________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮
મૂળમાં ભૂલ ક્રિયા થાય છે, કારણ કે અનેકરૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી.” [કલશ-પર ]
એક જ વસ્તુ અવસ્થારૂપે થાય છે. જે વસ્તુ અવસ્થારૂપે થાય છે તે જ વસ્તુ કર્તા છે, બીજી કોઈ વસ્તુ કર્તા નથી.
૩-“બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી, બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી અને બે દ્રવ્યોની એક પરિણતિ-ક્રિયા થતી નથી; કારણ કે અનેક દ્રવ્યો છે તે અનેક જ છે, પલટીને એક થઈ જતાં નથી.” [કલશ-પ૩]
દરેક વસ્તુઓ જુદી જુદી છે, કદી બે વસ્તુઓ ભેગી થઈ જતી નથી. અને બે વસ્તુઓ જુદી હોવાથી બન્નેના કાર્ય જુદાં જ છે. જો એક કાર્ય બે વસ્તુઓ ભેગી થઈને કરે તો વસ્તુઓ જુદી જ રહે નહિ એટલે કે વસ્તુના નાશનો પ્રસંગ આવે, તે અસંભવ છે.
૪-“એક દ્રવ્યના બે કર્તા ન હોય, વળી એક દ્રવ્યના બે કર્મ ન હોય અને એક દ્રવ્યથી બે ક્રિયા ન હોય, કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.” [ કલશ-૫૪]
બે દ્રવ્યો જુદાં જુદાં રહીને એક કાર્ય કરે–એમ પણ બનતું નથી કેમકે એક કાર્યના બે કર્તા હોઈ જ શકે નહિ.
૫-“આ જગતમાં મોહી (અજ્ઞાની) જીવોનો “પદ્રવ્યને હું કરું છું' એવા પરદ્રવ્યના કર્તુત્વના મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર-કે જે અત્યંત દુર્નિવાર છે તે અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. [કલશ-પ૫]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com