________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૭
કાર્યમાં ઉપાદાન-નિમિત્તના કેટલા ટકા? દ્રવ્ય થાય તે દ્રવ્ય જ તે કાર્યનો ૧OO ટકા કર્યા છે. ઉપાદાન નિમિત્તની વ્યાખ્યા નીચે મુજબ છેઃ
ઉપાદાનઃ- જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાનકારણ કહે છે.
નિમિત્ત - જે પદાર્થ પરમાં સ્વયં કાર્યરૂપ ન પરિણમે પરંતુ ઉપાદાન કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હાજરીરૂપ હોય તેને નિમિત્તકારણ કહે છે.
આમાં સ્પષ્ટ છે કે ઉપાદાન એકલું જ કાર્યરૂપે પરિણમે છે, નિમિત્ત કાર્યરૂપે પરમાં પરિણમતું નથી. જે કાર્યરૂપે પરિણમે છે તે જ કર્તા છે એવો નિયમ છે. ભગવાન શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ સમયસારની ટીકામાં સ્પષ્ટ કહે છે કે
૧-“જે પરિણમે છે તે કર્તા છે, (પરિણમનારનું) જે પરિણામ છે તે કર્મ છે અને જે પરિણતિ છે તે ક્રિયા છે; એ ત્રણેય વસ્તુપણે ભિન્ન નથી.” [ કલશ-૧૧]
[ કર્તા કર્મ ભિન્ન હોતાં નથી, પરંતુ ઉપાદાન-નિમિત્ત તો ભિન્ન ભિન્ન હોય છે, માટે ઉપાદાન-નિમિત્તને કાંઈ કર્તા-કર્મ સંબંધ નથી.]
૨-“વસ્તુ એક જ સદા પરિણમે છે; એકનાં જ સદા પરિણામ થાય છે. (અર્થાત્ એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે, અને એકની જ પરિણતિ
'
' .
]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com