું તો ઠીક, એ તો કાંઈ નજરે દેખાતું નથી, પરંતુ આ તો નજરે દેખાય છે કે આહારના નિમિત્તથી તું જીવે છે તારું જોર હોય તો તું આહાર કેમ લે છે? આહાર વગર કેમ એકલો નથી જીવતો? અરે ! છઠ્ઠા ગુણસ્થાન સુધી મુનિરાજ પણ આહાર લે છે, તો આહારના નિમિત્તની તારે જરૂર પડી કે નહિ? આખું જગત આહારના નિમિત્તથી જ જીવે છે. શું આહારના નિમિત્ત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com